ગોદડિયો ચોરો…યમરાજાનું ડુબકાસન.
ગોદડિયો ચોરો…યમરાજાનું ડુબકાસન.
===================================================
પેલા અઢી વરસના ઉમેરાની લાલચે સમગ્ર ઉતર ભારતમાંથી યમરાજના
દેખાયાના સમાચાર ફોન ફેક્સ એસએમએસ દ્વારા આવવા લાગ્યા. દેવર્ષિ
કહે અલ્યા ચાલ હવે આ તારા ગોદડિયા ચોરાના ચૌદશિયા સાથે યમરાજને
શોધવા ત્વરિત પ્રયાણ કરીએ . મારેય બ્રહ્મલોકમાં સંદેશ કરવો પડશે.
કનુ કચોલાએ મિની લકઝરી બસ ભાડે કરી લીધી.
નારણ શંખ અને ધૃતરાષ્ટ્રે મળી રસ્તામાં નાસ્તા પાણીની વ્યવસ્થા કરી.
કોદાળાજી બધાય પેકેટો સરસ રીતે ગોઠવતો જાય ને બોલતો જાય. આ ચવાણું,
ચોરાફળી, સુકાં ભજિયાં, ગાંઠિયા, સેવ ,સુતરફેણી, કોપરાપાક, આ હલવાસન.
નારદજી કહે ” અલ્યા કોદાળા આને હલવાસન કેમ કહેવાય. ? “
ધૃતરાષ્ટ્ર કહે ” દેવર્ષિ એને બનાવતા હાલવું પડે એવું આસન કરવું પડે . ખંભાતના
સુખડિયા આને હાલવાના આસન કરતાં બનાવે એટલે એનું નામ હલવાસન પડ્યું .”
કનુ કચોલું કહે ” અલ્યા ઓ આંધળા . જબરી સફૈયો મારે છે. આ પેલા મુંબઇવાલા
હલવાનો સન (હલવાનો દિકરો) પણ કેવાય કે નહિ. ! “
(હલાવાસન અર્થ વિચાર મુરબ્બી શ્રી વલીભાઇ મુસા પ્રેરિત છે .)
લકઝરી બસને ગોરધન ગઠાએ શણગારી ” યમ શોધન વાહન “ એવું બોર્ડ માર્યું.
ખંભાતથી બસ ખેડાના પંથકે જુસ્સાભેર દોડવા લાગી.
ખેડા અમદાવાદના નેશનલ હાઇવે નં ૮ પર ટોલ ટેકસ આવ્યો. તો નારદજી કહે આ શું ?
નારણ શંખ કહે ” ખરેખર તો આને “ઢોલ ટેક્સ ” કહેવાય. કોન્ટ્રાકટર નેતાઓ આના પૈસા
ખાઇ ખાઇ ઢોલ જેવા ઢમ બની જાય . સરકારના હિસ્સે ખાલી શકોરું જ આવે. “
અમદાવાદમાં મોટેરા આશ્રમ આવ્યો તો નારદજી કહે અહીં ગયા વર્ષે કશું થયું તું ને.?
મેં કહ્યું ” દેવર્ષિ આ ફસારામજીનો આશ્રમ છે. અહિં હિન્દુસ્તાનમાં દર અઠવાડિયે એક નવો
બાપુ , બાબા , મહંત ને ધામ (રામ) જેવા બાવા બિલાડીના ટોપની જેમ ફુટી નીકળે છે.
બધાય ખરાબ ને ધુતારા નથી હોતા. પણ સુકા ભેગુંં લીલુંય બળી જાય છે.”
” દેખી બુરાઇને ના ડરું શી ફિકર છે મને પાપની
બધાં પાપોને ધોવા માટે ગંગા વહે છે આપની “
દેવર્ષિ કહે “ અલ્યા પૌરાણિક વારસો ધરાવતા દેશમાં ખુબ દુષણો ઘર કરી ગયાં છે .!
આ દેશમા ઋષિ મુનિઓ દ્વારા જુદાં જુદાં યોગાસનો ને જડિબુટ્ટી દ્વારા રોગમુક્ત જીવન
જીવવાના પ્રયોગો થતા હતા. એ હવે ક્યાં દેખાતું નથી લાગતું .”
મેં કહ્યું ” બાબા ઢોંગદેવ બાબા ઢોંગપાલ જેવા બાવાઓ એના પર કબજો જમાવી બેઠા છે.
ઢોંગપાલ ને ફસારામ જેવા બાવાઓ ” લવાસન “ “પ્રેમાસન” ને” વ્યભિચારાસન” જેવા
અનૈતિક આસનો દ્વારા ભોળી પ્રજાને “વ્યાસાસને”થી ઉપદેશના નામે ઉલ્લુ બનાવી
પોતાના “કામાસન “નો હેતુ સિધ્ધ કરવા સાથે બે નંબરી ” નાણાંસન “ ભેગું કરે છે .
પેલા ઢોંગગુરુ કે કાળાંનાણાંના મુદ્દે બરાડા પાડનારાઓની ફસારામના નાણાં ઘીરધારના
વેપાર અંગે બોબડી બંધ છે.”
રાજસ્થાનમાં પ્રવેશવાની સરહદે આર.ટી.ઓ દ્વારા વાહન ચકસણી નામે પૈસા લેતા હતા.
દેવર્ષિ કહે ” અલ્યા બઠા આ પોલિસવાળા શું કરે છે. ?”
બઠો કહે ” નારદજી આને “તોડાસન “કહેવાય. બધા રાજ્યોમાં આ આસન જામી પડ્યું છે .”
ઉદેપુર રહી જયપુર જવાના હાઇવે પર એક દારુડિયો બક બક કરતો લથડિયાં ખાતો હતો.
મદિરાપ્રેમી ધૃતરાષ્ટ્ર કહે ” દેવર્ષિ આને “મદિરાસન “કહેવાય. આથી પગને કસરત મલે.”
હરિયાણા સરહદે ટોળું જામ્યું હતું જોયું તો લડતાં જુથો ગાળો સાથે મારામારી કરતા હતા.
કનું કચોલું કહે દેવર્ષિ ” આ “ગાળાસન” સાથે શરુઆત કરી “લડવાસન” સમીપ જાય છે. “
આખરે અમે દિલ્હી (હસ્તિનાપુર) પ્રવેશ્યા તો ત્યાં દરેક પક્ષો દ્વારા સભા યોજાઇ રહી હતી.
નારદજી કહે “આ બધાય ભેગા કેમ થયા છે . વ્યાસપીઠથી કયા કથાકાર કથા કરે છે.”
ગોરધન ગઠો કહે ” નારદજી આ કથાકારો નથી . “સિંહાસન” પર કબજો જમાવવા જનતાને
ભેગી કરી “લોભાસન” સાથે “ખોટાસન” “વચનાસન” આપી “સતાસન” કબજે કરવા માટે
“સભાસન “કરે છે “વ્યાસાસને” અઠંગ “નટાસન” અને “નટીસનો” છે.”
લખનૌ આવ્યું નારદજી કહે આલ્યા ગોદડિયા લખનૌ આવ્યું. પેલા ફોનવાળાને પુછ.
મેં કહ્યું દેવર્ષિ ” એતો પેલા મુલાયમ જ હશે. છે ખરબચડા પણ લોકો મુલાયમ કહે છે.”
ત્યાંથી આગળ વધી અમે પટના લાલુજીના નિવાસસ્થાને પહોંચ્યા.
લાલુજીએઆમારું તેમજ દેવર્ષિ નારદજીનું સ્વાગત કરી રબડીદેવી તેમજ તેમની નવલખી
કુટંબીજનોની મુલાકાત કરાવી. ( નવલખી = લાલુજીના નવ સંતાનો )
મેં કહ્યું લાલુજી ” ચિત્રગૃપ્તજીના મુનિમજી યમરાજ વાહન સાથે આપને મલ્યા ખરા ?”
લાલુજી કહે ” હ્રુત ફ્રુત થ્રુત સાલા ઉનકા ભેંસા (પાડો) સાલા મુઝે લાલુજીકો પુછતા થા કિ
ઘાસચારા મિલેગા? સાલા ભૈંસવા મેરી મજાક કરતા થા. સારે હિન્દુસ્તાનમેં ભાજપા ઓર
કાંગ્રેસવાલે ઘાસચારા- ઘાસચારા ખા ગયા કેહતે મેરા મજાક ઉડાતે હૈ. વહીં એક ભૈંસા મેરા
મજાક કરે યે કૈસે સહા જાય. મેંને હરદ્વાર વો હમારા યાદવ જો ઢોંગગુરુ બનકે સાલા
નરેનદર મોદીકી ચમચાગીરી કરતા હૈ ઉસકે પાસ યમરાજ ઓર ભૈસાકો ભેજ દીયા હૈ.”
અમે હરદ્વાર પહોંચ્યા ગોદડિયા ચોરાના ચૌદશિયા સાથે દેવર્ષિએ મા ગંગાના દર્શન કર્યાં.
બધાય ગંગામાં ડુબકી મારતા હતા ત્યાં કોદાળાને યમરાજ અથડાયા ને ચીસ પાડી ઉઠ્યો.
