ગોદડિયો ચોરો…સાણસે ભરાણી સિરીયલ.!!!!!!!!!!!!

ગોદડિયો ચોરો…સાણસે ભરાણી  સિરીયલ.!!!!!!!!!!!!

==========================================================

ગોદડીયો ચોરો

વિનોદ વિહારવાળા “શ્રી વિનોદ પટેલ “ના આદેશાનુસાર “દીપ- પુકાર”ની

બેલડીએ મસ્ત મજાનું આલેખન કરી “મા’ભારતની રોંમાયણ” સિરીયલ

માટે પટકથા લખી બેનમુન સંવાદોની ગુંથણી કરી આપી.

” ગોદડિયા પ્રોડેકશન “ નિર્મિત સિરીયલ અમે કચકડે કંડારી કામ પુર્ણ કર્યું.

ભારત સરકારના સેન્સર બોર્ડમાં ડિરેકટર મિ. તોડકુમાર સાથે  થોડીક રકઝક

કરી રોકડા દોકડા નું પત્રમ પુષ્પમ કરી સર્ટિફિકેટ મેળવી લીધું.

“મા’ભારતની રોંમાયણે “ જનતામાં જબરો ઉત્સાહ જગાવી દીધો લગભગ

સવારના નવના ટકોરે બધાય “ફેંકમફેંક” ચેનલ પર મીટ માંડી બેસી જતા.

પેટા ચુંટણીનાં નગારાં વાગી રહ્યાં હોઇ જનતા કોઇ પક્ષની સભામાં હાજરી

આપવામાં આનાકાની કરતી હતી. બધા નેતાઓએ સરકારને ફરિયાદ કરી.

સરકારે સિરીયલના જુદાં જુદાં પાત્રો ને પ્રસંગો પર અમને નોટિસ પાઠવી.

(૧)” એક સ્ત્રી પોતાના બાળકને ગંગામાં વહાવી દે એ બાળ હત્યા કેસ.”

(૨) “એક સ્ત્રી ૧૦૦ બાળકોને જન્મ આપે તો ભારતમાં વસ્તી વધારાનો આંક

ક્યાં જઇ અટકે. બીજું એક સ્ત્રી દર વર્ષે બાળકને જન્મ આપે તો ૧૦૦મા બાળકના

જન્મ સમયે પહેલું બાળક ૧૦૦ વર્ષનું થાય . આટલી મોઘવારીને ભેળસેળના

જમાનામાં એ સ્ત્રી ૧૦૦૦ વર્ષ કેવી રીતે જીવી શકે.?”

(૩) “દ્વ્રોણગુરૂની નિમણુક માનવ સંશાધન વિભાગ જ કરી શકે. કુરુ યુનિવરસિટીને

કોણે ક્યારે ને કયા ઠરાવને આધારે માન્યતા આપી.?”

(૪) “પાંડવોને જંગલમાં એક બે કપડે બતાવી દુનિયાને ભારતની ગરીબી બતાવી.”

(૫)” ધનુષ્ય બાણ અને રથ બનાવવા જંગલમાંથી લાકડું કાપી પર્યાવરણનો ભંગ.”

(૬) ” દ્વ્રોપદી વસ્ત્રાહરણ પ્રસંગ મહિલા આયોગ દ્વારા સ્ત્રી સન્માન ભંગનો કેસ.”

(૭) “લાક્ષાગૃહ પ્રસંગ લાકડાં બાળી વાતાવરણ દુષિત કર્યું તેમજ જીવિત વ્યક્તિને

સળગાવી જીવહત્યાની કોશિશનો કેસ.”

(૮) ” કૌરવ પાંડવ જુગાર માટે ગેરકાયદેસર જુગાર રમાડવાનો કેસ.”

(૯) ” મિસ્ટર શકુની ગાંઘાર (કંદહાર) છોડી હસ્તિનાપુર (દિલ્હી) આવ્યા તે માટે

જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ કે વિસા ન હોઇ ગેરકાયદે ભારત સીમામાં પ્રવેશ કેસ.”

(૧૦)” હાથી ઘોડા ઉપર સવારી કરી રથમાં જોડ્યા તે બદલ પ્રાણી અત્યાચાર કેસ.”

(૧૧) ” નાગદમન પ્રસંગમાં કૃષ્ણ નાગના માથે નાચે છે તો નાગને માથાનો દુખાવો

થયો હશે એ માટે તમે પશુ ડોકટર પાસે સારવાર કરાવી વળતર આપ્યું હતું .?”

