ગોદડિયો ચોરો…ગગો ઘોઘે જઇને આયો..

ગોદડિયો ચોરો…ગગો ઘોઘે જઇને આયો..

================================================

ગોદડીયો ચોરો

ખંભાતના ગાદલા તલાવ કિનારે ત્રિકોણિયામાં ગોદડિયા ચોરાની બેઠક

જામી છે.નારણ શંખ,ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો

શકુનિ, ભદો ભુત કોદાળો બધા ચાની ચુસકી લઇ મઝા માણી રહ્યા હતા.

કનુ કચોલું કહે “અલ્યા કોદળા આજે ગોદડિયો અમેરિકાથીઆવવાનો હતોતે ઘેર
આઇ ગયો કે નંઇ. ?
ગોરધન ગઠો કહે  ઇવડો આઇ ગયો છે પણ ચોરાના ચકલે દેખાયો નથી.”
કનુ કચોલું કહે ” ભૈ કોદારા આ ઓબામા પાછા ગયા પછી અમેરિકાં એમનું
સા’ગત (સ્વાગત) કેવું થયું. એમની પારતી (પાર્ટી) ને વિરોધીઓએ શું કહ્યું.?”
 હું ઘેર આવી નાહી ધોઇ પરવારી ગોદડિયા ચોરાની બેઠકે પહોંચ્યો.
 સર્વે ચોરાના મિત્રોને અમેરિકન ચોકલેટ આપી ખબર અંતર પુછ્યા.
 ગનુ ગોટલી કહે “હવે ઓબામા અમેરિકા ગયા પછી શું થયું એની વાત આપડી
 દેશી ભાષામાં હમજાય. જો પાછો અંગ્રેજી ફંગ્રેજીના રવાડે ના ચડતો. હમજ્યો.”
 મેં કહ્યું ” ભૈલા ઓલ્યો ઓબામા પાછો અમેરિકા આયો ને બેચાર દા’ડા પછી
 ડેમોક્રેટ ને રિપબ્લિકના અડવાણી જેવાં ખઇ ખબુચેલાં ડોસલાંએ એમની જે
 લેપટ રાઇટ લીધી છે એનો આંખે દેખ્યો અહેવાલ ગુજરાતીમાં બરાડું છું.”
 બુશ કહે ” અલ્યા બબુચક બરાક તું ચ્યારે હમજીશ જરાક. અલ્યા ઇવડા ઇ
 મોદીએ આપડે ત્યોં આઇને જરાક પોંણી (પાણી ) જ પીધું ને તું ઇવડા ઇને
 ગોંમ(ગામ)જૈને (જઇને)ગધેડિયું (અડદિયું) ધોકરાં (ઢોકળાં) ભમન (ખમણ)
 એવું બધું ઝાપટી આયો. હારા બરધ્યા (બળદિયા) અમેરિકાની પરજાએ તને
 પરમમુરખ (પ્રમુખ) બનાયી મોટી ભુલ કરી છે. શું કો’છો (કહોછો) મેક્કનભૈ .”
 જોન કેરી કહે ” અવે ( ચવે) છોના (છાના) મરો. અમારા ડોબામાએ ઇવડા ઇ
પર એવો જાદુ કર્યો કે પોરટોકલ (પ્રોટોકોલ) છોડી જાતે એરપોર્ટ લેવા આયો.”
 ડોહા મેક્કેઇન કે’ ” ઓ દોઢ ડાહ્યા જરા હાહ (શ્વાસ) ખા ને હેઠો બેસ તને ઓબામાએ
 જા ફરી ખા (વિદેશ મંત્રી) બનાયો એટલે જ તારી અક્કલ ઘાસ ખાવા ગઇ લાગે છે.”
 મેક ફેડન કહે ” અલ્યા જ્યોં (જ્યાં) હુધી (સુધી) નુકલિયરના કાયદા ન હુધારે ત્યોં
 હુધી તારે બફડાટ કરવાની જરુર જ નો’તી ( નહોતી) ને તારે એમને કોંઇક ( કાંઇક)
આલવું જ અતું (હતું) તો તારે પેલી ઘરેડ (પરેડ) જોઇને એમના લશ્કરને આપડાં જ
 જુનાં ધસાઇ ગયેલાં ને માઇલેજ ચડી ગયેલાં આર્મીનાં બેએક હજાર બાઇકો (સ્કુટરો)
આપી દેવા જેવાં હતાં.જોયું નૈ (નહિ) બાઇકોની તંગીને લીધે એક એક બાઇક ઉપર
પચીસ પચીસ જણાચડી બેઠેલા દેખાતા હતા. ઇવડા દરેકને એક એક બાઇક
તો મલત.”
 બોબી જીન્દાલ કહે ” અલ્યા ભૈ ફરેડ (પરેડ ) જોતી વખતે ચિંગમ ચાવતા એને
બદલે મોઢીને (મોદી) કહી ખરુચી (ભરુચી) સિંગ ચાવી હોત તો હવાદ રહેત.”
લીન્ડેસ ગ્રેહામ કહે ” અલ્યા અક્કલના ઓથમીર એ મોઢીએ રોજ તૈણ (ત્રણ) વાર
જુદાંજુદાં ડગલાં ને ટોપીઓ (સાફા-પાઘડી) બદલી ને તું ગધેડાનો સરદાર તૈણેય
દા’ડા બસ કાળોકોટ પાટલુન પેરીને જ ગગાની જેમ ફર્યો.”
જુનિયર બુશ કહે ” મિશેલની પાળેલી મરઘીની જેમ કુકડે કુક જ કરતો રહ્યો.
પરેડમાં તુંવચ્ચે તું ભારતીય એકટ્રેસોની પર ત્રાંસી નજરે જોતો હતો. હેં  તમારા
ડેમોક્રેટીકવાળાઓનેલફરાં કરવાની ટેવ પડી લાગે છે. પેલો ક્લિન્ટન વાઇટ
હાઉસમાં લફરાં કરતો હતો.”
હિલેરી ક્લિન્ટન કહે ” ભૈ દુનિયાભરના રાજકારણીયો લફરા સદનના હોલસેલ
ડિલરો જ હોય છે. એટલે એકલા ઓબામા કે ક્લિન્ટનને ના વખોડશો.”
મિશેલ કહે ” એક વાત ચોક્કસ કે મારા ડોબામાને મોધીજીએ (મોદીજી) જાતે જ ચા
બનાવીને પીવડાવી . અમેરિકાનો એટલો તો વટ રાખ્યો મારા ગોબામાએ !”
લાજ કાઢી કેલી આયોટી કહે ” રીચાર્ડ સેલ્બી મોટા ઓબામાજીને પુછો જરા કે જ્યારે
મોથી (મોદી) હાથે (સાથે) ચાય પે ચર્ચા કરતાં  શું વાત થઇ એ કહો જરા.?”
ઓબામા કહે ” મોદી મને કહેતા હતા ઓબામા ભારતને તમારે કાંઇ ના આપવું
હોય તો ના આપશો પણ આ તમારા સિક્યુરીટી ગાર્ડ, તમારી સ્પેશ્યલ કાર ,
 સાથે  તમારું પ્રમુખનું સ્પેશ્યલ એર ફોર્સ વ વિમાન મને આપતા જાવ. ”
ઓબામા કહે  “ભૈ મારી વાત હોંભરો (સાંભળો) તમે બધાય મારી સાથે સંમત થશે.
મોદી વળગ્યો ને વળગ્યો રહ્યો હતો એટલે આ જરા ભારત આંટો મારી આયો એનેય
હારું લાગે. મેં ત્યોં જઇ એને હારું લાગે એવી વાતો કરી. બાકી એમના પડોશીયો ય
પણ શરીફ છે બિચારા . લ્યો હેંડો ત્યારે એક બિલિયન ડોલરની સખાવત એમના
પડોશીને (પાકિસ્તાન) કરી દૈસે. બોલો શરીફ છે ને પાછો નવાઝે છે આપણને.”
છેલ્લે એક મહત્વની વાત કહી દઉં.” મિ. મોદી મને કહે કે તમે પાકિસ્તાનને
કડકાઇથી કહી દો કે મારા ભારતમાં આતંકવાદીઓ ના મોકલે .”?
” મેંય મોદીજીને કહ્યું ચોક્કસ રોકાવી દઉં પણ તમારા ગુજરાતમાંથી અમેરિકામાં
આવતા પટેલોને રોકાવી દેવા પડશે. બોલો છે મંજુર !!!!!!!!!!…..”
ગાંઠિયો=
આ વાક્યનું  અંગ્રેજી કરો… વસંતે મને મુક્કો માર્યો.
‘ વસંત પંચ  મી ‘  ” વસંત પંચમી “
==================================================
સ્વપ્ન જેસરવાકર
 

