ગોદડિયો ચોરો…સાયેબ અમારું કૈક હોંભરતા જાવ.

ગોદડિયો ચોરો…સાયેબ અમારું કૈક હોંભરતા  જાવ.
===========================================================

ગોદડીયો ચોરો

આ હપ્તામાં કલ્પના કેરા રંગોથી  ભરેલી પિચકારીમાંથી  રંગબેરંગી હાસ્ય
કટાક્ષ સેરો ઉડે છે તેની મજા માણવા સાથે બંધબેસતી પાઘડી ન પહેરવા વિનંતી છે.
============================================================
 
માનનીય અધ્યક્ષ અને મન મોજીલા માર્મિક ટકોરને હાસ્યની પળોમા પરોવી
જે તે સભ્યને સમજદારી પુર્વક ટપારતા એવા શ્રી વજુભાઇ વાળાની કર્ણાટકના
રાજ્યપાલ તરીકે નિમણુંક થતાં એમને ભાવ ભીની વિદાય આપવા વિધાનસભાનું
ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું.  (  જે કાલ્પનિક છે .)
ચંદુભાઇ કહે “સાયેબ તમે તો હેંડ્યા કરનાતક અવે અમારૂ શું થશે ? કોન હોંભરશે ?”
અધ્યક્ષ સાહેબ કહે ” સણદુ ભૈ કરનાતક નહિ હું કર્ણાટક જવાનો છું.”
ભોગીલાલ કહે “સાયેબ ઓવે ઓલ્યા હેદુરપાએ (યેદુરપ્પા) અંધુ ચતું (ઉંધુ છતું)
કરી નોંખ્યુ (નાખ્યું) છે તે તમારે જૈ (જઇ) કરના હૈ ટકાટક . “
બાબુ બુઠ્ઠો કહે “સાયેબ આ હૌરભ ભૈ  મોટેથી બુમાડા પાડી બરાડે સે ને તો આ ભુંગરા
(ભુગળાં) મોંથી (મહીંથી) કોન (કાન) ફાતી (ફાટી) જાય એવું બને છે ને કોંનમાં
તમરાં બોલી જાય છે ઘેર જૈએ (જઇએ) તો બૈરાં હું (શું) બબરે (બબડે) છે. એનીય
હમજ (સમજ) નથ (નથી) પડતી તો સાયેબ એમને કોંક (કઇંક) કો’ને (કહોને).”
અધ્યક્ષ સાહેબ કહે ” ઓ હૌરભભાઇ આ તમારા નોમ (નામ)ની જેમ હૌરભ ફેલાવજો.”
મનુ મરચી કહે “સાયેબ આ જતિનભા  કોક (કોઇ) બોલતું હો (હોય) તો વચ્મેં (વચમાં)
દફાક દૈ (ડફાક દઇ) બોલે સે (છે) એનું કૈક (કઇંક) કરતા જજો..”
ઇકબાલ અડધિયું કહે ” સાયેબ વૈસા કરોની ઇનકુ આપકી કુરશી પર બીઠા દો વૈસે ભી
આપકો દોનોં પાર્ટીયોકો સમજાનેકુ હર વખત બોલના પડતા હૈ. ઇસ તરહ જતિનભાઇકી
બીચમેં બોલનેકી આદત બકરાર રહેગી ઓર સબસે બડી ચેર મીલ જાયેગી.”
કનુ કુકડો કહે “અલ્યા આજે ફરશોતમ ફુલણિયા કેમ ડોકાતા નથી.”
ગટવરસંગ બાપુ  કહે ” મોનનીય (માનનીય ) પિકર (સ્પીકર) સાયેબ મને કોક કેતું’તુ
(કહેતું) હતુ કે એમના હૈડિયામાં (ગળા) પીસ (ફીશ-માછલી) ભરાણી (ભરાઇ) ગૈ (ગઇ)
સે (છે ) તે દાગતર (ડોકટર) પોંહે (પાસે) કડાવવા (કઢાવવા) જ્યા (ગયા) લાગે સે.”
ભગો ભોટવો કહે ” બાપુ તમે તો શુધ્ધ ગુજરાતી બોલો છો તો અધ્યક્ષ બદલે તમે તો
આજ સ્પીકર બોલ્યા માળું આ કૌતુક નવું જોયું. “
ગટવરસંગ બાપુ કહે “મને હંધીય ખબર સે પન હું જ્યારે અધ્યક્ષ બોલુ તો એવું થાય કે 
ડાચામોંથી (મોંઢામાંથી) દોંત (દાંત)નું સોકઠું (ચોકઠું) બા’ર (બહાર) નેકરે (નીકળે).”
અધ્યક્ષ સાહેબ કહે ” ગટવરસંગ બાપુ આ ચોકઠું જરા બરાબર ફીટ કરાવી લેજો નહિતર
ઘેર રુકમની કહો છો પણ કોક દા’ડો રુક્ષ્મણી બોલતાં ચોકઠું ક્યાંક ગરી (પડી) ના જાય.”
