Tag Archives: ભેખડે

ગોદડિયો ચોરો…ભદો ભેખડે ભરાણો.

ગોદડિયો ચોરો…ભદો ભેખડે ભરાણો.

========================================================

ગણેશોત્સવનો રંગ બરાબર જામ્યો છે. વિધ્નહર્તા ગજાનન ગણેશજી વિદાય લેવાની

તૈયારી કરી રહ્યા છે. ભાવિક ભક્તો મનની હર મુરાદો પૂરી થાય એ માટે ગજાનનજીને

માનતા બાધા આખડી રાખી સોના ચાંદીથી મળી રૂપિયા ડોલર કે પાઉન્ડની ભેટ સોગાદો

ચઢાવી રહ્યા છે .

ગોદડિયા ચોરાનાં પાત્રો બાપાનાં દર્શન કરી આલબેલ પોકારી પધારી રહ્યાં છે.

ગુજરાતમાં નીકળતી યાત્રાની ચર્ચા ચકડોળે ચઢી છે

હમણાં એક માસથી યાત્રાઓની રમઝટ ગુજરાત ભરમાં જામી રહી છે. જાણે કે યાત્રા યુગમાં

ગુજરાત પ્રવેશી રહ્યું છે

અમારા ગોદડિયા ચોરાના ભદા ભૂતને નેતા થઇ જવાનું ભૂત સવાર થઇ ગયેલું.

એને કોઈએ ગમ્મતમાં કહેલું કે આ વખતે મોદી અને કોંગ્રેસ તેમજ બીજા પક્ષો સારા અને

વગવાળા ઉમેદવારોને પસંદ કરશે એ જાણી ભદો ભૂત પોતાને એક સક્ષમ નેતા સમજતો.

એ ઘેર તેના બાળકો અને પત્નીને સવારમાં ભાષણ આપતો. જુઓ કામ બરાબર થશે તો તમને

ચોકલેટ મળશે . પત્નીને જુદા જુદા કલરમાં ચાંલ્લા આપવાનું વચન આપતો.

ગામમાં ચોરા પર લોકો ભેગા થયા હોય કે મંદિરે દર્શન કરવા જતા આવતા લોકોને જોઇને

બસ ભાષણ કરી વચનો આપતો થઇ ગયેલો .

ભદો ભાષણમાં કહે ” ભૈઓ અને બુનો જો આ ચટણીમાં મને વરરાજો બનાવવાની હંધીય તયારી

મેં કરાઈ દીધી છે”

“જો ઓણસાલ હૂ દલ્લી પોચ્યો તો તમે હંધાયને  દલ્લી દરબારમાં ઓટા (આંટા)  ફેરા મારવાનું

પુન ( પુણ્ય) મલશે. મારા જેવો હબલ ( સબળ) મુરતિયો કોઈ પખને ( પક્ષ) મળવો મુસ્કેલ સે “

મેં “પનદર ( પંદર ) હતર  ( સત્તર )લેધા ઝબ્બા ને ટોપીઓ હિવડાઈ (સિવડાવી ) લીધી સે”

“પાછુ ત્યોંથી  (ત્યાંથી)ઠેઠ ગેર ( ઘેર )પાછો ચ્યો નાહમ નાહ (નાસમ નાસ) કરું.

મારી ભેળહેળ ( ભેળ સેળ )   જેવી ભદલી (પત્ની) પણ હમજાઇ ( સમજાવી ) દધુ  ( દીધું ) કે

હવે આપણને ન્યાં  ( ત્યાં ) જવાનું સે “

જો કોઈ મંડળ  ગણેશ મહોત્સવમાં ભદા ભૂતને આરતી એવા ટાણે બોલાવે તો પણ ભદો બસ

ચુંટણીના મૂડમાં જ હોય એને એમ કે આપણને ટીકીટ મળી ગઈ ને આપણે નેતા  થઇ ગયા છીએ.

ત્યાંય પાછો ભાષણ ભરડે ” ભૈયો ને બુનો હાંભળો ( સાંભળો ) જો આ ગનપતિ બાપા ની હાક્ષીએ 

(સાક્ષી )  ઉં (હૂ ) કવ (કહું) સુ   (છું) આપડે (આપણે) ગાંડી (ગાંધી) બાફું (બાપુ)જેમ રાજ કરવું સે “

“હંધાયને (બધાયને) વેંચી વેંચીને  ( વહેંચી વહેંચી ) ખાવાનું સે “

“મોટરમાં ને બલૂનમાં હંધાયે બેહવાનું સે . એકલા એકલા નથી ઉડવાનું  એ બલુન હંધાયનું સે”

ભાષણ ચાલતું હતું ત્યાં એક મુષક રાજ ગણપતિ દાદાના વાહન તરીકે પ્રસાદ લેવા આવી પહોચ્યા.

ભક્તો કહે ભાઈ એમને નસાડો એ પ્રસાદ બગાડશે.

ભદો કહે ” ભગતો હાંભળો લ્યા આ ઉંદયડા  (ઉંદર) જેવા જ આપણા પરધાનો સે “

“મારા બેટા ચેટ ચેટલું  ( કેટ કેટલું )ફોલી ખાય તોય ધરાતા નથી ” !

મારા વા ‘ લા ફોલી ખાય ને વચનોની ફુંકો મારતા જાય “

ત્યાં કોઈ કહે ભદા ભગત જો આવું ભાષણ ભરડશો તો કોઈ પક્ષ ટીકીટ નહિ આપે હોંકે ?

ભદા ભગત ચુપ થઇ લાડવાનો પરસાદ લઇ ઘેર ગયા.