(૧૨) “કૃષ્ણ અને ગોવાળિયા મથુરા જતી ગોપીઓનાં માટલાં ફોડે છે તો તમે એમને

દુધ દહીંના પૈસા ચુકવ્યા .? નવાં માટલાં અપાવ્યાં હોય એની રસીદ રજુ કરવી.”

(૧૩) “જે તે જિલ્લાની દુધની ડેરીમાં દુધ જમા કરાવવાનું હોય છે તો પછી ગોકુળ

જીલ્લાવાળા મથુરા જિલ્લામાં દુધ વેચવા કેમ ગયા.? આ માટે ગોકુળ રહેવાસીઓએ

નેશનલ ડેરી ડેવલોપમેન્ટના પારધી ગંટોળની મંજુરી લીધી કે કેમ .?”

(૧૪)” નાક કાન કાપાયેલી શુપર્ણખાને કંસે હેરાન તો નહોતી કરી ને.? એના નાક કાન

માટે કોઇ ડોકટરની સલાહ લીધી કે કેમ.? કંસે રાવણ પાસે કરિયાવર માગેલો કે કેમ.?”

(૧૫) ” હનુમાનજીને અર્જુનના રથની ધજામાં બેસાડ્યા તો પાતળા કાપડની ધજામાં

એમને ઠંડી લાગેતી હશે એમના માટે બ્લેન્કેટ કે જેકેટનો પ્રબંધ કરેલો કે કેમ.?”

(૧૬) ” બન્ને પક્ષોએ યુધ્ધ માટે જુદા જુદા રાજાઓને પોતાના તરફે લીધેલા ને  એમનું

સંખ્યાબળ વધારેલું આ માટે કઇ વિદેશ નિતી અપનાવેલ એનો ખુલાસો કરવો.?”

(૧૭) ” યુધ્ધમાં ભીમે હાથી ઉછાળેલા તે પાકિસ્તાનની હદમાં જઇને પડેલા એ માટે

પાકિસ્તાને યુનોની મહાસભામાં સરહદ ભંગનો કેસ દાખલ કરેલ છે તેનો ખુલાસો કરવો.

જ્યારે કેટલાક હાથી અવકાશમાં ગુરુત્વાકર્ષણની ઘરીમાં ફરી રહ્યા છે જેથી રોકેટો યાનો

અને વિમાનો માટે ભયજનક છે આ માટે પેરિસમાં આવેલ આંતરરાષ્ટ્રીય ઉડ્યન સંસ્થાએ

ભારત સરકારનો જવાબ માગેલ છે તો આ અંગે સત્વરે ખુલાસો કરવો.”

(૧૮) ” ભિષ્મ પિતામહને જ્યારે અર્જુને બાણ માર્યાં ત્યારે એમને બાણ શય્યા પર

સુવડાવવાને બદલે ગુજરાત સરકારની ૧૦૮ને ફોન કરી દવાખાને કેમ ના લઇ ગયા.”

(૧૯) અર્જુન પાતાળ લોક્માં જાય છે ત્યારે ત્યાંના શિબીરાજા (રાજદુત)ની પાસે વિસા

માટે અરજી કેમ ના કરી. ?પાતાળલોક રાજદુત દ્વારા વાંધા અરજી આવી છે.”

(૨૦) “કૌરવોએ પાંડવોને જંગલમાં મોકલી દીધા એમ કરી રાજકારણમાંથી નિવૃત

કરી રાજ્યપાલ બનાવી દેવાની નવી પરંપરા કેમ શરુ કરી.?”

(૨૧) ” ગીતામાં કૃષ્ણે “સંભવામિ યુગે યુગે” બતાવી ભારતમાં પરત આવવાનું અમોઘ

વચન આપ્યું છે એ અમને એટલે કે સરકારોને કનડે છે. જુઓ અમે ચુંટણીમાં જીતવા

થોક્બંધ વચનો આપીયે છીયે પણ વચનો પુરાં કરતા નથી. આ તમારી સીરીયલમાં

ગીતાવાલા વચનનું દ્રશ્ય જોઇ જનતા અમારી પાસે એવી આશા રાખે છે . અમે ચુંટણી

ટાણે રામને ધ્યાનમાં રાખીએ છીયે કેમ કે રામ વચનબધ્ધ હતા. ચુંટણી પછી અમે

કૃષ્ણને યાદ રાખીયે છીએ. કેમ કે હું હથિયાર નહિ ઉપાડું. હું જરુર પાછો આવીશ બોલો

એક પણ વચન પાળ્યું છે ખરું……હમજ્યા કે નૈ. “ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ગાંઠિયો=

“તબીબો પાસેથી નીકળ્યો હતો  દિલની દવા લઇને

સામે મારાં પોતાનાં જ ઉભાં હતાં દરદો નવાં લઇને. “

==================================================================

સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ગોદડિયો ચોરો…સાણસે ભરાણી સિરીયલ.!!!!!!!!!!!!

