Tag Archives: બખડજંતર

ગોદડીયો ચોરો…બખડજંતર બાબાની બખડ વાણી

ગોદડીયો ચોરો…બખડજંતર બાબાની બખડ વાણી

===================================================================

બખડજંતર  બાબાની ભક્તિ વાણી અવિરત વહી રહી છે . ભક્તજનો આતમ વાણીનો

નિરંતર લાભ લઇ રહ્યા છે. ચઢાવો પણ વિપુલ પ્રમાણમાં આવી રહ્યો હતો.

બાબાજી ગાંજાની ચલમ ચડાવી મોટા ભડકા કાઢી રહ્યા છે. ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં

ફેલાઈ રહ્યા હતા.

આ જોઇને પેલા નિવેદન પ્રસાદમાંના એકે બાબાને કહ્યું બાબા તમે આ ઘુમાડા કાઢીને ચોખ્ખી

હવાને બગાડી રહ્યા છો અને ભક્ત જનોના પૈસા બરબાદ કરી રહ્યા છે.

બાબા કહે ભક્ત જનો આ નાદાન પ્રાણીઓ કેવી બકવાસ જેવી વાતો કરી રહ્યા છે.?

संसदानि विधानगृहाणि त्वम् तोफ़नि करयन्ति

माइकं तोदाणि काग्ज्म फ़ाडानि प्रजा धनामि वेद्फ़ानि
 
અર્થાત તમે સંસદ વિધાન ગૃહે તોફાન મચાવી માઈકો તોડી, કાગળો ફાડી પ્રજાના પૈસાનો
 
વ્યય કરો છો એનો જરા વિચાર કરો .

બીજો નિવેદન પ્રસાદ કહે બાબા આ અફીણ પી અને પીવડાવી તમે લોકોનું  અહિત કરો છો

અને શરીર તોડવાના ધંધા કરો છો .

બાબા કહે ભાઈઓ આ મુર્ખ લોકો કેવી બેહુદી વાતો કરે છે.

प्रजनि धनानि लुटानि मोघवरी जीवानि दुष्कर्याणि जनतानि त्रहिमं पोकराणि

तवं भादाणि भथ्थानि लुट्म चालवानि जनता कमरम तोदाणि त्वम् न यादम आवनि

તમે પ્રજાના પ્રજાના પૈસાની લુંટ ચલાવો છો મોઘવારી વધારી જીવન દુષ્કર કરો છે અને ભાડાં

ભથ્થાંની  પણ  લુટ ચલાવી પ્રજાની કમર તોડી નાખો છો તે યાદ આવતું નથી.

એક પક્ષનો નિવેદન પ્રસાદ કહે બાબા આમના પક્ષના લોકોએ ખુબ ભ્રષ્ટાચાર ચલાવ્યો છે

હજુ તપાસ ચાલે છે અને ઘણા જેલમાં છે

भ्रष्टाचारानि अत्याचारानि दुराचारानि घासचाराणि गोचरचाराणि सर्वं मानव चराणि

दिने दिने समाचारं दर्शावानिं कल्जुग्म ये सर्वं कःन्ति सदाचारं

ભ્રષ્ટાચાર અત્યાચાર દુરાચાર ઘાસચાર ગોચર સર્વે માનવ આચરે છે. અને સમાચારમાં દર્શાવાય છે .

કળયુગમાં આ સર્વે સદાચાર બની ગયું હોય તેમ લાગે છે. ઘણા નેતાઓ જેલમાં છે .

પણ ક્યાંક એવુંય  બને છે……………………………………………………………………………

જનતા જાય છે જેલમાં અને નેતા રહે છે મહેલમાં

બીજો નિવેદન પ્રસાદ  કહે બાબા આમના પક્ષના ઘણા પ્રધાનો  હમણાં સ્ટેજ પર ઉંઘતા

જોવા મળે છે .

બાબા કહે ભાઈ ભરપેટ જનતાનું નાણું ઝાપટી લીઘુ હોય બેન્કોમાં અબજોની થાપણો હોય.

 પછી નિરાતે ઉઘ આવે. બીજું કે એમના નેતાએ વારંવાર કહ્યું છે કે તમે એક દિવસ જાગો

પછી હું જાગીશ હવે એમના નેતા જાગે પછી આ બાપડા ઉંઘે જ ને.?

 બીજું  કે એમને ભાષણ રાગ આલાપવાતો હોય તો નિંદ્રા આવે જને ?

બિચારા મત વિસ્તારમાં જાય તો મતદારો ઉઘવા ના દે ?

સચિવાલયમાં મુલાકાતીઓ ના ઉંઘવા દે ?

ઘેર જાય તો પત્ની ને પુત્રો પૂછે આ કેટલા  તોડી લાવ્યા બસ આટલું જ કેમ ?

 એમ એ ઊંઘવા ના દે ?

