Tag Archives: આયુધો

ગોદડીયો ચોરો”..રણછોડ રાજકોટમાં

ગોદડીયો ચોરો”..રણછોડ રાજકોટમાં

 

સ્વપ્ન કથાના “ગોદડીયા ચોરા”માં કલ્પનાના રંગ બેરંગી પતંગો ઉડે છે એટલે કોઈએ આ

 મારો પતંગ છે એમ સમજી લુંટ ના ચલાવવી એટલે કે બંઘ બેસતી પાઘડી ના પહેરવી..

 હવે પછીના શુક્રવારે ”ગોદડીયા ચોરા” માં   “કમાલનો કોદાળો”  રજુ થશે.

==================================================

“ગોદડીયો ચોરો”..રણછોડ રાજકોટમાં

 ===========================================
કૃષ્ણ નારદજી અને ભદાની ત્રિપુટી આગળ વધી. હવે તો ભૂખ પણ લાગી હતી.
વરસાદ પડવાથી રસ્તાની હાલત પણ અમરસિંહના નવા રચાયેલ મોરચા જેવી
થઈગઈ હતી. શરીરના  સાંધા  આંચકા ખાઈને ઢીલા થઇ ગયા હતા. 
એવામાં રાજકોટ આવ્યું.
નારદજીએ પૂછ્યું અલ્યા ભદા  આનું નામ રાજકોટ કેમ? ભદો  કહે રાજાએ કોટ
બનાવેલો એટલે એવું  કૈક યાદ છે. આજકાલ રાજકોટવાળા બધાયને કોટ પહેરાવે છે.
યાદ કરો પેલા નીરા રાડીયાજી ને !
નારદજી કહે અલ્યા ભદા અહી ક્યાં રાજાએ આ કોટ બંધાવેલો .
ભદો કહે લાખાજી રાવ બાપુએ બંધાવેલો.  લાખોને રાજી કરી શકે એવા હતા.
લાખાજીરાવ.એમના વંશજ મનોહરસિંહજી જાડેજા. એતો વિધાનસભામાં પોઈન્ટ ઓફ
ઓર્ડર માટે જાણીતા.
એમને હાળા કોંગ્રેસીઓએ મનોહરસિંહમાંથી નિવૃતસિંહ કરી દીધા છે.એમના દીકરાને
હવે તો આજકાલ ભાજપવાળાએ  બથમા  લીધો છે. વાયદા કરે છે પણ પદ કે ટીકીટ
 
આપતા જ નથી.
 
