ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.

ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.
==============================================ગોદડીયો ચોરો
ગોદડિયા ચોરાના વાચક મિત્રોને સન ૨૦૧૬ના નવા વર્ષનાં વધામણાં
ગોદડિયા  મિત્રોની ટોળકી ગાદલા તલાવ કિનારે આવી પહોંચી.
ગોદડિયા ચોરાનું એક પાત્ર જેનારણશંખતરીકે જાણીતું હતું .તે  અનન્ય પાત્ર ગત
સપ્ટેમ્બર માસમાં ખરી પડયું.
જેથી ગોદડિયા ચોરાના સર્વમિત્રો  ખુબ   ખિન્ન જણાતા હતા . ૨૦૧૬ના વરસનો 
પ્રથમ લેખ સ્વ. નારણભાઇ શંકરભાઇ પટેલને શ્રધ્ધાંજલિ રુપે અર્પિત કરીએ છીએ.
ગોદડિયા ચોરામાં ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો, કોદળો, શકુનિ,
વિગેરે બેઠા હતા.
 ત્યાં  ચોરામાં ગગજી ગોખલીકરશન કોડિયું , દલુ દિવેલી , ગોરધન ગોટલી
તનસુખ તોપ, ફુલજી ફટાકડી પધાર્યા.
ચોરાના ચિપીયા દેશ વિદેશની વાતોએ ખખડતા હતા. હું વિચારોના વંટોળ લઇને
આવ્યો.
ધૃતરાષ્ટ્ર કહે અલ્યા ગોદડિયા દિવેલ પીધા જેવો ચહેરો લઇને શું વિચારે છે ?
મેં કહ્યું ભાઇ આપણા ચોરાના વડિલ કક્ષાના પાત્ર કે જે આપણાથી સદંતર વિખુટું પડી ગયું
છે એવા સ્વ. નારણભાઇના અસ્થિ પધરાવવા હરિદ્વાર ગયેલો ત્યારે પાછા વળતાં બીજી
ઓકટોબરે ગાંધી જયંતિ હોઇ હું દિલ્હીમાં બાપુની સમાધિ રાજઘાટ ગયેલો ત્યાં બાપુ તો
પોઢ્યા છે પણ એમની  પ્રિય વસ્તુઓ મને ક્યાંય દેખાઇ નહિ. તો હું વિચારું છું કે
વસ્તુઓ ક્યાં ગઇ હશે ? કોણ લઇ ગયું હશે.?
 તન કેરું અદકેરું સુખ હતું એવા તનસુખ બાપાએ જબરો તોપ જેવો ગેસનો ધડાકોકર્યો.
દલુ દિવલી કહે ઓહોહો બસ એટલી વાતે તું વિચારોના વંટોળે ચઢી ગયો લે ત્યારે સાંભળ .
બાપુ પાસે જે લાઠી ( લાકડી ) હતી તે ભારત દેશની પોલિસ લઇ ગઇ છે . વાક ગુના
વગર એવડી લાઠી જનતા પર ચલાવી આડેધડ મનફાવે તેમ ધીબ્યા કરે છે.
ને પાછા કેહવાય કાયદા રક્ષક .”
ગગજી ગોખલી કહે બાપુનાં ચંપલ હતાં તે ભાજપ ને કોંગ્રેસ બંન્ને પક્ષોએ હળીમળીને
એક એક વહેંચી લીધાં છે . એવડા જ્યારે વિરોધ પક્ષે હોય ત્યારે સતાધારી પક્ષને છુટું મારે
છે ને જ્યારે પ્રાદેશિક પાર્ટીઓને જોઇતું હોય તો ભાડે આપીને કમાણી કરી લે છે. મતલબ
પોતાનો ફાયદો કરાવી લે છે.”
દલુ દિવેલી કહે ” બાપુનું ઘડિયાળ આઝાદ ભારતના તમામ  સરકારી કર્મચારીઓ
( પટાવાળાથી માંડીસચિવો સુધીના) લઇ ગયા છે ને એને  બે કલાક પાછળ મુકી દીધું છે.
એટલે દેશના ઘડિયાળમાં બપોરના બાર વાગેત્યારે એમના ઘડિયાળમાં દશ વાગ્યા હોય
ત્યારે નોકરીએ આવે છે. કોઇ પુછે તો કહે જુઓ હજુ તોદશ જ વાગ્યા છે. પાછા ઘેર જવાના
સમયે તો ઓફિસની ઘડિયાળને જ અનુસરવાનું એટલે કે  આઠ કલાકની નોકરીમાં બે
કલાક મોડા આવવાનું . બે કલાક ચા પાણી નાસ્તા ને ગપ્પાંમા કાઢવાના.”
કરશન કોડિયુ કહે ” આ બાપુનાં ચશ્માં દેશભરના ન્યાયાધીશો લઇ ગયા છે. એમને ગંભીર
કેસો ને સામાન્ય કેસોમાં ફરક જણાતો નથી. જુઓને ચાર જણને ફુટપાથ પર કચડી
નાખનાર સલમાનખાન છુટી જાય છેને હક્ક માટે માગણી કરનાર હાર્દિક પટેલ પર
દેશદ્રોહનો કેસ થાય છે ને જામીન પણ નથી મળતા.”
