ગોદડિયો ચોરો… ખોવાયા છે યમરાજ.

ગોદડિયો ચોરો… ખોવાયા છે યમરાજ.

=======================================================

ગોદડીયો ચોરો

ગોદડિયા મહારાજની મોટેલમાં સમારકામ નવેમ્બર માસથી ચાલું થયું છે.
કોન્ટ્રાકટરના માણસો સવારના સાતથી મોડી રાત્રી સુધી કામ કરતા હોઇ
ગોદડિયા એકસપ્રેસ છેલ્લા એક માસથી ખડી પડ્યો છે.
હમણાં થેન્ક્સ ગીવીંગની રજાઓ હોઇ કામકાજ બંધ હતું એટલે જમી પરવારી
મીઠી મજાની નિંદર આવી ગઇ હતી ત્યાં સપનામાં નારાયણ નારયણ ગુરુમંત્ર
જપતા સાક્ષાત દેવર્ષિ નારદજી પધાર્યા ને કરતાલના ગુંજન દ્વારા મને ઢંઢોળ્યો
બ્રહ્મષિ કહે  ” હે ધરતી પરના દેવલોકના રાજદુત જાગ ને મારી વાત સાંભળ .”
મેં કહ્યું  “દેવર્ષિ આપ અવારનવાર મને આવતાં સુંદર સપનામાં ખલેલ પાડો છો.”
દેવર્ષિ કહે ” હવે વેવલો થા મા . મને કહે સપનામાં કઇ હિરોઇનો જોતો હતો.”
મેં કહ્યું  ” દેવર્ષિ સપનામાં હેમામલિનીને રાખી છે એ જોતો હતો.”
દેવર્ષિ કહે ” હવે હેમામાલિનીને રાખી તો સવિતા ગૌરી વેલણપાક પીરસશે.”
દેવર્ષિ કહે  ” જો ગોદડિયા યમરાજ એમના દુતો સાથે ભારતમાં આવ્યા છે એ
છેલ્લા ત્રીસ દિવસથી પરત ફર્યા નથી . તુ મારી સાથે ચાલ આપણે એમને શોધી
કાઢવાના છે .એવો દેવાધિદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવનો આદેશ છે.”
મેં કહ્યું તો યમદ્વારે તાળાબંધી થઇ હશે ને આવકના કેસો પડતર પડ્યા હશે .?”
નારદજી કહે  ગોદડિયા તને એવો કોઇ અંદેશો છે કે યમરાજા ક્યાં ગયા હશે. ?
મેં કહ્યું દેવર્ષિ હમણાં સંસદ ચાલુ છે એટલે જનતાના કરવેરા દ્વારા જ્યાફત ઉડાવતા
માનવ યમદુતો દિલ્લીમાં નાણાંની ગઠડી ઢીલી કરવા અનહદ ભવનમાં હશે. !”
દેવર્ષિ કહે માનવ યમદુતો અનહદ ભવનમાં હશે એમ કેમ કહે છે ગોદડિયા. ? “
મેં કહ્યું દેવર્ષિજી  ” આ દુતો પાસે ત્રીસ હજાર કે ત્રીસ લાખ જેટલા રુપિયા હોય પણ
પાંચ વર્ષ પછી એમની મિલકત ત્રીસ કરોડ થઇ જાય છે બોલો કમાણી અનહદ થઇ
કે નહિ .? સામાન્ય માનવી આટલું કમાતો નથી પણ ઇવડા ઇ અનહદ ભવનના સભ્ય
બની જાય પછી તો વગર મુડીનો ધંધો ને વકરો એટલો નફો . બોલો ખરું કે નહિ. “
દેવર્ષિ કહે  અલ્યા ગોદડિયા આ તારું માનવ યમદુત પુરાણ બંધ કર અને યમરાજા
મંડળીને શોધવા માટે શું કરવું એનો ઉપાય શોધી કાઢ. “
મેં કહ્યું  “ઋષિ મહારાજ આપણે ગાંધીનગરથી પ્રગટ થતા ” જન ફરિયાદ “ શ્વેતનગરી
આણંદથી પ્રગટ થતા ” સરદાર ગુર્જરી “  ‘મુંબાઇ  સમાચાર’, ‘ગુજરાત સમાચાર‘, ‘સંદેશ’
‘જનસત્તા’,‘ દિવ્ય ભાષ્કર’, ‘નયા પડકાર’ જેવા સમાચાર પત્રોમાં જાહેરાત આપીએ . “
દેવર્ષિ નારદજી કહે ” જો કેવી જાહેરાત આપવી તેનો મુસદ્દો તું જ તૈયાર કરીને બધાય
સમાચાર પત્રોમાં મોકલાવી દે. આવું બધું અમને ના ફાવે. તને શબ્દોની રમત રમતાં
સરસ આવડે છે એટલે બધી માથાકુટ તુંજ કરી લેજે .”
મેં નીચે મુજબનો મુસદો તૈયાર કરી બધા સમાચાર પત્રોને મોકલી આપ્યો.
” હે સુનો સુનો  ભવ્યતી ભવ્ય ભારતના ગુણીજનો ભકતજનો..>>>>>>>>>
” અંતકાળે અનંત યાત્રા ટાણે આપણને  જે વાહને બેસાડી પરલોક યાત્રા કરાવે છે એવા
ડરાવેશ્વર પાડેશ્વર યમરાજ ભારત ભ્રમણે આવ્યા બાદ અચાનક ગુમ થઇ ગયા છે તો
જે કોઇ એમના ખબર આપશે તેમને જિંદગીનાં અઢી વરસ વધારી આપવામાં આવશે.”

