ગોદડિયો ચોરો…ચિન્હોએ ચકરાવે ચઢાવ્યા.

ગોદડિયો ચોરો…ચિન્હોએ ચકરાવે ચઢાવ્યા.
======================================================

ગોદડીયો ચોરો

શરદ ઋતુમાં સોળ કળાયે ખીલેલા ચંદ્રમાની ચાંદની મદમસ્ત બની ધરતી
પર જાણે રુપેરી ચાદર પાથરી હોય તેમ રેલાઇ રહી હતી. આવા સુમધુર
વાતાવરણમાં ખેલદિલ ખંભાતની જનતા શરદ પુર્ણિમાના મેળાની રમઝટ
માણવા દરિયા કિનારે ભાત ભાતના નાસ્તા ને દુધપૌંઆના સ્વાદના સડાકા
લઇ રહી હતી.  બીજી બાજુ ખાડાવાળી ખોડિયારના સ્થાનકે રાસ ગરબાની
રમઝટમાં ખેલૈયા ખંતથી લયબધ્ધ તાલે ઝુમી રહ્યા હતા. .
ખાડાવાળી ખોડિયારનાં ભાવ ભક્તિપુર્ણ દર્શન કરી અમેય દુધપૌંઆનો લહાવો
લેવા ગોદડિયા ચોરાની બેઠક દરિયા કિનારે રાહધારી પાસે જમાવી. આજે ચોરાનાં
નમુનાઓ ને ગનુ ગોટલી મુળજી મેથીપાક રણછોડ રોકડી  લલ્લુ લસણિયો
હરજી હોકલી બબલ બાટલી ગગન ગાંઠિયો ને અરવિંદ આખલો હતા.
કનુ કચોલું કહે ” આ રાજનેતાઓના જીભે કાયમ એકબીજા માટે ઝેર ઓકાતું હશે.”
લલ્લુ લસણિયો કહે ” હત તારીની અક્કલના ઓથમીર એય ખબર નથી. અલ્યા
જમના નદી દિલ્હી પછી ગોકુલ મથુરામાં આવે . હવે જ્યારે કનૈયાએ કાળીનાગને
નાથી ધરો છોડી દેવાનું કહ્યું ત્યારે નાગ વહેતા પાણીમાં જવાને બદલે સામા વહેણમાં
દિલ્હી પહોંચી ગયો. હવે ઝેરિલા નાગના દુષિત પાણીને પીને બધા ઝેરીલા થઇ ગયા.”
નારણ શંખ કહે ” ભણેલા જે ના સમજી શકે એ આ લસણિયાકાકાએ સરળતાથી સમજાવ્યું.”
ગનુ ગોટલી કહે ” અલ્યા ગોદડિયા આ કોક દેવાનંદના પિતરાઇ સદા આનંદમાં રહેતા
ઘોડા (સદાનંદ ગૌડા- રેલ્વે મંત્રી) અમદાવાદ આવ્યા ત્યારે સ્ટેશન પર ગંદકી
જોઇને એ  તો એકદમ ગુસ્સાનંદ બની ગયેલા. બોલો ઘોડાય સદા આનંદમાં રહે છે
એ પહેલી વાર જોયું.”
કોદાળો કહે ” એમના રાજ્યમાંથી એક ઘોડાને અનાયાસે બગાસું ખાતાં પતાસું મળી ગયેલું
ને વડા પ્રધાન બની ગયેલા તે સંસદમાં ચર્ચા ચાલતી હોય ત્યારે ઉંઘતા હતા.”
ગોરધન ગઠો કહે ” અલ્યા એતો ૨૦૧૫થી બુલેટ ટ્રેન કામગીરી શરુ થશે એમ કહે છે
ટ્રેકની લાઇનો ડબ્બાઓ ને એન્જિનોની વ્યવસ્થા ક્યાંથી કરશે.?”
મુળજી મેથીપાક કહે ” અલ્યા મહારાષ્ટ્રના મુંબાઇમાં ના તાજ હૈ ના રાજ હૈ છતાંય
એનું નામ રાજ છે એ નામનું ઠેંકરૂ  કુદાકુદ કરે છે એના મનસે કે તનસે નું નિશાન
રેલ્વે એન્જિન છે એની પાસેથી લઇને કામ ચલાવશે. કેમ કે એના એન્જિનના સિસકારા
