Tag Archives: પ્રણવ

ગોદડિયો ચોરો …રાષ્ટ્રપતિ પુરાણ કથા …

ગોદડિયો ચોરો …રાષ્ટ્રપતિ પુરાણ કથા …

================================================================

ગોદડિયા ચોરામાં બધાં પાત્રો રુમઝુમ કરતાં પ્રવેશી રહ્યાં છે . અલકમલકની
વાતો જામી છે .વરસાદ આજ આવું કાલ આવું એમ દસ્તક દઈ રહ્યો છે.
ધ્રુતરાષ્ટ્ર , નારણશંખ,કનું કચોલું , કોદાળોજી, ગોરધન ગઠ્ઠો , અઠ્ઠા , બઠ્ઠા સાથે
ભદ્દા ભૂતની પધરામણી થઇ ચુકી છે. કયારેક વાદળાં ક્યારેક સૂર્ય તો ક્યારેક
ઝરમર અમી છાંટાની આપલે થઇ રહી છે . વીજળીના ઝબકારસાથે વાદળાંનો
ગણગણાટ થઇ રહ્યો છે . બધાં વિચારે છે કે શું થશે ? વરસાદ પડશે કે નહિ.?
ત્યાજ કોદાળોજી કહે અલ્યા ગોદડિયાજી મહારાજ આજે કૈક અવનવી ભારતમાં
સર્જાઈ રહેલા પ્રસંગોની હાસ્ય અને કટાક્ષથી ભરપુર અમૃતવાણી સાથેની
નવીનતમ કથાનો પ્રારંભ કરો એવી આપને વિનંતી છે !
મેં કહ્યું વહાલા ભક્તજનો એવમ વાંચક મિત્રો આજે આપને ” રાષ્ટ્રપતિ પુરાણ ”
એવી રસિક કથા સંભળાવું છું.
પોરાણિક કાલે ભરત ખંડે અંગ્રેજાસુર નામક પ્રજા રાજ્ય કરાની.તેવમ જોર જુલ્મી
શાસનમ વર્તાનીને પ્રજા આઝાદી કારણમ લડત આચર્યાની. મોહન નામક એક
પોતડી ધારની લાકડી ટેકમ સત્યાગ્રહ નામક શસ્ત્ર ધરાની . તબ અંગ્રેજાસુર
હિન્દુસ્તાની છોડાની.ત્યાની પછચ્યાતાની કથા અહમ કહાની ………..
ભક્તજનો પૌરાણીક  ભારતમાં રાજાશાહીનો એક ભવ્ય જમાનો હતો. ઘણાય
રાજાઓ પ્રજા વત્સલ ઉદાર અને જનતા જનાર્દનના લાભ અને સમાજના પ્રશ્નો
વિગતથી સમજી રાજ્ય ચલાવતા હતા.
પછી અંગ્રેજો આવ્યાને દેશ જાણે દહેજમાં મળ્યો હોય તેમ લુંટ ચલાવી બધું લુંટી
ગયા ને મોહન નામના એક દેખ્વે દુર્બળ ભારત માતાના દીકરાએ આ વેદના
જાણી માણીને સત્યાગ્રહનું શાસ્ત્ર ઉગામી એમને ભગાડ્યા .
દેશમાં આઝાદીની ખુલ્લી હવા જામી પડી ને ઝભ્ભા ટોપી ને બંડીવાળા આધુનિક
રાજાઓ કે જે પોતાને પાછા સેવકો કહે છે એવા  રાજ્ય કરવા મચી પડ્યા.
અંગ્રેજોએ ગવર્નર જનરલ માટે જે ત્રણસો ઉપરાંત ઓરડાનું મકાન બનાવેલું  તે જ
આપણું રાષ્ટ્રપતિ  ભવન.
૧૯૫૨ થી આ જાજરમાન ભવનમાં ઘણા વટવૃક્ષ રૂપી આંબા , લીમડા ,વડ પીપળ
જેવા અનેરા ગુણ ધરાવતા મહાનુભાવો બિરાજમાન થયા છે. તેમના દ્વારા
ભારતની ભવ્ય સંસ્કૃતિ , ભારતીય બંધારણ અને ભારતનીજનતાની  ખેવના
રાખી ઈતિહાસને જ્વલંત બનાવ્યો છે .
વચ્ચે વચે સમયાન્તરે બાવળ ને ખેરી બાવળ અને થોર  જેવા ગુણો ધરાવતા
કાંટાળા મહાનુભાવો પણ આ ભવનના ય મહેમાન બન્યા છો .એમણે ભારતીય
બંધારણ, ભારતીય સંસ્કૃતિ અને ભારતની  જનતાની પરવા કર્યા વગર નિર્ણયો
કર્યા છે એના કાંટા ભારતીય બંધારણ,  સંસ્કૃતિના સિદ્ધાંતો અને  જનતાને એવા
વાગ્યા છે કે હજુય  ઈતિહાસનાં સોનેરી પાનાં પીળાં ને કાળાંપડી ગયા છે કે એના
ડાઘ હજુ જતા જ નથી.
તો મિસાઈલ્સ મેન જેવું બિરુદ પામેલા વૈજ્ઞાનિક પણ આ ભવનના મોંઘેરા
મહેમાન  બની ચુક્યા છે.એ  પોતાની સાદાઈ,  સિદ્ધિ,  કાર્યદક્ષતા અને
બાલપ્રેમની  સુવાસ સર્વત્ર ફેલાવી ચુક્યા છે
