Tag Archives: ચકડોળ

ગોદડીયો ચોરો…ચગડોળનો ચકરાવો

ગોદડીયો ચોરો…ચગડોળનો ચકરાવો
 ===============================================================
 
દિવાળીના દિવસો દરમ્યાન ખંભાત મેતપુર રોડ પર આવેલા ચકડોળ ગ્રાઉન્ડમાં
 
મેળો   ભરાય છે . પંદર  દિવસ સુધી શહેરજનો  અને આજુબાજુના ગ્રામ્યજનો મેળામાં
મહાલતા રંગત જમાવે છે. આસો વદ  તેરશ એટલે કે ધનતેરશના દિવસથી કારતક
સુદ દશમ સુધી મેળો  જામે છે.
ગોદડીયા ચોરામાં બધાં પાત્રોનો જમાવડો જામ્યો હતો.
હું ગોદડીયો, નારણ શંખ , શાંતિ ધ્રુતરાષ્ટ્ર , કનું કચોલું , કોદાળો, અઠા બઠાની જોડી
 ને  ભદો ભૂત સાથે  અલકમલકની વાતોનાં વડાં તળાતાં હતાં.
એટલામાં ક્ચોલું કહે અલ્યા મેળામાં આપણે બધા જુદી જુદી દુકાનો કરીએ તો સમય
જાયઅને થોડી ઘણી  આવક પણ થાય તો  નવ વર્ષમાં  ઘરમાં કશુંક  વસવાય.  બધા
 
મંજુર થયા.
હવે નર્કપાલિકામાં જઈને પ્લોટ નક્કી કરી તે મુજબની ફોર્મ ભરી ડીપોઝીટ ભરી દીધી.
હવે કઈ જાતની દુકાનો કરવી એની ચર્ચા કરી તૈયારીમાં લાગી ગયા.
અઠા બઠાએ કોંગ્રેસ  કટલરી સ્ટોર કર્યો જેમાં જાત જાતની વસ્તુઓ મળે.જાત જાતની
છરીઓ કાપવા ચીરવાની મળે જેથી કોને ક્યારે કાપવો તે નક્કી થાય .જાત જાતની
છીણીઓ મળે.જેથી કોને ક્યારે છીણવો એ કામમાં આવે. જાત જાતની  કુહાડીઓ પણ મળે
 
ક્યારે કોનું થડ કાપવું કામમાં આવે. દિગ્ગી છરી, સલમાન છીણી , કપિલ કુહાડી વિગેરે.
ધૃતરાષ્ટ્રે ભાજપ ભજીયા હાઉસનો સ્ટોલ કર્યો. જેમાં જાત જાતના ભજીયાં મળે.ડુંગળીના
ગુંચળીયાં રથી ભજીયાં મળે તો ક્યાંક બટાકાનાં લીસ્સાં સદભાવના ભજીયાં મળે.
ક્યાંક વાણી કે જીભ તીખી કરવા મરચાનાં કટ્ટર નિવેદનીયાં   ભજીયાં પણ મળે .
નારણ શંખે પવાર ઘડિયાળ હાઉસ બનાવ્યું . જેમાં જાત જાતનાં ઘડિયાળો મળી રહે.
એક ઘડિયાળ તો દેશ વિદેશના સમય બતાવે જેથી ક્યા દેશમાં કઈ ક્રિકેટ મેચ રમાય છે.
તેનો ક્યાસ કાઢી શકાય. ઘણી ઘડિયાળ પાવરથી છે તો કેટલીક ચાવી ભરવાથી ચાલે.
બીજાને કેમ ચાવી ચઢાવવી તે પણ આ ઘડિયાળ હાઉસ શીખવશે.
ભદા ભૂતે માયા મૂર્તિ ભંડાર નામનો સ્ટોર ચાલુ કર્યો . જેમાં ઢીંગલી, મોટર, બતક, સિંહ
અને હાથી જેવી મૂર્તિઓ હતી. સ્ટોરના ચારેય ખૂણે મોટા મોટા હાથીની મૂર્તિઓ મૂકી હતી.
ભદો કહે હાથી જેવું શરીર હોય તો ખાવું  હોય તેટલું ખવાય અને હાથી તો બેફીકર બને
તો ગામના ગામ ઉજાડે  અને જનતાનું ખાઈ જાય લોકબોલીની પરવા જ નહિ.
કનું કચોલાએ જય લલિતા સેન્ડલ ભંડાર ચાલુ કર્યો. જેમાં જાત જાતનાં પાંચસો જાતનાં
 
