ગોદડિયો ચોરો…મા’ભારતની રોંમાયણ

 
ગોદડિયો ચોરો…મા’ભારતની રોંમાયણ
===============================================

ગોદડીયો ચોરો

મહાભારતના માટે યોગ્ય પાત્રોની પસંદગી કરી ત્યાં જ પેલા મેહોંણાના
 “વિનોદ વિહાર “વાળા વિનોદભાઇ પટેલએ કહ્યું ગોદડિયાજી વળગી પડો
તમ તમારે ખોટનો ધંધો નથી ને સિરીયલ સારી ચાલશે.
http://vinodvihar75.wordpress.com/
ગોદડિયા પ્રોડેકશને સલીમ-જાવેદની જેમ જોરદાર જામી પડૅ એવા મોટા
ગજાની લેખક જોડીની તપાસ શરુ કરી તો અમારી નજર “દીપ-પુકાર” જેવા
સમર્થ લેખકો પર પડી. કોઇ કહેશે ભૈ આ જોડી જ કેમ ? બીજા કોઇ કેમ નહિં. ?
http://chandrapukar.wordpress.com/
http://nabhakashdeep.wordpress.com/
“ભાઇલા ચંદ્ર રાત્રે જ ઉગે  ને દીપ પણ રાત્રે જ પ્રકાશિત થાય બીજું કે ચંદ્રને
ઉગવા આકાશ જોઇએ ને આકાશમાં દીપ પ્રગટે ત્યારે એના પુકાર સંભળાય.!!”
બસ પછી તો બંન્ને લેખક મિત્રો લેંઘા ઝભ્ભા ચડાવી ને બગલથેલા લઇ પેસિફિક
મહાસાગર કિનારે લોંગબીચ પર “ક્વીન મેરી” હોડી પર લખવા બેસી ગયા.
“કોદાળા હોડી હલકાર અમારે લખવી ફિલમ કથા રે
 ફિલમ કથા રે ભાઇ લખવી ગોદડિયાજીની ગાથા રે “
મેં કહ્યું” હે લેખક મોશાયો (મહાશયો) ટમને (તમને) બીડી હીડી કે પોંન(પાન)
મહાલાનું (મસાલા) વસન(વ્યસન)ખરૂ કે નૈ (નહિ) ગોદડિયો ચોરો લખતાં બીડી
પીઉં છું.”
પુકારજી વ્યવસાયે ડોકટર હતા એટલે વ્યસનોના ગેર ફાયદા જણાવવા બેસી ગયા.
“પંદરમી ઓગષ્ટને શુક્રવાર હતો જોકે આમેય આઝાદી પછી નબળા ને ખાઉધરા
નેતાઓમલ્યા એટલે જનતા જનાર્દનનો ક્યારેય શકકરવાર વર્યો નથી કે વળશે
પણ નહિ.”
“આઝાદ દિન હોઇ ભારતીયો તિરંગા ઝંડા લઇ  મા- ભારતીનો પોકારતા
“દીપ -પુકાર “ જોડીએ નવીનતા ખાતર મહાભારતનું “મા’ભારત” લખી
નાખ્યું .”
“કેટલાંક ગુજરાતી કુટુંબો પણ ગરમીમાં ઠંડક મેળવવા ને આઝાદ દિન એમ બેવડી
ઉજવણીનો લહાવો લેવા લોંગબીચના દરિયા કિનારે ગાંઠિયા ખમણ ધોકળાં ને
પુરીઅથાણાં લાવ્યાં હતાં. ગુજરાતીઓ બે કલાક માટે બે દાડાનો નાસ્તો સાથે લઇ
જાય.”
આઝાદ દિનનો ઉત્સવ ક્યાં ઉજવાઇ રહ્યો છે. તે જાણવા ફાંફાં મારતી એક
ગુજરાતણને   પિન્કીએ  કહ્યું ” રોમા પણે “ (રોમા ત્યાં) બધાય ભેગા
મલી ઝંડા ફરકાવાતા જાય છે  સારે જહાંસે અચ્છા હિંદુસ્તાં હમારા ગાય છે.”
“દીપ -પુકાર” બેલડીએ રોમા-પણે સાંભળી “રોંમાયણે” (રામાયણે) લખી નાખ્યું. “
આમેય દરિયાનાં મોજાં ઉછળતાંને પવન સુસવાટા મારતો એ ક્ષણે દીપ-પુકારનાં
 શબ્દોએ કાગળ પર સ્થાન લીધું ને વિચાર્યું કે  બે મહાકાથાઓને જોડી દઇએ તો એક
નવીનતમ કથા બને એ વિચારે  “મા’ભારતની રોંમાયણ ” લખાયું
“કૃષ્ણ જન્મના સમાચાર જાણી રાજા દશરથે મથુરા જવા ગાડાં જોડાવી પ્રયાણ
કર્યુ.”
“રામ લખમણ કહે બાપા આપડે ને એમને શું લાગે વળગે.?”
દશરથ કહે “આપડે દિવસે રાજ કરીએ એટલે સુર્યવંશી ને એ રાતે રાજ કરે એટલે
ચંદ્રવંશી.” આમેય હું ને ઉગ્રસેન ઉતર પ્રદેશના વાસી છીયે એટલે પિતરાઇ ભાઇઓ
કહેવાઇએ.
મથુરા જઇ દશરથ કહે “અલ્યા ઉગ્રસેન નામ પ્રમાણે તારામાં ઉગ્રતા નથી એટલે જ
આ તારોલખોટો કંસ તારા માથે ચડી બેઠો છે ને તને જેલમાં ધકેલી દીધો છે.”
” છોકરીયોની અછત ને કંસના કકળાટે કોઇ કન્યા દેતું જ નહોતું.”
કુભકર્ણ કહે “ઓ રાવણા ભાઇલા આપડી શુપર્ણખાનાં નાક કાન રહ્યાં નથી એટલે
કોઇ પરણશે નહિએવું કરીએ હિન્દુસ્તાનમાં છોકરીયોની અછત છે તો પેલા કંસ
જોડે એને પધરાવી દઇએ. એમેયશુપર્ણખાને  કોઇ લેતું નથી ને પેલા કારેલા જેવા
કડવા કંસને કોઇ દેતું ય નથી.”
દીપ-પુકાર જોડી ચા પાણી કરવા થંભી ને ટીવીમાં સમાચાર જોયા કે અમદાવાદ
હવાઇ મથકેસોનાની દાણચોરી કરતા અનેક લોકો પકડાયા છે. આ મુદ્દો એમણે
આબાદ ઝીલ્યો.
“દીપ-પુકારે લખ્યું કે જુના સમયમાં  પ્રજા કરતાં રાજાઓને સોનાનો મોહ હતો.”
“કૃષ્ણે સોનાની દ્વારિકા બનાવવા અંગદ સુગ્રીવ ને હનુમાન કેરિયર દ્વારા લંકામાંથી
દાણચોરી દ્વારા સોનાની હેરાફેરી કરી હતી.”
પુકારજીએ દીપને કહ્યું ભારતના વસ્તી વધારાને ધ્યાને લઇ કુટુંબ નિયોજન સંદેશ
મુકીયે.
રામજીએ કહે” અલ્યા કૃષ્ણ છોકરીયોની અછતમાંય તું ૧૦૦૮ રાણીયો રાખીને ફરે
એવું કરીયે તો સારું ન કહેવાય.”
કૃષ્ણ કહે પણ ” મેં એક જ પુત્રનો નિયમ પાળ્યો છે  મારે તો ૧૦૦૮ રાણીયો છે પણ
અનિરુધ્ધ નામે એક જ છોકરો છે. હા મારા યાદવો હજુ સુધર્યા નથી જુઓ પેલા
લાલુને નવ બાળકો છે.”
” ભારતના કેટલાય રાજકારણીયો ઘણાં બધાં બૈરાં રાખે છે.”
રામ કહે જો મેં “એક પત્નીત્વના સિધ્ધાંતને ખુબ અજમાવી પાળી જાણ્યો છે.”
લખમણ કહે “મોટા એ સતયુગનો સુર્ય ક્યારનોય આથમી ગયો છે હવે કંઇ કહેવા
જેવું નથી”
શત્રુઘ્ન કહે ” અત્યારે કોઇ બૈરીને રાખવા તૈયાર નથી તો કોઇ પતિને રાખવા
તૈયાર નથી.”
ગાંઠિયો=
“દીપ પુકાર બોલ્યા વચન સાંભળો સર્વે શ્રોતા જન “
  “ગોદડિયા કથા લખવાનું આપ્યું હતું  અભય વચન “
 ” મા’ભારત ને રોમાયણ પ્રસંગોનાં અમે મિશ્રણ કીધાં “
 ” લાખેણા લેખક બની છવાઇ જવા બીચે ભ્રમણ કીધાં “
==============================================
સ્વપ્ન જેસરવાકર

