Tag Archives: ભમરડા

ગોદડીયો ચોરો…ભમરડાઓનું ભોપું આવ્યું રે !

ગોદડીયો ચોરો…ભમરડાઓનું ભોપું આવ્યું રે !

==============================================================

જાજરમાન સ્થળ પર એક સુંદર નાટિકા ભજવાઈ રહી છે. જે  ભમરડાઓ પોતાની જાતને

જાતે જ નામાંકિત ગણે છે એવાઓનો સમૂહ જ્યાં બેસે છે તે આ નાટિકાનું સ્થળ છે.

ભોપુંનો અર્થ અહિયાં વાહન સમજવું. કેમ કે જુના સમયની મોટરોમાં ભોં …ભોં ભોં વાગે તેવાં

ભોપું યાનિકી હોર્ન આવતાં હતાં.

ભમરડો ગોળ ગોળ ફરે અને ઘણીવાર એક બાજુ ઘણીવાર બીજી બાજુ નમે એમ આ

ભમરડાઓ ઘણી વાર જરૂર હોય ત્યારે જનતા ભણી નમે નહિતર પાંચ વર્ષ સુધી એમનો

પક્ષ એમની સરકાર એમનું હાઈ કમાન્ડ એના ભણી જ નમે.

પછી ભલેને જનતાનું અહિત થતું હોય કે જનતાના લાભનો નિર્ણય ના હોય પણ એ સરકાર કે

પક્ષ અથવા હાઈ કમાન્ડની તરફેણમાં જ આ ભમરડો ઘુમરડી લેતો જાય ને ફરતો જાય.

હવે સમજી ગયા હશો કે આપણા દેશમાં ચૂંટાયેલા  ભમરડાઓ જ ખુબ નામચીન છે.!

હવે જરાક હોંકારો  ભણજો મારા બાપલીયા કે આ નાટિકા કેવી લાગી ???????????????

પડદો ખુલે છે સરસ મજાનો સેટ ગોઠવાયો છે . બધા પોત પોતાના ભોપું s (વાહનો) સાથે
 
પ્રવેશે છે

સંસદના ચોકીદારો અને પાર્કિગ વ્યવસ્થા જાળવનારા સાથે અલપ જલપ જામે છે.

પેટ્રોલના ભાવ વધી જવાથી આ મહાશયોએ પોતાની સરકારી કાર પોતાના પુત્ર પુત્રી કે

દીકરી જમાઈ અથવા સાળા સાળીઓને આપી દીધી છે જેથી એ જનતાના પૈસાથી લહેર કરે !

હવે સંસદમાં જવા માટે કેવા વાહનોનો ઉપયોગ કરે છે અને ત્યાં શું રંગત જામે છે એ માણો

ત્યાં જુદી જુદી જાતની છડી પોકારતા મહાનુભાવો પોતાના ભોપું (વાહન )સહીત પ્રવેશ કરે છે .


         ચિત્ર માટે ગુગલ મહારાજનો આભાર

=============================================================

સર્વ પ્રથમ મનમોહન આણી મંડળી પાડા પર બેસી પ્રવેશે છે ઘણા કોંગ્રેસીઓ પાડાઓ પર

બેસી મારા વા’લા આગળ જવા ધક્કા મુક્કી કરે છે એમની નજર મેઈન સીટ પર છે.

પાડા પર એટલે કે પાડાની જેમ આદર્શ સોસાયટી, કોમ્યુનીકેશન, ખેલોત્સવ અને પેટ્રોલમાં

પાડાની જેમ ઘણું બધું ચરી લીધું છે.

જેમ માનનીય શાહબુદીનભાઈ રાઠોડ કહે છે કે….

કોઈ દિ સાભળ્યું છે કે પાડો વગડામાં ચરવા ગયો ને ભેંસ માટે ચારો લેતો આવ્યો .

ના…ના..ના.. પાડા પોતે જ બધું ચરી જાય છે કોઈના માટે કશું જ ના છોડે.

દરેકના પંજાની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું છે . કોઈકે પૂછ્યું ભાઈ આ શું થયું ?

તો કોઈક અવળ ચંડો કહે ભાઈ આતો ભ્રષ્ટાચારના કાંટા વાગી રહ્યા છે બાકી કોઈક દિગ્ગી
 
બાબાના નિવેદનોથી પ્રજાએ પત્થર માર્યા એટલે હાથના  પંજામાંથી લોહી ટપકે છે.

