ગોદડિયો ચોરો… યમરાજ શોધખોળ અભિયાન

ગોદડિયો ચોરો… યમરાજ શોધખોળ અભિયાન

====================================================

ગોદડીયો ચોરો

ત્રંબાવટી નગરી ખંભાતના ગાદલા તલાવના કિનારે ગોદડિયો ચોરો જામ્યો

છે . નારણ શંખ, ધૃતરાષ્ટ્ર ,કનુ કચોલું, ગોરધન ગઠો ,અઠો, બઠો, શકુનીજી

કોદાળો ને પોતિયાધરી પ્રાણજીવનકાકા બધા યમરાજની ચર્ચા કરતા હતા.

હું  નારદજી સાથે ગોદડિયા ચોરાના ગપ્પેશ્વર ભવને પહોંચ્યો ને વારાફરતી

બધાયની ઓળખ આપવા લાગ્યો. પ્રાણજીવનકાકાને જોઇ નારદજી વદ્યા.

“ઓ બબ્બે વિલન સમન્વય નામધારી પ્રાણ-જીવનજી અમારી અવકાશી ફિલ્મ
નગરીના શ્રેષ્ઠ વિલન યમરાજની તમારીસાથે મુલાકાત થઇ છે ખરી.”
પ્રાણજીવનજી કહે ” ના દેવર્ષિ મુલાકાત કરવાની હમણા ઉતાવળ નથી.મારી
બાયડી જેનું નામ ” પલિતા ચોંપનાર “ છે. અમે બંન્ને અમારા કાર્ય અનુસાર લોકોને 
ભાષણમાં નિવેદનબાજીના અવનવા સંવાદો શીખવવા ” ખલનાયક ઇન્સ્ટુટ્રીટ “
ચલાવીયે છીએ . તમને આશ્ચર્ય થશે કે  જે આજકાલ સભાઓમાં  હોબાળો મચી જઇ
હેડલાઇનન્યુઝ બને છે તેવા ભારતના બોલકા રાજકારણીયો અમારી સંસ્થામાં પારંગત
બની ગ્રેજ્યુએટ થયા છે. “
“દેશસેવા કરતા નેતાઓ પાસેથી મેવા મળતા રહે ત્યાં સુધી યમરાજને કેમ મલીયે.
ને  હજુ ત્યાં આવવાની મારી કોઇ ઉતાવળ નથી. “
કોદળો કહે  દેવર્ષિ આપણે અહિં તંબુ તાણી એક હેલ્પલાઇન સેન્ટર ઉભું કરીએ.
અમે બધાયે તંબુ નાખી એક ” યમરાજ શોધખોળ “ સેન્ટર બનાવી કમે લાગી ગયા.
કનુ કચોલાએ જુદા જુદા પત્રો વાંચવાના ને જવાબ આપવાનું  કામ માથે લીધું .
કોદાળાજીએ  ફોન પર જવાબો આપવા ને ફોન કરવાનું કામ લીધું .
ગોરધન ગઠાએ ફેક્સ દ્વારા સંદેશા મોકલવા ને આવેલા વાંચવાનું કામ લીધું.
નારણ શંખ ધૃતરાષ્ટ્ર અઠો બઠો શકુની જુદા જુદા કામે લાગી ગયા.
મેં નારદજી સાથે રહીને પૃથ્વીલોક ને સ્વર્ગલોક સાથે સમન્વય કામગીરી સંભાળી.
ટેલિફોનની ઘંટડી ખખડી કોદળાએ ફોન ઉપાડ્યો તો સામેથી હેલો..હેલો અવાજ આવ્યો.
કોદળો કહે ” ભૈ જ્યારથી આ ગોદડિયાના રવાડે ચઢ્યો છું ત્યારથી આખોય હાલી જ ગયો
છું.હવે કામની વાત કર ને યમરાજાના ખબર હોય તો જલદી ભસી મર.”
 ” હેલો હું રામરતન રામપ્યારે રામરસિયા પટનાથી બોલતા હું . દેખિયે કલ મેં મેરી
સસુરાલ  છપરાસે આ રહા થા તબી મેને ધોતી ઓર ગંજીસે સજા ધજા હુઆ  ભૈંસા પર
ટહેલતા હુઆ જાડા પાડે જૈસા  એક આદમી દેખા થા. શાયદ વો આપકા યમરાજ હો .
આપ ઐસા કિજીયે જલ્દીસે પટના આનેકો નીકલ પડો .”
નારદજી કહે ” અલ્યા ગોદડિયા આ પટના ને છપરા એ વળી કઇ બલા છે .”
 મેં કહ્યું  ” આ પટના ને છપરા એ બિહાર રાજ્યનાં બે મોટાં શહેર છે . “
” સત્તાની ખુરશી માટે બધાય પક્ષના નેતાઓ કહે છે …પટ – ના . લોકોને મત લેવા
જુદી જુદી લાલચ અને વચનો આપી મતદારોને કહે છે . અબ તો પટ-ના (માની જાવ ને)
જ્યારે ઘર પર છતમાં પતરાં નાખે એને છપરા કહે છે . લાલુજી આ છપરાની ફસલ છે.”
કનુ કચોલાએ આ સમાચાર આપ્યા ને હું દેવર્ષિ સાથે નિકળવાની વ્યવસ્થામાં લાગ્યો.
ત્યાં જ ફરી પાછો ટેલિફોનનો પિહુડો રમઝમ કરતો રણક્યો. કોદળાએ ફોન લીધો.
” હેલૂ હેલો કરતો અવાજ આવ્યો મેં શ્યામશરણ ધ્યાનશરણ ચર્તુભુજ લખનૌસે બોલ રહા હુ.
ભૈયા મેરી લુગાઇ (પત્ની) દો માસસે ઉનકે ચાહનેવાલેકે સાથ ભાગ ગઇ હૈ ઓર ગુમશુદા
જાનકારી દેને થાને ગયા તો થાનેદારને મુઝે પહેલે ઉન્નીસ બીસ ડંડે  મારે ઓર બોલ રહા હૈ
કિ હમ ઉસસે પુછતાછ કરના ચાહતે હૈ તુમ ઉનકો ઢુંઢકે  લાવ વરના તુમ્હારા બેઠના મુશ્કિલ
હો જાયેગા ઇતના ડંડા પડેગા કિ તુઝે યમ દિખ જાયેગા. “
” જબ લુગાઇકો ખોજને નિકલા તો મેંને એક ધોતી કુર્તા જવાહર જેકેટ  લાલ ટોપી 
 પેહના હુઆ યમરાજ જૈસા જ દિખનેવાલા આદમીકો સેફઇ સે લખનો સાયકિલ પર
ભાગતા દેખા હૈ. “
નારદજી કહે ” અલ્યા ગોદડિયા વળી પાછું આ સેફઇ ને લખનૌ વળી શું છે .”
મેં અઠાને બોલાવીને કહ્યું ” અલ્યા લખ – નૌ ( ભાઇ લખ- ૯ ).”
જુઓ દેવર્ષિ ” નવ લખવાનુ  એટલે સ્કુલમાં માસ્તર કહે લખ- ૯ એમ . બીજું કે
આપ ગુજરાતીમાં  ” ૯ “આમ લખાય જે ખુરશીને ખભાથી કમર સુધી ટેકો લેવાનો
“( ”  આવો આકાર હોય ને _ આડી લીટી એ સતાની ખુરશીમાં બેઠેલો માણસ .”
” જ્યારે સેફઇ એ ગામ છે મુલાયમજીનું . એટલે કે સેફ = સલામત . ને  ઇ =  તે. “