બહુ લાંબા ચાલતા નથી કે મહારાષ્ટ્ર બહાર સિસોટીય વાગતી નથી.”
ધૃતરાષ્ટ્ર કહે ” અલ્યા મહાભારતમાં જે ઉધ્ધવ હતો એ કૃષ્ણ ને કંસ સાથે સમાધાન
ઇચ્છતો હતો જ્યારે આ બાલા સાહેબનો ઉધ્ધવ જેની હોય એની જોડે બાટકી પડે છે.”
રણછોડ રોકડી કહે ” જોને અક્કડાઇમાં તીર કામઠું (ધનુષ્ય- બાણ) કોકડાઇ ગયાં છે
અલ્યા રામનાં તીર કામઠાં ને રામવાળા જોડે ના ફાવ્યું એટલે જુદો થઇ ગયો ને હવે
કહે છે હું ને મારો ઇંદ્રજીત (ઉધ્ધવનો છોકરો) બેય રામવાળાને બતાવી દૈશુ.”
અઠો કહે ” હમણાં થોડીક ચુંટણીયો થઇ એમાં કમળની પાંખડીયો ખરી પડી એટલે
ભાજપવાળા ચિંતામય બની ગયા ને હુકમના એક્કાને મેદાનમાં ઉતાર્યો છે . આવડા
ભાજપવાળા એમનું ધાર્યું કરે છે ને કરાવે છે એમ કેમ બને છે .?”
અરવિંદ આખલો કહે ” એ રામને ભજવાવાળા પણ એ કહેતા હતા કે બધાય અવતારો
સ્વયં વિષ્ણુંના છે એ ચક્રધારીના હોમ મિનિસ્ટર અર્ધાંગ્ની લક્ષ્મીની બેઠક (કમળ)
અમે કબ્જે કરી લીધી છે. હવે વિષ્ણું કે લક્ષ્મીજી માગે તોય પરત આપતા નથી ને
અમારું ધાર્યું જ કરીએ છીએ ને બીજા પાસે કરાવીયે છીએ. “
બઠો કહે ” અલ્યા ગાંધી જયંતિએ સરકારે સફાઇ અભ્યાન આદર્યું . જ્યાં પહેલેથી
ચોખ્ખુંં હતું ત્યાં જ પ્રધાનો પરાણે પરાણે ઝાડુ ફેરવતા હતા. “
બબલ બાટલી કહે ” ભૈલા ગાંધી બાપુના રાજકીય  સફાઇ અભિયાન દ્વારા સુભાષચંદ્ર
બોઝ અને સરદાર પટેલ એવા ઘણાને અન્યાય સહન કરવો પડ્યો છે.”
ગગન ગાંઠિયો કહે ” જુઓ બાપુની કોંગ્રેસનું સફાઇ અભ્યાન રાહુલ સોનિયાએ સુપેરે
પાર પાડી જે અગાઉ ક્યારેય ના બન્યુ હોય એમ કોંગ્રેસને સાફ કરી નાખી.”
હરજી હોકલી કહે ” અલ્યા આ કોંગ્રેસના અત્યારના નેતાઓ સાવ અક્કલમઠા છે .”
મેં પુછ્યું કે  હેં હોકલીકાકા એમ કેવી રીતે ? અત્યાર હુધી તો રાજ કરતા હતા.
હરજી હોકલી કહે ” જો કોઇ કામ કરવું હોય તો હાથના પંજાની જરુર અચુક પડે.
જો કમળ પકડવું હોય, સાયકલ પકડવી હોય, ધનુષ્ય બાણ ચલાવવું હોય, ઘડિયાળના
કાંટા ફેરવવા હોય , ફુલ પકડવુ હોય , હથોડો કે દાતરડું પકડવું હોય , હાથી પર બેસવું
હોય કે ઝાડું પકડવું હોય તો હાથના પંજાની જરુર અવશ્ય પડે પડે ને પડે જ .”
અમરત શકુની કહે ” તો પછી કોંગ્રેસનો પંજો આ બધાથી માર કેમ ખાઇ ગયો ?”
કોદાળો કહે ” ભાઇલા એ તો કૌંભાંડોના કાંટા વાગી વાગીને પંજાની આંગળીયો એવી
કાણી થઇ ગઇ ને એવી દુખે છે કે કોમળ કમળની પાંખડીયોને અડકતાંય સિસકારા બોલી
જાય છે.”
 