ગગજી ગોખલી કહે “બાપુનો ચરખો (રેંટિયો) બધી જ પાર્ટીના નેતાઓ ને કાર્યકરો લઇ
ગયા છે. બધા જનતા આગળ મનફાવે એમ કાંત્યા કરે છે. જેમ કે મોદી ભાષણ ઠોકે એ જ
શબ્દો ભાજપીયા ભાંભર્યા કરે. સોનિયા ભાંભરે એજ કોગ્રેસી કલબલિયાં કાંસીઓ કુટ્યા કરે.
મોદી કહે કોગ્રેસ સંસદ ચાલવા નથી દેતી . તો ગુજરાતની સ્થનિક સ્વરાજની ચુંટણીમાં
ભાજપના સ્થનિક નેતાઓ પ્રજા સામે એજ વાત ભરડ્યા કરે .જોયુ મોદી સાહેબ
દુશ્મનોના દેશમાં વગર પુછે ધુસી ગયા.અલ્યા બબુચકો પ્રજાનેએમના ગટર પાણી
વિજળી રસ્તાઓની  સમસ્યા હોય એની વાતો કરોને. મોદી મોદી સહસ્ત્રનામની શી
પતર ખાંડો છો. આમ બધાય બાપુના ચરખે પોતાની વાહનું મખમલ કાંતે જ જાય છે.”
ગગજી ગોખલી કહે ” જો  બાપુનાં ત્રણ વાંદરાં હતાં એ આ પ્રમાણે વહેંચાઇ ગયાં છે.”
“આંખ દબાવી ને બઠેલું વાંદરું સરકાર પાસે છે . બસ કશું જોવું જ નહિ . લલિત ગેટ
વ્યાપમ, ડિગ્રી વિવાદ, કે પછી પઠાણકોટ એરબેઝ પર હુમલો હોય.. ફક્ત એમને તો
ખુરશી ને સતા વગર કશું દેખાય જ નહિ . જનતાની કે દેશની સમસ્યાઓ એમને
દેખાય જ નહિ.  એટલે કશું જોવું જ નહિ.”
” કાન દબાવીને બેઠેલું વાંદરું સરકારી કર્મચારીયો પાસે છે . એમને જનતાની મુસીબતો
સંભળાતી નથી. જમીન, પાણી, વિજળી, રેશનકાર્ડ,રસ્તા,ગટરોની ફરિયાદ સાંભળતા
નથી.”
” જ્યારે ત્રીજું  મોં દબાવીને બેઠેલું વાંદરું જનતાના ભાગે આવ્યું છે . સરકાર નેતાઓ અને
સરકારી કર્મચારીયોએ એમનું મોઢું એવું દબાવી રાખ્યું છે કે એમને સમસ્યાઓ વિશે સહેજ
પણ બોલવા દેતા જ નથી.”
કોદાળો કહે  ” ગાંધીનો વારસો આમ દેશભરના દાંડાઇ કરનારા ગઠિયા જ ગંઠી ગયા છે.”
 ગાંઠિયો.==
” આઝાદી પછી ભારતના ભાગલા સમયે મિલકતો વહેંચાઇ. ઝીણાએ વાંદરા માગેલાં.”
ભારતના નેતાઓએ  મોં બંધ રાખેલું વાંદરું આપેલું. જેથી પાકિસ્તાન મુંગું રહે.
મુંગા વાંદરાને જ્યાફત ને દારુની અયુબ્ખાન, ભુતો, ઝીયા ને મુશરફ જેવાએ લાલચ
  આપી  એટલે એ લાલચુ વાંદરાએ મોં પરથી હાથ હટાવી લીધો. હવે એ વાંદરો મોંફાટ
બબડાટ કરે જાય છે. હવે તો કાશ્મીર પંજાબ રાજથાન ને કચ્છ સરહદો પર બેફામ ઠેકડા
માર્યા કરે છે.”
“જ્યારે ભારત સરકાર પાસે બહેરો ને આંધળો વાંદરો રહ્યો છે તે એને કશું દેખાતું  જ નથી
કે કશું સંભળાતું જ નથી.”
======================================================
સ્વપ્ન જેસરવાકર.

8 thoughts on “ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.

 1. ગોદડિયા ચોરાની ફિલ્મના નિર્માતા ગોવીંદભાઈ ને ૨૦૧૬ના નવા વર્ષનાં વધામણાં અને શુભેચ્છાઓ.

  આપ આયે ઔર ચોરામાં બહાર આ ગઈ . બધાં જ પાત્રો માઈન્સ એકને ફરી ડાયરામાં જોઈ અને દેશ અને

  દુનિયાની વાતો સાંભળીને મજા પડી.

  Like

 2. શ્રી ગોવિંદભાઈ

  ૨૦૧૬ની નવલી શુભેચ્છાઓ.

  ગોદડિયા ચોરે..પ્રજાના દિલની વાતો, ખૂબ જ રમુજ સાથે, પણ ચોટદાર રીતે રજૂ કરવાનો આપનો કસબ બેમીશાલ છે.તેમાંય ચરોતરી તડપદી રીતે મમરો મૂકવાની, પાત્રો થકી મર્મભરી રીતે વ્યંગ કરવાની,

  ચોરે જે રમઝટ જામે છે..તે માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s