Tag Archives: રમત

ગોદડિયો ચોરો…રમત રમાડે રાજનેતાઓ

ગોદડિયો ચોરો…રમત રમાડે રાજનેતાઓ

====================================================
ગોદડીયો ચોરો

૨૦૧૩ના નવા વર્ષનું આગમન થઇ ચુક્યું છે . ૨૦૧૨ની આગાહીઓ ગપગોળા

સાબિત થઇ ચુકી છે.

ગોદડિયા ચોરાની પ્રથમ સામાન્ય બેઠક ગાદલા તળાવના કિનારે મળી છે .

વિવિધ પાત્રો રૂમતાં ઝૂમતાં આલબેલ પોકારી આવી રહ્યા છે.

કોદાળોજી આવતાં જ કહે હાશ બચી ગયા ધરતી સહી સલામત રહી ગઈ માયા

કેલેન્ડરની અગમવાણી પ્રમાણે સહેજે ના ડગી.

ત્યાં જ કનું કચોલું હતુતુ હતુતું કરતુ પ્રવેશ્યું.

નારણ શંખ કહે અલ્યા તું એકલો એકલો કેમ હતુતું હતુતું રમે છે ?

કચોલું કહે આ રસ્તામાં આવતો હતો તો છોકરાઓ હતુતું હતુતું રમતા હતા. એટલે

મને એ યાદ રહી ગયું . “અલ્યા ગોદડિયા બીજા ક્યાં દેશમાં હતુતું રમતું હશે” ?

મેં કહ્યું ” ભારત પાકિસ્તાન અને બંગલા દેશ સિવાય ક્યાંય નહિ !”

ગોરધન ગઠો કહે ત્યારે બીજા દેશમાં શું રમતું હશે . ચાલ આજે “રમત પુરાણ”
સંભળાવ.

મેં કહ્યું ચાલો આજે ” રમત પુરાણ “ નું ચલક ચલાણું રમીએ.

એક વાર દુનિયાના દેશોએ ભગવાન પાસે જુદી જુદી રમતોની માગણી મૂકી .

ભગવાનની સાથે સહાયકમાં નારદજી હતા.

ભગવાને કહ્યું કે આપના દેશના દરેક પક્ષના આગેવાનોનું મંડળ  લઈને આવવું .

દરેક દેશો પોતાના દેશના હરેક પક્ષના આગેવાનો લઈને ભગવાન પાસે પહોચી
ગયા.

ભગવાને કહ્યું આપે એકાદ બે કે ત્રણ મુખ્ય રમતોની પસંદગી કરવાની બીજી
રમતો ગૌણ રહેશે.

ભગવાને જુદી જુદી રમતોની યાદી રજુ કરી .

ભગવાન બોલ્યા  લ્યો આ યાદીમાંથી જોઈએ તે  રમતો લઇ લ્યો.

અમેરિકાએ બાસ્કેટ બોલની રમત પસંદ કરી લીધી .

નારદજી કહે અલ્યા બાસ્કેટ બોલની રમત જ કેમ ?

અમેરિકનો કહે બધું અમારી બાસ્કેટમાં જ રહે માટે . અમને અમારાં બાસ્કેટ ભરવો
બહુ શોખ.” અમેરિકા એમ વિચારે છે કે દુનિયા આખી અમારી બાસ્કેટમાં જ રહે.
દુનિયાનું બધું અમારીબાસ્કેટમાં જ રહે કોઈને જોઈએ તો અમે જ બાસ્કેટમાંથી
આપીએ “

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા બહુ જ ઝેરીલા એટલે એમણે ક્રિકેટની રમત લઇ લીધી.

નારદજી કહે અલ્યા ધોળિયાઓ ક્રિકેટની રમત જ કેમ ?

જુઓ અમે દુનિયા પર રાજ્ય કરીએ છીએ એટલે બેટ સ્ટમ્પ હથિયાર તરીકે અને
બોલ ગોળા કે ગોળી તરીકે ચાલે . ” હથિયારનું હથિયાર અને રમતની રમત “

” ઇંગ્લેન્ડવાળાએ બેટ અને સ્ટમ્પથી  ગુલામ બનાવેલ પ્રજાને ઝૂડી અને બોલની
જેમ ગોળ ગોળ ફેરવી રનના ઝુમલા જેમ ગોટોવાળીને દુનિયાના દેશોની સંપતિ
ઘર ભેગી કરી “

મેક્સિકન પ્રજાએ  બુલ ફાઈટ ( આખલા આગળ લાલ કપડું લઇ દોડવું ) માગી
લીધી.

નારદજી કહે અલ્યા બુલ ફાઈટની રમત જ કેમ ?