ગાંઠિયો =
મારો વા’લો એ.કે ૪૯ પણ જબરો માથાનો નિકળ્યો હોં કે !!!!!!!!
(એ.કે ૪૯= અરવિંદ કેજરીવાલ)
જેમને દિલ્હીમાં સત્તામાં ન બેસવા દીધા ને જેણે એને બેફામ ભાંડ્યો .  ( ભાજપ)
એ પક્ષના એકમેવ નેતાને પોતાનું જાહેરમાં નિશાન પકડવા મજબુર કરી દીધા. (ઝાડુ)
===========================================================
સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ગોદડિયો ચોરો…ચિન્હોએ ચકરાવે ચઢાવ્યા.

 1. ભાઈશ્રી. ગોવિંદભાઈ

  પ્રિય ગોવિંદભાઈ

  તમારા ગોદડીયા ચોરામાં અવનવી ચર્ચા થતી હોય છે

  ખુબ જ મજા પડે છે,

  હવે શુક્રવાર સિવા વધુ પખવાડિક પણ મુકો એવી વાચક મિત્રોની

  ઈચ્છા છે.

  Like

 2. himatlal joshi

  To

  Me

  Today at 7:28 PM

  પ્રિય ગોવિંદભાઈ

  તમારા ગોદડીયા ચોરામાં અવનવી ચર્ચા થતી હોય છે .વાંચવાની મઝા આવે છે આતાના રામ રામ

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 3. બધા જ Current topics આવી ગયા. છાપું ન વાંચીયે અને ચોરાની મુલાકાત લઈ લઈયે તો પણ ચાલે.
  કાલિયો નાગ દિલ્હી પહોંચી ગયો અને એના વંશજ આજે દિલ્હીમાં રાજ કરે છે!!

  Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

   બસ આજના બધાય નેતાઓ કાલિયા નાગના વારસદારો જ છે.

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   કેજરીવાલ પણ હોંશિયાર લાગે છે

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

 4. શરદ ઋતુમાં સોળ કળાયે ખીલેલા ચંદ્રમાની ચાંદની મદમસ્ત બની ધરતી

  પર જાણે રુપેરી ચાદર પાથરી હોય તેમ રેલાઇ રહી હતી…………..

  દરિયા કિનારે ભાત ભાતના નાસ્તા ને દુધપૌંઆના સ્વાદના સડાકા

  લઇ રહી હતી. બીજી બાજુ ખાડાવાળી ખોડિયારના સ્થાનકે રાસ ગરબાની

  રમઝટમાં ખેલૈયા ખંતથી લયબધ્ધ તાલે ઝુમી રહ્યા હતા. ……………
  In this Post the words…SHARAD POONAM…..DUDH PAUA…..and KHODIYAR MATA
  Touched me!
  Sharad Poonam means my BIRTHDAY by TITHI….and DUDH-PAUA ( which I have that day) and Khodiyar Mata is our KULDEVI @ Bhuria Faliya, Vesma, Gujarat.

  ગાંઠિયો =

  મારો વા’લો એ.કે ૪૯ પણ જબરો માથાનો નિકળ્યો હોં કે !!!!!!!!

  (એ.કે ૪૯= અરવિંદ કેજરીવાલ)

  જેમને દિલ્હીમાં સત્તામાં ન બેસવા દીધા ને જેણે એને બેફામ ભાંડ્યો . ( ભાજપ)

  એ પક્ષના એકમેવ નેતાને પોતાનું જાહેરમાં નિશાન પકડવા મજબુર કરી દીધા. (ઝાડુ)
  GANTHIO Gamyo !

  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandapukar !

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

   આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   જોયુ ને કેજરીવાલ જબરો લવારી નીકળ્યો.

   કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s