એનું નામ માંધાતાસિંહ છે . લોકો હવે કટાક્ષમાં નધણીયાતાસિંહ કહેવા લાગ્યા છે.
રાજકોટમાં એ રાજકુંવર નથી છતાયે કુંવર કહેવાય  અને ઝાડ નહોવા છતાંયે બાવળિયા 
કહેવાય એવા કુંવરજી  બાવળિયા કોગ્રેસથી  જીતી દિલ્લી ગયા છે .
એટલામાં એક એક મોઘી કારમાં એક અપટુડેટ   જોડું ફરવા કે લટાર મારવા નીકળ્યું .
કૃષ્ણ કહે  ભદાભાઇ આ મહાશય કોણ છે જે મોટરમાં જઈ રહ્યા છે એક્ટર જેવા લાગે છે.
ભદો  કહે એ ધનસુખ ભંડેરી છે.એમના ભાગ્યમાં ધન- સુખ લખાયેલું  છે. કામ કઢાવીને
એ ભાઈ કૈકને રાજકારણમાં ભંડારી દે છે. ( એટલે નિષ્ક્રિય કે નિવૃત કરાવી દે છે)
ભદો કહે પ્રભુ બી. આર ચોપરાની મહાભારત સીરીયલમાં આપનું પાત્ર એક ભારદ્વાજ ભાઈ
ભજવેલું એવા એક ભારદ્વાજ અહી છે . એમનું નામ નીતિન છે એ એકથી રાજી ના થતાં 
ત્રણ ગણા  પૈસા માંગે છે. પક્ષના કામમાં ભાર આવે ત્યારે વાજ આવી જઈને બીજા 
કાર્યકરોને તારાજ કરી નાખે છે.
પ્રભુ કહે  એક વડીલ પ્રવીણભાઈ મણિયાર   હતા તે શું કરે છે ?
ભદો કહે એમણે સંઘ અને જનસંઘ ને ભા.જ.પ માટે મણિયારો ખુબ ગાયો ને તળીયેથી
પક્ષને ટોચે લાવ્યા એટલે એમને અને બીજા વડીલ કેશુબાપાને આ ભંડેરી ભારદ્વાજ ને
રૂપાણીની ટોળકીએ નિવૃત કરી દઈને તેમની સલાહ સૂચન કે વાતને ગણકારતા  નથી.
આ રૂપાણીમાં રૂપ નથી કે  વાણી નથી. ખાલી બકવાસ રાજકોટ આકાશવાણી છે.
એટલે આ રાજકોટ ભભારુ કહેવાય છે………. ભંડેરી -ભારદ્વાજ-રૂપાણી
પ્રભુ  કહે મારે સ્વર્ગ લોકમાં ફોન કરવો છે ભદા. ભદો કહે ચાલો  દુર સંચાર જવું પડશે.
પ્રભુ કહે અલ્યા ભદા આ દુર સંચાર કૌતુક વળી શું છે ?
ભદો કહે પ્રભુ આ લોકો દુર બેસીને સંચાર કરે છે કે લાઈન નાખવા, સમારકામ,બીલમાં
થાય તેટલો  મોટો સંચાર કરી લેવો ને સેવાના સહકારમાં ખપાવવો.
જેસરવાના હરિદાસ ભગતનો નીતિન સંચારી ભેટી ગયો તે કામ અર્થે રાજકોટમાં આવ્યો
હતો. નીતિન દુર સંચારનો કર્મચારી હતો અને વાસ્તવમાં દુર બેસીને સંચાર કરવાના
ગુણો ખુબ જ સારી રીતે એણે  કેળવેલા છે અને પચાવેલા છે.
કાયમ સારા વસ્ત્રોમાં સજ્જ રહેતો ને દરેક વાતે બીજાને સંચાર કરતો રહેતો હતો  એટલે બધા 
એને  નીતિન સંચારી કહેતા.
ભદાને ઓળખતો હોઈ કામ પૂછ્યું તો ભદાએ ફોનની વાત કરી.નીતિને ફોન જોડી આપ્યો
ને કહ્યું પ્રભુ લ્યો વાત કરો બને તો થોડી  કૃપા કરો. કૈક સ્વર્ગની  ઈમ્પોર્ટેડ આઈટમ આપજો
.
પ્રભુએ પ્રથમ તો આ દુર સંચારની સમસ્યા મીટાવવા મહાભારતના દિવ્ય દ્રષ્ટા સંજયને
ફોન કર્યો અને પૃથ્વી પર આવવા જણાવ્યું. જેથી સ્વર્ગ અને પૃથ્વી બન્ને હાલ જાણી શકાય.
સંજય કહે પ્રભુ હાલ બે બે સંજય બન્ને જગ્યાએ છે.  હવે બે સંજયમાં હું આવું તો ગુચવાડો
થાય.
જુઓને ભા.જ.પે. સંજય જોશીને દ્રષ્ટા  તરીકે ઉતર ભારતની જવાબદારી સોપી છે. એ ત્યાં 
રહ્યે ગુજરાત ને બીજા રાજ્યોમાં જે કાયર થઇ ફરતા થયા છે એમની પર ખાસ નજર રાખે છે.
જયારે કોંગ્રેસે સંજય નિરુપમને શિવસેનામાંથી તોડી મહારાષ્ટ્ર ને દિલ્હીમાં કામ સોપ્યું છે.
પ્રભુએ  લક્ષ્મીજી ને પ્રેમ સંદેશ આપી કુશળતાના સમાચાર પૂછ્યા. ને કહ્યું આપ અહી  પધારો.
લક્ષ્મીજી કહે પ્રભુ મેં વારંવાર મારી બેઠકની વેદના આપને જણાવી છે. આપ પણ વારે વારે
પૃથ્વી પરના રાજકારણીઓની મુલાકાત લઇ તેમના જેવા ખોટા વાયદા કરતા થઇ ગયા છો.
પ્રભુ જનસંઘ વખતે મારા વા’લા દીવો લઇ ગયા અને અહી અંઘારુ કરી નાખ્યું. ને હવે એ
 
