ગોદડિયો ચોરો…ગધેડાઓનું મેમોરેન્ડમ…

ગોદડિયો ચોરો…ગધેડાઓનું મેમોરેન્ડમ…
===============================================

ગોદડીયો ચોરો

એક સમયે જ્યાં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા એવા ત્રંબાવટી
નગરીના ગાદલા તલાવ કિનારે ગોદડિયો ચોરો જામ્યો છે.
ઠંડીના સુસવાટા મારતા ચમકારાને રોકવા મોદી જેકેટ. મનમોહન સ્વેટર ,
ને કેજરી મફલર જેવા પરિધાન પહેરી નારણ શંખ,ધૃતરાષ્ટ્ર ,કનુ કચોલું ,
ગોરધન ગઠો,કોદાળો,અઠો , બઠો, ભદો ભુત, શકુનિ ,બધાય સિડની,
પેશાવર,અફઘાનિસ્તાનમાં આતંકવાદી આખલાઓનાં કરતુતોના દર્દ ભર્યા
સમાચારો વાગોળી બધાય પોત પોતાનાં મંતવ્યો રજુ કરી રહ્યા હતા.
” ત્યાં એક વર્ષો જુની પુરાણી હોંચી ..હોંચીની ઘુન સાંભળવા મળી ને આખા
ત્રિકોણીયામાં ભડકીને બધા આમતેમ નાસવાની વેતરણમાં લાગી ગયા.”
કોદાળો કહે ” અલ્યા આતો ગધેડાનો સરદાર ગનુ ગંઠોડી ચાર ગધેડાઓને
લઇને આપણા ગોદડિયા ચોરાની બેઠક તરફ યોધ્ધાની અદામાં ધસી રહ્યો છે. “
ગનુ ગંઠોડી કહે ” ઓ ગોદડિયા ચોરાના ગુબ્બારાઓ. હોંભરો આ ચરોતરી,
મેંહોણી (મહેસાણી) હુરતી (સુરતી) હોરઠી (સોરઠી)એમ ચાર પરદેશના (પ્રદેશ)
ગધેડાઓ છે . એ તમને કોઇ વાત કહેવા સમજવા ને એમની વાતોને એ જ્યાં
કહે ત્યાં પહોંચાડવા દેવાની માગણી સાથે સજી ધજીને આવ્યા છે.”
કનુ કચોલું કહે ” હવે ગધેડાઓની ડફણાં સિવાયવાની વાત શી હોય. ?”
” હુરતી ગધેડાએ એક જોરદાર લાત ઠોકી કહે ..હોંચી ..હોં..હહરીનો..ચીંચીં
ખબર..હોંં….ની..પરે..હોંચી..ને લવરી…હોં…ક..ચિં..કરેહ..”
ધૃતરાષ્ટ્ર કહે “આ બીજા ગધેડાઓને કહો કચોલાને બીજી લાત ઠોકે. તમારે
જે કહેવું પુછવું હોય એ ગોદડિયા ચોરા મંડળીને કહો અમે ગધેડા ગુરુઓ છીએ.”
ચરોતરી ગધેડાએ કોદાળાજીને કહ્યું ” હોં..ચીં..ભૈસાબ …ઉં..કવ..સું ..હોંચી..
ખોદારાજી..અમે હોંભર્યું સે (સાંભળ્યું છે )કે બે હજાર પંદરના વરહની સવીસમી
(છવીસમી) જોનુંઆરીએ (જાન્યુઆરીએ) અમેરિકાવારા ભરાક (બરાક) ઓબામા
અંઇ (અહીં) ભારત આવાવાના સે (છે). એ હાચું (સાચું) છે.”
મેં કહ્યું ઓવે એ આવવાના છે.
મેંહોણી ગધેડો કહે ” હોંચીં ચી ચી મારા ભૈના દયોર (દિયર). હોં..ચી.ચી ભઇસાબ
એમને ક્યો (કહો) કે એ જ્યાર (જયારે) ભારત આયે (આવે) તો એમની પાર્ટીનું
નિશોન (નિશાન) ગધેરો (ગધેડૉ) છે . ઍટલે બેચાર અમેરિકન ઓલાદના ગધેડા
 ટાઇ બાઈથી શણગારી એમના બલુનમાં હાતે (સાથે) લેતા આવે.”
સોરઠી ગધેડો કહે ” ઓલ્યા ગેલ હાંગરીના ગધેડા ઓંય (અહીં) આવે તો અમનેય
એટીકેટીની હમજણ પડે. ન્યાં ડફણાં ખાઇ ખાઇ ભાર હડસેલી કમરૂય તુટી ગઇ છે.”
નારણ શંખ કહે ” અલ્યા ગનુ ગંઠોડી આ કાંઇ સમજાતું નથી. વિગતે સમજાય.?”