ચંપલ સેન્ડલ, સ્લીપર  અને જોડાં મળે.  હલકા ભારે એમ કોઈકને મારવા કે સભામાં ફેંકવા
ચાલે એવાં રંગ બેરંગી ચંપલો સેન્ડલો અને જૂતાં મળતા હતાં.
કોદાળાજીએ લાલુ મુલાયમ ફાનસ સાયકલ ભંડાર બનાવેલો જેમાં જાત જાતનાં ફાનસ વધુ
અને ઓછી રોશની આપે જેથી અંધારે  વીણી ખવાય અને જરૂર પડે તો સાયકલ પર ભાગી જવાય.
મેં ગોદડીયાએ એક બુક સ્ટોર ચાલુ કર્યો .સ્ટોરમાં  ઘણા ગુજરાતી  બ્લોગરોની અગમ નિગમની
વાતો,કવિતાઓ ,ગઝલો , કટાક્ષિકા ,હાસ્ય દરબાર. જોક્સ અને લેખોનાં  પુસ્તકો હતાં.
ઘણા પુસ્તકો કમાલના પણ હતાં જેમકે ભ્રષ્ટાચાર કરવાના રસ્તા, નિયમો,છટકબારીઓ.
જેલમાં જવાથી કેમ બચવું, અગર જવું પડે તો ત્યાં ફોન અને સગવડો કેમ મેળવાય  સાથે
બીજાને ફસાવવાના કારસા, વચનો આપવાની કળા,ભાષણ કરવાની કળા, બીજાને સંબોધી
બોલવાનાં કટુ વચનો, સંસદ વિધાનગૃહોમાં ધમાલ કેમમચાવવી,  ખુરશી ફેંકવાની કળા,
માઈકો કેવી રીતે તોડવાં , ફાઈલો કેમ ફેંકવી , અધ્યક્ષને કઈ રીતે પજવવા આમ ઘણી
કળાઓ શીખવતા પુસ્તકો કળાયેલ લેખકની કલમે લખાયા છે એવા બેનમુન પુસ્તકો
મેળવવાનું એક માત્ર સ્થળ એટલે ગોદડીયા બુક સ્ટોર .
એક જગ્યાએ કોન બનેગા કરોડપતિની જેમ કોન બનેગા પ્રધાનમંત્રીનો ખેલ ચાલતો  હતો.
રંગ બેરંગી તંબુની બહાર એક સરસ રંગીન ખુરશી મુકવામાં આવી હતી.
 
એ તંબુની બહાર એક બાબો એની બહેન સાથે સફેદ લેઘા ઝભ્ભામાં સજ્જ થઈ ઉભો હતો.
જે હમણાં  જ કોઈક ગામડાની મુલાકાત લઈને આવેલો હોઈ ઝભ્ભો મેલો થયો હતો.
બીજા એક વયોવૃદ્ધ કાકા કે જે વર્ષોથી વેઈટીંગની લાઈનમાં છે તે રથ છોડી આવી ગયા હતા.
બીજા એક ફેંચ કટ દાઢીવાળા સજ્જન  સદભાવના સાથે અનંત આશાએ પધાર્યા  હતા.
બીજા એક મો ફૂલેલા ભાઈ  નવ બચ્ચાંના બાપા નીતીશવા નહિ કભી નહિ કરતા સાધના કટ
વાળ ઓળી ઉભા હતા.
  
બીજા ધોતીવાળા નામથી મુલાયમ પણ પહેલવાન હતા. એમની સાયકલમાં  વારંવાર કોઈક
અમરસિંહ નામનો માણસ પંક્ચર પડતો હોઈ ગિન્નાયેલા ઉભા હતા.
એક બહેન હાથી  ઉપર સવારી કરીને આવ્યા હતા તે કોંગ્રેસ, ભાજપ અને મુલાયમને ભાંડતા
 
દલિતોની દુહાઈ દેતા ઉભા હતા એમનો રસાલો ખુબ મોટો ને અનોખો હતો.
બીજા એક બહેન સેકડો સેન્ડલો અને સાડીઓના ઢગલાબંધ સ્ટોક સાથે કદાચ એકાદ અઠવાડિયું
અહી ગાળવું પડે તેવા આશયથી સોએક મોટરોના કાફલા સાથે આવ્યા હતાં.
બીજી બાજુ જોર શોરથી બ્યુગલો ઢોલના અવાજ સાથે પીપૂડા વાગતા તો ક્યાંક  ઇધરરરર..રરરર..
ખેલ શુરુ હોનેવાલા હે . ચકડોળ ચલનેવાલા છે. જલ્દીદીદીદી…. ઇધરરર…  ચાલતું હતું.
ચકડોળમાં પણ અન્ના ફાળકો, કલમાડી ફાળકો, ચવાણ ફાળકો, રાજા ફાળકો, કનીમોઝી ફાળકો
મમતા ફાળકો. શીલા ફાળકો, બાદલ  ફાળકો , હુડ્ડા ફાળકો, શિવરાજ ફાળકો, ડો રમણ ફાળકો
યેદુરપ્પા ફાળકો, મોદી ફાળકો, ગેહલોત ફાળકો  એવા જુદા જુદા ફાળકા ફરતા હતા.
આ બધા ફાળકા એક બીજાને પકડવા મથતા હતા  આમ તો ફાળકો ઉપરથી નીચે આવે પણ
 
આ ચકડોળ નીચેથી ઉપર જતો હતો . બધાને નવાઈ લગતી હતી કે આમ કેમ ?
તો ચકડોળવાળા ભાઈ કહે આ બધા નીચેથી ઉપર ગયેલા છે અને બધાય કરતા કઈક
નવું કરવાની ખેવનાવાળા હોઈ જેમ આંધળી ચાકરણ બન્ને બાજુ ચાલે તેમ બન્ને બાજુ
ચાલનારા છે. જેથી સપડાવાનાં સમયે બીજી  બાજુ ફરી શકાય કે નિવેદન ફેરવી શકાય
હાટકો = બોલો એવું શું છે કે જે આપણે પહેરી શકીએ અને પત્ની પાડે તે ?
                                    રાડો  (ઘડિયાળ)
=====================================================================
સ્વપ્ન જેસરવાકર