મારું બેઠકનું સ્થાન કમળ પેલા ભા.જ.પ વાળા લઇ ગયા છે તે પાછુ ક્યારે અપાવો છો ?
પ્રભુ  કહે દેવી આમ તમારું સ્થાન ગયું પણ વચ્ચે જનતા પક્ષ વખતે મારું સુદર્શન ચક્ર પણ
લઇ ગયા છે.
હવે આ  મજપાવાળો ગોરધન હજુ મારા પંચજન્ય શંખ પર નજર જમાવીને બેઠો છે.
બીજો ફોન પ્રભુએ બ્રહ્માજીને લગાવી પોતાની સાથે પૃથ્વી પર આવવા જણાવ્યું.
બ્રહ્મા કહે પ્રભુ કાયમ હાથ વડે આશીર્વચન માટે ઉઠતા હાથનો પંજો કોગ્રેસવાળા લઇ ગયા છે.
શંકરજીને ફોન કરી સહકાર માટે કહ્યું આવો અહીના વિષે કૈક જાણીએ.
શંકર કહે પ્રભુ મારું ત્રિશુળ પેલા વિશ્વ હિંદુ પરિષદવાળા હાઇજેક કરી ગયા છે.
છેવટે પ્રભુ કૃષ્ણએ મર્યાદા પુરષોતમ રામચન્દ્રજીને વિનંતી કરી .
તો રામજી કહે મારું ધનુષ્ય બાણ પેલા શિવસેનાવાળા લઈને બેઠા છે.
પ્રભુ  કહે જનસંઘ વખતે  અમારો દીવો લઇ ગયા તો અમે ફાનસથી કામ ચલાવા માંડ્યું
ત્યાં  પેલો લાલુ ફાનસ લઇ ગયો  છે. અંધારું દુર કરવાને બદલે ફાનસના અજવાળે
પોતે ને રબડી લોકોને અંધારામાં રાખી લુટે છે.
પેલા મુલાયમને ગાદી જોઈએ છીએ પણ માયાવતીના હાથી સુધી સાયકલ પર બેસી પહોચાતું  નથી.
ભદો કહે પ્રભુ આ માર્ક્સવાદીઓ  ઘણ ને દાતરડું લઈને બેઠા છે તેઓ ઘણથી જનતાને કચડે છે અને
દાતરડાથી વાઢે છે.
નારદજી વચ્ચે મણકો મુકતા કહે પ્રભુ હવે તો આકાશ પણ ખાલી થવા બેઠું છે . જુઓને વચ્ચે સ્વતંત્ર
પક્ષ આવ્યો એ તારો લઇ ગયા. કોઈક દેશો તો સૂર્ય પણ લઈને બેઠા છે.
અમેરિકાવાળા તો મહા ઉસ્તાદ ભઇ  હો કે મારા બેટા બાવન તારા લઇને આકાશનો ખૂણો ખાલી કરી
નાખ્યો છે અને અંતરીક્ષ યાનો મોકલી હવે શું બાકી રહી ગયું તેની યાદી તૈયાર કરે છે.
ભદો કહે દેવર્ષિ એક ખાસ વાત ભૂલી ગયા..પેલા પાકિસ્તાનવાળા ચાંદ ને તારો બેઉ લઇ ગયા.
પ્રભુ નારદજીને કહે હવે દીવો, તારો, ચક્ર ,ગાય વાછરડું, બે બળદ નકામા થઇ ગયા છે મેં પાછાં
માગ્યા તો ચુંટણી પંચવાળા કહે છે એતો પાછાં ના મળે.
પ્રભુ  કહે છે કે ભારતીય જનો સૂણો તમે હરરોજ અમને પુકારો છો ને કહો છો કે…………
પ્રભુ પધારો ને  આ રાવણ કંસ શિશુપાલ જરાસંઘો રૂપી નેતાઓને  હણો પણ શું કરીએ……………..
અમારા આયુધો લઈને બેઠા છે તે પક્ષોના ચિન્હો પર તમે સિક્કા મારો છો અને એજ 
તમને કનડે છે…………………..  અમે આયુધ વગરના થઇ ગયા છીએ………………………
 

 શ્રી ભગવાન બોલ્યા ………….
“મારો સિક્કો અમારાં આયુદ્ધ પર ને આપો છો એમને મત 
કનડવા લાગે  એવડા આપને ત્યારે લખો છો મને ખત”
પ્રભુએ કાઠીયાવાડી  ભોજન લેવા પ્રયાણ કર્યું. હવે સર્કીટ હાઉસ જઈને વિશ્રામ કરશે ને મીઠી
નિંદર માણશે કાલે પાછુ ગોંડલ વીરપુર રહી જુનાગઢ નરસૈયાને મળી સોમનાથ સિધાવશે.
હાટકો: જુઓ હવે ધુરીબહેન ભારત  પાછાં ફરવાના છે……એક સમાચાર…
           હા એકલા નથી આવવાનાં…સાથે મા પણ આવવાના છે….સમજ્યા
                હા…હા…હા…માધુરી દીક્ષિત
====================================================
સ્વપ્ન જેસરવાકર