ગોદડિયો ચોરો…સાયેબ અમારું કૈક હોંભરતા જાવ.

ગોદડિયો ચોરો…સાયેબ અમારું કૈક હોંભરતા  જાવ.
===========================================================

ગોદડીયો ચોરો

આ હપ્તામાં કલ્પના કેરા રંગોથી  ભરેલી પિચકારીમાંથી  રંગબેરંગી હાસ્ય
કટાક્ષ સેરો ઉડે છે તેની મજા માણવા સાથે બંધબેસતી પાઘડી ન પહેરવા વિનંતી છે.
============================================================
 
માનનીય અધ્યક્ષ અને મન મોજીલા માર્મિક ટકોરને હાસ્યની પળોમા પરોવી
જે તે સભ્યને સમજદારી પુર્વક ટપારતા એવા શ્રી વજુભાઇ વાળાની કર્ણાટકના
રાજ્યપાલ તરીકે નિમણુંક થતાં એમને ભાવ ભીની વિદાય આપવા વિધાનસભાનું
ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું.  (  જે કાલ્પનિક છે .)
ચંદુભાઇ કહે “સાયેબ તમે તો હેંડ્યા કરનાતક અવે અમારૂ શું થશે ? કોન હોંભરશે ?”
અધ્યક્ષ સાહેબ કહે ” સણદુ ભૈ કરનાતક નહિ હું કર્ણાટક જવાનો છું.”
ભોગીલાલ કહે “સાયેબ ઓવે ઓલ્યા હેદુરપાએ (યેદુરપ્પા) અંધુ ચતું (ઉંધુ છતું)
કરી નોંખ્યુ (નાખ્યું) છે તે તમારે જૈ (જઇ) કરના હૈ ટકાટક . “
બાબુ બુઠ્ઠો કહે “સાયેબ આ હૌરભ ભૈ  મોટેથી બુમાડા પાડી બરાડે સે ને તો આ ભુંગરા
(ભુગળાં) મોંથી (મહીંથી) કોન (કાન) ફાતી (ફાટી) જાય એવું બને છે ને કોંનમાં
તમરાં બોલી જાય છે ઘેર જૈએ (જઇએ) તો બૈરાં હું (શું) બબરે (બબડે) છે. એનીય
હમજ (સમજ) નથ (નથી) પડતી તો સાયેબ એમને કોંક (કઇંક) કો’ને (કહોને).”
અધ્યક્ષ સાહેબ કહે ” ઓ હૌરભભાઇ આ તમારા નોમ (નામ)ની જેમ હૌરભ ફેલાવજો.”
મનુ મરચી કહે “સાયેબ આ જતિનભા  કોક (કોઇ) બોલતું હો (હોય) તો વચ્મેં (વચમાં)
દફાક દૈ (ડફાક દઇ) બોલે સે (છે) એનું કૈક (કઇંક) કરતા જજો..”
ઇકબાલ અડધિયું કહે ” સાયેબ વૈસા કરોની ઇનકુ આપકી કુરશી પર બીઠા દો વૈસે ભી
આપકો દોનોં પાર્ટીયોકો સમજાનેકુ હર વખત બોલના પડતા હૈ. ઇસ તરહ જતિનભાઇકી
બીચમેં બોલનેકી આદત બકરાર રહેગી ઓર સબસે બડી ચેર મીલ જાયેગી.”
કનુ કુકડો કહે “અલ્યા આજે ફરશોતમ ફુલણિયા કેમ ડોકાતા નથી.”
ગટવરસંગ બાપુ  કહે ” મોનનીય (માનનીય ) પિકર (સ્પીકર) સાયેબ મને કોક કેતું’તુ
(કહેતું) હતુ કે એમના હૈડિયામાં (ગળા) પીસ (ફીશ-માછલી) ભરાણી (ભરાઇ) ગૈ (ગઇ)
સે (છે ) તે દાગતર (ડોકટર) પોંહે (પાસે) કડાવવા (કઢાવવા) જ્યા (ગયા) લાગે સે.”
ભગો ભોટવો કહે ” બાપુ તમે તો શુધ્ધ ગુજરાતી બોલો છો તો અધ્યક્ષ બદલે તમે તો
આજ સ્પીકર બોલ્યા માળું આ કૌતુક નવું જોયું. “
ગટવરસંગ બાપુ કહે “મને હંધીય ખબર સે પન હું જ્યારે અધ્યક્ષ બોલુ તો એવું થાય કે 
ડાચામોંથી (મોંઢામાંથી) દોંત (દાંત)નું સોકઠું (ચોકઠું) બા’ર (બહાર) નેકરે (નીકળે).”
અધ્યક્ષ સાહેબ કહે ” ગટવરસંગ બાપુ આ ચોકઠું જરા બરાબર ફીટ કરાવી લેજો નહિતર
ઘેર રુકમની કહો છો પણ કોક દા’ડો રુક્ષ્મણી બોલતાં ચોકઠું ક્યાંક ગરી (પડી) ના જાય.”
આખા સભાગૃહમાં હાસ્યની છોળોના પડઘા ગુંજી રહ્યા.
ચુનીલાલ ચાંચડ કહે “સાયેબ ચેટલાય (કેટલાય) વરહથી (વર્ષ) ગુજરાતીયોને અમેરિકાનું
ઘેલું લાજ્યું (લાગ્યું) તું (હતું) પણ અમણોંનો (હમણાં) વાયરો વયો (વહ્યો) છે કે બધાય
ગુજરાત મોંથી (માંથી) દલ્લી (દિલ્હી)ની મરાથન (મેરાથોન) દોડ મોંડી (માંડી) છે.”
અધ્યક્ષ સાહેબ કહે ” ભૈ’લા આ બાર તેર વર્ષથી “નમો નમો નમો” કરીને બધાય નમતા
હતા પણ હવે ” આનંદી રાજ “ આવ્યું છે તો હંધાય આનંદો હવે.”
ભવાનજી ભાજપી કહે ” જુઓ સાયેબે બાર વરહથી ગુજરાતમાં કોંગ્રેસને વનવાસ અપાયો
છે એમ દિલ્હી (હસ્તીનાપુર)થી કોંગ્રેસને વનવાસ અપાવવાના વચન સાથે પ્રયાણ કર્યું છે.”
ગગનજી ગાંઠિયા કહે ” સાયેબ આનંદીબનને કહો એમનું પરધોન (પ્રધાન) મંડળ બદલે.”
એમને સાથે હાહો હાહો કરવા કેટલાક ભાજપી ને કોંગ્રેસીયો ચામાચીડિયાની જેમ બાટક્યા.
અધ્યક્ષ સાહેબ ગમ્મતમાં આવી જઇ એમના જેવી ભાષામાં કહે “અલ્યા મોટા પરધોન એ
ને પરધોન મંડળ એમનું. એમાં તમને બધાને બળતરા ચમની (કેમની) થાય છે . હવે
રેશનકારડ (રેશનકાર્ડ )ની જેમ પરધોનોનો કોટા ખલાસ થૈ (થઇ) ગયો છે. એટલે હવે
નજદીકના ભવિષ્યમાં કોઇનો ચાનસ (ચાન્સ) લાગે તેમ નથી . ને તમને બધાને કયા
પરધોન હોંમે (સામે) વાંધો છે . એ જરા ખોંખારીને કહો.”
ધનુ ઢોલકી કહે ” સાયેબ અત્યાર હુધી (સુધી) આખા ગુજરાતમાં પૈહા (પૈસા) કડાં છુડલા
(ચુડલા) મંગર હુતર (મંગળ સુત્ર) ડોરા (ચેઇન) ઢોરાં (ભેંસો) બરધ્યા (બળદ) ઝેટાં (ઘેટાં)
એવા બધોંની (બધાની) સોરીયો (ચોરીયો) થતી અતી (હતી) પણ એમણોં અમણોં (હમણાં)
” ગોદરીયો ચોરો “ પેંધી પડ્યા છે. તે મારા વા’લા હંધાયની (બધાયની) ગોદરીયો
ચોરી જાય છે ને આપડા ગરુહ (ગૃહ) મંતરી (મંત્રી) મારું હારું (હાળૂં) આ અંગરેજીમાં હું
કેવા’ય (કહેવાય) એ ચ્યારનોય (ક્યારનોય) ગોખતો હતો . હાં મારું વા’લું  આખરે યાદ
આયું ” નાઇટ કોંત “ (રજનીકાંત)કેવાય (કહેવાય) સાયેબ . હું આનંદીબોન (આનંદીબેન)
ને અરજ કરું છું કે અવે આ ” રજનીકોન્ત કે ચંદરકોન્ત “ (રજનીકાંત-ચંદ્રકાંત)ને સોડી
(છોડી) ને કોક ” દા’ડા કોન્ત” ( દિવસકાંત – સુર્યકાંત ) ને લાવો .”
મોહન મોંકાણિયો કહે “સાયેબ કેટલાક સમય પે’લાં એક ચંદ્રકાંત હતો તે જ્યારે ભાષણ ઠોકે
ત્યારે વાંરંવર મિતરો (મિતરો કહેતો એ જયારે અહિં ગૃહમાં ઉંઘતો ત્યારે એનાં નસકોરાં
બોલતાં એમાંથી ..મિ..ત…રો..મિ..ર.. તો…મિતરો ..એવો અવાજ અવ્યા કરતો હતો . હાલ
તો એમની હાલત એવી છે કે મિતરો જ એનાથી કંટાળે  છે.”
” અલખ નિરંજન જોરથી ખોંખારી મોટેથી બોલે છે…જૈ રોકડિયા હડમાન.(હનુમાન).”
ગાંઠિયો.=
“ના સાંભળ્યા કાર્યકરોને કે ના પાયા કદીયે એમને ચા પાણી
અહંમ થકી કોઇને ના ગણ્યા સમય  એવો કે બળદ ફરે ઘાણી “
============================================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…સાણસે ભરાણી સિરીયલ.!!!!!!!!!!!!

ગોદડિયો ચોરો…સાણસે ભરાણી  સિરીયલ.!!!!!!!!!!!!

==========================================================

ગોદડીયો ચોરો

વિનોદ વિહારવાળા “શ્રી વિનોદ પટેલ “ના આદેશાનુસાર “દીપ- પુકાર”ની

બેલડીએ મસ્ત મજાનું આલેખન કરી “મા’ભારતની રોંમાયણ” સિરીયલ

માટે પટકથા લખી બેનમુન સંવાદોની ગુંથણી કરી આપી.

” ગોદડિયા પ્રોડેકશન “ નિર્મિત સિરીયલ અમે કચકડે કંડારી કામ પુર્ણ કર્યું.

ભારત સરકારના સેન્સર બોર્ડમાં ડિરેકટર મિ. તોડકુમાર સાથે  થોડીક રકઝક

કરી રોકડા દોકડા નું પત્રમ પુષ્પમ કરી સર્ટિફિકેટ મેળવી લીધું.

“મા’ભારતની રોંમાયણે “ જનતામાં જબરો ઉત્સાહ જગાવી દીધો લગભગ

સવારના નવના ટકોરે બધાય “ફેંકમફેંક” ચેનલ પર મીટ માંડી બેસી જતા.