નારદજી કહે “અલ્યા આ તો અમારો યમરાજ છે. નારદજી કહે યમરાજ આ શું કરો છો ?”
યમરાજ કહે ” દેવર્ષિ પ્રણામ હું અત્યાર સુધી જીવોને લઇ ગયો ને જેટલા પાપ કર્યાં છે
એને પતિત પાવન મા ગંગાના પુન્યશાળી જળમાં ડુબકી મારી પાપો ધોઇ રહ્યો છું. ”
ભદો ભુત કહે ” જોયુ દેવર્ષિ યમરાજ “પાપાસન” “ધોવાસન” અર્થે “ડુબકાસન” કરે છે.”
ગાંઠિયો=
“નથી દીઠી ભુખ જીવનમાં જેણે છતાંય ભુખ પર બોલે
આચરે અનિતી ભર્યું જીવન ને સભામાં નિતી પર બોલે
સત્તા લક્ષ્મી નારી જોઇને જેનાં નયન ચકળ વકળ ડોલે
એવા બાવાઓ વ્યાસપીઠ બેસી ને પાછા ધર્મ પર બોલે.”
===========================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો… યમરાજ શોધખોળ અભિયાન
ગોદડિયો ચોરો… યમરાજ શોધખોળ અભિયાન
====================================================
ત્રંબાવટી નગરી ખંભાતના ગાદલા તલાવના કિનારે ગોદડિયો ચોરો જામ્યો
છે . નારણ શંખ, ધૃતરાષ્ટ્ર ,કનુ કચોલું, ગોરધન ગઠો ,અઠો, બઠો, શકુનીજી
કોદાળો ને પોતિયાધરી પ્રાણજીવનકાકા બધા યમરાજની ચર્ચા કરતા હતા.
હું નારદજી સાથે ગોદડિયા ચોરાના ગપ્પેશ્વર ભવને પહોંચ્યો ને વારાફરતી
બધાયની ઓળખ આપવા લાગ્યો. પ્રાણજીવનકાકાને જોઇ નારદજી વદ્યા.
“ઓ બબ્બે વિલન સમન્વય નામધારી પ્રાણ-જીવનજી અમારી અવકાશી ફિલ્મ
નગરીના શ્રેષ્ઠ વિલન યમરાજની તમારીસાથે મુલાકાત થઇ છે ખરી.”
પ્રાણજીવનજી કહે ” ના દેવર્ષિ મુલાકાત કરવાની હમણા ઉતાવળ નથી.મારી
બાયડી જેનું નામ ” પલિતા ચોંપનાર “ છે. અમે બંન્ને અમારા કાર્ય અનુસાર લોકોને
ભાષણમાં નિવેદનબાજીના અવનવા સંવાદો શીખવવા ” ખલનાયક ઇન્સ્ટુટ્રીટ “
ચલાવીયે છીએ . તમને આશ્ચર્ય થશે કે જે આજકાલ સભાઓમાં હોબાળો મચી જઇ
હેડલાઇનન્યુઝ બને છે તેવા ભારતના બોલકા રાજકારણીયો અમારી સંસ્થામાં પારંગત
બની ગ્રેજ્યુએટ થયા છે. “
“દેશસેવા કરતા નેતાઓ પાસેથી મેવા મળતા રહે ત્યાં સુધી યમરાજને કેમ મલીયે.
ને હજુ ત્યાં આવવાની મારી કોઇ ઉતાવળ નથી. “
કોદળો કહે દેવર્ષિ આપણે અહિં તંબુ તાણી એક હેલ્પલાઇન સેન્ટર ઉભું કરીએ.
અમે બધાયે તંબુ નાખી એક ” યમરાજ શોધખોળ “ સેન્ટર બનાવી કમે લાગી ગયા.
કનુ કચોલાએ જુદા જુદા પત્રો વાંચવાના ને જવાબ આપવાનું કામ માથે લીધું .
કોદાળાજીએ ફોન પર જવાબો આપવા ને ફોન કરવાનું કામ લીધું .
ગોરધન ગઠાએ ફેક્સ દ્વારા સંદેશા મોકલવા ને આવેલા વાંચવાનું કામ લીધું.
નારણ શંખ ધૃતરાષ્ટ્ર અઠો બઠો શકુની જુદા જુદા કામે લાગી ગયા.
મેં નારદજી સાથે રહીને પૃથ્વીલોક ને સ્વર્ગલોક સાથે સમન્વય કામગીરી સંભાળી.
ટેલિફોનની ઘંટડી ખખડી કોદળાએ ફોન ઉપાડ્યો તો સામેથી હેલો..હેલો અવાજ આવ્યો.
કોદળો કહે ” ભૈ જ્યારથી આ ગોદડિયાના રવાડે ચઢ્યો છું ત્યારથી આખોય હાલી જ ગયો
છું.હવે કામની વાત કર ને યમરાજાના ખબર હોય તો જલદી ભસી મર.”
” હેલો હું રામરતન રામપ્યારે રામરસિયા પટનાથી બોલતા હું . દેખિયે કલ મેં મેરી
સસુરાલ છપરાસે આ રહા થા તબી મેને ધોતી ઓર ગંજીસે સજા ધજા હુઆ ભૈંસા પર
ટહેલતા હુઆ જાડા પાડે જૈસા એક આદમી દેખા થા. શાયદ વો આપકા યમરાજ હો .
આપ ઐસા કિજીયે જલ્દીસે પટના આનેકો નીકલ પડો .”
નારદજી કહે ” અલ્યા ગોદડિયા આ પટના ને છપરા એ વળી કઇ બલા છે .”
મેં કહ્યું ” આ પટના ને છપરા એ બિહાર રાજ્યનાં બે મોટાં શહેર છે . “
” સત્તાની ખુરશી માટે બધાય પક્ષના નેતાઓ કહે છે …પટ – ના . લોકોને મત લેવા
જુદી જુદી લાલચ અને વચનો આપી મતદારોને કહે છે . અબ તો પટ-ના (માની જાવ ને)
જ્યારે ઘર પર છતમાં પતરાં નાખે એને છપરા કહે છે . લાલુજી આ છપરાની ફસલ છે.”
કનુ કચોલાએ આ સમાચાર આપ્યા ને હું દેવર્ષિ સાથે નિકળવાની વ્યવસ્થામાં લાગ્યો.
ત્યાં જ ફરી પાછો ટેલિફોનનો પિહુડો રમઝમ કરતો રણક્યો. કોદળાએ ફોન લીધો.
” હેલૂ હેલો કરતો અવાજ આવ્યો મેં શ્યામશરણ ધ્યાનશરણ ચર્તુભુજ લખનૌસે બોલ રહા હુ.
ભૈયા મેરી લુગાઇ (પત્ની) દો માસસે ઉનકે ચાહનેવાલેકે સાથ ભાગ ગઇ હૈ ઓર ગુમશુદા
જાનકારી દેને થાને ગયા તો થાનેદારને મુઝે પહેલે ઉન્નીસ બીસ ડંડે મારે ઓર બોલ રહા હૈ
કિ હમ ઉસસે પુછતાછ કરના ચાહતે હૈ તુમ ઉનકો ઢુંઢકે લાવ વરના તુમ્હારા બેઠના મુશ્કિલ
હો જાયેગા ઇતના ડંડા પડેગા કિ તુઝે યમ દિખ જાયેગા. “
” જબ લુગાઇકો ખોજને નિકલા તો મેંને એક ધોતી કુર્તા જવાહર જેકેટ લાલ ટોપી
પેહના હુઆ યમરાજ જૈસા જ દિખનેવાલા આદમીકો સેફઇ સે લખનો સાયકિલ પર
ભાગતા દેખા હૈ. “
નારદજી કહે ” અલ્યા ગોદડિયા વળી પાછું આ સેફઇ ને લખનૌ વળી શું છે .”
મેં અઠાને બોલાવીને કહ્યું ” અલ્યા લખ – નૌ ( ભાઇ લખ- ૯ ).”
જુઓ દેવર્ષિ ” નવ લખવાનુ એટલે સ્કુલમાં માસ્તર કહે લખ- ૯ એમ . બીજું કે
આપ ગુજરાતીમાં ” ૯ “આમ લખાય જે ખુરશીને ખભાથી કમર સુધી ટેકો લેવાનો
“( ” આવો આકાર હોય ને _ આડી લીટી એ સતાની ખુરશીમાં બેઠેલો માણસ .”
” જ્યારે સેફઇ એ ગામ છે મુલાયમજીનું . એટલે કે સેફ = સલામત . ને ઇ = તે. “
સેફઇ = મુલાયમ સલામત છે .
આમ ભારત ભરમાંથી જુદા જુદા શહેરો ને ગામડાંમાંથી સતત ફોન ફેકસ એસએમએસ
જથ્થાબંધ આવવા લાગ્યા.
ગાંઠિયો-
” બોલશો જો કડવા બોલ તો ગણાશો નફ્ફટાઇની કહાણીમાં
બોલો મીઠા બોલ વાણીમાં નહિતર જીવતર જાશે પાણીમાં “
=============================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો… ખોવાયા છે યમરાજ.
ગોદડિયો ચોરો… ખોવાયા છે યમરાજ.