5 thoughts on “ગોદડિયો ચોરો…ગગો ઘોઘે જઇને આયો..

 1. હવે ઓય બા માં દિવાળીને અમેરિકાનો રાષ્ટ્રીય તહેવાર ગણાવીને જતો રહ્યો . હવે ટ્રમ્પની વાતો ગોદડિયા ચોરામાં ચર્ચાશે .પણ
  જો હિલરી પ્રેસિડેન્ટ બની હોત તો એવું કહેવાય છે કે સ્ત્રીઓને વધુ આઝાદી મળત ચૂંટાણી હોતજો હિલરી તોતો કૈંક ચમત્કાર કરત
  તો આ મલકની યુવતિયું
  નાગી પુગિયું ફરત .

  Like

 2. છેલ્લે એક મહત્વની વાત કહી દઉં.” મિ. મોદી મને કહે કે તમે પાકિસ્તાનને

  કડકાઇથી કહી દો કે મારા ભારતમાં આતંકવાદીઓ ના મોકલે .”?

  ” મેંય મોદીજીને કહ્યું ચોક્કસ રોકાવી દઉં પણ તમારા ગુજરાતમાંથી અમેરિકામાં

  આવતા પટેલોને રોકાવી દેવા પડશે. બોલો છે મંજુર !!!!!!!!!!…..”
  Ane…..Modiji Bolya…….
  Chora Par Aavi Kahesho !
  Enjoyed !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 3. પરમમુરખ (પ્રમુખ) ઓબામા ની ભારત યાત્રાની વાતો એમના ચુઇન્ગ ગમની જેમ ચગળવાની મજા આવી.

  તાજા માજા થઇ ચોરામાં હાજરી પુરાવી સૌને હસાવ્યા એથી આનંદ થયો .

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s