પેટા ચુંટણીનાં નગારાં વાગી રહ્યાં હોઇ જનતા કોઇ પક્ષની સભામાં હાજરી

આપવામાં આનાકાની કરતી હતી. બધા નેતાઓએ સરકારને ફરિયાદ કરી.

સરકારે સિરીયલના જુદાં જુદાં પાત્રો ને પ્રસંગો પર અમને નોટિસ પાઠવી.

(૧)” એક સ્ત્રી પોતાના બાળકને ગંગામાં વહાવી દે એ બાળ હત્યા કેસ.”

(૨) “એક સ્ત્રી ૧૦૦ બાળકોને જન્મ આપે તો ભારતમાં વસ્તી વધારાનો આંક

ક્યાં જઇ અટકે. બીજું એક સ્ત્રી દર વર્ષે બાળકને જન્મ આપે તો ૧૦૦મા બાળકના

જન્મ સમયે પહેલું બાળક ૧૦૦ વર્ષનું થાય . આટલી મોઘવારીને ભેળસેળના

જમાનામાં એ સ્ત્રી ૧૦૦૦ વર્ષ કેવી રીતે જીવી શકે.?”

(૩) “દ્વ્રોણગુરૂની નિમણુક માનવ સંશાધન વિભાગ જ કરી શકે. કુરુ યુનિવરસિટીને

કોણે ક્યારે ને કયા ઠરાવને આધારે માન્યતા આપી.?”

(૪) “પાંડવોને જંગલમાં એક બે કપડે બતાવી દુનિયાને ભારતની ગરીબી બતાવી.”

(૫)” ધનુષ્ય બાણ અને રથ બનાવવા જંગલમાંથી લાકડું કાપી પર્યાવરણનો ભંગ.”

(૬) ” દ્વ્રોપદી વસ્ત્રાહરણ પ્રસંગ મહિલા આયોગ દ્વારા સ્ત્રી સન્માન ભંગનો કેસ.”

(૭) “લાક્ષાગૃહ પ્રસંગ લાકડાં બાળી વાતાવરણ દુષિત કર્યું તેમજ જીવિત વ્યક્તિને

સળગાવી જીવહત્યાની કોશિશનો કેસ.”

(૮) ” કૌરવ પાંડવ જુગાર માટે ગેરકાયદેસર જુગાર રમાડવાનો કેસ.”

(૯) ” મિસ્ટર શકુની ગાંઘાર (કંદહાર) છોડી હસ્તિનાપુર (દિલ્હી) આવ્યા તે માટે

જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ કે વિસા ન હોઇ ગેરકાયદે ભારત સીમામાં પ્રવેશ કેસ.”

(૧૦)” હાથી ઘોડા ઉપર સવારી કરી રથમાં જોડ્યા તે બદલ પ્રાણી અત્યાચાર કેસ.”

(૧૧) ” નાગદમન પ્રસંગમાં કૃષ્ણ નાગના માથે નાચે છે તો નાગને માથાનો દુખાવો

થયો હશે એ માટે તમે પશુ ડોકટર પાસે સારવાર કરાવી વળતર આપ્યું હતું .?”

(૧૨) “કૃષ્ણ અને ગોવાળિયા મથુરા જતી ગોપીઓનાં માટલાં ફોડે છે તો તમે એમને

દુધ દહીંના પૈસા ચુકવ્યા .? નવાં માટલાં અપાવ્યાં હોય એની રસીદ રજુ કરવી.”

(૧૩) “જે તે જિલ્લાની દુધની ડેરીમાં દુધ જમા કરાવવાનું હોય છે તો પછી ગોકુળ

જીલ્લાવાળા મથુરા જિલ્લામાં દુધ વેચવા કેમ ગયા.? આ માટે ગોકુળ રહેવાસીઓએ

નેશનલ ડેરી ડેવલોપમેન્ટના પારધી ગંટોળની મંજુરી લીધી કે કેમ .?”

(૧૪)” નાક કાન કાપાયેલી શુપર્ણખાને કંસે હેરાન તો નહોતી કરી ને.? એના નાક કાન

માટે કોઇ ડોકટરની સલાહ લીધી કે કેમ.? કંસે રાવણ પાસે કરિયાવર માગેલો કે કેમ.?”

(૧૫) ” હનુમાનજીને અર્જુનના રથની ધજામાં બેસાડ્યા તો પાતળા કાપડની ધજામાં

એમને ઠંડી લાગેતી હશે એમના માટે બ્લેન્કેટ કે જેકેટનો પ્રબંધ કરેલો કે કેમ.?”

(૧૬) ” બન્ને પક્ષોએ યુધ્ધ માટે જુદા જુદા રાજાઓને પોતાના તરફે લીધેલા ને  એમનું

સંખ્યાબળ વધારેલું આ માટે કઇ વિદેશ નિતી અપનાવેલ એનો ખુલાસો કરવો.?”

(૧૭) ” યુધ્ધમાં ભીમે હાથી ઉછાળેલા તે પાકિસ્તાનની હદમાં જઇને પડેલા એ માટે

પાકિસ્તાને યુનોની મહાસભામાં સરહદ ભંગનો કેસ દાખલ કરેલ છે તેનો ખુલાસો કરવો.

જ્યારે કેટલાક હાથી અવકાશમાં ગુરુત્વાકર્ષણની ઘરીમાં ફરી રહ્યા છે જેથી રોકેટો યાનો

અને વિમાનો માટે ભયજનક છે આ માટે પેરિસમાં આવેલ આંતરરાષ્ટ્રીય ઉડ્યન સંસ્થાએ

ભારત સરકારનો જવાબ માગેલ છે તો આ અંગે સત્વરે ખુલાસો કરવો.”

(૧૮) ” ભિષ્મ પિતામહને જ્યારે અર્જુને બાણ માર્યાં ત્યારે એમને બાણ શય્યા પર

સુવડાવવાને બદલે ગુજરાત સરકારની ૧૦૮ને ફોન કરી દવાખાને કેમ ના લઇ ગયા.”

(૧૯) અર્જુન પાતાળ લોક્માં જાય છે ત્યારે ત્યાંના શિબીરાજા (રાજદુત)ની પાસે વિસા

માટે અરજી કેમ ના કરી. ?પાતાળલોક રાજદુત દ્વારા વાંધા અરજી આવી છે.”

(૨૦) “કૌરવોએ પાંડવોને જંગલમાં મોકલી દીધા એમ કરી રાજકારણમાંથી નિવૃત

કરી રાજ્યપાલ બનાવી દેવાની નવી પરંપરા કેમ શરુ કરી.?”

(૨૧) ” ગીતામાં કૃષ્ણે “સંભવામિ યુગે યુગે” બતાવી ભારતમાં પરત આવવાનું અમોઘ

વચન આપ્યું છે એ અમને એટલે કે સરકારોને કનડે છે. જુઓ અમે ચુંટણીમાં જીતવા

થોક્બંધ વચનો આપીયે છીયે પણ વચનો પુરાં કરતા નથી. આ તમારી સીરીયલમાં

ગીતાવાલા વચનનું દ્રશ્ય જોઇ જનતા અમારી પાસે એવી આશા રાખે છે . અમે ચુંટણી

ટાણે રામને ધ્યાનમાં રાખીએ છીયે કેમ કે રામ વચનબધ્ધ હતા. ચુંટણી પછી અમે

કૃષ્ણને યાદ રાખીયે છીએ. કેમ કે હું હથિયાર નહિ ઉપાડું. હું જરુર પાછો આવીશ બોલો

એક પણ વચન પાળ્યું છે ખરું……હમજ્યા કે નૈ. “ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ગાંઠિયો=

“તબીબો પાસેથી નીકળ્યો હતો  દિલની દવા લઇને

સામે મારાં પોતાનાં જ ઉભાં હતાં દરદો નવાં લઇને. “

==================================================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…મા’ભારતની રોંમાયણ