=======================================================
ગોદડિયા મહારાજની મોટેલમાં સમારકામ નવેમ્બર માસથી ચાલું થયું છે.
કોન્ટ્રાકટરના માણસો સવારના સાતથી મોડી રાત્રી સુધી કામ કરતા હોઇ
ગોદડિયા એકસપ્રેસ છેલ્લા એક માસથી ખડી પડ્યો છે.
હમણાં થેન્ક્સ ગીવીંગની રજાઓ હોઇ કામકાજ બંધ હતું એટલે જમી પરવારી
મીઠી મજાની નિંદર આવી ગઇ હતી ત્યાં સપનામાં નારાયણ નારયણ ગુરુમંત્ર
જપતા સાક્ષાત દેવર્ષિ નારદજી પધાર્યા ને કરતાલના ગુંજન દ્વારા મને ઢંઢોળ્યો
બ્રહ્મષિ કહે ” હે ધરતી પરના દેવલોકના રાજદુત જાગ ને મારી વાત સાંભળ .”
મેં કહ્યું “દેવર્ષિ આપ અવારનવાર મને આવતાં સુંદર સપનામાં ખલેલ પાડો છો.”
દેવર્ષિ કહે ” હવે વેવલો થા મા . મને કહે સપનામાં કઇ હિરોઇનો જોતો હતો.”
મેં કહ્યું ” દેવર્ષિ સપનામાં હેમામલિનીને રાખી છે એ જોતો હતો.”
દેવર્ષિ કહે ” હવે હેમામાલિનીને રાખી તો સવિતા ગૌરી વેલણપાક પીરસશે.”
દેવર્ષિ કહે ” જો ગોદડિયા યમરાજ એમના દુતો સાથે ભારતમાં આવ્યા છે એ
છેલ્લા ત્રીસ દિવસથી પરત ફર્યા નથી . તુ મારી સાથે ચાલ આપણે એમને શોધી
કાઢવાના છે .એવો દેવાધિદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવનો આદેશ છે.”
મેં કહ્યું “ તો યમદ્વારે તાળાબંધી થઇ હશે ને આવકના કેસો પડતર પડ્યા હશે .?”
નારદજી કહે ગોદડિયા તને એવો કોઇ અંદેશો છે કે યમરાજા ક્યાં ગયા હશે. ?
મેં કહ્યું “દેવર્ષિ હમણાં સંસદ ચાલુ છે એટલે જનતાના કરવેરા દ્વારા જ્યાફત ઉડાવતા
માનવ યમદુતો દિલ્લીમાં નાણાંની ગઠડી ઢીલી કરવા અનહદ ભવનમાં હશે. !”
દેવર્ષિ કહે “ માનવ યમદુતો અનહદ ભવનમાં હશે એમ કેમ કહે છે ગોદડિયા. ? “
મેં કહ્યું દેવર્ષિજી ” આ દુતો પાસે ત્રીસ હજાર કે ત્રીસ લાખ જેટલા રુપિયા હોય પણ
પાંચ વર્ષ પછી એમની મિલકત ત્રીસ કરોડ થઇ જાય છે બોલો કમાણી અનહદ થઇ
કે નહિ .? સામાન્ય માનવી આટલું કમાતો નથી પણ ઇવડા ઇ અનહદ ભવનના સભ્ય
બની જાય પછી તો વગર મુડીનો ધંધો ને વકરો એટલો નફો . બોલો ખરું કે નહિ. “
દેવર્ષિ કહે “ અલ્યા ગોદડિયા આ તારું માનવ યમદુત પુરાણ બંધ કર અને યમરાજા
મંડળીને શોધવા માટે શું કરવું એનો ઉપાય શોધી કાઢ. “
મેં કહ્યું “ઋષિ મહારાજ આપણે ગાંધીનગરથી પ્રગટ થતા ” જન ફરિયાદ “ શ્વેતનગરી
આણંદથી પ્રગટ થતા ” સરદાર ગુર્જરી “ ‘મુંબાઇ સમાચાર’, ‘ગુજરાત સમાચાર‘, ‘સંદેશ’
‘જનસત્તા’,‘ દિવ્ય ભાષ્કર’, ‘નયા પડકાર’ જેવા સમાચાર પત્રોમાં જાહેરાત આપીએ . “
દેવર્ષિ નારદજી કહે ” જો કેવી જાહેરાત આપવી તેનો મુસદ્દો તું જ તૈયાર કરીને બધાય
સમાચાર પત્રોમાં મોકલાવી દે. આવું બધું અમને ના ફાવે. તને શબ્દોની રમત રમતાં
સરસ આવડે છે એટલે બધી માથાકુટ તુંજ કરી લેજે .”
મેં નીચે મુજબનો મુસદો તૈયાર કરી બધા સમાચાર પત્રોને મોકલી આપ્યો.
” હે સુનો સુનો ભવ્યતી ભવ્ય ભારતના ગુણીજનો ભકતજનો..>>>>>>>>>
” અંતકાળે અનંત યાત્રા ટાણે આપણને જે વાહને બેસાડી પરલોક યાત્રા કરાવે છે એવા
ડરાવેશ્વર પાડેશ્વર યમરાજ ભારત ભ્રમણે આવ્યા બાદ અચાનક ગુમ થઇ ગયા છે તો
જે કોઇ એમના ખબર આપશે તેમને જિંદગીનાં અઢી વરસ વધારી આપવામાં આવશે.”
નામ- ” યમરાજ “
ઉંમર –” અનંત કોટિ “ ( દર વખતે ફોટામાં એવા જ લાગે છે .)
વજન – “પાંચસો- પોણા છસો કિલો.”
ઉંચાઇ – ” આઠ ફુટ ચાર ઇંચ .”
પહેરવેશ- “જાંબુડી ધોતી, કાળું જેકેટ, મોટો ચામડાનો પટ્ટો કમરબંધ તરીકે વાપરે છે .”
હથિયાર- ” સોનેરી ગદા “
“લાલઘુમ મોટી આંખો ને માથે શિંગડાં ઉગેલાં છે.”
” ચાલવાનો અવાજ સાંભળી મૃતક ભાગી ના જાય માટે રબરના બુટ પહેરે છે.”
જે કોઇને આ બિહામણા મહાશયનાં દર્શન થાય કે જણ થાય તો આ સરનામે જણાવાવું .
ગોદડિયાજી
ગોદડિયા ગલી
ગાદલા તલાવ કિનારે
ગોદડિયા ધામ …૦૦૦૪૨૦
કોઇ જગ્યાએથી ફોન કે સમાચાર ના આવયા એટલે નારદજી કહે ગોદડિયા હજુ
કોઇ સમાચાર નથી તો હવે શું કરીશું
મેં કહ્યું દેવર્ષિ નિરાશ ના થાવ આ ગોદડિયા પાસે ઘણા બધા રસ્તા છે .
મેં ” દિલ્હી સીબીઆઇને જણાવ્યુ કેમકે એના વડા રણજીતસિંહા બે દિવસ પછી નિવૃત
થવાના છે ને સુપ્રિમના સપાટે ચડ્યા છે તો જો કદાચ યમરાજાને શોધી લાવે ને
એમની સાથે પેલા કૌંભાંડીઓની જેમ ગુપચુપ મુલાકાત કરે તો પેલાં અઢી વર્ષનો
લહાવો લેવાનો અલભ્ય ચાન્સ એમને મળે .”
છેવટે મેં જે “સતર વર્ષથી સોની ટીવી પર જે સીઆઇડી સિરીયલ આવે છે તેના
એસીપી પ્રધ્યુમન,દયા, અભિજીત, ફેડ્રીક, પંકજ, પુર્વી, ને શ્રેયાનો સંપર્ક સાધી
આખો કેસ તેમને સોંપીદીધો છે.”
જે ટુંક સમયમાં સોની ચેનલના રુપેરી પડદે આવશે.
ગાંઠિયો-
” યમરાજા તો મરણ પછી યમલોક લઇ જતાં માનવીને નડે છે
નેતાઓ ને સરકારી નોકરો જન્મથી મરણ સુધી હરરોજ કનડે છે .”
==========================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો..જોને ચક્લીયો ફુલેકે ચડી.
ગોદડિયો ચોરો..જોને ચક્લીયો ફુલેકે ચડી.
=================================================
શરદ પુર્ણિમાની રઢિયાળી રાતે ખાડાવાળી ખોડિયાર માતાના ગરબે ઘુમી
ખંભાતના દરિયે દુધપૌંઆની લિજ્જત માણી ગોદડિયા ચોરાની ગમતીલી
ચર્ચાએ ચઢી ઘેર આવી નિંદ્રા રાણીએ કામણ કર્યાં ત્યાં સ્વપ્નમાં સરી પડ્યો.
સ્વપ્ન પણ મજેદાર ને રમુજી હતું એટલે ઉંઘમાં પણ હસવું આવી ગયું . આમ
તો મને એક દિલ્હીનું અને એક ગુજરાતનું એમ બે જુદાં જુદાં સ્વપ્નો આવેલા
ને મારાથી બોલાઇ ગયું ” જોને ચકલીયો ફુલેકે ચડી.” સ્વપ્ન કૈંક આવું હતું.
