ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.

ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.
==============================================ગોદડીયો ચોરો
ગોદડિયા ચોરાના વાચક મિત્રોને સન ૨૦૧૬ના નવા વર્ષનાં વધામણાં
ગોદડિયા  મિત્રોની ટોળકી ગાદલા તલાવ કિનારે આવી પહોંચી.
ગોદડિયા ચોરાનું એક પાત્ર જેનારણશંખતરીકે જાણીતું હતું .તે  અનન્ય પાત્ર ગત
સપ્ટેમ્બર માસમાં ખરી પડયું.
જેથી ગોદડિયા ચોરાના સર્વમિત્રો  ખુબ   ખિન્ન જણાતા હતા . ૨૦૧૬ના વરસનો 
પ્રથમ લેખ સ્વ. નારણભાઇ શંકરભાઇ પટેલને શ્રધ્ધાંજલિ રુપે અર્પિત કરીએ છીએ.
ગોદડિયા ચોરામાં ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો, કોદળો, શકુનિ,
વિગેરે બેઠા હતા.
 ત્યાં  ચોરામાં ગગજી ગોખલીકરશન કોડિયું , દલુ દિવેલી , ગોરધન ગોટલી
તનસુખ તોપ, ફુલજી ફટાકડી પધાર્યા.
ચોરાના ચિપીયા દેશ વિદેશની વાતોએ ખખડતા હતા. હું વિચારોના વંટોળ લઇને
આવ્યો.
ધૃતરાષ્ટ્ર કહે અલ્યા ગોદડિયા દિવેલ પીધા જેવો ચહેરો લઇને શું વિચારે છે ?
મેં કહ્યું ભાઇ આપણા ચોરાના વડિલ કક્ષાના પાત્ર કે જે આપણાથી સદંતર વિખુટું પડી ગયું
છે એવા સ્વ. નારણભાઇના અસ્થિ પધરાવવા હરિદ્વાર ગયેલો ત્યારે પાછા વળતાં બીજી
ઓકટોબરે ગાંધી જયંતિ હોઇ હું દિલ્હીમાં બાપુની સમાધિ રાજઘાટ ગયેલો ત્યાં બાપુ તો
પોઢ્યા છે પણ એમની  પ્રિય વસ્તુઓ મને ક્યાંય દેખાઇ નહિ. તો હું વિચારું છું કે
વસ્તુઓ ક્યાં ગઇ હશે ? કોણ લઇ ગયું હશે.?
 તન કેરું અદકેરું સુખ હતું એવા તનસુખ બાપાએ જબરો તોપ જેવો ગેસનો ધડાકોકર્યો.
દલુ દિવલી કહે ઓહોહો બસ એટલી વાતે તું વિચારોના વંટોળે ચઢી ગયો લે ત્યારે સાંભળ .
બાપુ પાસે જે લાઠી ( લાકડી ) હતી તે ભારત દેશની પોલિસ લઇ ગઇ છે . વાક ગુના
વગર એવડી લાઠી જનતા પર ચલાવી આડેધડ મનફાવે તેમ ધીબ્યા કરે છે.
ને પાછા કેહવાય કાયદા રક્ષક .”
ગગજી ગોખલી કહે બાપુનાં ચંપલ હતાં તે ભાજપ ને કોંગ્રેસ બંન્ને પક્ષોએ હળીમળીને
એક એક વહેંચી લીધાં છે . એવડા જ્યારે વિરોધ પક્ષે હોય ત્યારે સતાધારી પક્ષને છુટું મારે
છે ને જ્યારે પ્રાદેશિક પાર્ટીઓને જોઇતું હોય તો ભાડે આપીને કમાણી કરી લે છે. મતલબ
પોતાનો ફાયદો કરાવી લે છે.”
દલુ દિવેલી કહે ” બાપુનું ઘડિયાળ આઝાદ ભારતના તમામ  સરકારી કર્મચારીઓ
( પટાવાળાથી માંડીસચિવો સુધીના) લઇ ગયા છે ને એને  બે કલાક પાછળ મુકી દીધું છે.
એટલે દેશના ઘડિયાળમાં બપોરના બાર વાગેત્યારે એમના ઘડિયાળમાં દશ વાગ્યા હોય
ત્યારે નોકરીએ આવે છે. કોઇ પુછે તો કહે જુઓ હજુ તોદશ જ વાગ્યા છે. પાછા ઘેર જવાના
સમયે તો ઓફિસની ઘડિયાળને જ અનુસરવાનું એટલે કે  આઠ કલાકની નોકરીમાં બે
કલાક મોડા આવવાનું . બે કલાક ચા પાણી નાસ્તા ને ગપ્પાંમા કાઢવાના.”
કરશન કોડિયુ કહે ” આ બાપુનાં ચશ્માં દેશભરના ન્યાયાધીશો લઇ ગયા છે. એમને ગંભીર
કેસો ને સામાન્ય કેસોમાં ફરક જણાતો નથી. જુઓને ચાર જણને ફુટપાથ પર કચડી
નાખનાર સલમાનખાન છુટી જાય છેને હક્ક માટે માગણી કરનાર હાર્દિક પટેલ પર
દેશદ્રોહનો કેસ થાય છે ને જામીન પણ નથી મળતા.”
ગગજી ગોખલી કહે “બાપુનો ચરખો (રેંટિયો) બધી જ પાર્ટીના નેતાઓ ને કાર્યકરો લઇ
ગયા છે. બધા જનતા આગળ મનફાવે એમ કાંત્યા કરે છે. જેમ કે મોદી ભાષણ ઠોકે એ જ
શબ્દો ભાજપીયા ભાંભર્યા કરે. સોનિયા ભાંભરે એજ કોગ્રેસી કલબલિયાં કાંસીઓ કુટ્યા કરે.
મોદી કહે કોગ્રેસ સંસદ ચાલવા નથી દેતી . તો ગુજરાતની સ્થનિક સ્વરાજની ચુંટણીમાં
ભાજપના સ્થનિક નેતાઓ પ્રજા સામે એજ વાત ભરડ્યા કરે .જોયુ મોદી સાહેબ
દુશ્મનોના દેશમાં વગર પુછે ધુસી ગયા.અલ્યા બબુચકો પ્રજાનેએમના ગટર પાણી
વિજળી રસ્તાઓની  સમસ્યા હોય એની વાતો કરોને. મોદી મોદી સહસ્ત્રનામની શી
પતર ખાંડો છો. આમ બધાય બાપુના ચરખે પોતાની વાહનું મખમલ કાંતે જ જાય છે.”
ગગજી ગોખલી કહે ” જો  બાપુનાં ત્રણ વાંદરાં હતાં એ આ પ્રમાણે વહેંચાઇ ગયાં છે.”
“આંખ દબાવી ને બઠેલું વાંદરું સરકાર પાસે છે . બસ કશું જોવું જ નહિ . લલિત ગેટ
વ્યાપમ, ડિગ્રી વિવાદ, કે પછી પઠાણકોટ એરબેઝ પર હુમલો હોય.. ફક્ત એમને તો
ખુરશી ને સતા વગર કશું દેખાય જ નહિ . જનતાની કે દેશની સમસ્યાઓ એમને
દેખાય જ નહિ.  એટલે કશું જોવું જ નહિ.”
” કાન દબાવીને બેઠેલું વાંદરું સરકારી કર્મચારીયો પાસે છે . એમને જનતાની મુસીબતો
સંભળાતી નથી. જમીન, પાણી, વિજળી, રેશનકાર્ડ,રસ્તા,ગટરોની ફરિયાદ સાંભળતા
નથી.”
” જ્યારે ત્રીજું  મોં દબાવીને બેઠેલું વાંદરું જનતાના ભાગે આવ્યું છે . સરકાર નેતાઓ અને
સરકારી કર્મચારીયોએ એમનું મોઢું એવું દબાવી રાખ્યું છે કે એમને સમસ્યાઓ વિશે સહેજ
પણ બોલવા દેતા જ નથી.”
કોદાળો કહે  ” ગાંધીનો વારસો આમ દેશભરના દાંડાઇ કરનારા ગઠિયા જ ગંઠી ગયા છે.”
 ગાંઠિયો.==
” આઝાદી પછી ભારતના ભાગલા સમયે મિલકતો વહેંચાઇ. ઝીણાએ વાંદરા માગેલાં.”
ભારતના નેતાઓએ  મોં બંધ રાખેલું વાંદરું આપેલું. જેથી પાકિસ્તાન મુંગું રહે.
મુંગા વાંદરાને જ્યાફત ને દારુની અયુબ્ખાન, ભુતો, ઝીયા ને મુશરફ જેવાએ લાલચ
  આપી  એટલે એ લાલચુ વાંદરાએ મોં પરથી હાથ હટાવી લીધો. હવે એ વાંદરો મોંફાટ
બબડાટ કરે જાય છે. હવે તો કાશ્મીર પંજાબ રાજથાન ને કચ્છ સરહદો પર બેફામ ઠેકડા
માર્યા કરે છે.”
“જ્યારે ભારત સરકાર પાસે બહેરો ને આંધળો વાંદરો રહ્યો છે તે એને કશું દેખાતું  જ નથી
કે કશું સંભળાતું જ નથી.”
======================================================
સ્વપ્ન જેસરવાકર.