 
ગોદડિયો ચોરો…મા’ભારતની રોંમાયણ
===============================================

ગોદડીયો ચોરો

મહાભારતના માટે યોગ્ય પાત્રોની પસંદગી કરી ત્યાં જ પેલા મેહોંણાના
 “વિનોદ વિહાર “વાળા વિનોદભાઇ પટેલએ કહ્યું ગોદડિયાજી વળગી પડો
તમ તમારે ખોટનો ધંધો નથી ને સિરીયલ સારી ચાલશે.
http://vinodvihar75.wordpress.com/
ગોદડિયા પ્રોડેકશને સલીમ-જાવેદની જેમ જોરદાર જામી પડૅ એવા મોટા
ગજાની લેખક જોડીની તપાસ શરુ કરી તો અમારી નજર “દીપ-પુકાર” જેવા
સમર્થ લેખકો પર પડી. કોઇ કહેશે ભૈ આ જોડી જ કેમ ? બીજા કોઇ કેમ નહિં. ?
http://chandrapukar.wordpress.com/
http://nabhakashdeep.wordpress.com/
“ભાઇલા ચંદ્ર રાત્રે જ ઉગે  ને દીપ પણ રાત્રે જ પ્રકાશિત થાય બીજું કે ચંદ્રને
ઉગવા આકાશ જોઇએ ને આકાશમાં દીપ પ્રગટે ત્યારે એના પુકાર સંભળાય.!!”
બસ પછી તો બંન્ને લેખક મિત્રો લેંઘા ઝભ્ભા ચડાવી ને બગલથેલા લઇ પેસિફિક
મહાસાગર કિનારે લોંગબીચ પર “ક્વીન મેરી” હોડી પર લખવા બેસી ગયા.
“કોદાળા હોડી હલકાર અમારે લખવી ફિલમ કથા રે
 ફિલમ કથા રે ભાઇ લખવી ગોદડિયાજીની ગાથા રે “
મેં કહ્યું” હે લેખક મોશાયો (મહાશયો) ટમને (તમને) બીડી હીડી કે પોંન(પાન)
મહાલાનું (મસાલા) વસન(વ્યસન)ખરૂ કે નૈ (નહિ) ગોદડિયો ચોરો લખતાં બીડી
પીઉં છું.”
પુકારજી વ્યવસાયે ડોકટર હતા એટલે વ્યસનોના ગેર ફાયદા જણાવવા બેસી ગયા.
“પંદરમી ઓગષ્ટને શુક્રવાર હતો જોકે આમેય આઝાદી પછી નબળા ને ખાઉધરા
નેતાઓમલ્યા એટલે જનતા જનાર્દનનો ક્યારેય શકકરવાર વર્યો નથી કે વળશે
પણ નહિ.”
“આઝાદ દિન હોઇ ભારતીયો તિરંગા ઝંડા લઇ  મા- ભારતીનો પોકારતા
“દીપ -પુકાર “ જોડીએ નવીનતા ખાતર મહાભારતનું “મા’ભારત” લખી
નાખ્યું .”
“કેટલાંક ગુજરાતી કુટુંબો પણ ગરમીમાં ઠંડક મેળવવા ને આઝાદ દિન એમ બેવડી
ઉજવણીનો લહાવો લેવા લોંગબીચના દરિયા કિનારે ગાંઠિયા ખમણ ધોકળાં ને
પુરીઅથાણાં લાવ્યાં હતાં. ગુજરાતીઓ બે કલાક માટે બે દાડાનો નાસ્તો સાથે લઇ
જાય.”
આઝાદ દિનનો ઉત્સવ ક્યાં ઉજવાઇ રહ્યો છે. તે જાણવા ફાંફાં મારતી એક
ગુજરાતણને   પિન્કીએ  કહ્યું ” રોમા પણે “ (રોમા ત્યાં) બધાય ભેગા
મલી ઝંડા ફરકાવાતા જાય છે  સારે જહાંસે અચ્છા હિંદુસ્તાં હમારા ગાય છે.”
“દીપ -પુકાર” બેલડીએ રોમા-પણે સાંભળી “રોંમાયણે” (રામાયણે) લખી નાખ્યું. “
આમેય દરિયાનાં મોજાં ઉછળતાંને પવન સુસવાટા મારતો એ ક્ષણે દીપ-પુકારનાં
 શબ્દોએ કાગળ પર સ્થાન લીધું ને વિચાર્યું કે  બે મહાકાથાઓને જોડી દઇએ તો એક
નવીનતમ કથા બને એ વિચારે  “મા’ભારતની રોંમાયણ ” લખાયું
“કૃષ્ણ જન્મના સમાચાર જાણી રાજા દશરથે મથુરા જવા ગાડાં જોડાવી પ્રયાણ
કર્યુ.”
“રામ લખમણ કહે બાપા આપડે ને એમને શું લાગે વળગે.?”
દશરથ કહે “આપડે દિવસે રાજ કરીએ એટલે સુર્યવંશી ને એ રાતે રાજ કરે એટલે
ચંદ્રવંશી.” આમેય હું ને ઉગ્રસેન ઉતર પ્રદેશના વાસી છીયે એટલે પિતરાઇ ભાઇઓ
કહેવાઇએ.
મથુરા જઇ દશરથ કહે “અલ્યા ઉગ્રસેન નામ પ્રમાણે તારામાં ઉગ્રતા નથી એટલે જ
આ તારોલખોટો કંસ તારા માથે ચડી બેઠો છે ને તને જેલમાં ધકેલી દીધો છે.”
” છોકરીયોની અછત ને કંસના કકળાટે કોઇ કન્યા દેતું જ નહોતું.”
કુભકર્ણ કહે “ઓ રાવણા ભાઇલા આપડી શુપર્ણખાનાં નાક કાન રહ્યાં નથી એટલે
કોઇ પરણશે નહિએવું કરીએ હિન્દુસ્તાનમાં છોકરીયોની અછત છે તો પેલા કંસ
જોડે એને પધરાવી દઇએ. એમેયશુપર્ણખાને  કોઇ લેતું નથી ને પેલા કારેલા જેવા
કડવા કંસને કોઇ દેતું ય નથી.”
દીપ-પુકાર જોડી ચા પાણી કરવા થંભી ને ટીવીમાં સમાચાર જોયા કે અમદાવાદ
હવાઇ મથકેસોનાની દાણચોરી કરતા અનેક લોકો પકડાયા છે. આ મુદ્દો એમણે
આબાદ ઝીલ્યો.
“દીપ-પુકારે લખ્યું કે જુના સમયમાં  પ્રજા કરતાં રાજાઓને સોનાનો મોહ હતો.”
“કૃષ્ણે સોનાની દ્વારિકા બનાવવા અંગદ સુગ્રીવ ને હનુમાન કેરિયર દ્વારા લંકામાંથી
દાણચોરી દ્વારા સોનાની હેરાફેરી કરી હતી.”
પુકારજીએ દીપને કહ્યું ભારતના વસ્તી વધારાને ધ્યાને લઇ કુટુંબ નિયોજન સંદેશ
મુકીયે.
રામજીએ કહે” અલ્યા કૃષ્ણ છોકરીયોની અછતમાંય તું ૧૦૦૮ રાણીયો રાખીને ફરે
એવું કરીયે તો સારું ન કહેવાય.”
કૃષ્ણ કહે પણ ” મેં એક જ પુત્રનો નિયમ પાળ્યો છે  મારે તો ૧૦૦૮ રાણીયો છે પણ
અનિરુધ્ધ નામે એક જ છોકરો છે. હા મારા યાદવો હજુ સુધર્યા નથી જુઓ પેલા
લાલુને નવ બાળકો છે.”
” ભારતના કેટલાય રાજકારણીયો ઘણાં બધાં બૈરાં રાખે છે.”
રામ કહે જો મેં “એક પત્નીત્વના સિધ્ધાંતને ખુબ અજમાવી પાળી જાણ્યો છે.”
લખમણ કહે “મોટા એ સતયુગનો સુર્ય ક્યારનોય આથમી ગયો છે હવે કંઇ કહેવા
જેવું નથી”
શત્રુઘ્ન કહે ” અત્યારે કોઇ બૈરીને રાખવા તૈયાર નથી તો કોઇ પતિને રાખવા
તૈયાર નથી.”
ગાંઠિયો=
“દીપ પુકાર બોલ્યા વચન સાંભળો સર્વે શ્રોતા જન “
  “ગોદડિયા કથા લખવાનું આપ્યું હતું  અભય વચન “
 ” મા’ભારત ને રોમાયણ પ્રસંગોનાં અમે મિશ્રણ કીધાં “
 ” લાખેણા લેખક બની છવાઇ જવા બીચે ભ્રમણ કીધાં “
==============================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…ભારતમાંય મહાભારત

ગોદડિયો ચોરો…ભારતમાંય મહાભારત
================================================ગોદડીયો ચોરો
વૈકુંઠમાંથી વિઠ્ઠલાજીની વિદાય માગી પાછો ફરતાં મેં મહર્ષિ નારદજીને
પુછ્યું પ્રભુ હવે મારા માટે શી આજ્ઞા છે એ કૃપા કરી મને જણાવો.
નારદજી કહે ભારતમાંય મહાભારત એવી સિરિયલ બનાવી નાખ .
મેં કહ્યું હે દેવાધિ દેવ બલદેવરાજ ચોપરાની સફળતા જોઇ બીજી બેવાર
સિરિયલ બની ચુકી છે. હાલ એક સિરિયલ ચાલે જ છે તો મારી કોણ જોશે.?
નારદજી કહે “હાં જો શ્રાવણ માસમાં શંકરને પાંચ મણ દુધ ચડાવશે પણ કોઇ
ગરીબ ભુખ્યા બાળક્ને એ પાશેર દુધ પણ નહિ ધરાવે એજ ભારતની કરમ
કહાણી છે.પાત્રને અનુરુપ બને એવું કાર્ય કર્યું હોય તેવા કલાકાર શોધી કાઢ.”
ગોદડિયા પ્રોડેકશન નિર્મિત ” ભારતમાંય મહાભારત માટે પાત્ર ભજવવા
ખાસ કલાકારોની જરુર છે એવી જોરશોરથી જાહેરાત કરી દીધી.
પાંચેક દિવસ તો ગોદડિયા કંપનીએ ચા બીડીના પૈસા ખિસ્સામાંથી ખર્ચ્યા.
ત્યાર બાદ ચા ભજિયાં ફરસાણ સાથે મેવા મિઠાઇ લઇ ઉમેદવારો આવ્યા.
એક કલાકાર કહે “મારું નામ કાલાજી નડવાણી છે હું ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવીશ.”
કોદાળો કહે “ભાઇ સિંહાસને બેસવાનું છે સિંહાસન જોયું છે ખરું ?”
નડવાણીજી કહે “કેટલાય વર્ષોથી સિંહાસનની નજદીક જ છું. પણ મારી સિંહાસને
બેસવાની ઇચ્છા પુરી થતી જ નથી.મારો વારો આવે છે ને કોઇ પાંડુ તો કોઇ ગાંડું
રાજા બનીને બેસી જાય છે .હવે તો કલાકાર બની  એ ઇચ્છા પુરી કરવી છે.”
એક કલાકાર યુધિષ્ઠિરના પાત્ર માટે આવેલા તેમણે કથાની વ્યથા વર્ણવી.
“મારૂ નામ સત્યેન્દ્ર છે પણ કાયમ સાચું બોલું છું આઝાદ ભારતની બધીય ચુંટણીમાં
ઉમેદવારી નોંધાવી પણ ખોટાં વચનો આપતો નથી એટલે જનતા ચુંટતી નથી.”
ભીમસેનના પાત્ર માટે એક જાડા પાડા જેવા અતિ વકરેલા ઉમેદવાર કહેવા લાગ્યા.
“મારું નામ ખાઉધરર્સિંગ છે હું સસ્તા અનાજની દુકાનોએ અનાજ સપ્લાય કરે છે
એવા પુરવઠા ખાતાનો સચિવ હતો.ચોખા ઘઉં મકાઇ બાજરી કાચાં ગળી ગયો છું .
તેલ ઘી દુકાનોએ પહોંચતાં પહેલાં ઓહિયાં કરી ગયો છું.”
“બોલો ખાઉધરાનો અનુભવ છે ને.”?
દ્રોણગુરુ માટે આવેલા કલાકારને નારણ શંખે પુછ્યું “આપની પાસે ડિગ્રી  છે ને .”?
કમુર્તિ ભવાની કહે ” ભાઇ મારી પાસે બહુ સર્ટિફિકેટો છે હા કોઇ વાર દશમુ પાસ તો
કોઇક વાર ગ્રેજ્યુએટ છું એવું કહેવાઇ જાય છે ત્યારે ગરબડ થઇ જાય છે.”
દુશાસન પાત્રને ગોરધન ગઠ્ઠાએ પુછ્યું “તમને સાડીયો ખેંચવાનો અનુભવ છે.”
દુષ્ટાચાર યાદવ કહે ” ભૈ અમે તો યુપી (ઉતર પ્રદેશ)ના વાસી છીએ ને બલાત્કાર
જેવા કિસ્સા માટે મશહુર છે એનો અર્થ એ થયો કે અમે જન્મજાત અનુભવી છીએ.”
દ્રોપદીના પાત્રના મોડલને કનુ કચોલાએ પુછ્યું ” પાંચ પતિનો વાંધો  નથી ને.?”
ધમીલા ધાણીકર કહે ” એકતાકપુરની સિરિયલોમાં મે અસંખ્યવાર લગ્નો કર્યાં છે
ને કેટલીય વાર છુટાછેડા લીધા છે ને વાસ્તવિક જિંદગીમા બાર વખત લગ્ન કરેલાં
છે બસ બોલીવુડ ને ટેલિવુડની આ નક્કર હકિકત છે.”
અર્જુન માટે આવેલા કલાકારને ધૃતરાષ્ટ્રે (ગોદડિયા ચોરાવાળા) પુછ્યું કેમ  છે
“હં તો તમને તીર કામઠાં ચલાવવાનો અનુભવ ખરો કે નહિ.”
પાટલી બદલુકર કહે ” ભાઇલા પહેલાં હું શિવસેનામાં હતો ત્યારે કોંગ્રેસીયો પર
અને  ગુજરાતીયો તેમજ પરપ્રાંતિયો પર બહુ તીર કામઠાં ચલાવ્યાં હતાં છે
જેડીયુમાંગયો ત્યાંય પહેલાં લાલુ પર પાસવાન પર કોંગ્રેસ પર ને છેલ્લે ભાજપ
પર તીર ચલાવ્યાં છે.”
સહદેવજી પાત્રવાળા ભાઇને બઠ્ઠાએ પુછ્યું “ભવિષ્યવાણી સચોટ કરો છો ખરા.?”
ફેંકમફેંકકપુર કહે ” ભાઇ છેલ્લાપંદર વર્ષથી આજતક ચેનલમાં આપના ગ્રહો
કાર્યક્રમમાંબણગાં ઠોકું છું જુઓ આજતકને ચેનલ નંબર વનનો એવોર્ડ મલ્યો
બતાવે છેપણ કોણૅ આપ્યો કેમ આપ્યો એ બતાવે છે ખરા. ગુજરાત નંબર વન
ભવિષ્યવાણી હું જકરતો હતો.”
કૃષ્ણ પાત્રના કલાકારને મેં પુછ્યું “બધી જાતના ખેલ કરતાં આવડે છે ખરા તમને.”
બહુરુપીશંકર યાદવ કહે ” ભાઇઓ મને મદારીના નાગ રમાડતાં આવડે છે. બે
પાર્ટીઓનેલડાવતાં આવડે છે. મને અપહરણ કરતાં આવડે છે. મને સાડીયો
ખેંચાવવતાંય આવડે છેને સાડીયો આપતાંય આવડે છે. અમારા યાદવોને જાત
જાતનાં નિવેદન કરતાંય આવડે છે.”
નકુલના પાત્ર માટે  અઠ્ઠાએ પુછ્યું ” જુદાં જુદાં ઝભલાં ને પાઘડીયો પહેરશો.”
ફેશનકુમાર કહે ભાઇ “પ્રસંગને અનુરુપ હું ઝભલાંને પાઘડિયોનો શોખીન છું પણ
પા-ઘડી હું મારા પોતાના પાસે બેસતો નથી કે બીજાને બેસવા દેતોય નથી.”
કર્ણના પાત્ર માટે  ભાઇને ભદા ભુતે પુછ્યું ” આપ દાનેશ્વરી જેવા ગુણો ધરાવો છો.”
એ ભાઇનું નામ ” ભારત “ હતું . એ ભાઇ કહેઅમેતો ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને
ઉપાધ્યાયને આટો જેવા ઉચ્ચ્તમ ગુણ ઘરાવીયે છીએ અમારે બીજા દેશો પાસે
લોન લેવી પડે તો લઇયે પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન ભુતાન નેપાળ ને
બંગ્લાદેશ જેવા દેશોને કરોડો અબજો આપીએ છીએ ભલેને એવડા અમને સરહદો
પર અટક્ચાળાં કર્યા કરે પણ દેવું કરીને પણ દાન મહિમાનો લાખેણો લહાવો લઇએ
 છીએ.”
ગાંઠિયો-
હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ
ભૂગોળ ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
વ્યાકરણમાં વીંટળાઈ માનવતાને આબાદ જુઓ
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના “સ્વપ્ન” પર
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
=============================================
સ્વપ્ન જેસરવાકર