યાત્રામાં લોકોની ભીડ એકત્ર કરી ચુંટણીમાં વાતાવરણ પોતાની તરફે કરી લેવા માટે બધાજ

રાજકીય પક્ષોની હોડ જામી છે. મોટા પ્રદેશ કક્ષાના નેતાઓ જીલ્લા તાલુકાવાર મીટીંગ કરી

કાર્યકરોને માણસોનો ટાર્ગેટ જણાવી રહ્યાં છે .

અમારો ભદો ભૂત આવી એક મીટીંગ વિવેકાનંદ ( વિવેક વગરના આનંદની )

યાત્રા માટે મળેલી એમાં ગયેલો .

નેતાઓ ને પદાધિકારીઓનાં એક  જ મુદા પરનાં ભાષણો  પુરાં થયાં ને માણસોનો ટાર્ગેટ

લખવાનું શરુ થયું.

કોઈ કાર્યકર કહે હૂં પચાસ માણસો લાવીશ,   કોઈ કહે સો માણસો, કોઈ કહે દોઢસો ,કોઈ કહે બસો.

ત્યાં એકદમ ભદો ભૂત એકદમ ઉભો થઇ ગયો ને બુમો પડી કહેવા લાગ્યો .

ભદાને એમ કે ગામમાં ભવાઈ હોય ત્યારે આરતી કે ગીતોમાં ચઢાવો બોલે છે એમ કૈક હશે.

” હાંભળો લ્યા હાંભળો મારું કેવું ( કહેવું) હાંભળો . મારે કૈક ભાશણ ( ભાષણ )કરવું સે .”

બધા એકદમ આશ્ચર્ય પામીને ભદા ભૂત સામે જોઈ રહ્યા. ભદાએ ભાષણ ચાલુ કર્યું.

ભઈઓ બુનો ને કાયર  કરતાઓ ( કાર્યકર્તા )  આપણા પાનસો  ( પાંચસો ) લખી ડો ( દો ).

આપણે ઓમેય  ( આમેય )  ચૌય  ( કંઈ ) ઓસા (ઓછા ) જાનીતા  ( જાણીતા) નથ ( નથી)

બધાયે ભદાને તાળીઓથી વધાવી ખુબ શાબાશી આપી.

ભાળો ઘેર આવી ભદલીને કહે આપણે પાનસો ( પાંચસો ) લખાવી દીધા .

ભદલી કહે ચ્યોંથી (ક્યાંથી ) લાવશો ઘરમાં પાયલુંય ( પાવલી ) પણ પડ્યું  નથી.

ભદો કહે વાયડી પૈસા નઈ  ( નહિ ) પન ( પણ ) માણસો લખાયા સે .

ભદલી કહે અવે  ( હવે ) ઘેર પરસંગ ( પ્રસંગ ) હોય તો પોચ ( પાંચ ) ભેગા થતા નથી ને

તમે પોનસો ( પાંચસો )  લઇ  જશો ચ્યોંથી ?

ભદો  ભૂત વિચારમાં પડી ગયો હવે એને મારેલી બડાશોનું  ભાન થયું. ઉદાસ ચહેરો અને પડી

ગયેલા મોઢે એ ગોદડિયા ચોરામાં પ્રવેશ્યો.

કનું ક્ચોલું કહે અલ્યા ભૂત આમ બારેય  વહાણ ડૂબી ગયા હોય એમ દીવેલિયું મોઢું કરીને કેમ

બેઠો છે.?

ભદા ભૂતે સમગ્ર વાત અમને બધાને જણાવી .

એટલે મેં કહ્યું ભાઈ આ ગજાનન બાપા ગણપતિ દેવ સામે ભદો ખરેખર સાચું બોલ્યો છે.

ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા ગોદાડિયા વાતમાં મોણ નાખ્યા વગર સીધે સીધું સમજાય.

મેં કહ્યું અલ્યા ” ગણ એટલે સમૂહ .”  ” જનતાનો સમૂહ “

” સમુહને દોરે તે  સરકાર કહેવાય.”

“દુંદાળા દેવનું વાહન એટલે મુષક ” મુષક એટલે ઉંદર . આ ઉંદર બાપાની પ્રસાદી આરોગી જાય.

જનતા માટેની સુવિધા જેમ કે ” રસ્તા, પુલ, અનાજ, કોલસો, આરોગ્ય, ખાતર, બીજ , વાહન વ્યવહાર

એવી અનેક સુવિધાને આ ઉંદરો ( નેતા, પ્રધાનો, કાર્યકરો  સમજવું ) પ્રસાદ સમજીને કાતરી ખાય છે .

બીજું કે અલ્યા ભૂત તારે ” કોદરા લાવું કે કોદરી “ એમ પૂછવાની તારે  ક્યાં જરૂર હતી ?

“મારા વા ‘ લા આવું પૂછીએ તો કહે અલ્યા અહિયાં  ભરડવા કોણ નવરું છે. કોદરી જ લાવજો “

તારે આટલા માણસો લાવીશ એમ કહેવાની કયાં જરૂર હતી કે મોટેથી ભસી પડ્યો.

ખેર હવે જે થશે તે જોયું જશે. ચિંતા  ના કરતો. જરા હિમ્મત રાખ.
નોધ- ” કોદરા લાવું  કે  કોદરી “ એક આઝાદી પછીના સમયની સત્ય ધટના છે .

જે હવે પછીના ” ગોદડિયા ચોરામાં “   રજુ થશે.
હાટકો-
દંભ  દાવપેચ તંત તુક્કા અને તુત

ચતુર હોય તો ચેતજો આ રાજકારણનું ભૂત

===============================================================

સ્વપ્ન જેસરવાકર