Tag Archives: મેરાથોન

ગોદડિયો ચોરો…હત્તા ( ૭ ) મેરાથોન દોડ

ગોદડિયો ચોરો…હત્તા ( ૭ ) મેરાથોન દોડ
====================================================
ગોદડીયો ચોરો
ઉતરાયણની મોસમ પુર બહારમાં ખીલી છે . આકાશમાં પતંગ રૂપી મિસાઈલોનું
યુદ્ધ જામ્યું હોય તેવો માહોલ છે. કોઈની પતંગ ચગી છે તો કોઈની કપાઈ  છે.
કોઈના હાથે તો કોઈના પગે દોરીના કાપા પડી જઈ ઉઝરડા પડી ગયા છે.
પાકિસ્તાનની અવળ ચંડાઈના પડઘા  ચોતરફથી ગાજી ગાજીને ઉઠી રહ્યા છે.
મોંન મોહન હરફ બોલતા નથી. લુંગીઓ નિવેદનો ફટકારે છે.

કોંગ્રેસ કચ કચ  કરે છે ને ભાજપ ભડાકા મારે છે . “ સેનાના જવાનો ભારે ગુસ્સામાં
છે. લશ્કરી વડા અને હવાઈ દળના વડાનાં નિવેદનો જોરદાર છે.
ઠંડી પણ પતંગની માફક જોરશોરથી ચગી છે . લોકો તેનાથી બચવા તાપણાં
કે ગરમ ધાબળા કે વસ્ત્રો સાથે દોડની કસરત કરી રહ્યા છે .
કનું કચોલું અમારા ચોરામાં દોડતું પ્રવેશે છે ને પોકાર કરે છે જુઓ ભાઈ જુઓ આ
મેરાથોણની સવારી આવી પહોચી છે.
અહિયાં  ” મેરા થોણ “ શબ્દનો અર્થ આપને સમજાવી દઉં.
  ” મેરા હિન્દી શબ્દ છે જયારે થોણનો અર્થ થાણવું અર્થાત રોપવું ( વાવવું ) થાય
છે.”
ખેતરની ચારે બાજુ વાડ હોય તેનાથી બે કે ચાર ફૂટ ચારેય બાજુ જગ્યા હોય તેને
શેઢો કહેવાય.
  “આ શેઢા પર ઝાલર ( પાપડી ) ભીંડા વિગેરે થાણવામાં આવે છે . જથ્થાબંધ
બીજને વાવવામાં આવે તેને વાવણી જયારે એકાદ કે બે બીજ વાવે તેને થાણવું 
કહેવાય.”
 (ચાર છ ઇંચ ઊંડો ખાડો  કરી બે કે ત્રણ બીજ નાખી માટી વાળી દેવી એટલે થાણવું )
મેં કહ્યું અલ્યા ગધેડા “મેરાથોણ”  નહિ ” મેરાથોન “
ખબર છે આ મેરાથોન નામ કેમ પડ્યું.
નારણ શંખ કહે હવે વાતમાં મોણ નાખ્યા વગર મેરાથોનનો અર્થ સમજાવ.
જુના સમયમાં ગ્રીક દેશને કોઈ દેશ સાથે યુદ્ધ થયેલું અને એમાં ગ્રીક સેનાનો
વિજય થયો.
  “ગ્રીક સેનાનો એક સૈનિક જીતનો સંદેશ આપવા મેરાથોન ગામથી દોડતો
ગ્રીકની રાજધાનીસુધી દોડતો ગયેલો અને સમાચાર આપેલા. આ સૈનિકની
સમાચાર આપવાના સ્થળની કાયમી યાદ આપવા મેરાથોન દોડનું આયોજન
થયેલું ત્યારથી દુનિયામાં મેરાથોન દોડ યોજાય છે.“
ત્યાજ ચંબુ કાકા કહે  ” ઓવે આપણે ત્યો મોદીજી , જયલલીતાજી , મુલાયમ ,
માયાવતી શિવરાજસિંહ, જેટલીજી, અડવાણીજી સુષ્માજી ,રાહુલજી હંધાય
મેરાથોન દોડે છે.”
મેં કહ્યું કાકા તમને એ નહિ સમજાય. લ્યો આ ઉખાણાનો જવાબ કહો.
“સાતવાર લઇ રહ્યા દોડ કેરી તાલીમ
જનતા માટે ક્યારેક બન્યા છે જાલિમ
ત્યાં  રહે છે આ દેશને મંડળના મુનિમ
એ જગ્યાએ પહોચવાની છે આ મુહિમ “


બધાય માથું ધુણાવવા લાગ્યા એટલે મેં કહ્યું ભાઈ એતો.
” ૭ –  રેસકોર્સ રોડ …નવી દિલ્હી “….
.આપણા વડા પ્રધાનનું નિવાસ સ્થાન…સમજાયું.
” સેવન એટલે સાત … રેસ  એટલે દોડ…ને કોર્સ એટલે તાલીમ “
“હવે આ જગ્યાએ પહોચવું હોય તો દોડની તાલીમ તો લેવી જ પડે ને ?”
એટલે દેશના બધાયનેતાઓ આ જગ્યાએ પહોચવા માટે ” જનતા પાસે મેરાથોન
દોડની દોડ કરાવે  છે અને પોતાનું સ્થાન પાકું કરે છે.”
આમાં બે ફાયદા છે ” જનતા દોડે અને એવડા લીલી ઝંડી આપે કેમ કે તમાં તમારે
દોડે રાખો જ્યાં પહોચવાનું છે ત્યાં તો મારે જ જવાનું છે . “
જેમ જુના જમાનામાં દરવાજા તોડવા ઊંટનો ઉપયોગ થતો એમ દિલ્હીના
દરવાજા ખોલવા મેરાથોન દોડ દ્વારા જનતાને કાયમ દોડાવ્યે જ રાખે છે.
હાટકો====
નામની આગળ આવે છે ભાઈ દશકો
એનો એવો તો ભરી છે  ભાઈ  ભપકો
કહેવાય એને તો જનતા કેરો  રસ્તો
પણ જનતા માટે સહેજ નથી  સસ્તો
=====
======
======= ( લ્યો ત્યારે હાટકાના ઉખાણાનો જવાબ આપો ? )
======================================================

સ્વપ્ન જેસરવાકર