ગોદડિયો ચોરો…કહેણ આવ્યું કૃષ્ણ કેરું

 

ગોદડિયો ચોરો…કહેણ આવ્યું કૃષ્ણ કેરું

=====================================================ગોદડીયો ચોરો

“ગોદડિયાજી હાજિર હો “ કેસમાં બેકસુરવાર થઇ ગોદડિયાજી એ રાહતનો

શ્વાસ લઇ જુદી જુદી બોલી માટે અનન્ય ગુરુવર્યોનો આભાર માનવા લાગ્યા.

મેહાણી બોલીના ગુરુવર આદરણીય શ્રી વિનોદભાઇ પટેલ “વિનોદ વિહાર”

http://vinodvihar75.wordpress.com/ હુરતી બોલીના માસ્ટર

આદરણીય શ્રી પ્રવિણભાઇ શાસ્ત્રી “પ્રવિણ શાસ્ત્રીની વાર્તાઓ મિત્રોની પ્રસાદી”

http://pravinshastri.wordpress.com/કાઠિયાવાડી બોલીના કસબી ગરવા

ગિરનાર નિવાસી આદરણીય અશોકભાઇ મોઢવાડિયાજી “વાંચન યાત્રા “

http://vanchanyatra.wordpress.com/ ધોંણધોરી બોલીના અનન્ય વકતા

ને પ્રેમપુર્વક બધાને પોતાના બનાવી લે એવા ગમતીલા કાણોદરવાસી

આદરણીય શ્રી વલીભાઇ  મુસા  “વિલિયમ ટેલ્સ” ને  “વલદાનો વાર્તા વૈભવ “

http://musavalibhai.wordpress.com/એવા ગુરુવર્યોને ગુરુદક્ષિણા રુપે આ

લેખ અર્પણ કરું છું.

” વાત મારી ને શબ્દો આપના એ બે વાતનો સુભગ સંયોગ રહ્યો

  “ગોદડિયાજી હાજિર હો” એ લેખમાં હાસ્યનો અનેરો ધોધ વહ્યો”

“એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણજીના સંદેશવાહક સ્વરુપે મહર્ષિ નારદજી અમ

આંગણે નારાયણ કહેતા કરતાલ ખખડવતા પધાર્યા ને કહે હે સર્વે કલામાં નિપુણ

 હરેકને ગોદડીમાં ઘુમાવતા ગોદડિયાજી ભગવાન શ્રી કૃષ્ણ આપને યાદ કરે છે.”

દેવર્ષિ નારદજી સાથે હું દેવલોકમાં પહોંચ્યો. ત્યાં ભગવાન દરબાર ભરી બેઠા હતા.

પ્રભુએ કહ્યું આવ ગોદડિયા દેવસભામાં તારું અદકેરું સ્વાગત છે.

મેં કહ્યું “પ્રભુ આપ પણ અમારા ભારતના રાજકારણીયો જેવા રીઢા ખંધા  ને

વચન પલટુ રાજકારણી બની ગયા છો ? આપે ગીતામાં કહ્યું હતું કે જયારે ધરમની

હાનિ થશે અરાજકતા વધી જશે ત્યારે હું જરુર પાછો આવીશ પણ ક્યાં આવો છો.?”

નારદજી કહે “અલ્યા ગોદડિયા ભગવાનને આંખે મોતિયો આવ્યો હોય કે પછી

સાંભળવાનું ઓછું થયું હોય જે હોય તે પણ હવે ભારતમાં આવતાં એય બીવે છે એમ

લાગે છે.”!!!!!!!!

ગોદડિયો કહે ” પ્રભુ શાકભાજીના ભાવ વધી ગયા એટલે ખરીદવામાંય થાક લાગે

મોંઘવારી ભાવો પર વારી ગઇ છે.પેટ્રોલ ડીઝલ વેટ દ્વારા વટલાયાં છે. ચોરી

લુંટફાટ ખુંટની જેમ ફાટફાટ થઇ રહ્યા છે. રક્ષાબંધન આવે છે પણ બહેનોની રક્ષા

કરી શકે એવીકક્ષાનો કોઇ જાંબાજ જવાંમર્દ શોધવા જવું પડે. છોકરાં કારો ચલાવી

ગરીબોને બેકાર બનાવી કચડી નાખે છે ને આપ અહિં બેઠા બેઠા વોંહળી (વાંસળી)

વગાડો છો.”

નારદજી કહે “અલ્યા ગોદડિયા પેટ્રોલની વાત છોડ અમારેય એનાં અહી ફાંફાં છે જો

આ રામ ભગવાનનું વિમાન લંકાથી અયોધ્યાનો ફેરો મારી આવ્યું પછી અહીં એમનું

એમ જ પડ્યું છે. એને ચાલુ કરવા નરકમાંથી ધક્કો મારવા બોલાવવા પડે છે. એવું

કરીયે ત્યારે રાવણ  કુંભકર્ણ  ઇંદ્રજીત ને છોકરાં એ બધા નર્ક્વાળા ભેગાં આવી

વિમાનના ભાગ ચોરી જાય છે ને નુકશાન કરે છે.”

ગોદડિયો કહે ” હા યાદ આવ્યું દેવર્ષિ એનું નામ પુષ્પક હતું ને એટલે એક

ભાજપવાળો મને કહેતો હતો કે  લ્યા ગોદડિયા અમે રામને કેમ ભજીયે છીએ

એ તું જાણે છે ?”

મેં કહ્યું ન ભાઇ એ તો તમે એનું વિગતવાર વર્ણન કરો તો જ ખબર પડે ને.?

“જો જનતા પક્ષની સરકારમાં અમારા નેતાઓ હતા એમનાથી છુટા પડ્યા પછી

પેલાચુંટણીપંચવાળાએ નામ અને નિશાન બદવાનું કહ્યું ત્યારે અમે રામને યાદ

રાખી નિશાન એમના પુષ્પ -ક (પુષ્પ -કમળ ) અપનાવી લીધું કેમ કે ક્યારેક તો

પુષ્પક જેવા વિમાનમાં ઉડવાનું  મલશે ને  આજે  અમારા નેતાઓ પુષ્પકમાં

ઉડ્યા કરે છે. “

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું “લ્યા ગોદડિયા જો જન્માષ્ટમી આવે છે હવે દ્વારકા ડાકોર

ગોકુળમથુરા વૃંદાવન સાથે દેશ પરદેશમાં અસંખ્ય મંદિરોમાં ભાવિક ભક્તો

અનન્ય ભાવથી મારી આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા  છે પણ એટલી બધી

જગ્યાએ કેવી રીતે પહોંચું.”

નારદજી કહે “અલ્યા ગોદડિયા પેલા તમારા ગુજરાતી નરેન્દ્ર મોદી છે ને  એ

તમારે ત્યાં ચુંટણી વખતે થ્રી ડી દ્વારા એક સાથે ૧૦૦-૨૦૦ જગ્યાએ પ્રગટ  થતા

હતા તો એ  રીત અહીં અપનાવાય એવું કંઇક કર .જેથી આ પ્રભુને આ ઉંમરે

દોડાદોડી ના કરવી પડે.”

મેં કહ્યું પ્રભુ નરેન્દ્રભાઇ ભાવિક્તા ને પુજાપાઠ કરનાર છે એ તમને ના નહિ પાડે.

પ્રભુ બોલ્યા ” ભક્ત ગોદડિયાજી અમે રહ્યા યાદવ ને નરેન્દ્રભાઇને મુલાયમસિંહ

યાદવ અને લલ્લુપ્રસાદ યાદવ સાથે ૩૬ નો આંકડો છે એટલે મારી વાત ધ્યાને

નહિ ધરે અથવા મને રાજ્યસભામાં એવડા ભાજપને ટેકો આપે એવી પુર્વ શરત

મુકાવશે ને હું જાણું છું કે અમારા યાદવો હઠીલા ને ડંખીલા હોય છે.એ માને જ નહિ “

મેં કહ્યું પ્રભુ હાલ મને રજા આપો ” આજકાલ અમારા નરેન્દ્રભાઇ શંકરની પાછળ

પડેલા છે. જુઓ સોમનાથમાં એ ટ્ર્સ્ટી છે વારસણી (કાશી) માંથી ચુંટાયેલા છે ને

આજકાલ નેપાળમાં પશુપતિનાથ મહાદેવ સાથે આરતી પુજા સાથે ગુફ્તેગો કરી

રહ્યા છે.”