દેશના પાટનગર દિલ્હીમાં જનતાના ખર્ચે મંત્રી મહોદયોના બંગલા આવેલા છે.
એક બંગલામાંથી કોઇ લડતું ઝઘડતું હોય એવા અવનવા અવાજો આવતા હતા.
વાત એમ હતી કે એક નવાસવા થયેલા મંત્રીને એમનાં ધર્મપત્ની બરાબરનાં
ધમરોળી રહ્યાં હતાં. તેના પડઘા મારા નિદ્રાધીન કાનમાં આબાદ ઝીલાતા હતા.
મંત્રીપત્ની કહે ” જુઓ દિલ્હીમાં ચુંટાયા એટલે મને થયું કે હવે સંસદને અનહદ
પૈસા મલશે . એય લીલાલહેર લાલ લાઇટવાળી ગાડીમાં ફરીશું .મારો ભાઇ બહેન
બનેવી ને મારાં પિયેરિયાંને એય મજો રે મજો થશે ને લીલા પાંદડે થઇશું.”
મંત્રી મહોદય કહે ” જો વડા પ્રધાન મોદી સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે કોઇ
સગા વહાલાને નોકરીમાં રાખવા નહિ કે એમને કોઇ લાભ આપવો નહિ.”
મંત્રી પત્ની કહે ” આ સરકાર છે કે અસરકાર છે કે પછી બેદરકાર છે . એજ મને
સમજાતું નથી આ સાઇઠ વરસથી ચાલતુંં હતું એમાં નવા સુધારા કરવાની ક્યાં
જરુર હતી . હા એમને લાભ ના લેવો હોય તો ના લે પણ બીજાના હક્ક પર તરાપ
મારવાની વડા પ્રધાનને શી જરુર છે. ?”
મંત્રી મહોદય કહે ” બસ હવે આ કચકચ બંધ કરો મારે હોમવર્ક કરવાનું છે.”
મંત્રી પત્ની કહે ” પહેલાં આપણા નાનકાને હોમવર્ક કરાવતા ને હવે તમારે હોમવર્ક
કરવાનુ ભૈ જબરા તમારા આ માસ્તર સાહેબ કહેવાય.”
” આ પેલાં તમે કાર્યકર હતા ત્યારે ઝંડી પડદા બેનરો ઘેર લાવતા તે નાનકાની
બંડી ને જાંગિયા સીવડાવી લેવાતા ને ઘનદાન યોજનામાં આપે નવુંનકોર સ્કુટર
વસાવી લીધેલું ખબર છે ને ? દરેક દિવાળીએ તમે સચિવો ને મંત્રીઓને મિઠાઇ
અપાવવાની વાતો કરી મિઠાઇ ઘેર લાવતા તે છ મહિના સુધી વસાણાની જેમ જ
ખવાતી. હું કહું છું તમે મંત્રી કરતાં તમે કાર્યકર તરીકે સારા કડદા કરતા હતા.”
મંત્રી મહોદય કહે ” હવે ધીમે બોલ નહિતર કોઇ મોદી સાહેબને કહી દેશે
તો મંત્રીપદ તો જાશે પણ કાયમ માટે રાજકિય કારકિર્દી ખતમ થઇ જશે.”
મંત્રી પત્ની કહે ” તમારા કરતાં તો ઓલ્યું સૌરાષ્ટ્રનું રૂ સારુ કહેવાય . કાર્યાલયને
તાળાં માર્યાં કાર્યકરો પર કડકાઇ કરી કેટલાય નિષ્ઠાવાન કાર્યકરોની રાજનિતીને
ખતમ કરી નાખી એ રૂ સાથે પાણી ભળ્યું તોય એ રૂ હવાઇ ગયું નહિ પણ ખીલી
ઉઠ્યું ને ટિકિટની લોટરી લાગી તો “રૂ ને પાણી “ બેય સાથે ફરવા લાગ્યાં .”
બીજું સ્વપ્ન ગુજરાતના એક પોલિસ વડાને લગતું હતું .
“જાલિમસિંહ નામે એક સાત આઠ ચોપડી ભણેલા વ્યક્તિને પોલીસ હવાલદાર
તરીકે નોકરી મળેલી નેતાઓ કાર્યકરો સામા મળે તો દંડવત પ્રણામ કરી
ફરજ બજાવતાને થોડી ઘણી રોકડી કરી લઇ સમય જતાં હા સાહેબ જી સાહેબ
નમસ્તે સાહેબ કહી વાંકા વળી જઇ કુરનીશ બજાવતા એટલે સબ ઇન્સ્પેકટર
પોલિસ ઇન્સપેકટર એમ બઢતી પામતા એક શહેરના કમિશ્નર બની ગયેલા.”
એમના ઘેર હુકમસિંહ નામનો એક હવાલદાર સરકારી પગારે ઘરકામ માટે સદાય
જાલિમસિંહનાં પત્ની જમના ઝોંપડીને મદદ કરવા હાજર રહેતો હતો.
જમના ઝોંપડી કહે ” અલ્યા હુકમ પેલા મોદી સાયેબે સફાઇ ઉધ્યાન (અભ્યાન)
રાખેલુંતે તારા સાયેબને હાવયણી (સાવરણી પકડતાં ફાયું (ફાવ્યું) તું કે નૈ (નહિ).”
હુકમસિંહ કહે ” મડ્મ (મેડમ) શું ધુળ સાયેબને ફાવે. સાયેબ પેંછાં (પિંછાં) પકડીને
મુઠાબાજુએથી વારતા (વાળતા) હતા એ જોઇને બધાય પોલિસવાળા હસતા હતા
ને કહેતાહતા કે મડમે સાયેબને કોઇ દિ સાફ સફાઇનું કામ શિખવ્યું લાગતું નથી.”
જમના કહે ” તમારી સોકીએ (ચોકીએ) જાજરુ મુતરડી બરાબર સાફ થાય છે.”
હુકમસિંહ કહે ” મડમ સફાઇ કોમદાર (કામદાર) રોજ સવારે સાફ સુફી કરી જાય છે
પણ સાયેબને જવું હોય તો અમારી પોંહે (પાસે) ફરી સાફ કરાવે છે.”
ઝમના ઝોંપડી કહે ” આજે તારા સાયેબને જગવા દે . આમેય દિવાળી આવે છે તો
ઘરની ને બાથરુમની સફાઇ કરાવી સફાઇ અભ્યયોનના એક્કા બનાવી દઉં .”
જાલિમસિહ જાગ્યા ને” મુછો ફફડાવતા ચા નાસ્તા માટે બહાર આવ્યા કે ઝમના
બ્લીચ સાવરણો પકડાવી કહી દીધું ચાલો ઘર સફાઇ અભ્યોન શરુ કરી દો.”
જાલિમસિંહ મુછોને વળ દેતાં ” કેમ શેનો રોફ કરે છે. મોટો પોલિસ અમલદાર છું.”
જમના ઝોંપડી કહે ” આ મુંછો ફફડાવવાની નહિ નહિંતર ફોંસી (તોડી) નાખીશ.
મોદીસાયેબના હુકમથી મોટામસ અમલદારો પરધાનો સચિન, શશી થરરર,
બાબા રોમદેવ બધાય વળગી પડ્યા છે . ગુજરાતમાં મહિલા મંતરી છે એમને હું
સફાઇમાં સહકાર નથી આપતા એવો કાગર પતર લખી દઇશ હમજ્યા મુછાળિયા.”
જાલિમસિહે ગુસ્સામાં બબડતાં ” ઓફિસમાં ગગલો સફાઇ કામદાર ટુવાલ નીચે
મુકી પગ નીચે રુમાલનો કટકો દબાવી ઉભે ઉભે પોતું કરતો હતો એવી રીતે
બાથરુમમાંએક ડોલ પાણી રેડી બ્લીચનો ડબ્બો ઉંધો વાળી દીધો ને જુના સાડીના
ટુકડા વડેપગ આઘોપાછો કરી પોતું કરવા લાગ્યા.હવે સાડી નાયલોનની હતી તે
ડાફોળિયાંમારતાં પગ લપસ્યો તે મોંઢું વેસ્ટન ટોયલેટમાં ફસાઇ ગયું ને પગ ઉંચા
થઇ ગયા.”
જાલમસિંહ કહે “હુકમિયા મને જલ્દી બહાર કાઢ. ઓ બાપ રે જબરી વાસ મારે છે.”
ઉંઘમાં મને કાગડાભાઇ બગલાની નકલ કરવા ગયા તે કહેવત યાદ આવી ગઇ.
ગાંઠિયો.-=
“કરતા હો સો કિજિયે અવર ના કિજિયે કગ
મુંડી રહી શેવાળમાં ને ઉંચા થઇ ગયા પગ.”
(કાગડો બગલાની જેમ શેવાળમાં જંતુઓ ખાવા પડ્યો. બીજાની નકલ ના કરવી)
===================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…ચિન્હોએ ચકરાવે ચઢાવ્યા.
ગોદડિયો ચોરો…ચિન્હોએ ચકરાવે ચઢાવ્યા.