ગોદડિયો ચોરો… 2015 in review

The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 24,000 times in 2015. If it were a concert at Sydney Opera House, it would take about 9 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

ગોદડિયો ચોરો… શ્રી.શ્રી..શ્રી….૧૦૦૮……શ્રીમાન ચોટલી પ્રસાદ

ગોદડિયો ચોરો… ફડાકાસિંગના ક્લાસ= જય-પરાજયનાં લગન

ગોદડિયો ચોરો… ફડાકાસિંગના ક્લાસ= જય-પરાજયનાં લગન.


===================================================

ગોદડીયો ચોરો
દિલ્હીના આમ આદમીને સ્પર્શતા પ્રશ્નોને નજર સમક્ષ રાખી કેજરીવાલ અને

તેમનાકાર્યકરોએ ચુંટણીમાં કોગ્રેસ અને ભાજપને ધોબીપછાડ આપી ધમાકેદાર

જીત હાંસલકરી તે ચર્ચાનો વંટોળ સમગ્ર ભારતમાં ઉઠ્યો છે તેની લહેર ગોદડિયા

ચોરામાં ચાલી.

ગોરધન ગઠો, અઠો, બઠો, નારણ શંખ , ધૃતરાષ્ટ્ર, ભદો ભુત, શકુનિ, કોદળો

કનુ કચોલું એમ બધી ગોદડિયા મંડલી ચુંટણીના ચમકારા લબકારા ને કેટલીક

પાર્ટીના મુંઝારાનેચર્ચતી હતી. ક્નુ કચોલું કહે અલ્યા ગોદડિયા ચુંટણી ચમકારા

પુરાણ સંભળાવ .

મેં કહ્યું ચાલો એક દિલ્હી દરબાર ને અમદાવાદ એમ બેય જગાના જલસા કરાવું.

દિલ્હીના અશોકારોડ પર  કાર્યાલયમાં  આઠ દશ નેતાઓ ઉતરેલી કઢી

જેવાડાચાએ ગભરાયેલા મુંઝાયેલા ચેહરે સરદારને શું જવાબ દેવો એની

મુંઝવણમાં હતા.?

બે ત્રણ કલાકની રાહ જોવડાવી  ગુસ્સામાં પગ પછાડતા એમના સરદાર

ફડાકાસિંગપધારે છે. બધાય હવાઇ ગયેલા ફટાકડા જેમ અવાજ કરી એમનો

જયજયકાર કરે છે.

ફડાકાસિંગ કહે ” અલ્યા ગોટલી તને ફીડબેક લેવાનું કહેલું પણ તારી કિટલી કેમ

જરાય ગરમ થઇ જ નહિ.?”

“ગોટલી ગેં ફેં ફેં કરતાં કહે કાયરકર્તાઓએ બરાબર તાપણું કર્યું નહિ ને મોસમે

પણ મિજાજ બદલ્યો એટલે મારી કિટલી ગરમ ના થઇ ને આપની ચાય પે ચર્ચા

ઠંડી પડી ગઇ.”

ફડકાસિંગ કહે ” અલ્યા કશવર્ધન  કશમાં વર્ધન નહિ પણ ગળતર કેમનું થયું ?”.

કશવર્ધન કહે ” બાપુ હું તો ક્યારનોય વર્ધન કરતો હતો પણ આ વખતે કિરણ સામે

ઝાડુનાં એવાંપીંછાં ઝળક્યાં કે એને ધરતી પર પ્રકટવાનો ચાન્સ જ ના મલ્યો. “

ફડાકાસિંગ કહે ” અલ્યા અ-મિત ( જુનું કોઇ મિત નહિ) તું તો ભારેખમ ભીંત જ છે .

બે ચારજગાએ ઝળક્યો એમાં તું બહુ ફડક્યો. જોકે તારી જરુર છે એટલે જ તને દિલ્હી

રાખ્યો છે.બાકી અમદાવાદમાં ઘાસલેટિયા રીક્ષાઓના ધુમાડામાં રહે તો જ તને

ભાન થાય. હારા ઢગાની જેમએક જ લેંઘો ને ઝબ્ભો પહેર્યા કરે છે. મારી જેમ જુદી

જુદી વેશભુષાઓ અજમાય. “

અ-મિત  “હાજી સાહેબ …અરે ભુલ્યો તમે હજ કરી નથી એટલે તમને હાજી ના

કહેવાય. હાં તો બોલો નારાજી સાહેબ તમે ક્યારેય ભાજપની કેસરી ટોપી પહેરી છે

ખરી ? ક્યારેય કાર્યકરો જેવોસામાન્ય ખેસ પહેર્યો છે ખરો ? બસ આપ બધાયથી

ડાકસિંગ કહે “બસ બસ હવે બહુ બોલ બોલ ના કર નહિતર જેટલા પ્રમુખો કે

નેતાઓને પાછળ ધકેલી મુક્યા છે એમાં તારોય વારો આવી જશે. માટે વધુ પડતું

દોઢ ડહાપણ ના કર. “

અ-મિત કહે લ્યો ત્યારે હું અમદાવાદ જાઉં  . મારે ત્યાં દિકરાની લગ્નવિધિ બાકી છે.