ગાંઠિયો=   ભારતીય ચલણ  રુપિયા

” જેના પર ભારત સરકારે અહિંસાના પુજારીનો ફોટો છાપ્યો છે

   એજ રુપિયાની નોટો માટે મારધાડ ખુન ને હિંસા થાય છે.”

===========================================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…ગોદડિયાજી હાજિર હો….

ગોદડિયો ચોરો…ગોદડિયાજી હાજિર હો….

=====================================================

ગોદડીયો ચોરો

 

ગોદડિયાભાઇના વાવટા ચારેકોર ફરક ફરક ફરકતા ફરી રહ્યા હતા.

 એના વાવટાની હવામાં જે કોઇ હડફટે ચડતા એનાં છોડાં કાઢી નાખી

 બરાબરના ભીંસમાં લેતા હતા.

“ભારતના રાજકીય નેતાઓ સાથે અમેરિકા ને બીજા દેશોના નેતાઓને

એણે ઝપટમાં લીધા હતા. પણ પેલી કહેવત છે ને કે પાશેરને માથે કોઇ

શેર મલી જાય એમ કેટલાક ભાજપ પ્રેમીઓ તો કેટલા કોંગ્રેસ પ્રેમીઓ

તો કેટલાક વિદેશ પ્રેમી બ્લોગ ગાદીપતિઓએ ભારે હોહા મચાવી મુકી

ને ગોદડિયાજીને રુબરુ હાજર થઇ ખુલાસો કરવા માટે બ્લોગ પંચાયત

 બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું.”

( જેમ ગ્રામ પંચાયત ખામ પંચાયત દેશમાં ભરાય છે ને પંચાત કરે છે)

 “આખરે અમદાવાદમાં સાહિત્ય પ્રેમી અને સાહિત્યકારોને અદકેરો આવકારો

 આપનાર એવા અકબરભાઇની “હોટેલ સફર ઇન”માં પંચાયત બોલાવી. “

 આદરણીય શ્રી વલીભાઇ મુસાના પ્રમુખસ્થાને આદરણીય વડિલ શ્રી આત્તાજી

 આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન આદરણીય વડિલ શ્રીજુગલકિશોરજી

 વ્યાસ અને આદરણીય વડિલ શ્રી પી.કે.દાવડા એમ પંચ નીમવામાં આવ્યું.”

 ગોદડિયાજી હાજીર હો “ના પ્રચંડ નાદ સાથે પંચની બેઠક શરુ થઇ ને મેલી ઘેલી

 ફાટેલી તુટેલી ગંધાતી ગોદડી સાથે ઝુમતા ઝુમતા ગોદડિયાજી હાજર થયા.”

ભગો ભણેશરી નામક હુરતી બ્લોગર કહે ” ગોદરિયા અવે તારુ આવી જ બઈનું.

ટારા મનઠી ટુ  ટારી જાટને બૌ ઓસીયાર હમજતો ઉતો.સાલા બુઢ્ઢીના બરદીયા,

ટારામાં બે પૈહાની  બી બુઢી ઓટેને, ટો ગમે ટેમ લાવારા ની જ કરટે.

અવે આ બઢા વિડ્વાન સાહિટ્યકાર ટારી પટ્ટર ફારી નાખ્ખે. આજે ટો ટારી ચડ્ડિ

પિલ્લાઈ જ જવાની. આખ્ખી ડુનિયામાં મેં આજ હુઢીમાં ટારા જેવા ડફોર ને નઠિ

જોઈલો. આ કમિટીમાં ટો બઢા હારા હારા માનસો છે પન મારા જેવા હુરતી ઓટેને

ટો હુરતી ગાલઠી જ ક્વેસચનની મશીનગન મારટે. ચડ્દીમાં પી પી જ નઈ પન

છી છી હૌ ઠઈ જટે.સાલો નસીબદાર છે કે બઢા એકડમ ટોપ લેવલ ના માનસો છે.

સાલા ટુ બ ગૈલા હૈ. હવે બઢાને લાંબો ઠઈને  પગે લાગી સોરી કૈ દેજે. કડાચ ટને જવા ડે.”

મેહોણા બાજુના એક ગોમથી આયેલા એક ગગનજી પટેલ બ્લોગર ગાજી ઉઠ્યા.

” ગોમના દીયોરો,  તમારું જ હોન્ક્યે રાખસો ક  મારું યે હોભળશો.”

મારો બેટો આ બે ઓનીનો ગોદડીયો ફાટી ન સાપરે ચડ્યો સ એ ન નેચ ઉતારવાનો સ

એ ન કોઈની એ હાડા બાળી નથ . બધાની ફિલમ ઉતાર સ તો એની ય ફિલમ

ઉતારો તો દિયોર ઠેકાણ આવશ .બ્લોગર ભઈઓની આ પંચાત ભરાણી સ એમાં

બરાબર એની ખબર લઈ લેવાની સઅન એની ઓખાત ચેટલી સ એનું ભોંન કરાવવાનું

સ એવું મારું મોનવું  સ.ચ્યમ બરાબર સ ન  કે પસ …….

પેલા મથુરિયા અન ચતુરીયા ન કર્યું તું એવું  કુલડીમાં જ ગોળ ભાંગવાના સો !

મેતો માર નૈ ન ભણાવ એ નૈઇ એવું નો કરતા બાપલા “

આટલું બોલી ન આ મેહોણીયા બ્લોગર હેઠ બેસી જ્યા અન તૈણ  ગલાસ પોણી પી જ્યા.

” કાઠિયાવાડથી આવેલા કરવતસંગ બાપુ કહે, “આ ઘેલહાગરીનો ગોદડીયો,

બ્લૉગમાં કેમણોથો ઘરી ગ્યો ! મોંએથી માંખ્યુ ઉડ્ત્યુ નથ ને હાલ્યો છે બ્લૉગ લખવા !

ઈવડા ઈને તો કાંઈ કામધંધો નથ તી ઘસડે રાખે છે. આંય અમારે વાંચીવાંચીને

મગજનું દહીં થૈ જાય છે ! ઈને  ક્યોકે માપમાં રે, નીકર મારી ડગરી હટીને તો

ઈની ગોદડીના ગાભા કાઢી નાખીહ !!!”

 ચરોતરનો એક બ્લોગર ચુની ચરોતરી કહે ” આ ગોદદિયાએ તો અમારા ચરોતરની

 આબરુની બોન પૈણી નોખી હારો વનેરુ જેની હોય એની પાછર પડી જાય  ને એની

 પત્તર ખોંડી નાખ સે.  એની બુધિ (બુધ્ધિ) તો જુઓ મારા ભૈ (ભાઇ)નો હારો (સાળો) કેતો

 ફરે સે કે મોંણહ (માણસ) જ્લ્મે (જન્મે) તારે હો (સો) ગાડાં (બળદગાડું) આબરુ લૈ જલ્મે

 સે એમાંથી દહ (દશ) ગાડાં આબરુ જતી રૈ (રહી) તોય નેવ (નેવું) ગાડાં આબરુ તો રૈ ને “

જુગલકિશોરજી કહે “અલ્યા ગોદડિયા બોલ આ બધી ફરિયાદમાં તારે શું કેવું છે.?”

ગોદડિયો કહે “ભૈસાબ (ભાઇ સાહેબ)જેવું જેને ફાવે એવું લખે ને પોતાના વચ્યારો (વિચારો)

રજુ કરે . મને આ રાજકારણીયોના વચનો ને વિચારો હાચા (સાચા) લાગતા નથી એટલે

એમને ધોકાથી ધબકાવું છું ને જનતાનો વસવાસ (વિશ્વાસ) રજુ કરું છું. વાંક ગનો માફ કરો.”

 “ઓ વલીભાઇ બનો મારા વાલી આ ગોદડિયો કહે લ્યો મારો હાથ ઝાલી

   ઓ પ્રજ્ઞાબહેન આપ સાહિત્ય નામી આ ગોદડિયો આપ આદેશ લેશે પામી

  ઓ આતાજી આપ છો હિમ્મતલાલ જોશી ગોદડિયાએ વાત કાને જ ખોશી

  ઓ જુગલકિશોરજી આપ વ્યાસ આ ગોદડિયાને શિખામણ આપજો ખાસ

  ઓ પુરષોતમજી આપ તો દાવડા આ ગોદડિયાજી કેરાં તારજો જ નાવડાં”

બધાએ મલીને ફરિયાદી બ્લોગરોને કહ્યું ભાઇ જે લેખક પોતાના વિચારો લેખ કે કાવ્યમાં

રજુ કરે તેમાં હાસ્ય કટાક્ષ ને ગાંઠિયા રજુ કરે એમાં બધાને શું વાંધો હોઇ શકે ?

આખરે મુરબ્બી વલીભાઇ મુસા બોલ્યા” અરે ઓ  જેસરવાકર  કાનસરવાકર ને સાંભળ “

“મારી ધોંણ ધારી બોલીમું  કઉ,તો ભઈલા ગોદડિયા, તમારે બારે મઈના શરદી હળેખમના કારણ

નાક બંધાયેલં ર સ એટલ તમને ગંધ્યની ખબર ન પડે, પણ બીજોના બલ્લે ‘હમજો તો હારું સે,

નવી ગોદડી ન્યારી સે. “

 

ગાંઠિયો=

મુજે સાંપોને નહિ નેતાઓને કાટા હૈ


કાશ યે ગોટાલા ઓર ખાયકીકા જહર ઉતર જાયે ઓર,

 

સચ્ચે વચનબધ્ધ બન જાયે તો ફીર કટાક્ષ ન લીખું

=============================================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…પોયરો પૈનીને પહતાવાનો.