======================================================
શરદ ઋતુમાં સોળ કળાયે ખીલેલા ચંદ્રમાની ચાંદની મદમસ્ત બની ધરતી
પર જાણે રુપેરી ચાદર પાથરી હોય તેમ રેલાઇ રહી હતી. આવા સુમધુર
વાતાવરણમાં ખેલદિલ ખંભાતની જનતા શરદ પુર્ણિમાના મેળાની રમઝટ
માણવા દરિયા કિનારે ભાત ભાતના નાસ્તા ને દુધપૌંઆના સ્વાદના સડાકા
લઇ રહી હતી. બીજી બાજુ ખાડાવાળી ખોડિયારના સ્થાનકે રાસ ગરબાની
રમઝટમાં ખેલૈયા ખંતથી લયબધ્ધ તાલે ઝુમી રહ્યા હતા. .
ખાડાવાળી ખોડિયારનાં ભાવ ભક્તિપુર્ણ દર્શન કરી અમેય દુધપૌંઆનો લહાવો
લેવા ગોદડિયા ચોરાની બેઠક દરિયા કિનારે રાહધારી પાસે જમાવી. આજે ચોરાનાં
નમુનાઓ ને ગનુ ગોટલી મુળજી મેથીપાક રણછોડ રોકડી લલ્લુ લસણિયો
હરજી હોકલી બબલ બાટલી ગગન ગાંઠિયો ને અરવિંદ આખલો હતા.
કનુ કચોલું કહે ” આ રાજનેતાઓના જીભે કાયમ એકબીજા માટે ઝેર ઓકાતું હશે.”
લલ્લુ લસણિયો કહે ” હત તારીની અક્કલના ઓથમીર એય ખબર નથી. અલ્યા
જમના નદી દિલ્હી પછી ગોકુલ મથુરામાં આવે . હવે જ્યારે કનૈયાએ કાળીનાગને
નાથી ધરો છોડી દેવાનું કહ્યું ત્યારે નાગ વહેતા પાણીમાં જવાને બદલે સામા વહેણમાં
દિલ્હી પહોંચી ગયો. હવે ઝેરિલા નાગના દુષિત પાણીને પીને બધા ઝેરીલા થઇ ગયા.”
નારણ શંખ કહે ” ભણેલા જે ના સમજી શકે એ આ લસણિયાકાકાએ સરળતાથી સમજાવ્યું.”
ગનુ ગોટલી કહે ” અલ્યા ગોદડિયા આ કોક દેવાનંદના પિતરાઇ સદા આનંદમાં રહેતા
ઘોડા (સદાનંદ ગૌડા- રેલ્વે મંત્રી) અમદાવાદ આવ્યા ત્યારે સ્ટેશન પર ગંદકી
જોઇને એ તો એકદમ ગુસ્સાનંદ બની ગયેલા. બોલો ઘોડાય સદા આનંદમાં રહે છે
એ પહેલી વાર જોયું.”
કોદાળો કહે ” એમના રાજ્યમાંથી એક ઘોડાને અનાયાસે બગાસું ખાતાં પતાસું મળી ગયેલું
ને વડા પ્રધાન બની ગયેલા તે સંસદમાં ચર્ચા ચાલતી હોય ત્યારે ઉંઘતા હતા.”
ગોરધન ગઠો કહે ” અલ્યા એતો ૨૦૧૫થી બુલેટ ટ્રેન કામગીરી શરુ થશે એમ કહે છે
ટ્રેકની લાઇનો ડબ્બાઓ ને એન્જિનોની વ્યવસ્થા ક્યાંથી કરશે.?”
મુળજી મેથીપાક કહે ” અલ્યા મહારાષ્ટ્રના મુંબાઇમાં ના તાજ હૈ ના રાજ હૈ છતાંય
એનું નામ રાજ છે એ નામનું ઠેંકરૂ કુદાકુદ કરે છે એના મનસે કે તનસે નું નિશાન
રેલ્વે એન્જિન છે એની પાસેથી લઇને કામ ચલાવશે. કેમ કે એના એન્જિનના સિસકારા
બહુ લાંબા ચાલતા નથી કે મહારાષ્ટ્ર બહાર સિસોટીય વાગતી નથી.”
ધૃતરાષ્ટ્ર કહે ” અલ્યા મહાભારતમાં જે ઉધ્ધવ હતો એ કૃષ્ણ ને કંસ સાથે સમાધાન
ઇચ્છતો હતો જ્યારે આ બાલા સાહેબનો ઉધ્ધવ જેની હોય એની જોડે બાટકી પડે છે.”
રણછોડ રોકડી કહે ” જોને અક્કડાઇમાં તીર કામઠું (ધનુષ્ય- બાણ) કોકડાઇ ગયાં છે
અલ્યા રામનાં તીર કામઠાં ને રામવાળા જોડે ના ફાવ્યું એટલે જુદો થઇ ગયો ને હવે
કહે છે હું ને મારો ઇંદ્રજીત (ઉધ્ધવનો છોકરો) બેય રામવાળાને બતાવી દૈશુ.”
અઠો કહે ” હમણાં થોડીક ચુંટણીયો થઇ એમાં કમળની પાંખડીયો ખરી પડી એટલે
ભાજપવાળા ચિંતામય બની ગયા ને હુકમના એક્કાને મેદાનમાં ઉતાર્યો છે . આવડા
ભાજપવાળા એમનું ધાર્યું કરે છે ને કરાવે છે એમ કેમ બને છે .?”
અરવિંદ આખલો કહે ” એ રામને ભજવાવાળા પણ એ કહેતા હતા કે બધાય અવતારો
સ્વયં વિષ્ણુંના છે એ ચક્રધારીના હોમ મિનિસ્ટર અર્ધાંગ્ની લક્ષ્મીની બેઠક (કમળ)
અમે કબ્જે કરી લીધી છે. હવે વિષ્ણું કે લક્ષ્મીજી માગે તોય પરત આપતા નથી ને
અમારું ધાર્યું જ કરીએ છીએ ને બીજા પાસે કરાવીયે છીએ. “
બઠો કહે ” અલ્યા ગાંધી જયંતિએ સરકારે સફાઇ અભ્યાન આદર્યું . જ્યાં પહેલેથી
ચોખ્ખુંં હતું ત્યાં જ પ્રધાનો પરાણે પરાણે ઝાડુ ફેરવતા હતા. “
બબલ બાટલી કહે ” ભૈલા ગાંધી બાપુના રાજકીય સફાઇ અભિયાન દ્વારા સુભાષચંદ્ર
બોઝ અને સરદાર પટેલ એવા ઘણાને અન્યાય સહન કરવો પડ્યો છે.”
ગગન ગાંઠિયો કહે ” જુઓ બાપુની કોંગ્રેસનું સફાઇ અભ્યાન રાહુલ સોનિયાએ સુપેરે
પાર પાડી જે અગાઉ ક્યારેય ના બન્યુ હોય એમ કોંગ્રેસને સાફ કરી નાખી.”
હરજી હોકલી કહે ” અલ્યા આ કોંગ્રેસના અત્યારના નેતાઓ સાવ અક્કલમઠા છે .”
મેં પુછ્યું કે હેં હોકલીકાકા એમ કેવી રીતે ? અત્યાર હુધી તો રાજ કરતા હતા.
હરજી હોકલી કહે ” જો કોઇ કામ કરવું હોય તો હાથના પંજાની જરુર અચુક પડે.
જો કમળ પકડવું હોય, સાયકલ પકડવી હોય, ધનુષ્ય બાણ ચલાવવું હોય, ઘડિયાળના
કાંટા ફેરવવા હોય , ફુલ પકડવુ હોય , હથોડો કે દાતરડું પકડવું હોય , હાથી પર બેસવું
હોય કે ઝાડું પકડવું હોય તો હાથના પંજાની જરુર અવશ્ય પડે પડે ને પડે જ .”
અમરત શકુની કહે ” તો પછી કોંગ્રેસનો પંજો આ બધાથી માર કેમ ખાઇ ગયો ?”
કોદાળો કહે ” ભાઇલા એ તો કૌંભાંડોના કાંટા વાગી વાગીને પંજાની આંગળીયો એવી
કાણી થઇ ગઇ ને એવી દુખે છે કે કોમળ કમળની પાંખડીયોને અડકતાંય સિસકારા બોલી
જાય છે.”
ગાંઠિયો =
મારો વા’લો એ.કે ૪૯ પણ જબરો માથાનો નિકળ્યો હોં કે !!!!!!!!
(એ.કે ૪૯= અરવિંદ કેજરીવાલ)
જેમને દિલ્હીમાં સત્તામાં ન બેસવા દીધા ને જેણે એને બેફામ ભાંડ્યો . ( ભાજપ)
એ પક્ષના એકમેવ નેતાને પોતાનું જાહેરમાં નિશાન પકડવા મજબુર કરી દીધા. (ઝાડુ)
===========================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો… મોદી મેજિક ચર્ચા અમેરિકામાં
ગોદડિયો ચોરો... મોદી મેજિક ચર્ચા અમેરિકામાં
==========================================================
અમેરિકામાં ભારતીય ચેનલોએ મોદી આગમનને જુદા જુદા રુપ રંગ આપીને
સોળેય કલાએ ખીલવ્યું. અજેય યોધ્ધાની અદામાં મોદીજી સમગ્ર અમેરિકામાં
સંબોધન દ્વારા જન સમુહને મંત્ર મુગ્ધ કરી ભારત પરત ફર્યા.