અમદાવાદમાં અ-મિતજીના પુત્ર જયકુમારના લગ્ન ચાલી રહ્યાં છે .

“અમદાવાદ વાજતે ગાજતે લગ્નવિધિ ચાલી રહી છે. ઉદ્યોગપતિઓ, ગુજરાત

સરકારના મંત્રીઓ,ભારત સરકારના મંત્રીઓ ,રાષ્ટ્રીય નેતાઓ , વિરોધ પક્ષના

નેતાઓ કાર્યકરો સાથે સગાંવહાલાંનજરો નીચી રાખીને અ-મિતને મળી રહ્યા છે.

કેટલાક તો લગ્નના આર્શિર્વાદ ને હારનું આશ્વાસન બંન્ને સાથે આપી રહ્યા હતા ને

ઠાવકું મોઢું પુછી રહ્યા હતા ખરું થયુ અમિતજી. હોય ચાલ્યા કરે.!”

લગ્ન સાથે રાજકીય ચર્ચામાં મશગુલ લોકોના કાનમાં લગ્નગીતના સુર રેલાયા.

“દિલ્લીમાં જીતવાની નોતી છત ત્યારે શાને પકડી હઠ..મારા નવલા વેવાઇ.”

“કેજરીવાલ છે ભગોડા ત્યારે ભોજનમાં પીરસ્યા પકોડા...મારા નવલા વેવાઇ.”

“જ્યારે ના ઝળક્યું કિરણ ત્યારે શાને નાખ્યું દાળમાં સુરણ...મારા નવલા વેવાઇ.”

“સતાને રોકવા આવ્યું ઝાડુ ત્યારે નસીબ પડી ગયું આડું…મારા નવલા વેવાઇ.”

“પંદર લાખની બની કહેવત ત્યારે પ્રજાએ  ફેરવ્યું કરવત…મારા નવલા વેવાઇ.”

“દિકરા  જય ચઢ્યું પૈણ ત્યારે દિલ્હીએ બેઠકો આપી તૈણ…મારા નવલા વેવાઇ.”

“ખોવાઇ ગયો હતો વિકાસ ત્યારે દિલ્હીમાં થયો છે રકાસ…મારા નવલા વેવાઇ.”

“જોરશોરથી લાગી સરકાર ત્યારે જનતાએ ના કરી દરકાર…મારા નવલા વેવાઇ.”

“ખોવાયાં છે શાઝિયા નુપુર બીન્ની ના ઉપજે એમની ચવન્ની..મારા નવલા વેવાઇ.”

“જ્યારે પરણાવ્યો દિકરો જય ત્યારે જ મલ્યો છે પરાજય…મારા નવલા વેવાઇ.”

ચાંલ્લો ભેટ લેનારા મોટો ઝમકદાર ચોપડો ઇને બેઠા હતા ત્યાં લાબી લાઇનમાં

બધા ચર્ચા કરતા ઉભા હતા . “કેમ શું વિચાર્યું ? કેટલાનો ચાંલ્લો લખાવવો છે.?”

બે ત્રણ જણા એક સાથે બોલી ઉઠ્યા ” અલ્યા તૈણ (ત્રણ) રુપયા.”

” કોઇએ પુછ્યું કેમ તૈણ રુપિયા ?”

એક કાકા કહે ” ભૈ એમની હેશિયત તૈણ ની જ છે. જોયું નથી દલ્લીએ (દિલ્હી)એ

એમની કિંમત તૈણની જ કરી. અલ્યા જ્યાં એમની સરકાર હોય આખું તંત્ર હોય

અલ્યાપરધોનો (પ્રધાનો) હોંસદો (સાંસદો) બીજા રાજ્યોના મુરખ મંત્રીઓ હોય

હજારો લાખોકાયર્કર્તાઓ હોય તોય એમને તો જનતા તૈણ આલે.”

અને આમેય એ તૈણ જણા જ આખા દેશનો વહિવટ ઠોકે છે ને !!!!!!!!!!!!

” અમિત-મોદી-ભાગવત”

ગાંઠિયો=

“હોય ઢગા બાપલિયા હોય કમલ મુરજાઇ ગયું એમાં ઢીલો ઢભ શેનો થયો.”?

” ભૈલા મુરજાયું એ તો ઠીક પણ ઝાડુના ગોદા મારી  પાંખડિયો ય તોડી નાખી.”

========================================================

સ્વપ્ન જેસરવાકર

 

 

ગોદડિયો ચોરો…ગગો ઘોઘે જઇને આયો..

ગોદડિયો ચોરો…ગગો ઘોઘે જઇને આયો..

================================================

ગોદડીયો ચોરો

ખંભાતના ગાદલા તલાવ કિનારે ત્રિકોણિયામાં ગોદડિયા ચોરાની બેઠક

જામી છે.નારણ શંખ,ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો

શકુનિ, ભદો ભુત કોદાળો બધા ચાની ચુસકી લઇ મઝા માણી રહ્યા હતા.