આખા સભાગૃહમાં હાસ્યની છોળોના પડઘા ગુંજી રહ્યા.
ચુનીલાલ ચાંચડ કહે “સાયેબ ચેટલાય (કેટલાય) વરહથી (વર્ષ) ગુજરાતીયોને અમેરિકાનું
ઘેલું લાજ્યું (લાગ્યું) તું (હતું) પણ અમણોંનો (હમણાં) વાયરો વયો (વહ્યો) છે કે બધાય
ગુજરાત મોંથી (માંથી) દલ્લી (દિલ્હી)ની મરાથન (મેરાથોન) દોડ મોંડી (માંડી) છે.”
અધ્યક્ષ સાહેબ કહે ” ભૈ’લા આ બાર તેર વર્ષથી “નમો નમો નમો” કરીને બધાય નમતા
હતા પણ હવે ” આનંદી રાજ “ આવ્યું છે તો હંધાય આનંદો હવે.”
ભવાનજી ભાજપી કહે ” જુઓ સાયેબે બાર વરહથી ગુજરાતમાં કોંગ્રેસને વનવાસ અપાયો
છે એમ દિલ્હી (હસ્તીનાપુર)થી કોંગ્રેસને વનવાસ અપાવવાના વચન સાથે પ્રયાણ કર્યું છે.”
ગગનજી ગાંઠિયા કહે ” સાયેબ આનંદીબનને કહો એમનું પરધોન (પ્રધાન) મંડળ બદલે.”
એમને સાથે હાહો હાહો કરવા કેટલાક ભાજપી ને કોંગ્રેસીયો ચામાચીડિયાની જેમ બાટક્યા.
અધ્યક્ષ સાહેબ ગમ્મતમાં આવી જઇ એમના જેવી ભાષામાં કહે “અલ્યા મોટા પરધોન એ
ને પરધોન મંડળ એમનું. એમાં તમને બધાને બળતરા ચમની (કેમની) થાય છે . હવે
રેશનકારડ (રેશનકાર્ડ )ની જેમ પરધોનોનો કોટા ખલાસ થૈ (થઇ) ગયો છે. એટલે હવે
નજદીકના ભવિષ્યમાં કોઇનો ચાનસ (ચાન્સ) લાગે તેમ નથી . ને તમને બધાને કયા
પરધોન હોંમે (સામે) વાંધો છે . એ જરા ખોંખારીને કહો.”
ધનુ ઢોલકી કહે ” સાયેબ અત્યાર હુધી (સુધી) આખા ગુજરાતમાં પૈહા (પૈસા) કડાં છુડલા
(ચુડલા) મંગર હુતર (મંગળ સુત્ર) ડોરા (ચેઇન) ઢોરાં (ભેંસો) બરધ્યા (બળદ) ઝેટાં (ઘેટાં)
એવા બધોંની (બધાની) સોરીયો (ચોરીયો) થતી અતી (હતી) પણ એમણોં અમણોં (હમણાં)
” ગોદરીયો ચોરો “ પેંધી પડ્યા છે. તે મારા વા’લા હંધાયની (બધાયની) ગોદરીયો
ચોરી જાય છે ને આપડા ગરુહ (ગૃહ) મંતરી (મંત્રી) મારું હારું (હાળૂં) આ અંગરેજીમાં હું
કેવા’ય (કહેવાય) એ ચ્યારનોય (ક્યારનોય) ગોખતો હતો . હાં મારું વા’લું  આખરે યાદ
આયું ” નાઇટ કોંત “ (રજનીકાંત)કેવાય (કહેવાય) સાયેબ . હું આનંદીબોન (આનંદીબેન)
ને અરજ કરું છું કે અવે આ ” રજનીકોન્ત કે ચંદરકોન્ત “ (રજનીકાંત-ચંદ્રકાંત)ને સોડી
(છોડી) ને કોક ” દા’ડા કોન્ત” ( દિવસકાંત – સુર્યકાંત ) ને લાવો .”
મોહન મોંકાણિયો કહે “સાયેબ કેટલાક સમય પે’લાં એક ચંદ્રકાંત હતો તે જ્યારે ભાષણ ઠોકે
ત્યારે વાંરંવર મિતરો (મિતરો કહેતો એ જયારે અહિં ગૃહમાં ઉંઘતો ત્યારે એનાં નસકોરાં
બોલતાં એમાંથી ..મિ..ત…રો..મિ..ર.. તો…મિતરો ..એવો અવાજ અવ્યા કરતો હતો . હાલ
તો એમની હાલત એવી છે કે મિતરો જ એનાથી કંટાળે  છે.”
” અલખ નિરંજન જોરથી ખોંખારી મોટેથી બોલે છે…જૈ રોકડિયા હડમાન.(હનુમાન).”
ગાંઠિયો.=
“ના સાંભળ્યા કાર્યકરોને કે ના પાયા કદીયે એમને ચા પાણી
અહંમ થકી કોઇને ના ગણ્યા સમય  એવો કે બળદ ફરે ઘાણી “
============================================================
સ્વપ્ન જેસરવાકર

