ગોદડિયો ચોરો... શ્રી.શ્રી..શ્રી….૧૦૦૮……શ્રીમાન ચોટલી પ્રસાદ
=================================================
શ્રાવણીયા માસમાં ભગવાન ભોળાનાથના મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જામે છે.
ખંભાત નજીક આવેલા શક્કરપુરના સિધ્ધનાથ મહાદેવે દર્શન કરી ગોદડિયા મંડળી
પરત ફરતાં મકાઇ ડોડાના સડાકા લઇ ચાલતાં ચાલતાં ચર્ચા કરતી હતી.
ધૃતરાષ્ટ્ર કહે અલ્યા કચોલા માર્ચથી આપણો ચોરો ભરાયો નથી . ગોદડિયાના સમાચાર
પણ જાણવા મલ્યા નથી. કઇ કોઠી કે કોઠામાં ભરાઇ ગયો છે ? એની ખબર નથી.
કોદાળો કહે ” માર્ચથી આપણો ઉનાળો ચાલુ થાય એટલે બાવાઓ બાપુઓ ને બાવીઓ
સાથે જનતાના પૈસે લહેર કરનારા નફ્ફ્ટ નેતાઓ વાતનુકુલિત હોલમાં કથાઓ ઉપદેશો
ને ભાષણ ઠોકવા જાય છે એમ એય મારો વા’લો ક્યાંક યુરોપ અમેરિકામાં જ હશે.” !
આવી વાતોના ફડાકા ચાલતા હતા ત્યાં જ આ ગોદડિયો સામેથી ભટકાયો ને જય ભોલે
શંખનાદ કરી મને ઉચકી તો લીધો પણ રીસમાં બબ્બે ઠોંસા ને જોરથી ધબ્બા મારી દીધા.
ધૃતરાષ્ટ્ર કહે ” અલ્યા ગોદડિયા તું આ પાટીદાર અનામત આંદોલનમાં ગયો હતો કે શું ?”
ગોરધન ગઠો કહે અલ્યા ગોદડિયા સાવણનાં સરવૈયાં ઝીલવા ઠેઠ અમેરિકાથી લોંબો થયો.
કનુ કચોલું કહે બધી વાતોની પતર છોડો ને ગાદલા તલાવે ચોરો ભરીએ.” લો હેંડો લ્યા.”
ગોદડી નાખી બધાય ચોરાનાં ચપલાં ગોઠવાઇ ગયાં ને આઠ અડધી ચાનો ઓર્ડર કર્યો.
મેં કહ્યું એવો ચકરાવે ચડ્યો કે ભારત પ્રવેશનો અનેરો લહાવો માણવા મલ્યો.
અઠો બઠો એકી સાથે બોલી ઉઠ્યા કે એવું શું થયુ કે ચકરાવાના ચક્કરે તું ચઢ્યો.?
“ભૈલા હું આપડી રાજધોની (રાજધાની)દલ્લીના (દિલ્હી) ઓન્દિરા ઓંધી (ઇન્દિરા ગાંધી)
એરપોર્ટ પર ઉતર્યો ને અહિંગ્રહણ પતાવી બેગ લેવા પેલા ફરતા પટ્ટા આગળ પહોંચ્યો.”
(અહિંગ્રહણ=ઈમિગ્રેશન= પરદેશથી અહિં ભારત ઉતરો એટ્લે ગ્રહણ લાગવાનું શરુ થાય )
“શું લાયા ? કેટલા ડોલર છે ? ત્યાં ધંધો છે નોકરી ? કેટલા ડોલરની દક્ષિણા ધરો છો ?”
મારી બેગો આવી તો એના પર જે ચુંદડી બાંધી હતી એમાં એક તંબુરો ફસાઇ ગયો હતો.
બેલ્ટ પરથી બેગો જેમ તેમ ખેંચી કાઢી તો સાથોસાથ તંબુરો પણ ખેંચાઇ આવ્યો.
હું બેગો હાથલારી (ટ્રોલી) પર મુકતો હતો ત્યાં કોઇ મારો ખભો હચમચાવી ને મૃદુલ અવાજે
હરે નારાયણ નારાયણનો પોકાર કરતા હતા.લેંઘા ઝબ્ભાના પહેરવેશમાં એક પચાસેક
વરસના પ્રૌઢ સજ્જન ભટકાયા.
મને કહે ઓ સજ્જન મહાશય આપનું શુભ નામ ને ક્યાંથી આવો છો.?
મેં કહ્યું મારું નામ” ગોવિંદ ગોદડિયો છે. અમેરિકાથી આવું છું. ગુજરાતનો વતની છું.”
” અહોહોહોહો પેલા ગોદડિયા ચોરાવાળા ખરું ને!. હા તમે પર્મેશ્વરીય પરિષદ ને યમરાજા
ને ભારતના રાજકારણીયો વિષે લખ્યું હતું ઇવડા ઇ જ ને ?””
મને થયું ચોક્કસ આ આઇબી નો કે સીબીઆઇનો માણસ હશે. ધરપકડ જરુર થવાની.
પેલા સજ્જન મહાપુરુષે મંદ મંદ સુમધુર હાસ્ય રેલાવતાં એમનું વિઝિટીંગ કાર્ડ આપ્યું.
એમનું વિઝીટીંગ કાર્ડ મુલાયમ મખમલના કાપડ પર અંકિત હતું ને વિગત આમ હતી.
” શ્રી.શ્રી.શ્રી. ૧૦૦૮… શ્રીમાન ચોટલી પ્રસાદ.”.
“નારદપ્રસાદ બ્રહ્માજી”
” બ્રહ્મ નિવાસ..બ્રહ્મ માર્ગ….પાલક પથ ને સંહાર માર્ગ જતાં સર્જન ટેકરી ઉપર.”
વાહ વહા, મજા કરાવી દીધી. ઘણા સમય પછી આજે તમારો બ્લોગ ખુલી શક્યો છે. હવે અવાર નવાર ચોરે મોજ કરવા આવતો રઈશ.
LikeLike
શ્રી રિતેશભાઇ
મુલાકાત અને કોમેન્ટ બદલ ખુબ જ આભાર
LikeLike