બીજા લાલકૃષ્ણ આણી મંડળી ૧૯૮૯થી ચાલુ કરેલા જુના ઘસાઈ ગયેલા રથમાં પ્રવેશ કરે છે.

રથમાં ઘણા બધા આજુબાજુ ને ઉપર ચઢી ટીગળાઈ ગયા છે . ઘોડા પણ હાંફી ગયા છે .

રથના પૈડાઓ પણ હવે કિચુડ કિચુડ બોલે છે ઘણી જગ્યાએથી વાંકા ચુંકા થઇ ગયા છે.

રથ અને ઘોડા પણ વિચારતા હતા કે મારું વાલું જયારે સતારુપી ખુરશી મળે છે ત્યારે અમને

ભંગારમાં ફેકી દે છે ને પાછા સતા મેળવવા અમારો ઉપયોગ કરે છે !

રથ પર કમળ ગોઠવેલાં છે એની પાંદડીઓ અંદર જ  બેઠેલા વારંવાર તોડી નીચે ફેંકે છે .

બોલો કેવો યોગાનુયોગ કહેવાય જે ડાળી પર બેઠા હોય એ જ ડાળીને કાપવાની .

મૂર્ખાઓના  કાંઈ મહાસાગર ભરાતા હશે ખરા ? ના અહિયાં  ભરાય છે !

મુલાયમસિંહ એમની સાયકલ પર ઘંટડી વગાડતા વગાડતા આવી પહોચે છે

એમણે  હમણાં જ નવા વ્હીલ અને ઘંટડીઓ સાથે થોડું સુશોભન પણ કરાવ્યું છે

લાલુજી પણ હ્ટ ફટ કરતા કરતા ભેંસોનું ઝુંડ લઇ ઉપર લાલટેન મુકાવી આવી રહ્યા છે .

ભેંસોનો ચારો બધો એજ ચરી ગયેલા એટલે ભેંસો પણ સમય આવે સારો ચારો મળશે એ

આશાએ વાહન બનવા તૈયાર થઇ ગઈ.

અજીતસિંહ ખેડૂત એટલે એમણે બળદ ગાડું લઈને આવતા ડચકારા બોલાવવાનું શરુ કર્યું .

માયાવતીજી હાથીઓની ધરખમ ફોજ સાથે પ્રવેશ કરે છે. હાથીઓ બીજા બધાને જોઈને

ગાંડાતૂર બની જાય છે ગમે તે વસ્તુ ફંગોળવા લાગે છે. બધા પ્રાણીઓ ભયભીત બની જાય છે .

છેલ્લા પાંચ વર્ષોથી હાથીએ પ્રજાના એટલા બધા પૈસા હવામાં ફંગોળ્યા છે કે  રૂપિયા ઉંચે

  ઉડીનેહાથીના શરીર પર એવા ચોંટી  ગયા  કે   હાથીના પૂતળાંની કિંમત  અબજોની થઇ

ગઈ .બોલો આપણા દેશમાં જ આવું બની શકે હોકે !

શરદ પવાર ચાલતા ચાલતા ગળે મોટા ઘડિયાળો લટકાવી એલાર્મની ચાવીઓ ભરી મોટેથી
 
મોટેથી ઘંટડીઓ વાગતા આવી પહોચે છે.

દ્રમુકવાળાનો સૂર્ય  રાજા ને મારન અને  ક્નીમોઝીથી ઝગમગી ઉઠ્યો છે એટલે ઉગતા સૂર્યના

પૂઠા બનાવી લઈને આવી ગયા .
 
અન્નાડીએમકે હમણાં બે પાંદડે  થઇ ગયા છે એટલે બે પાંદડાની ડાળખી લઈને આવી ગયા .

તૃણમુલવાળા મમત લઈને રંગબેરંગી પાંદડા લઈને આવી ગયા .

અકાલીદળ ત્રાજવાં લઈને ફરે છે કોને કેટલું આપવું ને કોનું કેટલું લઇ લેવું તેની ગણતરી

સાથે ઝૂમે છે .

એવામાં શિવસેનાવાલા ધનુષ્ય બાણ યાનિકી તીર કામઠા લઇ બાળા સાહેબ  ઠાકરે ની જય

બોલાવતા પ્રવેશ કરે છે. મી મરાઠી માનુષ …મી મરાઠી માનુષ એમ હોંકારા દેકારા કરે છે .

હવે આ તો અસ્ત્ર શાસ્ત્ર ગણાય એટલે એને લઇ સંસદમાં પ્રવેશ ના કરાય એટલે પાર્કિંગવાળા

એમને ધનુષ્ય બાણ રથમાં મુકવા કહે છે. રથાવાળા મુકવા દેવાની ના પાડે છે .