16 thoughts on “ગોદડિયો ચોરો…સાયેબ અમારું કૈક હોંભરતા જાવ.

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. માનનીય શ્રી રિતેશભાઇ

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. માનનીય શ્રી કિશોરભાઇ,

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  1. અહંમ થકી કોઇને ના ગણ્યા સમય એવો કે બળદ ફરે ઘાણી “
    સરસ
    બળદ ગોળ-ગોળ ફરે ત્યારે તેને ચક્કર ન આવે તે માટે બળદની આંખે પાટા બાંધવામાં આવે છે.
    આપના બળદને બાંધ્યા છે? એક રમુજ યાદ આવે
    વકીલસાહેબે ઘાંચીને પૂછ્યું, “છગન, આ બળદને ગળે ઘુઘરા કેમ બાંધ્યા છે? … એટલે એ કહે, “સાહેબ, હું આજુ-બાજુમાં કોઈ કામે ગયો હોઉં તો ઘુઘરાના અવાજથી મને ખ્યાલ રહે કે બળદ ફરે છે, ઊભો રહીને કામચોરી કરતો નથી.

    Like

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  2. પ્રિય ગોવિંદ ભાઈ
    તમારા ગોવીન્દ્યા ચોરામાં આતા તમારી સાઠે
    બુદ્ધિ નાઠી ગઈ કે શું ? ગોવીન્દ્યા ચોરા નઈ ગોદડીયા ચોરા બોલો હજી તમને સાઈઠ પુરા નથી થયા અને તમારી બુધ્દ્ધી નાઠવા માંડી તો પછી તમને જ્યારે ત્રાણું પુરા થશે ,ત્યારે તમારી બુધ્દ્ધીનું સુ થશે ?
    મને ગોદડીયા ચોરામાં જવાનું બહુ ગમે છે .કેમકે ત્યાં રાજકીય બાબતનું જ્ઞાન મળે છે .

    Like

    1. આદરણીય વડિલ શ્રી આત્તાજી

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

Leave a comment