ગોદડિયો ચોરો…પોયરો પૈનીને પહતાવાનો.
=============================================

ગોદડીયો ચોરો

સ્ટેચ્યુ ઓફ લીબર્ટીએ ગુજરડાં ગોરમટી લેવા ગયાં ને પરત આવ્યા
પછી તો પેલા “શ્રી શ્રી ૧૦૦૮ સુરેશ્વરમ મહારાજે કહ્યું અલ્યા ગોદડિયા
આ બધી દોડાદોડ હવે ફાવતી નથી તો તું એમ કર પેલા હુરતવાળા
 હુરતી (સુરતી) બામણ ૧૦૦૦૮ શ્રી શ્રી પરવીન સાસ્ટરીને બોલાવ.”
http://pravinshastri.wordpress.com/
અમે પ્રવિણભાઇ શાસ્ત્રીને આગળની વિધિ માટે બોલાવી લીધા.”
હિલેરીબેન તો સરસ ચોળી ચણિયો પહેરીને ગોતરડો (વરધ) લેવા જવા
રુમીઝુમીને ફરકડી મારતાં સેનેટરો ને કોગ્રેસમેનો સાથે  ચાલ્યાં.
“પાંચ ઘડા (બેડાં) પાણી ભરીને માથે મુકી ચાલવાની વિધિ હતી એટલે
તો સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરીબેન કે જે બીજા દેશોને વાત વાતમાં પાણી
ભરાવતાં એ પોતે જ પરસેવે પાણી પાણી થઇ ગયાં.”
કોઇ સેનેટરની પત્નીએ ટીવીમાં સનેડો જોયેલો એટલે ગોદડિયા બેન્ડ પાર્ટીને
કહ્યું ” મિ. બેન્ડ બ્રધર્સ યુનો ઇન યોર કન્ટ્રી જેન્ટસ એન્ડ લેડિઝ સીટીંગ એન્ડ
સમ બડી સીગીંગ ધ લાસ્ટ લાઇન એવરી બડી સ્ટેન્ડીંગ એન્ડ રાઉન્ડ રાઉન્ડ
મુવીંગ એન્ડ ડાન્સીગ ધેટ સોંગ પ્લીઝ ડુ ધેન વી આર એન્જોઇંગ ડાન્સીંગ.”
ગોરધન ગઠ્ઠો મુખ્ય ગાયક કલાકાર હતો તે માથું ખંજવાળવા લાગ્યો.
પરવીન સાસ્ટરી કહે “હહરીના ભેજામા એતલી હો ગધેરા જેતલી બી
બુઢ્ઢી ની મલે, સાલો તુ ગધેરાનો ગધેરો છે. મોટ્ટો મમ્મદરફી થઈને ગાવા
નીકલી પઈડો છે. માઠુ ખજવારવાને બડલે લુંગી લુંગી હાવા માર ને હુરટી
જલેબી જલેવીનો કરીના જેવો દાન્સ હો કરવા માંદ.””
“નાચતા હો ની આવરતું ઓય ટો મારે ડબલ રોલમાં બામન કમ ડીજે થવું પરહે.”
પછી તો ગોદડિયા બેન્ડ પાર્ટી તાનમાં આવી ગઇ ને સનેડો ઉપાડ્યો.
” હે ગધેડો ગધેડો ડેમોક્રેસી કેરો ગધેડો
  હંભાળીને સહુ હાલજો લાત ના મારે ગધેડો.
  હે ક્લિન્ટને તો કેવું કર્યું ને થયા છે પ્રેસીડેન્ટ
  ગોતરડો લેવાને કાજ…હે હિલેરી થયાં છે અપટુડેટ રે…ડેમોક્રેસી કેરો ગધેડો.
  વોશિગ્ટન ડી.સી માં છે વાઇટ હાઉસ જ ધામ
  મોનિકા લુઇસ્કીને મળી…ના કરવાનાં કર્યાં છે કામ રે…ડેમોક્રેસી કેરો ગધેડો.”
એમ વાજતાં ગાજતાં ગોતરડો લઇને સર્વે વિધિના સ્થળે આવી પહોંચ્યાં.
Marc Mezvinsky પરણવા કાજે મંડપના દ્વારે આવી પહોચ્યા.
હિલેરીબેન વર પોંકવા કાજે માથે મોડ મુકી મંડપના દરવાજે આવ્યાં.
પરવીન સાસ્ટરી ” ઓમ પાતાર લોકે અમેરિકા નામક ખંડે ન્યુયોર્ક હેરે
(શહેરે) હિલેરી ક્લિન્ટાનાય જામાત્રં (જમાઇ) માર્કમ પોઇરો આઇવો”
લગન વિધિમાં મારક બબુચક્ની જેમ બાઘાં ને ડાફોળિયાં મારતો બેઠો.
વિધિની શરુઆત કરતાં પરવીનજી સાસ્ટરી ઉવાચમ
” ઓમ ચમચીમાં પાણી લેઇ બે વાર પી જાવ”
કોદાળો ભરડમ  “ઓમ ઇન સ્પુનમ વોટરમ ટુ ટાઇમમ ડ્રીંકમમ”
સાસ્ટરી ઉવાચમ“ઓમ એતરાન્તિક ઓમ પેહીકમ જલમ પધારાવીંગમ “
કોદળો ભરડમ એટલાન્ટિક્મ એન્ડમ પેસીફીકમ વોટરમ પુટીંગ”
સાસ્ટરી ઉવાચમ “હાવધાન પોયરી બી પધરાવો હાવધાન હાવધાન “
કોદાળો ભરડમ ” સ્વીટેસ્ટ ચેલ્સી કમ ઇન ટેન્ટ ફોર મેરેજ..”
“હહરીના ઓલા લંદનવારા (લંડન) ગોરિયા (ગોરા)મોહારું (મોસાળું)લૈ
આયા સે ઇ બુઢ્ઢીના (બુધ્ધિ)બરધિયા (બળદીયા)ને કે’છ પોયરીને (દિકરી)
પકરી (પકડી) લાઇ (લાવી) બેહારવા (પધરાવવા)માંડ.”
કેમરુન બ્લેર એન્ડ કંપનીએ ચેલ્સીને મોયરામાં પધરાવી પાઉન્ડ પકડાવ્યા.
પરવીન સાસ્ટરી ” મંગરમ મંગરમ (મંગલમ ) કુરાત (કુર્યાત) હદા (સદા)
મંગરમ. પોયરાના હાતમાં (હાથ) પોયરીનો હાત પકરાવો “
ત્યાં જ ગોદડિયા બેન્ડ મંડલીયે લગ્ન ગીત ઉપાડ્યું…
(ઘરમાં નોતી ખાંડ ત્યારે શીદને તેડાવી જાન મારા નવલા વેવાઇ )
” હવે નથી રહ્યા પ્રેસિડેન્ટ ને શાને મુકાવ્યા ટેન્ટ મારા નવલા વેવાઇ “
મોસાળામાં મલ્યા પાઉન્ડ ત્યારે મોટો કર્યો સાઉન્ડ મારા નવલા વેવાઇ.
ઘરમાં નોતા ડોલર ત્યારે ઉંચા કેમ કરિયા કોલર મારા નવલા વેવાઇ
ઘરમાં નોતી પેપ્સી ત્યારે શીદને પૈણાવી ચેલ્સી મારા નવલા વેવાઇ .”
એમ ક્લિન્ટન હિલેરીના ઘેર ચેલ્સીનો લગ્ન પ્રસંગ રંગેચંગે ઉજવાઇ ગયો.
ને પરવીન સાસ્ટરી ઉવાચમ ” હહરીનો પોયરો પૈનીને પહતાવાનો “
ગાંઠિયો-
બિલ ક્લિન્ટન ભારત મુલાકાતે ગયા ને ગુજરાતના મુખ્ય મંત્રીને મલ્યા.
મુખ્ય મંત્રીને હાથ મિલાવતાં તેમણે કહ્યું “હલ્લો આઇ એમ બીલ”
ગુજરાતના મુખ્ય મંત્રીએ કહ્યું ” યુ આર વન બીલ આઇ એમ સિક્સ બીલ”
 ગુજરાતના મુખ્યમંત્રી   ” છબીલદાસ મહેતા .”
================================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…હિલેરીબેનના હિલોળા