યમરાજ

નામ- ” યમરાજ “
ઉંમર”  અનંત કોટિ “ ( દર વખતે ફોટામાં એવા જ લાગે છે .)
વજન “પાંચસો- પોણા છસો કિલો.”
ઉંચાઇ – ”  આઠ ફુટ ચાર ઇંચ .”
પહેરવેશ- “જાંબુડી ધોતી, કાળું જેકેટ, મોટો ચામડાનો પટ્ટો કમરબંધ તરીકે વાપરે છે .”

હથિયાર- ” સોનેરી ગદા “

 “લાલઘુમ મોટી આંખો ને માથે શિંગડાં ઉગેલાં છે.”
” ચાલવાનો અવાજ સાંભળી મૃતક ભાગી ના જાય માટે રબરના બુટ પહેરે છે.”
જે કોઇને આ બિહામણા મહાશયનાં દર્શન થાય કે જણ થાય તો આ સરનામે જણાવાવું .
 ગોદડિયાજી
ગોદડિયા ગલી
ગાદલા તલાવ કિનારે
ગોદડિયા ધામ …૦૦૦૪૨૦
કોઇ જગ્યાએથી ફોન કે સમાચાર ના આવયા એટલે નારદજી કહે ગોદડિયા હજુ
કોઇ સમાચાર નથી તો હવે શું કરીશું
મેં કહ્યું  દેવર્ષિ નિરાશ  ના થાવ આ ગોદડિયા પાસે ઘણા બધા રસ્તા છે .
મેં ” દિલ્હી  સીબીઆઇને જણાવ્યુ કેમકે એના વડા રણજીતસિંહા બે દિવસ પછી નિવૃત
થવાના છે ને સુપ્રિમના સપાટે ચડ્યા છે  તો જો કદાચ યમરાજાને શોધી લાવે ને
એમની સાથે પેલા કૌંભાંડીઓની જેમ ગુપચુપ મુલાકાત કરે તો પેલાં અઢી વર્ષનો
લહાવો લેવાનો અલભ્ય ચાન્સ એમને મળે .”
છેવટે મેં જે  “સતર વર્ષથી સોની ટીવી પર જે  સીઆઇડી સિરીયલ આવે છે તેના
એસીપી પ્રધ્યુમન,દયા, અભિજીત, ફેડ્રીક, પંકજ, પુર્વી, ને શ્રેયાનો સંપર્ક સાધી
આખો કેસ તેમને સોંપીદીધો છે.”
જે  ટુંક સમયમાં સોની  ચેનલના રુપેરી પડદે આવશે.
ગાંઠિયો-
”  યમરાજા તો મરણ પછી યમલોક લઇ જતાં માનવીને નડે છે
નેતાઓ ને સરકારી નોકરો જન્મથી મરણ સુધી હરરોજ કનડે છે .”
==========================================================
સ્વપ્ન જેસરવાકર

16 thoughts on “ગોદડિયો ચોરો… ખોવાયા છે યમરાજ.

  1. ઘણા દિવસના મોટેલ રીમોડલિંગ કામના ના અવાજો વચ્ચેથી ફારેગ થઈને ગોવીંદભાઈ એક મજાની પોસ્ટ

    લઈને ફરી હાજર થઇ આનંદ આનદ કરાવી દીધો.

    મને તો સંસદ ભવન નું નવું નામ અનહદ ભવન બહુ ગમ્યું. જે સંસદ બને છે એની કમાણી અનહદ થઇ જાય છે એ રીતે બહુ જ ઉચિત નામ શોધી કાઢ્યું તમે.

    આપને થેંક્સ ગીવીન્ગનાં થોડાં મોડાં અભિનંદન .

    Like

  2. સ્વર્ગ લોક ને હવે સ્પેસીયલ ફોર્સની રચના કરવી પડશે..કારણ કે યમરાજા જેવા સામે મીસાઈલ તાકે એવા નાપાક પેદા થતા જાય છે. ‘સ્વપ્ન’ શ્રી ગોવિંદભાઈ ઉંઘતા રહે જો જેથી સ્વપ્નો ખૂટે નહીં…ને ખોટા લોકો ફાવી ના જાય..તમારી સહાય નારદજીને મળતી રહે…નારાયણ…નારાયણ..જય જય ગોવિંદ.

    મિત્રભાવે

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. સ્વર્ગ લોક ને હવે સ્પેસીયલ ફોર્સની રચના કરવી પડશે..કારણ કે યમરાજા જેવા સામે મીસાઈલ તાકે એવા નાપાક પેદા થતા જાય છે. ‘સ્વપ્ન’ શ્રી ગોવિંદભાઈ ઉંઘતા રહે જો જેથી સ્વપ્નો ખૂટે નહીં…ને ખોટા લોકો ફાવી ના જાય..તમારી સહાય નારદજીને મળતી રહે…નારાયણ…નારાયણ..જય જય ગોવિંદ.

    મિત્રભાવે

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. અહીં ભારતમાં અસલી યમરાજને શોધવો મુશ્કેલ છે, કારણ કે અહીં એટલા બધા ડુપ્લીકેટ યમરાજ છે કે સાચો કોણ અને ડુપ્લીકેટ કોણ એ જાણવું મુશ્કેલ છે.
    વાહ ગોવિંદભાઈ પાછી સરસ પતંગ ચગાવી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s