પછી બિચારા સ્ટેજ પર ના ઊંઘે તો ક્યાં  ઊંઘે.?

હમણાં કિશાન યાત્રાનો  શંખ નાદ ફૂંકાયો . પેલા બાર કાનવાળા (કાનબાર) ભાઈને
 
આજથી હજરો વર્ષ પહેલાનું સ્વપ્નું આવ્યું અને જાહેરાતમાં જબરા પાત્રો મૂકી દઈ

 બુદ્ધિનું બારમું દર્શાવ્યું છે.

ભૈલા  બાર કાનવાળા તારી ટીકીટ પાકી હોકે ?  લડવાની તૈયારી શરુ કરી દે !!!!!!!!!!!!!!!!!

ભાઈ પક્ષના પ્રમુખ ” રણછોડ ” હોય ને એ જ રાજમાં ગાયોના ચરા ચરાઈ જાય .

એ કેવું આશ્ચર્ય ?

રણછોડે તો ગાયોને ચરાવી હતી ભૈલા ગાયોને ભૂખે નહોતી મારી .?

હા આ રણછોડ  ક્યારેક ક્યારેક  ફળ – દે છે એટલે જ ફળદુ કહેવાય છે.

હમણાં માણસમાં ફળ ના દીધું પણ પછી નગરપાલિકામાં ફળ દીધું.

વાહ રણ…..છોડ ….વાહ.

હાટકો==  શ્રી પ્રતિભાબહેને પ્રવાસમાં જબ્બર પ્રતિભા દેખાડી બધાયને પાછળ પાડી નંબર વન બની ગયા..

              રાષ્ટ્રપતિ  શ્રીમતી પ્રતિભાબહેન પાટીલે બધાય રાષ્ટ્રપતિઓ કરતા વધુ પ્રવાસ ખેડ્યા…જય હો ..

=============================================================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડીયો ચોરો…બખડજંતર બાબા.. હાસ્ય કથા

ગોદડીયો ચોરો..બખડજંતર બાબા 

=========================================================

ગોદડીયો ચરો જામ્યો હતો. દેશ પરદેશની મીઠી મધમધતી વાતો ચલતી હતી.

ધ્રુતરાષ્ટ્ર કનું કચોલું નારણ શંખ અઠા બઠા ગોરઘન ગઠ્ઠો કોદાળોની રંગત જામી

ત્યાં જ કોદાળો કહે અલ્યા ગોદડીયા તું પેલા બાબાની વાત કરતો હતો તે કહે.

મેં કહ્યું મિત્રો આજે તમે હસીને બેવડ થઇ જવો એવી અનોખી વાત સંભળાવું .

ચરોતર પ્રદેશમાં ખુબ ફળદ્રુપ જમીન છે . સોનાની લગડી જેવી જમીન.

અમારું ચરોતર એટલે ચઢ-ઉતર . કોઈ ઉંચે ચઢ્યો હોય તેને ઉતારી પોતે ઉંચે

ચઢવા માથે ત્યાં પેલો પાછો એને ઉતારે એટલે મેં એનું નામ રાખ્યું ચઢ-ઉતર .

પેટલાદ પાસે શાહપુર નામે એક ગામ આવેલું છે તેની સીમમાં એક ચરો છે

એને ઢેબરીયો  ચરો કહે છે . શિયાળામાં ઘણા બધા ટાઢાં ઢેબરા ખાવા જાય.

એ ચરામાં એક બાબા બખડજંતર આવી ચઢ્યા ને ઝુપડી બનાવી ધામા નાખ્યા.

આમે બધા પ્રદેશો કરતા ગુજરાતીઓ પાસેથી સરળતાથી પૈસા ખંખેરી શકાય.

બાબા આમેય ગંજેરી હતા એટલે અફીણ ગાંજો એવી નશીલી ચીજોના બંધાણી.

પેલો પોપટીયો પ્રધાન થયેલો એ આ બાબાના મંતર જંતરના પ્રતાપે.

આમેય બાબાઓ વડા પ્રધાન, મુખ્ય મંત્રી, મંત્રી કે પ્રમુખ થવા  માટેની  વિધિઓ

કરતા જ હોય છે . એમને બે ચેલા જોઈતા હતા તે પોપટે બાબુ બાટલી અને શના શીશીને

મોકલી બાબાનું કામ આસાન બનવી દીધેલું.

બાબાએ એક માંચડો બંધાવી એના પર એક મજાની ઝુપડી બનાવી દીધેલી .

હવે બાબાઓ ચેનલ પર આવે તો આ બાબાને થયું કે હું કેમ નહિ ?

પણ એ માટે પૈસા અને સ્ટુડિયો વાધકો એમ મંડળી જોઈએ. બાબા આ અંગે વિચારતા જ હતા.