ગોદડિયો ચોરો…હિલેરીબેનના હિલોળા
====================================================
ગોદડીયો ચોરો
ચેલ્સીના લગ્નમાં કાંકોત્રી વિતરણ અને મહેંદીની રસમ ખુબ ધુમધામથી
ઉજવાઇ ગઇ . આમંત્રીત મહેમાનો હર્ષના હિલોળે ચઢ્યા હતા.
અમારા ઉતારે હોટેલ પ્લાઝા ઇનમાં હિલેરીબેન એમના સખીવૃંદ સાથે પ્રવેશ્યાં.
ને કહેવા લાગ્યાં “મિ. ઢોઢરીયાજી યુ એરેન્જ વન ઓલ્ડ એન્ડ નોલેજેબલ પ્રિસ્ટ
(મહારાજ) હેઝ લોંગ એક્સ્પ્રીયન્સ. હિ હેઝ નોલેજ ફોર સેન્સ્ક્રુત (સંસ્કૃત).”
મેં કહ્યું ” યસ યસ વાય નોટ. આઇ ડુ ઇટ રાઇટ નાઉ.”
અમેરિકાના હ્યુસ્ટન ટેકસાસથી ” ગ્યાન ગ્યાનેશ્વર ગદ્યાસુર બ્લોગેશ્વરપતિ ૧૦૦૮
શ્રી શ્રી સુરેશ્વર‌‌મ જાની મહારાજની ક્રિકેટના એક્સ્પર્ટ કોમેન્ટ્રેટર જેમ વિશેષતમ
મુખ્ય લગ્નવિદ તરીકે પસંદગી કરવામાં આવી છે.”
” દિલ્હીમાં નવીનતમ ચુંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યોના જેમ
હરિયાણાના સુરજકુંડ ખાતે સાહેબે (શ્રી નરેન્દ્ર મોદી) ક્લાસ લીધેલાને શીખવેલું
એ રીતે ૧૦૦૮ શ્રી શ્રી સુરેશ્વર‌મ મહારાજે કોદાળા મંડળીને લગ્નવિશારદ
બનાવવા ન્યુયોર્ક ખાતે ખાસ સેશન બોલાવી મંગલમ ,સ્વાહા ,કુર્યાત મંગલમ
એવા શબ્દોનું રસપાન કરાવીને તાજા માજા ટસમસ કરી દીધેલા.”
” ક્લિન્ટન ફેમિલી દ્વારા ચેલ્સીનો લગન વિધિનો તમામ કાર્યક્રમ ૨૦૧૦માં જ્યાં
યોજાયેલ “એસ્ટર કોર્ટ ઇન રહીનેબેક ન્યુયોર્ક”સ્થળે જ આપણે તમામ વિધિઓ યોજીશું.”
(“ASTOR COURT IN RHINEBECK.NY”)
ગોદડિયા મંડળી કોદાળાના નેતૃત્વ હેઠળ લાલ અબોટિયાં પહેરી કેસરીયા
અબોટિયામાં સજ્જ થયેલા શ્રી શ્રી સુરેશ્વરમ મહારાજની આગેવાની સાથે મંડપ
મહુર્ત ને ગણેશ સ્થાપના વિધિની તૈયારીમાં લાગી પડ્યા હતા.
ગણેશા સ્થાપના વિધિની શરુઆત કરતાં શ્રી સુરેશ્વરમ મહારાજે મોટેથી શ્ર્લોક લલકાર્યો.
 “વક્ર્તુંડ મહાકાય સુર્ય કોટિ સમપ્રભ
 નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વે કાર્યેસુ સર્વદા !”
સેનેટરો ને ધોળિયાઓનાં બૈરાંઓને સમજ ના પડી એટલે ડાફોળિયાં મારવા લાગ્યાં.
 સુરેશ્વરમ મહારાજે કોદાળજીને સ્વરમાં કહ્યું “અંગ્રેજીમ ભરડમ ભરડમ સ્વાહા”
કોદળોજી લલકારે ચડ્યો. “ઓમમમ ઓમમમ એલિફન્ટા ગોડમ આહવાનમ.”
” ક્રુકર હેડે હેવી બોડીયે સન બીલીયનમ ફ્યુ ગોડમ
  નો પ્રોબલેમમ ફીનીશમ ગોડમ એવરી ઓકેશનમ એવરીથિંકગમ”
“મંડપ રોપવા (થાંભલી) માટે ચાર ફુટ ઉંચું ને ચાર ફુટના ઘેરાવાવાળું એક મોટું
ઝાડવા જેવું  ક્રિસમસ ટ્રી કેરું ઝાડવું ચાર જણા ઉંચકીને લાવ્યા.”
સુરેશ્વરમ ઉચ્ચારમ ” મંગલ મુર્તિ મોરયા બાપા લાડુ ખાતમ ચોરયસમમમમ્મ્મ.”
કોદાળજી ભરડમ” ગુડ પિકચરમ મોરયમમમ સ્વિટમ ઇટટમ બટર મિકસમ”
ત્યાં ગોદડિયા બેન્ડે સુરાવલીના સુર છેડ્યા ને ગોરધન ગઠ્ઠા મંડલી ગાવા લાગી.
” હિલેરી હરખે હિલોળાય ક્લિન્ટન ખુશીયે છલકાય
 મહેમાનો મનમાં હરખાય આજે મંડપ રોપણી થાય.”
બપોરના લંચમાં બધાય મહેમાનોએ ટોટિયા (પુરી) રાઇસ (ભાત) સુપ
(દાળ)પોટેટોની સુકી ભાજી કેરું ગુજરાતી ભોજન ઝાપટ્યું.
ત્યાર બાદ ગુજરડાં ગોરમટી લેવા “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” (સ્વાતંત્ર્ય દેવીની પ્રતિમા)એ જવાનો કાર્યક્રમ હતો. સર્વે લેડિઝ લવંડર કલરના ડ્રેસ ચોળી
ચણિયામાં સજ્જ હતાં.
ત્યાં જવા માટે એક વિશાળ હોડીની (કૃઝ) વ્ય્વસ્થા કરવામાં આવી હતી.
બાર્બરા બુશ કહે “વોટ ઇઝ ગુધરડા ગોમરટી.”
કોદાળાજી વદમ ” ડસ્ટ  રાઉન્ડ પિરામિડ ઇઝ એ ગુજરડાં.”
હિલેરીબેન તો હરખના હિંચોળે હિલ્લોળા લેતાં માથે મોડ મુકી ચાલતાં હતાં.
સર્વે મહિલા વૃંદ સાથે નવીનતમ વિધિમાં પુરુષગણ પણ જોડાયો હતો.
સર્વે નાવમાં બેસી ગયા ને ગોદડિયા બેન્ડે પાપ તારું પરકાશ રાગમાં લલકાર્યું.
” હેય હિલેરી હલેસાં માર હિલેરી હલેસાં માર ગુજરડાં ગોરમટી કાજ રે
  ક્લિન્ટન કુદકા ના માર ક્લિન્ટન કુદકા ના માર નાવ હાલી જશે રે “
બધાય નાચતા કુદતા સ્વતંત્ર્ય દેવીની  પ્રતિમાએ પહોંચી ગયા.
ગુજરડાં ગોરમટી લેવાની વિધિ માટે શ્રી શ્રી સુરેશ્વરમ મહારાજે શ્ર્લોક લલકાર્યો.
“મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ
    મંગલમ પુંડરિકાક્ષો મંગલાય તનો શ્રી હરિ.”
બધાય એકબીજાના સામું જોઇ ડાફોળિયાં મારવા લાગ્યાં એટલે કોદાળાજીએ ગાયું.
 “ગુડમ શ્રી ગોડમ ટવેન્ટી (૨૦ નું )ગુડમ ઇગલ ફ્લેગમ
   ગુડમ પુંડરિકા હોલીમેન ગુડમ ગુડમ હન્ડ્રેડ ગોડમ”
 બધાય હરખના હુલામણે ગુજરડાં લઇને હેમ ખખેમ પરત આવી ગયાં ગ્રહશાંતિ
વિધિમાં જોડાઇ ગયાં.
ગાંઠિયો=
‘ હેય હોલેરીબેન હિલોળે ચઢ્યાં ને ક્લિંન્ટન કુદકા મારતા જાય
બુશ કહે મારી નિકળી ગઇ છે ઠુસ ને પેલા મેક્કેઇન તો મલકાય”
==========================================

સ્વપ્ન જેસરવાકર

 

ગોદડિયો ચોરો…ચેલ્સીનું લઘાન (લગ્ન)

ગોદડિયો ચોરો…ચેલ્સીનું લઘાન (લગ્ન)

=================================================
ગોદડીયો ચોરો
અમેરિકાના માજી પ્રમુખ બીલ ક્લિન્ટનભાઇ અને હીલેરીબેન વારંવાર
ભારતની મુલાકાતે ગયેલા ને ભારતની લગ્નવિધિ એમણે નિહાળેલી
એટલે એમની દીકરીનું લગન ભારતીય વિધિથી કરવા વિચારેલું.
જુન માસના આકરા તાપના દિવસો પરસેવે રેબઝેબ કરી શાવરનો
આભાસ કરાવી રહ્યા હતા. એવા સમયે અમેરિકાના પુર્વ પ્રમુખશ્રીનો
ફોન મારા પર આવ્યો.
“હલો હલો મિ ગોઢળિયાજી આઇ વોન્ટ તુ ટોક એબાઉટ માય ડોટર
ચેલ્સી મેરેજ. આઇ વોન્ટ ઓલ મેરેજ પ્રોસેસ ઇન ઇન્ડીયન કલ્ચર.
યુ નો એની પરશન ડુ એવરીથીંક વીથ  ઇન્ડિયન વિધિ.”
મેં કહ્યું “યસ મિ. પ્રેસિડેન્ટ. માય ગોદડિયા ચોરા કેરેકટર મિ કોદાળા
ઇઝ ગુડ બામણ એન્ડ હી નો એબાઉઅટ એવરી ઓકેશન્સ. બટ યુ
રિક્વેસ્ટ ગોદડિયા ચોરા ઓલ કેરેકટર ફોર વિસા પ્રોસેસ.”
” મિ. ક્લિન્ટન સે ઓહ સ્યોર સ્યોર આઇ રિક્વેસ્ટ રાઇટ અવે.”
ગોદડિયા ચોરાનાં બધાં પાત્રોને વિસા મળી ગયા ને અમેરિકા આવ્યા.
બે દિવસ હરી ફરીને જોવા જેવું જોઇને હોટેલ પ્લાઝા ઇન ન્યુયોર્કમા
મજા માણી. હવે લગ્ન વિધિની તૈયારી કરવામાં લાગી ગયા.
કનુ કચોલું કહે “અલ્યા કોદાળા જોજે આ કલિન્ટન સાયેબને ઘેર લગન
 છે એમણે ટન બંધના હિસાબે ક્લિન કરી નાખ્યું છે એટલે બરબર વિધિ
કરાવજે નહિતર હિલ્લોરા લેતા લેતા આપણને બધાને ક્લિન કરી નાખશે.”
મિસીસ હિલેરીબેનની સહેલીયો સાથે કેટલાક કોંગ્રેસમેન અને સેનેટરની
પત્નીઓ લગ્ન માણવા હિલ્લોરે ચઢી આવી પહોંચી.
“પ્રથમ તો ઇન્વીટેશન ( ઇન =મા , વી= આપણે, ટેશન= ઉભા રહેવા સ્થળ
અથવા ટેન્શનમાં આપણે)(કંકોત્રી) લખવાની વિધિ આરંભાઇ.”
કોદાળાજી અબોટિયું પહેરી કંકોત્રી પર કંકુના ચાંલ્લા કરી ને લલકાર્યું
” ફસ્ટમ રેડ કલરમ રાઉન્ડમ પુટમ ઓન ઇન્વીટેશમ એન્ડ મેઇલ કરમ.”
  બીલ ક્લિન્ટનમ બેબીમ લઘાન પ્રોસેસમ મિસિસ હિલેરી હિલોરે ચઢમ “
બસ પછી તો આમંત્રણ પત્રિકાઓ પ્રેસિડેન્ટ ઓબામા વાઇસ પ્રેસિડેન્ટ સાથે
સેનેટરો અને કોંગ્રેસમેનોને સહ કુટુંબ પધારવાનું નિમંત્રણ મોકલાયુ સાથે
દેશ વિદેશના પ્રમુખો ને વડા પ્રધાનોને પણ આમંત્રાયા.
મિસ્ટર ક્લિન્ટનના મોસાળીયા ઇંગ્લેન્ડથી મહારાણી એલિઝાબેથ સાથે વાજતે
ગાજતે આવી પહોંચ્યા હતા.
(અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વિગેરે મુળમાં ઇંગલેન્ડના વતનીઓ
હોઇ સગાઇમાં આ બધા મામા ફોઇના કહેવાય.)
મિ ક્લિન્ટન અને મિસિસ હિલેરીજી અમારા ઉતારે હોટેલ પ્લાઝા ઇનમાં
પધાર્યા સાથે ઘણા મિત્રો ને સેનેટરો આવ્યા હતા.
મિસ્ટર કિલ્ન્ટન કહે “ઓ ઢોઢરીયાજી એન્ડ ફ્રેન્ડઝ વી હેવે પ્લાન ફોર
લંચ એન્ડ ડિનર ફોર ગુજારાતી ઠાલી એન્ડ પકોરાં ધોકલાં ખેમણ એન્ડ
રોયટલા (રોટલા) ધાલ (દાલ) કિચરી (ખિચડી)હબ્જી (સબ્જી) .”
મિસીસ હિલેરીબેન કહે ” મિ ઢોઢરીયાજી એવરી ઓકેશન હેવ ટુ ડુ લાઇક
ઇન હેન્ડ રેડ કલર, (મહેંદી)વુડ પુટ ઓન આઉટ સાઇડ હાઉસ(મંડપ મહુંર્ત),
લેડીઝ ગો આઉટ સાઇડ ઓફ વિલેજ એન્ડ બ્રિંગ રાઉન્ડ પિરામીડ (ગુજરડાં),
લેડિઝ ગો આઉટ સાઇડ ઇન ડિઝાઇન પોટ ઓન હેડ એન્ડ વિથ મ્યુઝીક બેન્ડ
ડાન્સીંગ , (ગોતરડો) મેન એરાવીગ ફોર મેરેજ(વરરાજા તોરણે આવે) એન્ડ
એરાઇવલ પીપલ ઇટિંગ (જાનનો જમણવાર) એન્ડ લાસ્ટ મેરેજ ઓકેશન
(લગ્ન વિધિ) સેવન રાઇન્ડ વોકિંગ) સાત ફેરા વીથ હસ્બન્ડ વાઇફ લીવ
ઇન ડેકોરેટેડ કાર (કન્યા વિદાય ) એન્ડ ઓલ લેડીઝ ક્રાઇંગ .”
લગ્નના બે દિવસ અગાઉ મહેંદી મુકવાનો કાર્યક્રમ શરુ થયો.
જેમ મહિલા મોરચાની મહિલાઓને નેતા સંબોધે એમ કોદાળાજી તો બબડ્યા.
“સમ પ્રોફેશનલ લેડીઝ કમ વિથ મેંદી કોર્ન  એન્ડ એની લેડીઝ વોન્ટ પુટ ધ
મહેંદી શી ઇઝ કમીંગ એન્ડ કલર ફુલ ડિઝાઇન મહેંદી મુકાવીગ.”
 “કોદાળાજી તો ગવડાવમ ગોદડિયા ચોરા ટોળકી  બરાડમ
  ટુ ડે તો ચેલ્સીઝ લગનમ શી ઇઝ હેપીનેશમ મેંદી મુકાવમ
  ઓલ પીપલમ મેંહદી મુકાવન ફોર ક્લિન્ટન હિલેરીઝ ડોટરમ
  રેડ કલરમ હેન્ડ પર શોભમ  ડિફરનટમ ડિઝાઇન ચિતરમમ”
હવે બધી લેડિઝોએ હાથે મહેંદી મુકાવેલી અને એમને ભુખ લાગી તો એમના
સેનેટર પતિઓ ને કોંગ્રેસમેનોએ એમને હાથેથી જમાડવા માંડી.
એ જોઇને કોદાળાજીએ લલકાયું
“ઇટ ઇટાવું ઓલ ફીલીંગથી રે (જમો જમાડું ઘણા ભાવથી રે)
ઓલ ટાઇમ યુ જેલેસીંગ  રે ( હર વખત તો તું  ઇર્ષાળુ રે)”
બસ બધા હસતાં કુદતાં મોજ મઝા કરતાં સહુન ઉતારે ગયાં
 