જોકે ” અમારા ગોદડિયા પ્રોડેકશન સંચાલિત ફેંકાફેંક ચેનલના બહુચર્ચિત એવા
પત્રકારો કોદાળાશંકર અને ગોરધન ગઠાએ અમેરિકાના લોક સમુહના પ્રત્યાધાત
અંગે જાણકારી મેળવવા થોડાક દિવસ રોકાઇ ચિંતન મનન કરવા વિચાર્યું.”
રિપબ્લિકન કોંગ્રેસમેનો અને સેનેટરોએ મિટિંગ કરી હૈયા વરાળ ઠાલવી.
” આપણી જગત જમાદારીનો ધંધો હવે ધીરે ધીરે મોળો પડતો જાય છે જુઓને
આ મોદીએ શપથવિધિમાં સાર્કવાળાને બોલાવ્યા. ભુતાન બ્રાઝિલ નેપાળનો
આંટો દઇ દીધો ને અધુરામાં પુરું ચેં ચું ચું ક્યું વાળા દેશો જાપાન જઇ કરાર કર્યા.
ને એશિયામાં આપણા કાયમી દુશ્મન ચીનના જિંગ પિંગ શિંગને ભારત બોલાવી
ચર્ચા કરી વેપાર વણજ વધારવા પ્રયત્ન કર્યો.”
બુશ કહે ” ભાઇ મેં તો પિઝાય ના ખવડાવવા પડે એટલે વિઝાય ના આલ્યા.”
મેક્કેઇન કહે ” હવે એટલીય અક્કલ આપણા ઓબામા ડોબામાં ક્યાં છે . જોને
પેલા મોદીએ ખાલી ગરમ પાણીનો ઘુંટડો ભર્યો એમાં તો એ નરમ થઇ ગયો.”
બોબી જિંદાલ કહે ” મેં ગઇ કાલે ફોન કર્યો તો વાઇટ હાઉસમાંથી જવાબ મલ્યો
કે મોદીએ મઠિયાં ને અડદિયા પાક આપ્યો છે તે મિત્રોને વહેંચવા ઓબામા અને
મિશેલ એર ફોર્સ વન લઇ અમેરિકા ભ્રમણ કરવા રમણે ચડ્યાં છે.”
મેક્ફેડન કહે ” ભાઇ બીજી ચર્ચા કર્યા કરતાં ૨૦૧૬માં જિતવા માટે મોદી પાસે
કયો મંત્ર લેવો ને એનો ઉપયોગ કેમ કરવો એનું કાંઇક વિચારો.? “
લિન્ડસે ગ્રેહામ કહે “રિપબ્લિકન પાર્ટીનો કોઇક નેતાને મોકલી મોદી પાસેથી
જીતવાની કળા જાણી લેવી જોઇએ નહિતર ડેમોક્રેટીકવાળા જઇ શીખી આવશે.”
“બીજી બાજુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ ભેગા થઇ રિપબ્લિકનમુક્ત અમેરિકાના
સ્વપ્નોમાં ખોવાઇ જઇ આજીવન અમેરિકાની સત્તા કબજે કરવા સોનેરી સોંણલાં
જોવા માણવા મોદી મિલાપ માટે ભારત આવવા થનગની રહ્યા હતા.”
” હિલ્લોળા લેતાં હિલેરીબેન ને કુદકા મારતા ક્લિન્ટનભાઇ મોદી મુલાકાત સમયે
થયેલી વાતચીતની ચર્ચાની ચોરાફળી વણતાં ડેમોક્રેટીક ભવન આવી પહોંચ્યાં.”
ડેમોક્રેટ ભવનમાં સેનેટરો કોંગ્રેસમેનો અન્ય કાર્યકરો મુકત મને ચર્ચાની રાઇડો પર
ધુબાકા મારી ચકડોળે ચઢ્યાં હતાં. ત્યાં ઓબામા મિશેલ મલકતાં આવી પહોંચ્યાં.
મિશેલ કહે ” ઓ ડોબામા જેવા ઓબામા જરા શીખો મોદીને મલ્યા તો ઉપવાસ કેમ
થાય તે જરા શીખો.? “
જોન કેરી કહે “આપણે અમેરિકનો આખો દા’ડો ગાયની માફક ચાવ્યા જ કરીએ છીએ
ને પાછા માણસને “હાય ગાય “ કહીએ છીએ.”
હિલેરીબેન કહે ૨૦૧૬ માટે આપ સર્વે મને પ્રમુખપદની ઉમેદવાર જાહેર કરો.
” મેરા નામ હૈ હિલેરી મેં હું ચુલબુલી ભલેરી
સેનેટર બનકે અબ મેં આઇ હું પ્રમુખ બનને.
ઓ ઓબામાજી અબ તો ગાદી છોડો
મિશેલજીકો લેકે ડી.સી સે મુખ મોડો…મેં આઇ હું પ્રમુખ બનને.
મેંને મોદીજીસે બાત કર લી મિઠ્ઠી
જીતનેકી ચાવિયાંકી બનાઇ ચિઠ્ઠી…મેં આઇ હું પ્રમુખ બનને.
ગાન પુરું થયુ એટલે બધાયે વાહ વાહ કરી તાલિયોથી હિલેરીને વધાવી.
ક્લિન્ટન કહે ” મેં મોદીજી સાથે જિતવાના નુસકા શીખી લીધા છે હું જ્યારે
પ્રમુખ હતો ત્યારે મોદીજી મળી ગયા હોત તો આજ દિન સુધી આપણી સત્તા હોત.”
“પ્રથમ તો સતામાં આવતાં વેંત ભવિષ્યમાં નડે એવાનો સફાયો કરી નાખવો.”
” હિલેરીના પ્રચાર માટે એ પોતે દિલ્હીથી ભારતીયોને સંબોધન કરવાના છે .”
” હિલેરીના સપોર્ટમાં બસંતી , તુલસી , ઠોકો તાલી ફ્રેમ નાઇન કેન્ડલ બુધ્ધુજી
નડવાણીજી , કોરલી કલોહર, અયોધ્યા રેડ (રામલાલ) ખમીશકાઢ ખાન અને
વિદેશ પ્રવાસના શોખીન મેયરો ધારસભ્યો ને સંસદ સભ્યોને મોકલવાના છે.”
હવે આજથી પત્રકારો ને ટીવી દેશ ભરમાં હિલેરી ગુણગાન મહિમાનાં વાજાં
વગાડવા દેમોક્રેટીક પાર્ટીના ખર્ચે મોકલી દો. ૨૦૧૬ની સાલ આપણી છે.
ગાંઠિયો=
બીજી ઓકટોબરે ગાંધી જયંતિએ મોદીજીએ સાફ સફાઇ દિન રાખ્યો .
નેતાઓ પ્રધાનો ઝાડુ લઇ સફાઇ કરતા હતા. કેટલાકને ઝાડુ પકડતાંય ના ફાવ્યુ.
એના કરતાં મોદીજી અમેરિકાથી પરત ફરતાં મિ. ક્લિન્ટનને સાથે લઇ ગયા હોત તો !!!!
ક્લિન – ટન (ટન = ૧૦૦ કિલો ) ટનના હિસાબે ક્લિન કાર્યક્રમ યોજાત.
===============================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ..
ગોદડિયો ચોરો…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ..
=============================================================
ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાની ચર્ચા જામી છે. ચોરાના ચમકીલા
ચહેરા જેવા કે ગોદડિયો, નારણ શંખ, ધૃતરાષ્ટ્ર , કનુ કચોલું , ગોરધન ગઠો ,
અઠો , બઠો , ભદો ભુત , કોદાળો , શકુનિ ભેગા મલી નરેન્દ્રભાઇ મોદીજીની
અમેરિકા યાત્રાની સઘન ચર્ચાનાં પડિકાં બાંધી રહ્યા હતા . “અમારી મશહુર ફેંકાફેંક
ચેનલને મોદીજીની અમેરિકા યાત્રાનું કવરેજ કરવાનું આમંત્રણ મળ્યું હતું.”
કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા આ વખતે તું બીજા કોઇક્ને જવાનો ચાન્સ આપજે.
શકુનિ કહે ” ગોરધન ગઠો સારું ગાય છે ને કોદાળો સર્વ ભાષીય નિષ્ણાત છે તો
આપણી ચેનલ તરફથી ગોરધન ગઠાજી ને કમાલના કોદાળાને અમેરિકા મોકલીએ.”
એટલામાં ચતુર ચોટલી ગફુર ગબાજી ને રણછોડ રોકડી હડુડુ કરતા પ્રવેશ્યાને કહે
” અલ્યા ગોદડિયા જો અમારાં હગાંવાલાં (સગાંવહાલાં) અમેરિકા રહે છે તો તું
નરેન્દ્રભાઇને કહી થેપલાં ઢોકળાં પુરી અથાણાં લૈ (લઇ) જવાનું કહેજે.”
મેં કહ્યું કાકા આ બધું ના લઇ જવાય. બલુનમાં બગડી જાય.