  1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ,

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

 1. જબરૂ ભેજાબાજ ‘નવર્ષિ’ ગુરુદેવ ગોવિંદાચાર્યજીનું આધુનિક ‘મહાભારેરામાયણ’.મહર્ષિની જેમ અમે નવી ઉપાધી શોધીને પ્રથમવાર તેમને ઍવોર્ડ કરી..નવા ઋષિ. આજે જે સાચું ,તકવાદી ચલન સમાજમાં રમી રહ્યું છે, તેને આપે અભ્યાસપૂર્ણ રીતે ચોરે જમાવી દીધું.એક ઉત્તમ વિચારપૂર્ણ લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   નવી ઉપાધિ બદલ ખુબ આભાર

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

 2. બધી ફરિયાદો સાચી છે. સિરિયલમાં દ્રોપદીની સાડી રીલાંયસની છે તો વાતો શા માટે જૂની. આજની દ્રોપડીને પાંચ પતિ ક્યાં પુરા થાય, સંખ્યા વધવી જોઈએ કે નહિં. ફરી લખવાનું કહો.

  Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

 3. સરકારે સિરીયલના જુદાં જુદાં પાત્રો ને પ્રસંગો પર તમોને જે નોટિસ પાઠવી એમાં જે

  કારણો બતાવ્યા એ એક બીજાથી ચઢી જાય એવા છે અને સીરીયલ બનાવનારને

  જવાબ આપવામાં જરૂર પરસેવો વળવાનો છે !

  આવાં સવાલો બનાવનાર જરૂર ફળદ્રુપ ભેજા વાળો જ હશે.

  એમાં આ કારણ દર્શક નોટીસ વાંચીને તો બહુ હસવું આવ્યું

  ” હનુમાનજીને અર્જુનના રથની ધજામાં બેસાડ્યા તો પાતળા કાપડની ધજામાં

  એમને ઠંડી લાગેતી હશે એમના માટે બ્લેન્કેટ કે જેકેટનો પ્રબંધ કરેલો કે કેમ.?”

  ગોવિંદભાઈ , સરકારની આવી જધામણ હોય તો હવે બીજી કોઈ સીરીયલ બનાવવાનો

  વિચાર માંડી વાળજો. પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહિ !

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

 4. તમારો ગાંઠીયો હંમેશની જેમ ગમ્યો આંખ મીંચી સાંભળો
  tabibo paase thi-તબીબો પાસેથી હું … – YouTube
  Video for દિલની દવા► 7:21► 7:21
  http://www.youtube.com/watch?v=I9couOZYTLU
  Aug 18, 2012 – Uploaded by tia joshi
  તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,/ જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈ ને,/ સ્વર-સંગીત :- આસિત દેસાઇ / રચના:- ‘બેફામ’ માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, જીવનના દર્દની તો કોઈ સારવાર દે. હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી, મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી. દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં, એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !
  બાકી સીરીયલ જોવી હોય તો મગજે તાળુ મારવું પડે

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

 5. કૃષ્ણ ને 16108 રાણીયો હતી પણ આ મોંઘવારીમાં 15000 ને છુટ્ટા છેડા આપ્યા એટલે એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય .
  રામને એકજ રાણી હતી પણ એનું અનેક રીતે પૂરું નો કરી શક્યા .એટલે બિચારીને ગર્ભવતી હોવા છતાં જંગલમાં મૂકી આવવી પડી .
  લોકો ફરિયાદ કરતા હોય છે કે આપણે મત આપીને એના વચનો ઉપર ભરોસો રાખીને ખુરસી ઉપર બેસાડીયે છીએ પણ એ લોકો વચનો આપ્યા પછી ફરી જાય છે .અને એવાજ વચનો આપીને ફરી જનારા રાજકારણીય માટે યોગ્ય છે . અને જેને વચનો આપીને ફરી જતાં નથી આવડતું એ રાજકારણીય માટે અ યોગ્ય છે .
  ना अहल है वो अहले सियासत की नजरमें
  वादे से कभी जिसको मुकरना नहीं आता

  Like

  1. આદરણીય વડિલ શ્રી આત્તાજી

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s