કનુ કચોલું કહે “અલ્યા કોદળા આજે ગોદડિયો અમેરિકાથીઆવવાનો હતોતે ઘેર
આઇ ગયો કે નંઇ. ?
ગોરધન ગઠો કહે  ઇવડો આઇ ગયો છે પણ ચોરાના ચકલે દેખાયો નથી.”
કનુ કચોલું કહે ” ભૈ કોદારા આ ઓબામા પાછા ગયા પછી અમેરિકાં એમનું
સા’ગત (સ્વાગત) કેવું થયું. એમની પારતી (પાર્ટી) ને વિરોધીઓએ શું કહ્યું.?”
 હું ઘેર આવી નાહી ધોઇ પરવારી ગોદડિયા ચોરાની બેઠકે પહોંચ્યો.
 સર્વે ચોરાના મિત્રોને અમેરિકન ચોકલેટ આપી ખબર અંતર પુછ્યા.
 ગનુ ગોટલી કહે “હવે ઓબામા અમેરિકા ગયા પછી શું થયું એની વાત આપડી
 દેશી ભાષામાં હમજાય. જો પાછો અંગ્રેજી ફંગ્રેજીના રવાડે ના ચડતો. હમજ્યો.”
 મેં કહ્યું ” ભૈલા ઓલ્યો ઓબામા પાછો અમેરિકા આયો ને બેચાર દા’ડા પછી
 ડેમોક્રેટ ને રિપબ્લિકના અડવાણી જેવાં ખઇ ખબુચેલાં ડોસલાંએ એમની જે
 લેપટ રાઇટ લીધી છે એનો આંખે દેખ્યો અહેવાલ ગુજરાતીમાં બરાડું છું.”
 બુશ કહે ” અલ્યા બબુચક બરાક તું ચ્યારે હમજીશ જરાક. અલ્યા ઇવડા ઇ
 મોદીએ આપડે ત્યોં આઇને જરાક પોંણી (પાણી ) જ પીધું ને તું ઇવડા ઇને
 ગોંમ(ગામ)જૈને (જઇને)ગધેડિયું (અડદિયું) ધોકરાં (ઢોકળાં) ભમન (ખમણ)
 એવું બધું ઝાપટી આયો. હારા બરધ્યા (બળદિયા) અમેરિકાની પરજાએ તને
 પરમમુરખ (પ્રમુખ) બનાયી મોટી ભુલ કરી છે. શું કો’છો (કહોછો) મેક્કનભૈ .”
 જોન કેરી કહે ” અવે ( ચવે) છોના (છાના) મરો. અમારા ડોબામાએ ઇવડા ઇ
પર એવો જાદુ કર્યો કે પોરટોકલ (પ્રોટોકોલ) છોડી જાતે એરપોર્ટ લેવા આયો.”
 ડોહા મેક્કેઇન કે’ ” ઓ દોઢ ડાહ્યા જરા હાહ (શ્વાસ) ખા ને હેઠો બેસ તને ઓબામાએ
 જા ફરી ખા (વિદેશ મંત્રી) બનાયો એટલે જ તારી અક્કલ ઘાસ ખાવા ગઇ લાગે છે.”
 મેક ફેડન કહે ” અલ્યા જ્યોં (જ્યાં) હુધી (સુધી) નુકલિયરના કાયદા ન હુધારે ત્યોં
 હુધી તારે બફડાટ કરવાની જરુર જ નો’તી ( નહોતી) ને તારે એમને કોંઇક ( કાંઇક)
આલવું જ અતું (હતું) તો તારે પેલી ઘરેડ (પરેડ) જોઇને એમના લશ્કરને આપડાં જ
 જુનાં ધસાઇ ગયેલાં ને માઇલેજ ચડી ગયેલાં આર્મીનાં બેએક હજાર બાઇકો (સ્કુટરો)
આપી દેવા જેવાં હતાં.જોયું નૈ (નહિ) બાઇકોની તંગીને લીધે એક એક બાઇક ઉપર
પચીસ પચીસ જણાચડી બેઠેલા દેખાતા હતા. ઇવડા દરેકને એક એક બાઇક
તો મલત.”
 બોબી જીન્દાલ કહે ” અલ્યા ભૈ ફરેડ (પરેડ ) જોતી વખતે ચિંગમ ચાવતા એને
બદલે મોઢીને (મોદી) કહી ખરુચી (ભરુચી) સિંગ ચાવી હોત તો હવાદ રહેત.”
લીન્ડેસ ગ્રેહામ કહે ” અલ્યા અક્કલના ઓથમીર એ મોઢીએ રોજ તૈણ (ત્રણ) વાર
જુદાંજુદાં ડગલાં ને ટોપીઓ (સાફા-પાઘડી) બદલી ને તું ગધેડાનો સરદાર તૈણેય
દા’ડા બસ કાળોકોટ પાટલુન પેરીને જ ગગાની જેમ ફર્યો.”
જુનિયર બુશ કહે ” મિશેલની પાળેલી મરઘીની જેમ કુકડે કુક જ કરતો રહ્યો.
પરેડમાં તુંવચ્ચે તું ભારતીય એકટ્રેસોની પર ત્રાંસી નજરે જોતો હતો. હેં  તમારા
ડેમોક્રેટીકવાળાઓનેલફરાં કરવાની ટેવ પડી લાગે છે. પેલો ક્લિન્ટન વાઇટ
હાઉસમાં લફરાં કરતો હતો.”
હિલેરી ક્લિન્ટન કહે ” ભૈ દુનિયાભરના રાજકારણીયો લફરા સદનના હોલસેલ
ડિલરો જ હોય છે. એટલે એકલા ઓબામા કે ક્લિન્ટનને ના વખોડશો.”
મિશેલ કહે ” એક વાત ચોક્કસ કે મારા ડોબામાને મોધીજીએ (મોદીજી) જાતે જ ચા
બનાવીને પીવડાવી . અમેરિકાનો એટલો તો વટ રાખ્યો મારા ગોબામાએ !”
લાજ કાઢી કેલી આયોટી કહે ” રીચાર્ડ સેલ્બી મોટા ઓબામાજીને પુછો જરા કે જ્યારે
મોથી (મોદી) હાથે (સાથે) ચાય પે ચર્ચા કરતાં  શું વાત થઇ એ કહો જરા.?”
ઓબામા કહે ” મોદી મને કહેતા હતા ઓબામા ભારતને તમારે કાંઇ ના આપવું
હોય તો ના આપશો પણ આ તમારા સિક્યુરીટી ગાર્ડ, તમારી સ્પેશ્યલ કાર ,
 સાથે  તમારું પ્રમુખનું સ્પેશ્યલ એર ફોર્સ વ વિમાન મને આપતા જાવ. ”
ઓબામા કહે  “ભૈ મારી વાત હોંભરો (સાંભળો) તમે બધાય મારી સાથે સંમત થશે.
મોદી વળગ્યો ને વળગ્યો રહ્યો હતો એટલે આ જરા ભારત આંટો મારી આયો એનેય
હારું લાગે. મેં ત્યોં જઇ એને હારું લાગે એવી વાતો કરી. બાકી એમના પડોશીયો ય
પણ શરીફ છે બિચારા . લ્યો હેંડો ત્યારે એક બિલિયન ડોલરની સખાવત એમના
પડોશીને (પાકિસ્તાન) કરી દૈસે. બોલો શરીફ છે ને પાછો નવાઝે છે આપણને.”
છેલ્લે એક મહત્વની વાત કહી દઉં.” મિ. મોદી મને કહે કે તમે પાકિસ્તાનને
કડકાઇથી કહી દો કે મારા ભારતમાં આતંકવાદીઓ ના મોકલે .”?
” મેંય મોદીજીને કહ્યું ચોક્કસ રોકાવી દઉં પણ તમારા ગુજરાતમાંથી અમેરિકામાં
આવતા પટેલોને રોકાવી દેવા પડશે. બોલો છે મંજુર !!!!!!!!!!…..”
ગાંઠિયો=
આ વાક્યનું  અંગ્રેજી કરો… વસંતે મને મુક્કો માર્યો.
‘ વસંત પંચ  મી ‘  ” વસંત પંચમી “
==================================================
સ્વપ્ન જેસરવાકર
 

ગોદડિયો ચોરો…લ્યો બોલો ઓબામા ય ઓછા નથી.!!!

ગોદડિયો ચોરો…લ્યો બોલો ઓબામા ય ઓછા નથી.!!!!!!!!

====================================================

ગોદડીયો ચોરો

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાજી ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય

મહેમાન બની પધારે છે .અમેરિકામાં ઓબામા સાથે વહીવટી તંત્રમા

જોડાયેલા ગુજરાતી મિત્રોએ ” ગોદડિયા લેન્ગ્વેઝ ટ્રાન્સફર “ ટીમના

સર્વે સર્વા મિસ્ટર કોદાળાજીનો સંપર્ક કર્યો.