શિવસેનાવાળા કહે છે અલ્યા બબૂચકો અમારો ટેકો મળે છે ત્યારે જ તમારો રથ આગળ વધે

છે .નહિતર રથના પૈડા ક્યારે  ફસકી પડેશે એ સમજાશે જ નહિ એટલે દોઢ ડાહ્યા થયા વિના

અમે કહીએ એમ કરો  સમજ્યા ?

માંઝી સટકેલ તો ઈધરુંન બાનાવલી અર્જુન માફિક બાન ચલાવન .

એલા અમારા ધનુષ્ય બાણ સાચવીને સરસ ઠંડકમાં મૂકજે નહિતર મુબઈ આવીશ ત્યારે તને

શિવસેનાના દરબારે ઉભો કરી દઈ ફટકારવામાં આવશે

હવે આ બધા વાહનો આવી પહોચે છે પછી પાર્કિંગ વ્યવસ્થાની જબરી રામાયણ થાય છે.

પાડા, ઘોડા, ભેંસો અને બળદો સંસદ ભવનની લોન ચરવા બેસી જાય છે .

પેલા બે પાંદડા અને રંગીન પાંદડીઓ જોઇને પશુઓ ખાવા માટે દોટમદોટ કરી મુકે છે

હાથી કોઈને ગાંઠતો નથી . બધાનો ખુડદો બોલાવવા આમતેમ  ઝૂમે છે

મુલાયમ કહે ભાઈ આ ગરમીમાં અમારે સાયકલો માટે ગરાજ જોઇશે નહિતર ધૂળ ઉડશે અને

પાછુ ટાયરમાં પંક્ચર પડી જશે .માંડ માંડ હમણાં જ સાયકલ રીપેર થઇ છે .

શરદજી કહે ભાઈ આ ઘડિયાળો પર કાચ બેલ્જીયમના છે અને થોડાક પર પ્લાસ્ટિક લગાવેલું

છે જો ગરમીમાં તાપ પડેતો તિરાડો પડી જાય એટલે વાતાનુકુલિત જગ્યામાં સાચવીને મુકો

હવે ચોકીદારો પણ મુઝવણમાં મુકાઈ ગયા .

સરસ મજાની લોન ઘોડાં બળદો ને પાડા ભેંસ ચરી જાય તો પર્યાવરણવાદીઓ હાકોટા

પાડીને ધમાલ મચાવે ને સરઘસ રેલીઓ કાઢે કે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે.

પાર્કીંગમાં કામ કરતા સેવકો એમ પણ  વિચારવા લાગ્યા કે………………

જો  આ ભેંસ , પાડા , બળદ અને ઘોડાને લાકડીથી કે દંડાથી હાંકી  કાઢીએ તો પાછાં

મેનકા ગાંધી મૂગાં પશુઓ પર અત્યાચારના પોકારો પાડી પોતે હજુ જાગૃત છે  ને

રાજકારણમાં સક્રિય છે એવી પ્રતીતિ ભારતીય જનતાને કરાવે.

એમની પીલીભીત ને ધોળાવીને કાયમ એ લીલી રાખવા માંગે છે

જેથી ભવિષ્યમાં પશુ પક્ષી પ્રેમીઓના મત મેળવે.

હવે તો આ બધા કર્મચારીઓ  કોનું સાંભળવું એજ પ્રશ્નમાં બઘવાઈ ગયા ને અંદરો અંદર વાત

કરવા લાગ્યા.

એક દોઢ ડાહ્યો કહે હવે આપણે પ્રણવ બાબુને કહી આ બધા માટે અલગ અલગ ગરાજ

બનાવવાંપડશે.પણ પ્રણવદા આ માટે  નાણાંની જોગવાઈ કરશે ખરા . કહેશે કે ભાઈ આ

બજેટમાં કોઈ જોગવાઈથાય એવી શક્યતા જ નથી. આવતા બજેટમાં વાત !

હાટકો==

સાંસદ-ધારાસભ્ય અને બીજા પદાધિકારીઓને  ભમરા કરડતા મચી ગઈ નાસભાગ (એક સમાચાર)

લ્યો બોલો ભમરડાઓને ભમરા કરડયા.  !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ચોક્કસ ચુંટણીમાં ભમરાઓને આપેલું વચન ભૂલી ગયા હશે !!!!!!!!!!!!!!!!!!!!!! 

=====================================================================

સ્વપ્ન જેસરવાકર