સેફઇ = મુલાયમ સલામત છે .

આમ ભારત ભરમાંથી જુદા જુદા શહેરો ને ગામડાંમાંથી સતત ફોન ફેકસ એસએમએસ
જથ્થાબંધ આવવા લાગ્યા. 
ગાંઠિયો-
” બોલશો જો કડવા બોલ તો  ગણાશો નફ્ફટાઇની કહાણીમાં
   બોલો મીઠા બોલ વાણીમાં નહિતર જીવતર જાશે પાણીમાં “
=============================================================
સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “ગોદડિયો ચોરો… યમરાજ શોધખોળ અભિયાન

 1. ગુજરાતીમાં ” ૯ “આમ લખાય જે ખુરશીને ખભાથી કમર સુધી ટેકો લેવાનો

  “( ” આવો આકાર હોય ને _ આડી લીટી એ સતાની ખુરશીમાં બેઠેલો માણસ .”

  ગોવીંદભાઈ , આવી કલ્પના તો તમે જ કરી શકો ! સ્વપ્ન નામ સાર્થક !

  છેલ્લે મુકેલ ગાંઠીયો પણ પ્રેરક છે

  બોલો મીઠા બોલ વાણીમાં નહિતર જીવતર જાશે પાણીમાં “

  Liked by 1 person

 2. બોલો મીઠા બોલ વાણીમાં નહિતર જીવતર જાશે પાણીમાં
  યાદ આવે માના મીઠા બોલ..

  યાદ આવે માના મીઠા બોલ,
  કરતો રોજ ફરિયાદ તને,
  તોય તું તો મીઠી ઢેલ..યાદ આવે માના મીઠા બોલ

  સાગર જેઓ ખોળો જેનો,
  માખણ જેવી કુણી મા,
  કોયલ થઈ એ ટહુંકી ઉઠે .યાદ આવે માના મીઠા બોલ

  કોઈ કરે ફરિયાદ મારી,
  ના સાંભળે એના બોલ,
  ભેટી પડી એ વહાલ કરે…યાદ આવે માના મીઠા બોલ..

  હૈયું એનું હળવું ફુલ,
  મનનો માળો સુંદર સુંદર,
  મંદીરમાં તું એક જ દેવી..યાદ આવે માના મીઠા બોલ

  મને મારૂં બચપણ યાદ આવે

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s