ગોદડિયા ચોરાની બેઠક જામી ત્યારે કોદાળાજીએ કહ્યું મને ઓબામાજીને

 
ગુજરાતી શબ્દો શીખવવા માટે આમંત્રણ મલ્યું છે.
મોદી ઓબામા
” ચલો બુલાવા આયા હૈ ડોબામા ને બુલાયા હૈ

    ડોબામાને બુલાયા હૈ માશેલ તો મનાયા હૈ “
 મૌર્ય હોટલમાં કોદાળાશંકર પાવડાશંકર ટોપલાણી બની ઠની પહોંચી ગયા.

ઓબામાને મળવા સોનિયાજી ને કોંગ્રેસીઓ સાથે ગુલામનબી આઝાદ આવ્યા.

મોદીજીએ અમેરિકા-યુનોમાં હિંદીમાં ભાષણ કરેલું એટલે સોનિયા હિંદીમાં બોલ્યાં.

સોનિયાજી કહે ” ઓબામાજી મેરી બંગાલમેં ખડે હૈ વો ગુલામ નઇ આઝાદ હે.”

( મેરી બગલમેં ખડે હૈ વો ગુલામ નબી આઝાદ હે.)

 
“હમરે સાથ ઢોતીવાલે હે વો બકાલુ ફરસાદ કાદવ હે…નમસતે ઓબામાજે.”
 
ઓબામાજી કહે ” મિ. ખોદારાજી વિન્ટરમેં ખચમે (કચ્છ) મોર્નિગમેં ઇટ વોટ ધેટ ?”
 
કોદાળો કહે “ઓબામાજી એને અડદિયું …અડદિયું..અડદિયું..કહેવાય. !

ઓબામા કહે ” વોટ  સે ખરદિયું..ખરદિયું…ખરદિયું..ખરદિયું.
 
કોદળો કહે નહિ ફાવે ” રે’વા દ્યો..સે મી વોટ યોર પાર્ટી સિમ્બોલ. ડોન્કી..રાઇટ.
 
ઓકે ડોન્કી વી સે ઇન ઇન્ડિયા ગધેડો. યુ આસ્ક મોદી આઇ વોન્ટ ઇટ ગધેડિયું.”
 
ઓબામાજી કહે  “મિસ્તર મોઢીજી આઇ વોન્ટ ઇટ છોકરા (ઢોકળાં )રમન(ખમણ )
 
એન્ડ ઢધેડિયું (અડદીયું). ઇટ ઓલ ઢુજરાતી (ગુજરાતી ) પાઇસીઝ .”(સ્પાસીઝ)
 
ઓબામા કહે ” નાઇસ કન્ટ્રી . ગુડ કન્ટ્રી . ડિફરન્ટ પીપલ ધેન નો વોર નો ગન .
 
બાય પીસ  ટેક ફ્રીડમ ઓલ હેપન બિકોઝ ગેંધી (ગાંધી) બેપુ (બાપુ) મે બી માય
 
અમેરિકા હેઝ સમ બેપુ  ધેન વી પ્રાઉડ ફોર હીમ.. પ્લીઝ ગીવ સમ બેપુ અસ.”
 
કોદાળો કહે ” મોદી સાયેબ એમને એશઆરામ બાપુ, હરામલાલ બાપુ, ને પેલા
 
નિત્યાનંદ એ બાપુઓ એમને પધરાવી દો. અમેરિકનોય જાણે કે ભોંપુ મલ્યા.”
 
ઓબામા કહે ” મિ મોઢી વી હેવ બીલ ગેટ એન્ડ ગોલ્ડન ગેટ . વોટ યુ હેવ ?”
 
મોદીજી કહે ” યુ હેવ ઓન્લી ટુ ગેટ .માય ભારત વી હેવ ફોર ગેટ. યુ નો ડોબામા.”
 
” ગેટ વે ઓફ ઇન્ડિયા ”  ” ચર્ચ ગેટ “  ” ઇન્ડિયા ગેટ “ “હરદ્વાર” (ઓલ ગેટ)
 
મિશેલ કહે ” હલ્લો હની આઇ વોન્ટ સી ધ ઠાજમાલ (તાજમહાલ).”
 
કોદાળો કહે ” હલ્લો મશાલબોન યુ નો હુ બીલ્ડ તાજમહાલ ?”
 

મિશેલ કહે ” યસ યસ આઇ નો વેરી વેલ ” સારેજહાં “ બીલ્ડ ઠાજમાલ.”

 

મોદીજી  હૈદ્રાબાદ હાઉસ પહોંચ્યા ને બંન્ને સાથે રાજપથ પહોંચ્યા.

 
 ભારતની આન બાન શાન સમી ભવ્ય પરેડ  વરસાદમાં સાથે બેસી નિહાળી.
 
ઓબામાજીએ પોતાનું સંભાષણ સંબોધન કર્યું તે ખરેખર અદ્વીતિય ને સચોટ હતું .
 
” ભવ્ય ભાડતના ફરજાજનો (પ્રજાજનો)  નમસટે  (નમસ્તે ) મૈ.મૈ પ્રાઉડ ભર (ફીલ)
 
સખતા (શકતા) હેંગે કિ આજ મૈં..મૈં ભાડતકા “ફરજાસટાક” (પ્રજાસત્તાક) ડે પર
મે’માન (મહેમાન) હુંગા.મૈ ગનું કરાર (અણુંકરાર) બડાબડ સંપન્ન ક્ડુંગા (કરુંગા).”
 
( “ફરજા-સટાક”=” કેમકે સરકાર નેતાઓ વાયદામાંથી સટાક દઇને ફરી જાય છે .”)
 
” મૈં મૈં મૈં તોડા (થોડા ) ધુંગા (દુંગા) જાડા (જયાદા) લે જાઉંગા .”
જોય હેંદ…….જોય હેંદ….. (જય હિંદ).
 
મોદીજી સાથે એમના પ્રધાનો વિચારમાં પડ્યા કે ઓબામાજી આ શું બોલી રહ્યા છે. ?
 
કોદાળો કહે ”  ઓબામાને બે દા’ડામાં ખબર પડી ગઇ એટલે જ એ બે વાર બોલ્યા.”
 
 “જોય હેંદ જોય હેંદ …નેતાઓ ને અમલદારોની ખાયકીની હદ જોઇ .”(જોય હદ )
 
ઓબામાએ  મિશેલને કહ્યું ” બડે બડે દેશોમેં એસી છોટી બાતેં હોતી હૈ.”
 
મોદી  ગાંજયા જાય એવા છે એ કહે “હમ જહાં ખડે હોંગે લાઇન વહીં સે શુરુ હોંગી.”
 
ઓબામા ગુજરાતી ગરબાના લહેંકામાં ગાતા જાય છે ને ઝુમતા કુદતા ગાય છે ….
 