ત્યાં બાબુ બાટલી અને શના શીશીએ કહ્યું બાબા આ ઝુંપડીની સામે જે લીમડો છે ત્યાં આગળ

એક મોટો અરીસો ભરવી દઈએ . તમે માંચડા પરની ઝૂપડીમાંથી બોલો અને ભક્તજનો

આપનેઅરીસામાં જ્ઞાનની વાતો કરતા જુએ એટલે આપ ટી.વી.માં આવી ગયા કહેવાવ .

બાબાને આ વિચાર પસંદ પડ્યો ને કામકાજ શરુ થઇ ગયું.

હવે ચૂંટણીની મોસમ આકાશે ડોકિયા કરવા લાગી હતી. ઘણા ટીકીટના દાવેદારો પણ બાબાના

દર્શને આવી આશીર્વાદ માગવા અને ભેટ ચરણે ધરવા આવવા લાગ્યા.

ગુજરાતના બે પક્ષો પણ ચુંટણીની તૈયારીમાં લાગી બાંયો ચડાવતા હતા.

મોવડી મંડળે પણ બાબાનો અને ભક્તોનો તાગ મેળવવા નક્કી કર્યું. કેમ જાણે વાત ફેલાઈ ગઈ

હોય કે અંદરના માણસોએ  લીક કરી હોય પણ ભાજપ અને કોંગ્રેસના બે જણા કાર લઇ આવી ગયા.

આ કારો પણ કદાચ કટકીમાંથી જ વસાવી હશે.

દરેક પક્ષમાં એક આવેદનકુમાર. એક નિવેદનકુમાર અને એક ભાષણકુમાર અચૂક હોય.

જોકે પક્ષમાં દંડક પણ હોય . એમને દંડ કરવાની સત્તા જ ના હોય ખાલી નામના  દંડક.

દંડની સજા તો મોવડી મંડળ જ નક્કી કરે .

દરેક પક્ષમાં એક પ્રવક્તા અચૂક હોય પણ એ નામ પ્રમાણે પર-વક્તા હોય એટલે કે એમને તો

બીજાનું વકતવ્ય જ જાહેર કરવાનું એમનું પોતાનું મગજ નહિ દોડાવવાનું .

આ બે મોંઘી  ગાડીઓ જોઈ બાબા મનોમન ખુશ થયા . બાબાને થયું વાહ બે બકરા તો આવ્યા.

બાબા આમતો ખાસ ભણેલા નહિ પણ પેલી કહેવત છે ને કે દશ શ્ર્લોક અને બેચાર શાયરી ને

ચાર પાંચ ટુચકા આવડતા હોય ને રામાયણ કે બીજી કોઈ વાર્તા આવડે તો માણસ કથા કરી શકે .

એ બાબા જોરથી સંસ્કૃતમાં  બોલી ઉઠ્યા.

जानामि चुनाव आकाशम् गरजानि तत् षण्म यादम हम आवानि

कुर्शी देविकी जरुरत्म पदानि तदानि दोनम् परति यहि तक आवानि

બાબાએ બંનેને આશીર્વાદ આપ્યા અને શના શીશીને અફીણનો પ્રસાદ આપવા કહ્યું.

પેલા આમતો બધીય રીતે બનેલા જ હતા પણ જાહેરમાં આ રીતે અફીણ માટે શરમાવા લાગ્યા.

બાબા કહે  – शिखण्ड्म ज्ञब धीसनि तब मिठा होनानि

અર્થાત શીખંડને જેમ ફીણવામાં આવે છે તેમ મીઠો થાય છે તો અ- ફીણ મીઠું જ છે.

તો રહેવાદો ગાંજો ચલમમાં જમાવો અને એક બે સુટા મારો .

પેલા કહે બાપજી ગાંજો ..!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

બાબા કહે અલ્યા તમે લોકસભા કે વિધાનસભમાં ગાજો  છો તો આમાં ખાલી અનુસ્વાર જ ઉમેરાયું છે.

બોલો આપની સમસ્યાઓ શું છે ? જલ્દી જણાવો ? મારે દર્શન દેવા અને પ્રવચનનો સમય થઇ ગયો છે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

બંને પક્ષના નીવેદનીયાકુમારો શું કહે છે અને બાબા કેવા જવાબ આપે છે તથા બાબા સંસ્કૃતના કેવા

અલોઉંકિક ઉચ્ચારો  કરે છે બને પક્ષોના નીવેદનીયા કેવા પ્રશ્નો રજુ કરે છે તે જાણવા આવતા અઠવાડિયે

રજુ થતો “ગોદડીયો ચોરો ” અવશ્ય વાંચો.

 

સાટકો – જ્યારથી શાહરુખની રા -વન રજુ થઇ ત્યારનો ધરતીથી અધ્ધર ચાલે છે

અલ્યા શાહરૂખ નકામો અકળાય છે તારાથી મોટા માસ રાવણો આ દેશ ચલાવે છે.

===============================================================================
સ્વપ્ન જેસરવાકર