ગફુર ગબાજી કહે ” અલ્યા અમને બરધ્યા (બળદિયા) હમજે છ (સમજે છે) અલ્યા
એ તો આપડું (આપણું) એર અન્ડ્યા (ઇન્ડિયા)નું આખું બલુન લૈ જવાના છે જો એ રહ્યા
પરધોન મંતરી (પ્રધાનમંત્રી) એટલે એમનું શેકિંગ (ચેકિંગ) ના થાય ને એમનું ખસ્તમ
(કસ્ટમ) પણ ના થાય ને બલુનમાં ટાઢી (ઠંડી) હવા હોય એટલે ના બગડે અને
આપડે એમને ખોબા ભરી મત આલ્યા છે ગુજરાતીનું કોમ (કામ) ગુજરાતી કરે ને.”
રણછોડ રોકડી કહે ” અલ્યા ખસખસ ખાસ લઇ જવાનું કહેજે. જો પેલો નવાઝ શરીફ
સામેથી મલવા આવે તો એને બતાવી કહેવાય ” અબે ઓ આઘો ખસ..ખસ..ખસ.”
બીજા દિવસે ગોરધન ગઠો ને કોદાળોજી સુટ બુટ ચડાવી બલુનમાં અમેરિકા ગયા.
ન્યુયોર્ક જઇ મેડિસન સ્ક્વેરનું નિરિક્ષણ કરી લોકોના ઉત્સાહને જાણવા પ્રયત્ન કર્યો.
મેડિસન સ્ક્વેરમાં ગુજરાતીઓ હર્ષના હિલ્લોળે ઉછળી ગરબે ઘુમતા હતા.
આ દ્રશ્ય જોઇને ” કમાલના કોદાળાનો બુધ્ધિનો સ્ક્રુ ઉછળ્યો તે ગોરધન ગઠાને કહેવા
લાગ્યો કે હું કેમેરા ઘુમાવું છું તું તારે એક મજાનું ગીત ગાઇ બધાને ઝુમાવી દે.”
ગોરધન ગઠાએ લાંબો આ..આ..આ..આ..લા..લા.રે..રે ગ..ગ.ગુજ્જુ..કરી રાગ છેડ્યો.
” નરેન્દ્રને મારી એન્ટ્રીયાં…હેય રે…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ.”
” અમેરિકામેં બજી ઘંટીયાં…હેય..રે અમેરિકામાં બજી ઘંટીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ.”
” જુનિયર બુશને લી છુટીયાં..હેય..રે..રીપબ્લિકન સબ દોડિયાં..હેય રે.ઝુમઝુમા ઝુમ.”
” યાદ આઇ પુરાની બાતિયાં..હેય..રે..મહેસુસ હુઇ શરમિંદિયાં..હેય.રે.ઝુમઝુમા ઝુમ.”
” હિલેરીબેન તો હિલોળીયાં…હેય..રે..ક્લિન્ટનજી પેહરે કેડિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”
” ઓબાજી ખાયેંગે અડદિયાં..હેય..રે..મિશેલજી માંગેગી મઠિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”
” પંજાબીઓને કી ભાંગડીયાં હેય..રે..ગુજરાતીને ગરબે તાલિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”
બે દિવસ નરેન્દ્રભાઇનો કાર્યક્રમ અમેરિકાના શહેરોમાં જોરદાર રીતે ચાલ્યો.
પછી યુનો મહાસભામાં દેશ વિદેશના નેતાઓએ પોતાના વિચારો રજુ કર્યા.
ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હિન્દીમાં છટાદાર ભાષણ કર્યું ને દુનિયાના
નેતાઓને જડબાતોડ જવાબ આપ્યો જેને કોદળાજીએ લગ્ન ગીતના મજેદાર શબ્દોમાં
લખ્યું જેને ગોરધન ગઠાએ સરસ રાગબધ્ધ રીતે ગાયું તો લ્યો માણો ગીત !!!!!!!!
(રાગઃ-” ઘરમાં નોતી ખાંડ ત્યારે શીદને તેડીતી જાન..મારા નવલા વેવાઇ .”)
” ખજાનામાં ખુટ્યા હતા ડોલર, ત્યારે શીદને કર્યાં ઉંચા કોલર..ઓ ઓબામાભાઇ.”
” યુરોએ લબડાવ્યા હતા પાઉંન્ડ, ત્યારે શેનો મોટો થાય સાઉન્ડ..ઓ કેમરુનભાઇ.”
” તુટ્યાં રાજ્યો ને તુટ્યા રુબલ, ત્યારે શાને ઘેર નંખાવ્યા કેબલ..ઓ પુતિનભાઇ.”
” રોકો ભારતમાં ટેકનોલોજી ને યેન,તમને પહેરાવીશું સોનેરી ચેન..ઓ શિંજોભાઇ.”
” વસ્તુઓમાં કમાઓ યુઆન, અડપલાં કરશો તો ઠેકાણે લાવીશુ શાન..ઓ જિંગપિંગભાઇ.”
” પશ્ચિમ રાષ્ટ્રોમાં ચાલે છે યુરો, એમાંય સહયોગી ભારત શુરવીરો..ઓ યુરોપિયનભાઇ.”
” ઘસાઇ ગયો પાકિસ્તાની રુપિયો, એમાંય ચાલે આતંક્વાદીનો કિમિયો..ઓ શરીફભાઇ.”
” ઉપર નીચે થયા કરે છે ટાકા, ઉપકાર ભુલ્યો તો લઇ લઇશું ઢાકા ...ઓ હસીનાબેગમ.”
” કરન્સીમાં રાખ્યા છે ફ્રાન્ક , દુનિયાના બે નંબરી સંઘરે સ્વિસ બેંક..ઓ બુઆલ્ટરભાઇ.”
” ગુજરાતીએ કમાવી આપ્યા શિલિંગ, રાખજો નાગરિક રક્ષા કેરુ ફિલિંગ..ઓ કેન્યાટા.”
” તેલ વેચી કમાયા છો રિયાલ,ઓઇલમાં ભારતનો રાખજો ખ્યાલ..ઓ અલી ખમેનલ્લા.”
” છેલ્લે નરેન્દ્રભાઇએ ભારતનો રુપિયો બધાને બતાવી ને કહ્યું !!!!!!!!!!!!!!!!!!!!”
” જુઓ આ છે અમારા રુપિયા એની જાત જાતની ખુબિયાં. “
” મહાત્માજીની તસ્વીર સાથે વિશ્વ શાંતિ કામના .”
” બીજાને સહાય રુપ બની કરીએ સમર્પણ ભાવના.”
” જાતિ ધર્મ ભાષા છતાં દિલમાં એકતાની ખેવના.”
” વિશ્વ ઐક્યતા સરજી કરીશું ત્રિરંગા કેરી નામના .”
ગાંઠિયો=
“હે પાઉન્ડ પોક મુકાવે ને રિયાલ તો કદી રખડાવે
ડોલર કોઇ દિ ડુબાડે પણ રુપિયો જ ૠણ ચુકાવે .”
==================================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…અનેરા પ્રશ્નો ને જડબાતોડ જવાબ…
ગોદડિયો ચોરો…અનેરા પ્રશ્નો ને જડબાતોડ જવાબ…
=================================================
નવાબી નગર ખંભાતના ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે. ચોરાનાં
પાત્રો અવનવા મહેનમાનોને ચોરાની ચર્ચામાં સહભાગી બનાવી રહ્યા છે.
એટલામાં પરાજીતભાઇ કૃપાણી (સૌરાષ્ટ્રનો એક અનેરો નમુનો) પધારે છે
ને કહે છે મિત્રો આજે દુનિયા જેને ઝુકી ઝુકીને નમે છે એવા નમોજી ભારતના
નામાંકિત પત્રકારોના અવનવા પ્રશ્નોના અનેરા જવાબ આપશે જોકે રાજકોટ
મત વિસ્તારના આદરણીય શ્રી વજુભાઇ વાળા કર્ણાટકના રાજ્યપાલ બનતાં
જે બેઠક ખાલી પડી છે ત્યાં મારા નામનો સેન્સ આવે તે માટે આ બધી જહેમતનાં
ઝાળાં ગુંથી રહ્યો છું કેમ કે !!!!!!!!!!!!
” મારું નામ છે પરાજિત કૃપાણી મને છે ખુરશીકીની તમન્ના ઘણી
કૃપા કરીને મારા નામનો સેન્સ આપજો કૃપા કરીને સેન્સ આપજો.”
પરાજિત કૃપાણી કહે છે બધાય ચા પાણી કરીને ગોઠણભેર ગોઠવાઇ જાવ.
“નમ્ર પ્રજાજનો મતદારો આજે વડા પ્રધાન નમો નમઃ પત્રકારોની પણ પતરખાંડી
નાખે તેવા સાંબેલા જેવા સાબુત સવાલોના સાંભળતાં જબ્બર જસ્ત જવાબો
આપશે.”