” મેરા નામ હૈ ઓબામા
 
  મત તો લીધા ખોબામાં
 
  અમેરિકા રહ્યું ધોખામા
 
  મેં હું મિશેલકા ડોબામા.”
 
બસ ભારત યાત્રા પુરી કરી જતાં જતાં ઓબામાએ એરપોર્ટ પર ભાષણમાં કહ્યું કે…..
 
 ” હમારે મેં ભરા હૈ એસા દમ
 
    હમ કહીં ભી ગિરાયેગેં બમ
 
   ફીરભી હમકો નહીં કોઇ ગમ
 
   ક્યોંકી હમ હે સબસે બડે યમ
 
ગાંઠિયો=
 
ભારતની જનતા કહે છે કે…>>>>>>>>
 
” હમ ભી નહિં હૈ કિસીસે કમ
 
  હમ ભી દિખાયેંગે દશકા દમ
 
  ના હો દુનિયામેં કિસીકો ભ્રમ
 
  સારી દુનિયાકો દિખાયેંગે હમ ”
====================================================
 
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…ગોદડિયો ગબડ્યો ત્રીજા કદમે.

ગોદડિયો ચોરો…ગોદડિયો ગબડ્યો ત્રીજા કદમે.

==============================================

મિત્રો આપ સહુને ૬૬ મા પ્રજાસત્તાક દિન કેરી શુભ કામના.

====================================================================

ગોદડીયો ચોરો

આજે ગોદડિયો ચોરો બે પગલાં પુર્ણ કરી ત્રીજા કદમે ડગ માંડે છે.

2 Year Anniversary Achievement

Happy Anniversary with WordPress.com!

You registered on WordPress.com 2 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

” ચલાવી લીધો છે  ચોરાને હર કદમે

   ગામ ગપાટા સાથે કટાક્ષ કેરા નગમે

   લઇ ગયો યમ ઓબામા મોદીને આંગણે

   ભાવ પ્રતિભાવ દઇ બાંધ્યો પ્રેમ તાંતણે “

કૃતિઓ =======================  ૧૨૮

ભાવ પ્રતિભાવના મંગલ નાદ =======  ૧૦૨૦

ગોદડિયાની ગોદડીમાં સફર કરનાર===  ૮૫૭૫૫

બસ જેમ વરહ ચલાવી લીધો છે તેમ હવે પછીના વર્ષોમાં પણ…..

આ ગોદડિયાને સહી લેજો બાપલિયા મારા…………………

ગોદડિયારામના સસ્નેહ વંદન..નમસ્કાર..સલામ

=================================================

સ્વપ્ન જેસરવાકર

 

ગોદડિયો ચોરો…પ્રજાને રમત રમાડે રાજનેતાઓ

ગોદડિયો ચોરો…પ્રજાને રમત રમાડે રાજનેતાઓ

====================================================
ગોદડીયો ચોરો
ગોદડિયા ચોરાની પ્રથમ સામાન્ય બેઠક ખંભાતના ગાદલા તળાવના કિનારે મળી છે .
વિવિધ પાત્રો રૂમતાં ઝૂમતાં આલબેલ પોકારી આવી રહ્યા છે.
ત્યાં જ કનું કચોલું હતુતુ હતુતું કરતું પ્રવેશ્યું.
નારણ શંખ કહે અલ્યા તું એકલો એકલો કેમ હતુતું હતુતું રમે છે ?
કચોલું કહે આ રસ્તામાં આવતો હતો તો છોકરાઓ હતુતું હતુતું રમતા હતા. એટલે
મને એ યાદ રહી ગયું . “અલ્યા ગોદડિયા બીજા ક્યાં દેશમાં હતુતું રમતું હશે” ?
મેં કહ્યું ભારત પાકિસ્તાન અને બંગલા દેશ સિવાય ક્યાંય નહિ !”
ગોરધન ગઠો કહે ત્યારે બીજા દેશમાં શું રમતું હશે . ચાલ આજે “રમત પુરાણ” સંભળાવ.
મેં કહ્યું ચાલો આજે ” રમત પુરાણ “ નું ચલક ચલાણું રમીએ.
એક વાર દુનિયાના દેશોએ ભગવાન પાસે જુદી જુદી રમતોની માગણી મૂકી .
ભગવાનની સાથે સહાયકમાં નારદજી હતા.
ભગવાને કહ્યું કે આપના દેશના દરેક પક્ષના આગેવાનોનું મંડળ  લઈને આવવું .
દરેક દેશો પોતાના દેશના હરેક પક્ષના આગેવાનો લઈને ભગવાન પાસે પહોચી ગયા.
ભગવાને કહ્યું આપે એકાદ બે કે ત્રણ મુખ્ય રમતોની પસંદગી કરવાની બીજી રમતો ગૌણ
રહેશે.  ભગવાને જુદી જુદી રમતોની યાદી રજુ કરી .
ભગવાન બોલ્યા  લ્યો આ યાદીમાંથી જોઈએ તે  રમતો લઇ લ્યો.
અમેરિકાએ બાસ્કેટ બોલની રમત પસંદ કરી લીધી .
નારદજી કહે  “અલ્યા બાસ્કેટ બોલની રમત જ કેમ ?”
” અમેરિકનો કહે બધું અમારી બાસ્કેટમાં રહે . અમને અમારાં બાસ્કેટ ભરવાનો બહુ શોખ.”
“અમેરિકા એમ વિચારે છે કે દુનિયા આખી અમારી બાસ્કેટમાં જ રહે. દુનિયાનું બધું
અમારીબાસ્કેટમાં જ રહે કોઈને જોઈએ તો અમે જ બાસ્કેટમાંથી આપીએ “
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા બહુ જ ઝેરીલા એટલે એમણે ક્રિકેટની રમત લઇ લીધી.
નારદજી કહે  “અલ્યા ધોળિયાઓ ક્રિકેટની રમત જ કેમ ?”
જુઓ અમે દુનિયા પર રાજ્ય કરીએ છીએ એટલે બેટ સ્ટમ્પ હથિયાર તરીકે અનેબોલ
ગોળા કે ગોળી તરીકે ચાલે ” . ” હથિયારનું હથિયાર અને રમતની રમત “
” ઇંગ્લેન્ડવાળાએ બેટ અને સ્ટમ્પથી  ગુલામ બનાવેલ પ્રજાને ઝૂડી અને બોલની
જેમ ગોળ ગોળ ફેરવી રનના ઝુમલા જેમ ગોટોવાળીને દુનિયાના દેશોની સંપતિ
ઘર ભેગી કરી “
મેક્સિકન પ્રજાએ  બુલ ફાઈટ ( આખલા આગળ લાલ કપડું લઇ દોડવું ) માગી લીધી.
નારદજી કહે  ” અલ્યા બુલ ફાઈટની રમત જ કેમ ?”
મેક્સિકનો કહે ” અમે દેખાવે જ આખલા જેવા છીએ અને આખલાની જેમ હર સમયે
કૈક ને કૈકચાવતા જ હોઈએ છીએ “.
” મેક્સિકોમાં  દેશમાં આખલાની જેમ નેતાઓ લડે છે અને રાજ કરે છે.”
ફ્રાંસ જર્મનીએ હોકીની રમત માગી લીધી .
નારદજી કહે  “અલ્યા હોકીની રમત જ કેમ ?”
ફ્રાંસ અને જર્મની ના નેતાઓ કહે ” અમને તો ફક્ત સતા સુંદરીમાં વધુ રસ  છે.”
( યાદ કરો ફ્રાન્સના બુલોસ્કની રાષ્ટ્રપતિ જેમણે ૭૫ વર્ષે એક ૨૫ વર્ષની મોડેલ
સાથે લગ્ન કર્યા )
” એમને એમની આદત મુજબ હોકીની રમત માગી જેટલા ગોલ કરવા હોય એટલા કરાય”
ચીના સામ્યવાદની વિચારસરણી દ્વારા રંગાયેલ દેશ છે એના નેતાઓએ કરાટેની રમત
માગી લીધી
નારદજી કહે  ” અલ્યા બુચિયાઓ કરાટેની રમત જ કેમ ?”
 ”ચારદજી ચાઉ ચાઉ પરજાને દાબમાં રાખવા નેતાઓએ કરાટેની રમત શીખવી જરૂરી છે “
” ચાઈના જેવા દેશે પ્રજાને કચડવા અને મારવા જેવી કરાટેની રમત માગી લીધી “
આરબ દેશો ભેગા થઈને સફેદ ડ્રેસ અને પાઘડી પહેરીને ગયેલા .
આરબ દેશોના  ઘણા દેશો હોઈ તેમના એક શેખ સરદારના નેતૃત્વ હેઠળ બધા ગયેલા.
 “અબ્દુલ સાલેમ કબ્દુલ કાલેમ નાતિ મેં સબકે પ્રતિનિધિમેં આતી હમકુ રમત ભૂત ભાતી
મેં રમત માગને આતી દેખો હમકો કોનસી રમત ફાલવાતી નહિતર મેં પાછી ચલી જાતી”
નારદજીએ આરબોને કહ્યું ” તમારી દેશમેં ના જંગલ ના ઘાટી વહી રેત રહી આતી જાતી “
 તમકુ  ઊંટ દોડ ફાલવાતી તમકુ  ઊંટ બહુ ભાતી ઇસકે લિયે ઊંટ દોડ તમકુ ભાગ આતી “
“સફેદ કપડામાં રેતીમાં ઢંકાઈ જાવ તો ઊંટના રંગને ઓળખી તમને રેતીમાંથી બહાર કાઢી
શકાય .” એટલે આજકાલ તેલના કુવામાંથી તેલ કાઢે છે અને ઊંટો દોડાવે છે .
ભારત પાકિસ્તાન અને બંગલા દેશમાં ઘણા બધા પક્ષો અને “એવાજ કે નકલમાં અક્કલ
નહિ એવા “ નેતાઓ પહોચી ગયેલા . બધાય ચર્ચા કરી ગયેલા એમને ત્રણ રમતો માગી .
” હતુતું ….. ખોખો….લંગડી “
નારદજી કહે  ” ભૈલા ત્રણ રમતો જ શા માટે ?”
હતુતું ==  ” ત્રણેય દેશોમાં નેતાઓ ચૂંટાઈ ગયા પછી જનતાને હતુતું… હતુતું… હતુતું
કરાવે છે.”
બીજું કે ” હતુતુમાં સામી ટીમના માણસને પગ જાલી પછાડવાનો  હોય છે તેમ અહીં સતા
માટે સામેના પક્ષને પછાડવાનો .”
લંગડી ==  “પ્રજાના ટેક્ષના પૈસે ભાડા ભથ્થાં અને ભ્રષ્ટાચાર  કરી પ્રજાને લંગડી બનાવી 
દેવાની  “
ખોખો== “ચુંટાયા પછી નેતાઓ અને પક્ષો પાંચ વર્ષ સુધી પ્રજાને વાયદા વચનોની ખોખો
રમાડે છે.”
ગાંઠિયો==
રમત રમાડે પ્રજાને આ નેતાઓ
પ્રજાને  શું  સમજે છે  એ ઘેટાઓ
વખત આવશે અમારો ઓ ટેટાઓ
ફોડી ધુમાડા કાઢીશું તમારા બેટાઓ