20 thoughts on “ગોદડિયો ચોરો…મા’ભારતની રોંમાયણ

    1. માનનીય શ્રી કિશોરભાઇ,

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  1. પ્રિય ગોવિંદ ભાઈ
    તમારા ભેજાને લાખો સલામ
    કોક રાજકીય નેતાની સ્મશાન યાત્રામાં હું જતો હોઉં તો ફેર ખાઈને ગોવિંદ ભાઈના ગોદડીયા ચોરામાં પહોંચી જાઉં છું કેમકે મને એમાં ઘણું જાણવાનું મળે છે .

    Like

    1. આદરણીય વડિલ શ્રી આત્તાજી

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  2. મા’ભારતનું રામાયણ ઠોક્યે જાવ, શકુનેને સુર્પણકાના સ્વયંવરમાં મોકલો. લખમણની ગેરહાજરીમાં ઉર્મિલાનું યુધિસ્ઠીર સાથેનું લવ લફરૂં થવા દો. દુશાસનનો એફેર સની સાથે થવા દો.

    Liked by 1 person

    1. શ્રીયુત પ્રવિણભાઇ

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  3. આ મા’ભારતની રોંમાયણ સીરીયલ ના બે લેખકો દીપ અને પુકાર છે મારા વા’લાઓ છે ખરા ખણખોદીયા . આ ખરું શોધી લાવ્યા .