મેક્સિકનો કહે ” અમે દેખાવે જ આખલા જેવા છીએ અને આખલાની જેમ હર
સમયે કૈક ને કૈક ચાવતા જ હોઈએ છીએ “.

મેક્સિકોમાં  દેશમાં આખલાની જેમ નેતાઓ લડે છે અને રાજ કરે છે

ફ્રાંસ જર્મનીએ હોકીની રમત માગી લીધી .

નારદજી કહે અલ્યા હોકીની રમત જ કેમ ?

ફ્રાંસ અને જર્મની ના નેતાઓ કહે ” અમને તો ફક્ત સતા સુંદરીમાં વધુ રસ  છે.”

( યાદ કરો ફ્રાન્સના બુલોસ્કની રાષ્ટ્રપતિ જેમણે ૭૫ વર્ષે એક ૨૫ વર્ષની મોડેલ
સાથે લગ્ન કર્યા )

” એટલે એમને એમની આદત મુજબ હોકીની રમત માગી જેટલા ગોલ કરવા હોય
એટલા કરાય
“ચીના સામ્યવાદની વિચારસરણી દ્વારા રંગાયેલ દેશ છે

એના નેતાઓએ કરાટેની રમત માગી લીધી

નારદજી કહે અલ્યા બુચિયાઓ કરાટેની રમત જ કેમ ?

જુઓ ” ચારદજી ચાઉ ચાઉ પરજાને દાબમાં રાખવા નેતાઓએ કરાટેની રમત
શીખવી જરૂરી છે .”

” ચાઈના જેવા દેશે પ્રજાને કચડવા અને મારવા જેવી કરાટેની રમત માગી લીધી “
આરબ દેશો ભેગા થઈને સફેદ ડ્રેસ અને પાઘડી પહેરીને ગયેલા .

આરબ દેશોના નાના મોટા ઘણા દેશો હોઈ તેમના એક શેખ સરદારના નેતૃત્વ
હેઠળ બધા ગયેલા.

દેખી મેં “અબ્દુલ સાલેમ કબ્દુલ કાલેમ નાતિ મેં સબકે પ્રતિનિધિમેં આતી હમકુ
રમત ભૂત ભાતી “

”મેં રમત માગને આતી દેખો હમકો કોનસી રમત ફાલવાતી નહિતર મેં પાછી
ચલી જાતી”

નારદજીએ આરબોને કહ્યું ” તમારી પરદેશમેં ના જંગલ ના ઘાટી વહી રેત રહી
આતી જાતી “

” એટલી તમકુ  ઊંટ દોડ ફાલવાતી તમકુ  ઊંટ બહુ ભાતી ઇસકે લિયે ઊંટ દોડ
તમકુ ભાગમે આતી “

“સફેદ કપડામાં રેતીમાં ઢંકાઈ જાવ તો ઊંટના રંગને ઓળખી તમને રેતીમાંથી
બહાર કાઢી શકાય .”

એટલે આજકાલ તેલના કુવામાંથી તેલ કાઢે છે અને ઊંટો દોડાવે છે .

ભારત પાકિસ્તાન અને બંગલા દેશમાં ઘણા બધા પક્ષો અને “એવાજ કે નકલમાં
અક્કલ નહિ એવા “

નેતાઓ પહોચી ગયેલા . બધાય ચર્ચા કરીને જ ગયેલા એમને ત્રણ રમતો માગી .

” હતુતું ….. ખોખો….લંગડી “

નારદજી કહે ભૈલા ત્રણ રમતો જ શા માટે ?

હતુતું== ત્રણેય દેશોમાં “નેતાઓ ચૂંટાઈ ગયા પછી જનતાને હતુતું… હતુતું…
હતુતું …..કરાવે છે.”

બીજું કે ” હતુતુમાં સામી ટીમના માણસને પગ જાલી પછાડવાનો  હોય છે તેમ
અહીં સતા માટે સામેના પક્ષને પછાડવાનો .”

લંગડી ==  “પ્રજાના ટેક્ષના પૈસે ભાડા ભથ્થાં અને ભ્રષ્ટાચાર  કરી પ્રજાને લંગડી
બનાવી  દેવાની  “

ખોખો== “ચુંટાયા પછી નેતાઓ અને પક્ષો પાંચ વર્ષ સુધી પ્રજાને વાયદા
વચનોની ખોખો રમાડે છે.”
હાટકો=

રમત રમાડે પ્રજાને આ નેતાઓ

પ્રજાને  શું  સમજે છે  એ ઘેટાઓ

વખત આવશે અમારો ઓ ટેટાઓ

ફોડી ધુમાડા કાઢીશું
તમારા બેટાઓ

===========================================================

સ્વપ્ન જેસરવાકર