===========================================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…અને ગિલ્બર્ટ ગોટે ચઢ્યો …

ગોદડિયો ચોરો…અને ગિલ્બર્ટ  ગોટે ચઢ્યો  ..
===============================================
“ગોદડિયા ચોરા” ના વાચક મિત્રોને સન ૨૦૧૫ના શુભાભિનંદન
ગોદડિયાજીના વિચારો સપનાંને સહન કરી ભરપુર પ્રેમ આપી આપે
શુભ કામના સંદેશા વહાવ્યા છે તે બદલ ખુબ જ આભાર..વંદન..નમસ્કાર.
====================================================

ગોદડીયો ચોરો

૨૦૧૫ના વરહમાં ભારત ભ્રમણે જવા માટે ભારતીય સ્નેહીજનોએ પ્રેમથી
આમંત્રણ દીધું એ વાંચી ગિલ્બર્ટના જ્ઞાતિજનોએ ભેગા મળી આનંદ વિભોર
બની આવકાર્યું .ગિલ્બર્ટના બાપદાદાઓએ પણ પડોશી દેશ કેનેડા કે મેકસિકો
દેશની મુલાકાતે જવાનું મલશે એવું સ્વપ્નેય વિચાર્યું નહોતું .
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ગિલ્બર્ટ અમેરિકા બહારના
એક લોકશાહી દેશનો મહેમાન બનવાનું પ્રથમ વ્યક્તિગત સન્માન મેળવવા
ભાગ્યશાળી બની રહ્યો હતો.
બધાય જ્ઞાતિજનોએ  ગિલ્બર્ટનું  બહુમાન કરવા વોશિંગ્ટન ડી.સીમાં એક પાર્કમાં
એકઠા થવા આખાય અમેરિકામાં ” કંકુ છાંટી કંકોતરી મોકલો રે “ એ રસમ મુજબ
ઇન્વીટેશન મોકલી આપ્યું હતું.
બસ બધાયએ ગટ્ટાર સાહેબની આગેવાની નીચે એક મંડળ રચી કંકોતરીઓ મોકલી.
“મિસ્ટ્રર એન્ડ મીસીસ “
“માય હની ગિલ્બર્ટ ટુ ગીવ એ હગ , કોન્ગ્રેચ્યુલેશન એન્ડ હેપી જર્ની પાર્ટી.
એવરી બડી કમિંગ એન્ડ જોઇન પાર્ટી શાર્પ નાઈટ ટેન ઓકલોક ઓન
૩૧ ફસ્ટ ડીસેમ્બર ન્યુ યર ઇવ એટ Georgetown Waterfront Park
3000 K St NW .Washington, DC 20007
…….. યોર લીડર મિસ્ટર ગીલ્બર્ટર્સ લવલી હની …ગિલ્બર્ટાણી “
૩૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ગિલ્બર્ટના સ્નેહીજનો વડિલો મિત્રો બધાય વાજતે
ગાજતે ગિલ્બર્ટને વધાવવા વોશિંગ્ટન ડી.સીમાં સજી ધજીને આવી પહોંચ્યા.