Barack-Obama-on-a-Donkey-110066

ગનુ ગંઠોડી કહે ” જુઓ ભાઇ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ભારત આવવાના
છે.એમની ડેમોક્રેટીક પાર્ટીનું નિશાન ગધેડો છે.જેમ ઝભ્ભા કે શર્ટ પર ભાજપવાળા
કમળકોંગ્રેસવાળા પંજો લગાવે છે તેમજ મતદાન મથકે દેખાડે છે .”
“એમ અમેરિકાવાળાઓએગધેડાના ચાંદી, સ્ટીલ કે અન્ય ધાતુનાં સિમ્બોલ બનાવી
કોટ કે ટાઇએ લગાવવાં.જેથી દુનિયામાં ગધેડાઓને સન્માનજનક પ્રોત્સાહન મલે.
એમ એમનું કહેવું છે. “
કોદાળો કહે ” મારું એક સુચન છે જ્યારે બે દેશના વડા મળે ત્યારે ઘણા કરારો થતા
હોય છે તો ગધેડાઓનું ટ્રેડીંગ એટલે કે વિસા આપી..”.>>>>>>>>>>>>>>>>>
“પચાસની સંખ્યામાં અદલા બદલી કરવી જોઇએ. જેથી નવા નિયમો સાથે
કામગીરીની જાણકારી મેળવી શકે. હોંચી રાગની સુરાવલીને ભારતની
ભાષાઓ સાથે અંગ્રેજી  સ્પેનિશ ભાષામાં  રિમિકસ કરી શકે.”
ગોરધન ગઠો કહે “હા જો એવું થાય તો કામગીરીનો પ્રકાર કામના કલાક, હક્ક રજા,
માંદગી રજા, તહેવારોની રજા અને વેકેશન સાથે પગારનો સ્કેલ જાણી શકે.”
ગનુ ગંઠોડી કહે ” જો અમેરિકાના સુટેડ બુટેડ ભણેલા ગણેલા ગધેડાઓ  દરેક
રાજ્યમાં ચાર પાંચ ગધેડાઓ ભ્રમણ કરે તો એમને કામમાંથી ગાબચી કેમ મારવી ?
આઠને બદલે ચાર કલાક કામ કરવું , ખોટાં ભથ્થાબીલ બનાવવાં, ઓફિસમાંથી
ફાઇલ કાગળ પેન સ્યાહી ઘર ભેગાં કેમ કરવાં ? એનું બ્રહ્મજ્ઞાન લાધે.!! “
ભદો ભુત કહે ” સન્માનીય ગધે મહારાજો. જો અમેરિકન ગધેડાઓ ભારતમાં
આવે તો એમને સંસદ અને વિધાનસભાઓની મુલાકાતે જરુર લઇ જજો જેથી
માઇકો કેમ તોડવાં, હોબાળા કેમ કરવા, કામગીરીમાં અવરોધ કેમ કરવો ,
લોકશાહી મંદિરમાં ગાળો શ્ર્લોક કેમ વરસાવવા, હાજરી પત્રકમાં સહિ કરીને
મફતનું ભાડું ભથ્થું કેમ લેવું. કોઇ ચર્ચામાં વિરોધ કરતા વેતન વધારામાં
સંપીલાપણું ,તેમજ શાસક અને વિરોધપક્ષની ગધ્ધાલાતોનો પ્રત્યક્ષ અનુભવ
કરી અમેરિકાના કોંગ્રેસમેનો અને સેનેટરોને પ્રશિક્ષણ આપી શકે.” !!!!!!!!!!
હે ગોદડિયા ચોરાના ચૌદશિયા અમારી આ માગણીનું મેમોરેન્ડમ અમેરિકી
પ્રમુખ ઓબામાજીને અર્પણ કરી આ વાતો ગંભીરતાથી લેવા વિનંતી કરશો.
ગાંઠિયો-
“બેશરમોંસે કહો અબ તો આપકી બાતોંસે શરમ આતી હૈ
 આપ ઇતને બેશરમ હો કિ શરમ ભી આપસે શરમાતી હૈ “
==================================================
સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ગોદડિયો ચોરો…ગધેડાઓનું મેમોરેન્ડમ…

 1. ભારતીય સંસ્કૃતિ એટલે પશુ-પંખી પ્રેમી, આપ પણ કેમ ભૂલિ શકો. રાજકીય પંડિતાઈ જ ચોરે રંગ લાવી શકે ને જમાવી શકે…સ્વપ્ન થકી વર્તારો ,આવી મજાકીયા ભાષામાં દેતા રહેજો…સૌને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. ગધેડા પુરાણ સારું ચગાવ્યું છે તમે આજના ચોરામાં ગોવિંદભાઈ

  તમે કહો છો કે 2૦ મી જાન્યુઆરી એ ઓબામા ઇન્ડીયા જાય છે ત્યારે અમેરિકામાંથી ગધેડા લઈને

  જવાના છે – વાહ ગધેડાના સરદાર ઓબામા !

  હમ્મેશની જેમ છેવટ નો ગાંઠીઓ ખુબ ગમ્યો.

  Like

 3. “બેશરમોંસે કહો અબ તો આપકી બાતોંસે શરમ આતી હૈ
  આપ ઇતને બેશરમ હો કિ શરમ ભી આપસે શરમાતી હૈ “
  સચોટ અભિવ્યક્તી
  યાદ

  જે માણસ પ્રકાશમાં કોઈની શરમ રાખતો નથી
  એ અંધકારમાં વધુ બેશરમ બની જાય છે

  ગો જરા સી બાત પર બરસોં કે યારાને ગયે
  લેકિન ઇતના તો હુઆ કુછ લોગ પહેચાને ગયે
  -ખાતીર ગઝનવી

  Like

 4. ૨૦૧૬માં ધોળા હાથીઓ આવશે…તે એઓ માયાવતીના કાળા હાથીઓને સ્વીટ્ઝર્લેન્ડમાં જઈને ધોળા કેમ થવું તે શીખવશે.
  ડ્રીમગર્લ ઢરમ્ની હેમાની જેમ ટમે અમારા ડ્રીમદોસ્ટ છો. અમારા હુરટી ગઢેરાઓને ટમે ગોડરીયામાં બોલાઈવા ટે બડલ અમે બૌ બૌ ઠેનક્યુ કૈયે છીએ. અમારા જુરટી ગધેરાઓને માટ્ર ખાવા પીવા સિવાય બીજી કોઈ પન વાટમાં ઈન્ટ્રેસ્ટ નથી જ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s