ત્યાંજ જુદી જુદી” ચેનલોના ચક્રમબાજ રીપોર્ટરો જેવા કે આજતકના ઘમંડ
ગુડોગીત,સહારા સમયના ટોપી ગાગર, આજકલના અપ્રસ્ન્ન કાટખાઇ , સીધી
વાટના કોઇનેના બોલવા દેતા ખબુ ખાવલા, ફેંકાફેંકના ફેંકેરામ ગોલાણી, સાથે
મથુર મોંકાણીયા, સાધુરામ સતપતિયા, જગુરામ જુઠાજી ,કેમેરામેનો સાથે આવી
પહોંચે છે .:
આખરે નમો નમઃ સફેદ ઝભ્ભા સુરવાલ ને પાઘડી પહેરી આલબેલ સાથે પધારે છે.
મિત્રો આજે સમય કાઢી આપના સાથે થોડી અપલક ઝપલક વાતો કરી જનતા
સાથે સેતુ સાધવાનો અનેરો અવસર સાંપડ્યો છે તે બદલ આપને ધન્યવાદ .
ધમંડ ગુડોગીત ” સાહેબ આપને ગુજરાતના મુખ્ય મંત્રી પદે રહીને દિલ્હી
દરબારની સફરના સ્વાદનું જ્ઞાન કેવી રીતે લાધ્યું ને આપે કેમનું પાર પાડ્યું.?”
નમો નમઃ ” જો આ તીર મેં અમારા પક્ષની કારોબારી ગોવા જોવા નીકળી ત્યારથી
મેં આ કાર્યની શરુઆત કરી ને આખરે સફળતા મેળવી .”
ટોપી ગાગર ” સાહેબ આપે સેવન આર.સી.આરમાં પહોંચવા કેવું આયોજન કર્યુ.?”
નમો નમઃ ” જુઓ સેવન આર.સી.આર એટલે ” ૭ રેસકોર્ષ રોડ ” કહેવાય.
મેં ચુંટણી જાહેર થયા પહેલાં ને પછી સાત વાર સમગ્ર ભારતમાં ઘુમી ઘુમીને રેસમાં
રહેવાનો કોર્ષ કર્યો. હવે ૭ વખત રેસ (દોડ)નો કોર્ષ કરી તો પહેલા નંબરે પાસ
થવાય.”
ખબુ ખાવલા ” સાહેબ આપે શપથ વિધિમાં પડોશી દેશોના નેતાઓને કેમ
બોલાવ્યા.?”
નમો નમઃ ” જો ભાઇલા પહેલો સગો પડોશી. હવે આપણે એમને બોલાવી સન્માન
આપ્યું હવે એ વાંકો કે અવળો ચાલે તો દંડો મારીએ તો આપણો વાંક ના આવે.”
અપ્રસન્ન કાટખાઇ ” વડાપ્રધાન થયા બાદ પ્રથમ યાત્રા ભુતાનની કેમ કરી.?”
નમો નમઃ ” છેલ્લા સાઇઠ વર્ષોથી ભુતો (એમાં ડાકણો શાકણો ઝંડ પલીત બધાય)
દેશને ફોલી ખાતા હતા ને ખાયકી ગોટાળા જેવી અનેક તરકીબો કરી જનતાનું લોહી
પીતા હતા એમને ૨૦૧૪ના મે માસમાં નસાડી મુક્યાં ને હવે દેશમા ભુતો નથી
રહ્યા એ જગતને સમજાવવા ભુતા – ન (ભુતા નથી) ગયો હતો . સમજ્યા.”
ફેંકેરામ ગોલાણી ” સાહેબ આપ જાપાન ગયા બધા જાપનીયો નમતા હતા તો
સાહેબઆપે કેવો જાદુ કર્યો કે બધા નમી નમી વાત કરતા હતા.?”
નમો નમઃ “જો ભાઇ મારું નામ જ નમો છે હવે જા-પાન ગયો ત્યારે આપણાં
કલકતી પાન ત્યાં મળતાં એ મેં ખાધું તો જાપાનના લોકો ખાવા લાગ્યા તેઓ
નમી નમીનેકહેતા હતા કે અચ્છા માઉસ ફ્રેશનર ખિલાયા ને જ્યારે મેં ડ્રમ વગાડ્યુ
તો જેમગુજરાતના ગરબામાં બધાય ઝુકે છે એમ ઝુકી ઝુકીને ડાન્સ કરતા હતા.”
જગુરામ જુઠાણી ” ચીનના રાષ્ટ્રપતિને આપે સાબરમતી રીવરફ્રન્ટ જ કેમ
બતાવ્યું.?”
નમો નમઃ ” એ લોકો આપણને ફ્રન્ટ (સરહદ) પર પજવે છે તો મેં કહ્યું જો અમારી
પાસે નદીમાં બાંધેલો ફ્રન્ટ છે. જો સીધા નહિ રહો તો ફ્રન્ટ પર નદીની જેમ
થંભાવીશું.”
મથુર મોંકાણીયા ” સાહેબ આપે એમને હયાત હોટેલમાં કેમ આવકાર્યા.?”
નમો નમઃ ” ભાઇ મેં એમને હિંચ આપી કે આપના માઓ ચાઉ એન લાઇએ ને
અમારા નેતાઓએ શાંતિ શાંતિ કહી કબુતરો જ ઉડાડ્યાં ને અમને પીઠ પાછળ
ઘા કર્યો પણ હવે આ નમો હયાત છે ત્યાં સુધી આપની મનમાની નહિ ચાલે
એ સમજાવવા માટેજ હયાત હોટેલ પસંદ કરી હતી.”
સધુરામ સતપતિયા ” સાહેબ આ જિંગ પીંગ ચિંગ આવ્યા તે ચાઇનીઝ ભાષામાં
વાંઉચાંઉ કાંઉ રાંઉ બોલતા હશે તો આપે એમની સાથે કેમનો પનારો પાડ્યો.”
નમો નમઃ ” ભૈલા હું ય ગરવો ગુજરાતી છું ગુજરાતીયો એમ કાંઇ ગાંજ્યા ના જાય.
ઇવડો ઇ કહે “આઇ એમ જિંગ પીંગ ચિંગ “ તો મેંં કહ્યું અલ્યા ઓ જિંગ પીંગ ચિંગ
તેં કદી ” હિંગ સીંગ ને રીંગ “ જોઇ છે ખરી ચાલ તને તાદ્ર્શ્ય બતાવી દઉં.”
પછી તો એવું થયું કે આપ બધા હાસ્ય સાથે આશ્ચર્યચકિત થઇ જશો.
” એના અહમ ને ધુર્તતા ને લુચ્ચાઇ રુપી ગેસ કાઢવા એને હિંગ ખવડાવી. “
” ગરીબી ને ભુખમરામાં સન્માનથી કેમ જીવાય એ બતાવવા ભરુચી સિંગ
ખવડાવી.”
” અમદાવાદ ગુજરાતના ટ્રાફિક સમસ્યા નિવારણ રુપ રિંગ (રિંગ રોડ) બતાવી.”
બસ ત્યારે મિત્રો જય હિંદ જય ગુજરાત વંદે માતરમ આવજો.
ગાંઠિયો=
“શપથ સમારોહમાં વેઈટરે અડવાણીને પુછ્યું સાહબ આપ ક્યા લેંગે.?”
અડવાણીજી કહે “લેની થી તો શપથ પર અબ જલજીરાકે સાથ ગેસકી ગોલી દે દો
તાકી પી.એમ. ઇન વેઇટીંગકા ગેસ નિકલ જાય.”
======================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…કોંગ્રેસકો બહુ-મત દો .!!!!!!!!!!!!
ગોદડિયો ચોરો…કોંગ્રેસકો બહુ-મત દો .!!!!!!!!!!!!
===================================================
રાજધાની દિલ્હીમાં ઝરમર ઝરમર વરસાદનાં અમી છાંટણાં વરસી રહ્યાં છે.
માનવ સમુદાય પોતાની રોજ બરોજની કામગીરીમાં વ્યસ્ત બની ગયો છે
એવામાં એક બંગલામાં અનન્ય વાતચીતનો અનેરો સંવાદ જામી રહ્યો છે
“નામની આગળ આવે દશકો જેનો ભારી હતો ભપકો
” છે જનતા માટેનો રસ્તો પણ જનતા માટે નથી સસ્તો “
ના સમજણ પડી આ ઉખાણાની તો લ્યો જવાબ ” ૧૦ જનપથ “
એક ઇસ્ત્રી વગરના લઘરવધર લેંઘા ઝભ્ભામાં ચોત્રીસ વરસનો બાબલો દોડતો
ઘરમાં પ્રવેશે ને કહે છે ” મમ્મી મમ્મી મને કકડીને જોરદાર ભુખ લાગી છે.”
મમ્મી કહે “હાય મા’લા બબુકલાને ભુખ લાગી છે તો હું ઇટાલીના પિઝા બનાવું.”
બાબલો કહે “મમ્મી ઇ-ટાલીનું નામ ના દેશો ઇ-તાલીએ તો આપણને દે-તાલી
કરતાં કરતાં હાથતાલી દઇ ગયાં. ને સતા સુંદરી હાથમાંથી વહી ગયાં.”
મમ્મી કહે બેટા એવું તો ચાલ્યા કરે સત્તા તો આવતી જતી રહે.
બાબલો કહે “ મમ્મી પણ આ દીગ્ગીમામા કપિલ મામા બેની મામા જયસ્વાલ મામા