DONKEY

” વડિલોના વડીલ સર્વે જ્ઞાતિજનોના વડા ઉર્ફે પંચના પંડા આલ્બર્ટ અકોણા
ઉભા થયા તો એમના સન્માનમાં સદા ગુંજતો હોંચી હોંચીનો ગધ્ધારાગ બધાયે
સમુહમાં આલાપી આખા અમેરિકાની રાજધાનીમાં અનેરો ગુંજારવ કર્યો.”
કેમ ભૈલા શાણા વાચકો ગિલ્બર્ટને ઓળખી ગયા હશો . બરાબર ને ?
“લ્યો ત્યારે કહી જ દઉં ગિલ્બર્ટ ઓબાજીના પક્ષનું અનેરું નિશાન ગધેડો છે.”

DONKEY IN PARK

“આલ્બર્ટ અકોણાજીએ માઇક હાથમાં લઇ જોરથી ત્રણ વાર હોંચી હોંચી બોલાવ્યું ને
પાછળના બે પગ વડે ટેબલ ખુરશી ગાદલાને લાતો મારી.”
“વહાલપ વર્તાવી ધીરજ ધરી હજારો વર્ષથી મુંગા મોઢે કામ કર્યું છે. વાતે
કહેવતોમાં ગવાયા છો . ભાર ઢસરડી ડફણાં ખાધાં છે. જ્યારે પરિવહન માટે
કોઇ સાધન નહોતું ત્યારે રેલ્વે નાખવા, બંધો બાંધવા, કારખાનાં કે મિલો તેમજ
પાવર સ્ટેશનો બાંધવા તન તોડી કાર્ય કર્યું છે  તેવા સ્નેહીજનોને મારા
ગધ્ધાલાત સાથે આપણે પેટન્ટ  કરાવેલ ધુન હોંચી હોંચી.”
“આપણો ગિલ્બર્ટ બહુ લકી છે કે એને આપણા ભારતના સ્નેહીજનોએ આમંત્રણ
આપ્યું ને મિસ્ટર ઓબામાજીએ એમની યાત્રા સમયે સાથે આવવા કહ્યું એ
આપણી જ્ઞાતિ માટે ખુબ જ પ્રાઉડ લેવા જેવું છે . હવે જે કોઇને ગિલ્બર્ટને
સલાહ સુચનો આપવાં હોય તે વારફરતી આપી શકે છે .”
” અલ્ફોન્સો અડિયલ કહે જો ભૈ મેં હોંભર્યું છે કે ઇન્ડિયામાં ખોરાક બહુ  જ
સ્પાઇસી હોય છે . એટલે રોજ સવારમાં ગિલ્બર્ટજી કુદરતી હાજતે જાવ તો
અમેરિકાની જેમ પેપર ટીસ્યુ વાપરશો તો બળી જશે એટલે ભારતીયોની
જેમ પાણી વાપરી સાફ સફાઇ કરશો. ગિલ્બર્ટાણીજી બરાબર સમજાવી દેજો.”
“મારિયા મિર્ચી કહે જો ભૈલા ગિલ્બર્ટ ત્યોં જાય છે ખરો પણ દિલ્લીમાં પેલાં
મેણકાબોન (મેનકા)ના હડિયે ના ચઢતો . એ પંખી પશુપ્રેમી છે પાછાં એતો
ઓબામાને કહેશે કે પશુઓ પર જુલ્મ કરો છો એમ કહી આખી દુનિયામાં
અમેરિકાની ડેમોક્રેટીક પાર્ટીએ આપણને સન્માન આપ્યું છે એ ઝુંટવાઇ જશે.”
“મેરેલીન મણકો કહે જો ગિલ્બર્ટીયા ભારતમાં જઇ ત્યાંના આપણા સ્નેહીજનો
સાથે બહુ હળીભળી ન જાતો . સમજાતું જ નથી કે એમને જોઇને ભારતના
રાજકીય નેતાઓ ગધ્ધાલાતમ લાત કરે છે કે પછી ત્યાંના ગધેડાઓ નેતાઓનું
અનુકરણ કરીને ભોંકવાનું ને લાતમલાત કરવાનું શીખી ગયાં છે!. જો તું એવા
ચાળા ના  શીખી લાવતો ને ઓબામાજી શીખે તો દશ બાર ગધ્ધાલાત મારજે.”
“જોન ઝફૈડી કહે  તું રહ્યો સીધો સાદો ડેમોક્રેટીકનો કાયદાનું પાલન કરનારો
લોકશાહીનો ડાહ્યો ગધેડો .અલ્યા ગીલ્બર્ટ ત્યાંના બાવાઓ લાફો મારી ,ફળો આપી,
કિસ કરી રોગો મટાડે છે . ત્યાં દર અઠવાડિયે નવો બાવો ફુટી નિકળે છે. તો
તને ત્યાં રાખી શિસ્તબધ્ધ રીતે ગધ્ધાલાત મારી રોગ મટાડવાનો દાવો કરી
ત્યાંની ભોળી ને અંધશ્રધ્ધાળુ જનતાને લુંટવાનો વેપાર ચાલુ ના કરી દે એ
સંભાળજે.!”‘
“એલિઝાબેથ કહે હોંભર્યું છે કે ત્યાં ઘાસની જેમ રાજકિય પક્ષો ફુટી નિકળે છે .
હાલ ત્યાં ૫૦૦ – ૬૦૦ જેટલા પક્ષો છે તો કોઇ અકોણો આલતુ ફાલતુ નવો પક્ષ
બનાવી તને નિશાન માટે રાખી ના લે એનું ખાસ ધ્યાન રાખજે. આ નેતાઓની
ઝપટે ક્યારેય ના ચડાય . એમનાથી ખાસ ચેતતો રહેજે. માય લવલી બેબી.! “
આ બધાયનાં સુચનો સાંભળી ગિલ્બર્ટ  એવો ગોટે ચઢ્યો કે ,,,,,,,,,,
આ નેતાઓનો જાત અનુભવ છે ……પણ..પણ…પણણણ…
આ ટિસ્યુ પેપરનું શું ?આ મેણકા વળી કોણ ? આ બાવાઓનું શું.????????
ગાંઠિયો –
જો ગધેડાનું નિશાન રાખી કોઇ નેતા પક્ષ  બનાવે તો>>>>>>>>>>>
” એમને મન સવારીની સવારી ને સત્તાની સત્તા.
   પક્ષના નામે ડોનેશન ઉઘરાવી ભેગી કરે મત્તા “
=================================================
સ્વપ્ન જેસરવાકર

ભૈ ગોદડિયાનાં ગોથાંમાં ૨૦૧૪નાં લેખાં જોખાં

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

ભૈ  ગોદડિયાનાં ગોથાંમાં ૨૦૧૪નાં લેખાં જોખાં

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 38,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 14 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.