હવે ગઠબંધન સરકારોની શક્યતાઓ વચ્ચે દરેક પક્ષો પોતાને મનગમતા
ઉમેદવાર વિષે વિચારે છે.
હમણાં આ ભવનમાં જગ્યા ખાલી થવાની છે ત્યારે આ ભવનમાં બિરાજવા ઘણા
મુરતિયાને કોડ જાગ્યા છે.
જેમ પત્નીઓ પોતાના પતિને ” વનસ્પતિ ” સમજે છે
એમ આ બધીય પક્ષ રૂપી પત્નીઓ પોતાને અનુકુળ પડે તેવા વનસ્પતિની
શોધમાં છે
કારણ કે એમને અનુકુળ હોય એવી રાષ્ટ્ર વનસ્પતિ ગોઠવવા ફરે છે
જેથી એ ડાળખી  જેમની વાળવી હોય તેવી વાળી શકાયને પોતાની તરફેણમાં
  ઝુકાવી શકાય
કોંગ્રેસ અને ઘટક દળો આ માટે પ્રણવ મુકરજીનું નામ નક્કી કરે છે .
જયારે ઘટક દળના સહયોગી મમતા બેનરજી કલામ સાહેબને પૂછ્યા વિના જ
એમના નામનીમાળા જપે છે. સીધાસાદા આદરણીય વ્યક્તિના નામે રાજકારણ
રમે છે.
આ મમતાબેન વારંવાર પોતાનો કક્કો  ખરો  એમ જ કહ્યા કરે છે !
એમને મોહ મતા બેન કહેવા કે મોં મતા બેન કહેવા જોઈએ.
એ બોલવામાં મો ને પણ મતું મરાવે એવા છે
આ મુલાયમ નામથી મુલાયમ છે પણ જબરા પલટીબાજ કહેવાય . મમતાજીને
બનાવી ગયા.
આ લાલુ  ફાલુ  કાલુ  માલુ એ બધાય ચઢતી નાવમાં ચડી બેસે એવા જ પાકા
નમૂનાઓ છે .
પ્રણવબાબુ પણ ખરેખર એકે નવ જેવા છે .એક સાથે નવ  કામ કરી નવ પક્ષી વીંધે
એવા છે.
હવે તો બરાબરની જામી પડી છે.
તું  (યુ)  પીએ    (યુપીએ)  બધી જાતના રસ ગટગટાવી  તેજતરાર થઇ ગયો છે.
એના દી આવશે  (એનડીએ ) કે નહિ એતો ભગવાન અને ભારતની જનતા જ જાણે .
શિવસેનાવાળા એનડીએને ખરા સમયે જ લસતા મૂકી મનમાની કરે છે.
જો રાષ્ટ્રપતિ શબ્દ બદલવાનો થાય તો મારા વા’લા એ છત્રપતિ શબ્દ રખાવે
એવા છે.
પેલા પી.એ  સંગ્મા હવે વટે ચઢ્યા છે કે બસ હવે તો હું ચૂંટણી લડવાનો જ !
સંગ્મા હવે તો તાલ લેતા જાય છે અને ગાતા જાય છે.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!……
 નામ છે મારું તો સંગ્મા ને લડવું મારે રાષ્ટ્રપતિના જંગમાં 
જોડાઈ જાવને મારા સંગમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં
રહ્યો પ્રધાન ને અધ્યક્ષ સાથે શોભ્યો છું હું અનેક સ્થાનમાં
જાવું  છે  હવે મોટા ભવનમાં  લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં
હતો હું જ  શરદના સંગમાં પણ એ ના રહ્યો મારા સંગમાં
પાર્ટી છોડી આવ્યો મેદાનમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં
એનડીએ ને છે આશા મારી કહું છું  લાલકૃષ્ણ કેરા કાનમાં
જોડાઈ જાવને મારી જાનમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં
વિનંતી છે મારી એટલી બધાને સંસદ ને વિધાનભવનમાં
મતું મારોને મને મતદાનમાં લડવું મારે રાષ્ટ્રપતિ જંગમાં …
ઇતિ શ્રી ભરત ખંડે ખેંચમ ખેંચા પક્ષે નામ પસંદગી પ્રકરણે  નિવેદનકારી 
પ્રવક્તાએ  પોકારાની ગોદડિયા મહારાજ મુખે  કહ્ન્તિ શ્રી રાષ્ટ્રપતિ પુરાણ કથા
સમાપ્તમ ….
 
સાટકો== આ રાષ્ટ્રપતિ શબ્દ ખરેખર બદલી નાખવો જોઈએ એવું તમને લાગે છે.?
જો કોઈ સન્નારી આ પદ પર હોય ત્યારે રાષ્ટ્રપતિ શબ્દ કેવો વરવો લાગે છે ?
================================================================

સ્વપ્ન જેસરવાકર