    “કૃષ્ણે સોનાની દ્વારિકા બનાવવા અંગદ સુગ્રીવ ને હનુમાન કેરિયર દ્વારા લંકામાંથી

    દાણચોરી દ્વારા સોનાની હેરાફેરી કરી હતી.”

    આ ગાંઠિયો બહુ ભાવ્યો.

    “દીપ પુકાર બોલ્યા વચન સાંભળો સર્વે શ્રોતા જન “

    “ગોદડિયા કથા લખવાનું આપ્યું હતું અભય વચન “

    ” મા’ભારત ને રોમાયણ પ્રસંગોનાં અમે મિશ્રણ કીધાં “

    ” લાખેણા લેખક બની છવાઇ જવા બીચે ભ્રમણ કીધાં “

    ગોદડીયાજી, મા’ભારતની રોંમાયણ સીરીયલ બહુ ચાલે એ માટે આશીર્વાદ .

    ઘરડા વડીલ આશીર્વાદ જ આપી શકે , કેમ ખરું ને !

    Liked by 1 person

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. આદરણીય વડિલ શ્રી આતાજી

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  4. અરે ! ગોદડિયાજી, તમે આ શું કર્યું ?

    જે અત્યાર સુધી “સીક્રેટ” યાને છુપું હતું તેને પોસ્ટરૂપે જાહેર કરી દીધું.

    “મહાભારત”નું “રામાયણ” કે પછી રામાપણનું મહાભારત ?

    વિનોદભાઈનો ઉલ્લેખ કરી, “ચંદ્ર” અને “રમેશ”ને જોડી દઈ તમે “દીપ-પૂકાર”કહી “ફીલ્મ”ની ચર્ચા શરૂ કરી.

    આવી ચર્ચામાં “બીડી”ની વાત લાવી, ડોકટરી સલાહો માટે “પૂકાર”ને લલચાવ્યા.

    અને ચર્ચા આગળ લાવી “ભારતની આઝાદી” વિષે મમરો મુક્યો.

    આવું બધું કરતા….કૃષ્ણ જન્મ નો ઉલ્લેખ સાથે મહાભારત…અને સાથે રામનામ જોડી “મહાભારતનું રામાયણ”નામે ફીલ્મ કરવા નિર્ણય કહ્યો.

    ત્યારે….

    પૂકારજીથી ચુપ ના રહેવાયું !

    અને હ્રદય ખોલી બોલ્યા>>>>

    રામ જગમાં આવ્યો પહેલો માનવીને “આદર્શ”બનાવવાનો આદેશ દીધો,

    કોઈએ સાંભળ્યું અને કોઈએ ના સાંભળ્યું, તો કૃષણજીએ અવતાર લીધો,

    રામજીના આદેશમાં જરા “ચતુરાય” જોડવાનું ત્યારે થયું,

    આવી વાણીમાં મહાભારતનું સૌએ જગમાં જાણ્યું,

    તો, હું કહું કે જગમાં પહેલું રામાયણ થયું હતું,

    તો, ફીલ્મનું નામ જે કહ્યું તે તો ખોટું રહ્યું,

    ખરેખર તો, “રામાયણનું મહાભારત” નામ જ ખરૂં રહ્યું,

    ગોદદિયે ચોરે ચર્ચા થઈ ‘ને ગોદડિયાજીને એ બદલવાનું કહ્યું,

    તો…વાંચકો અને ચોરે બેસનારાઓ સૌ ફરી ચોરે તમે આવજો,

    નવી વિચારધારામાં “નવું નવું “ફરી તમે વાંચજો !

    >>>ચંદ્રવદન
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Liked by 2 people

    1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ,

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  5. “ભાઇલા ચંદ્ર રાત્રે જ ઉગે ને દીપ પણ રાત્રે જ પ્રકાશિત થાય બીજું કે ચંદ્રને

    ઉગવા આકાશ જોઇએ ને આકાશમાં દીપ પ્રગટે ત્યારે એના પુકાર સંભળાય.!!”

    હવે ડોકટર અને કવિ મહાશયનું આવી બન્યું ! આજના એપીસોડમાં તો તમે કમાલ કરી છે, રામાયણમાં મહાભારત ઊભું કરી દીધું !!

    Liked by 1 person

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  6. સરસ લેખનો વધુ સરસ
    ગાંઠિયો=

    “દીપ પુકાર બોલ્યા વચન સાંભળો સર્વે શ્રોતા જન “

    “ગોદડિયા કથા લખવાનું આપ્યું હતું અભય વચન “

    ” મા’ભારત ને રોમાયણ પ્રસંગોનાં અમે મિશ્રણ કીધાં “

    ” લાખેણા લેખક બની છવાઇ જવા બીચે ભ્રમણ કીધાં “

    Liked by 1 person

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  7. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.
    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.
    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.
    *ગુજરાતીલેક્સિકોન વિશે : *
    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.
    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

    Liked by 1 person

Leave a comment