ચેલ્સીના લગ્નનો લહાવો હવે આવતા હપ્તે માણીશું
ગાંઠિયો =
“લહાવો લગ્ન જીવન કેરો હર્ષે હિલ્લોળા ખાય
 પરણેલાય પસ્તાય ને ના પરણેલાય પસ્તાય.”

==================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો… ભડાકીયા ભોટવાજી

ગોદડિયો ચોરો… ભડાકીયા ભોટવાજી
=======================================================
ગોદડીયો ચોરો
ગુજરાતમાં ચુંટણઈ માહોલ જામ્યો છે. સરકારની નીતિઓથી અસંતુષ્ઠ બનેલા
માસ્તરોએ ચુંટણીમાં ઉમેદવારો ઉભા કરી બગાવતનું બ્યુગલ ફુંકી દીધું છે.
ગુજરાતનાં અઢાર હજાર જેટલાં ગામડાં ને સીમ વર્ગોમાં માસ્તરો પણ
શાળાઓમાં ફરજ બજાવતા હોય એટલે સ્વાભવિક રીતે એમનો સંપર્ક દરેક
ગામના વાલીઓ સાથે હોય એ દેખીતું હતું.
સતાધારી કોશ પાર્ટી ને વિરોધ પક્ષે રહેલી મંજીરાં પાર્ટીના ઉમેદવારોનો
જીવ લબક્ઝબક થતો હતો.
“માસ્તરોએ ગામડે ગામડે શાળાના બાળકોની પ્રભાત ફેરીઓ ને સરઘસ દ્વારા
ચુંટણીમા પ્રભુત્વ જમાવી હરીફ ઉમેદવારોને ચિંતિત કરી દીધા હતા.”
ચુંટણીની રસાકસી ભરી સ્પર્ધામાં ઉમેદવારોએ જીવ જાન લગાવી દીધો.
આખરે ચુંટણી પરિણામો જાહેર થયાં તો કોશ પાર્ટીના કાવા દાવાને લઇને
સો જેટલી બેઠકો મળી જ્યારે મંજીરા પાર્ટીને ચાલીસ તો માસ્તરોની ડસ્ટર
પાર્ટીને પ્રથમ પ્રયાસે સુનિયોજિત સંચાલન દ્વારા બત્રીસ બેઠકો પ્રાપ્ત થઇ.
પાંચેક દિવસ પછી રાજ વગરના રાજપાલે કોશ પાર્ટીના સભ્યોને મંત્રી
તરીકેના શપથ લેવડાવ્યા.
ત્યાર પછીના અઠવાડિયે કામ ચલાઉ અધ્યક્ષે સભ્યોની શપથ વિધિ કરાવી.
“બીજા દિવસે સતાધારી પાર્ટીએ ફતેસંગ ડાહ્યાભાઇ કાવસિયા (ફડાકા)ને
કાયમી અધ્યક્ષ બનાવ્યા જ્યારે નાયબ અધ્યક્ષ માસ્તરોની ડસ્ટર પાર્ટીના
ભોળાભાઇ ટપુભાઇ વાગડિયા (ભોટવા) ને બનાવ્યા. જે શાળામાં નોકરી
કરતા ત્યાંના શિક્ષકો ને બાળકોએ એમનું નામ ભોટવાજી (કુંજો) પાડેલુ.”
વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરું થયું ને ચાર પાંચ દિવસ પછી ફડાકાજી
બિમાર થયા એટલે એમને દવાખાનામાં દાખલ કરવા પડેલા.
હવે અધ્યક્ષ ખુરશી પર ભોટવાજીને બીરાજવાનું હતું. એટલે  આગલી સાંજે
ગાંધીનગરમાં ડસ્ટર પાર્ટીના ૩૨ સભ્ય એવા માસ્તરોની સભા ભરાઇ.
સભ્યોએ ભોળાભાઇને સલાહ આપી કે “કાયદા મંદિરમાં તમારા સ્વભાવ જેવા
કડક જ રહેજો નહિતો આ મોટાં છોકરાં તમને ગાંઠશે નહિ.”
બીજા દિવસે વિધાનસભાની શરુઆત થઇ એટલે ભોટવાજીએ બધા સભ્યોને
કહ્યું નિયમાનુસાર પહેલાં લોક કલ્યાણના અર્થે પ્રાર્થના થવી જોઇએ.
“આમ વાતચીત ચાલતી હતી ત્યાં ચાર સભ્યો પંદર મિનીટ મોડા પ્રવેશ્યા.”
ભોટવાજી કહે “ભઇલા આ તમારા બાપનો બગીચો નથી કે ગમે ત્યારે આવો.
આપણે બધા જનતાના કરવેરામાંથી પગાર લઇએ છીએ એટલે જનતા આપણી
માલિક છે અને આપણે એના વહીવર્તા છીએ એનું ધ્યાન રાખતાં શીખો.”
હવે આજની કાર્યવાહી શરુ કરવાની આપ સર્વેને આજ્ઞા કરું છું.
“નાણાં મંત્રીએ ફાઇલમાં જોઇ વાંચવાનું શરું કર્યું ને કોઇ આંકડામાં ગુચવાઇ ગયા.”
ભોટવાજી કહે “અલ્યા ઘડિયા કે પલાખાં આવડે છે કે નહિ ને ક્યાંથી આવડે જ
અલ્યા અભ્યાસક્રમમાંથી ઘડિયા જ કાઢી નાખ્યા છે ને તમારી સરકારે.”
” બોલો ૭૫ + ૫૨ x ૧૮ -૨૦૯ = કેટલા થાય ? પોપટલાલ ગણી કાઢો.”
નાંણામંત્રીએ ખિસ્સમાંથી કેલ્ક્યુલેટર કાઢ્યુ ગણવા માટે.
ભોટવાજી કહે “આ ઘડિયા પલાખાં કાઢી નાખીને તમારી સરકારે આ બધાંને
આંગળીયો પટપટાવવાવાળા બનાવી દીધા છે.”
“ત્યાર બાદ શિક્ષણ મંત્રી એમના વિભાગની ચર્ચામાં ભાગ લેવા ઉભા થયા.
એમણે આડી તેડી વાતો સાથે પરદેશની પધ્ધતિની વાતો ચાલુ કરી તો
વિપક્ષના સભ્યોએ દેકારો મચાવી દીધો.”
“ભોટવાજીએ વિપક્ષના ચારેક સભ્યોને બરાબર ખખડાવી નાખી પાટલી પર
ઉભા રહીને અંગુઠા પકડવાની સજા ફરમાવી દીધી.”
“આરોગ્ય મંત્રી ચર્ચામાં ભાગ લેવા જરાક ઉભા થઇ તુ તુ મેં મેં કરવા લાગ્યા.”
ભોટવાજી કહે “ભાઇ શરીરની સફાઇનું મહત્વ સમજો પછી જ ગામ તાલુકા ને
જિલ્લાની સફાઇનુ મહત્વ ખરા અર્થમાં સમજાશે. તમારી મંત્રીની કેબિનમાં
કેટલાક સભ્યોએ મુલાકાત લીધી તો પાન મસાલાની પિચકારીઓના ડાઘ
જોવા મળેલા. આપ આરોગ્ય મંત્રી છો કે આરોગવાના મંત્રી છો.”
“ત્યાં સતાધારી પક્ષના સભ્ય પ્રશ્ન પુછવા ઉભા થયા ને ગભરાટમાં મુળ પ્રશ્ન
ભુલી બીજી વાતો કરવા લાગ્યા.”
ભોટવાજી કહે ” સભ્યશ્રી આપ પ્રશ્ન લઇ આવ્યા છો ને આપને એ યાદ નથી
તો એમ કરો કાલે ઘેરથી આ પ્રશ્ન ૧૦૦ વખત ઘરકામમાં લખી લાવજો.”
“રમત ગમત ખાતાના મંત્રી સુકલકડી જેવા પાતળા સોટા જેવા ઉભા થયા.”
ભોટવાજી કહે “ભાઇ આપે શનિવારે યોજાતી કસરત કાઢી નાખી પરિણામે
નવયુવાનો આપ જેવા સુકલકડી બનશે તો દેશની રક્ષા કોણ કરશે.?”
વિધાનસભાની લોબીમાં ધારાસભ્યો એવી ચર્ચા કરતા હતા કે ” ભાઇલા
આ તો સારૂં છે કે માસ્તરને અધ્યક્ષ બનાયા છે તે મોંઢેથી વાતો કરે છે પણ
જો કોઇ ડી.જી.પીને અધ્યક્ષ બનાવી તો એતો ડંડાથી જ વાત કરે ને.!!!!!”
અધ્યક્ષ ભોળાભાઇની આવી કડક કામગીરીના પરિણામે સતાધારી ને વિપક્ષ
એમ બંન્નેના ધારાસભ્યોએ એમને હટાવી દેવાનું મન બનાવ્યું છે.

 

ગાંઠિયો=

“વગર નોંતરે જમવાનું ને ઉપરથી  ખોળે એ મઠ્ઠો
  જીતી ગયા પછી જનતાની સામુંય ના જુવે એ ગઠ્ઠો
  મુસાફરી મફતની ને ભાડાં ભથ્થાં ખાઇ બન્યો પઠ્ઠો
  વાયદા વચનો પુરાં ના કરે તોય ફરી ચુંટાય લઠ્ઠો “

=========================================================

સ્વપ્ન જેસરવાકર