Tag Archives: રાસલીલા

ગોદડીયો ચોરો.. રાસલીલાનું રમખાણ…..

ગોદડીયો ચોરો..   રાસલીલાનું રમખાણ…..
 
================================================================
આવતા શુક્રવારે સ્વપ્ન કથાના ગોદડીયા ચોરામાં ” લોકપાલની લહેરખી” રજુ થશે.
=====================================================================

હમણાં જ નવરાત્રીનું નવલું પર્વ પૂરું થયું. ખેલૈયાઓ રૂમીઝુમી નવ દિવસ ખુબ ખેલ્યા.

ક્યાંક મોડીરાત્રી સુધી ગરબા રમવાના ઉત્સાહમાં પોલીસ ખાતા જોડે અથડામણમાં આવી

ગયા. દશેરાનો વિજયદિવસ ઉજવી ફાફડા જલેબીની રંગત જામી નવા  વાહનોની ખરીદી
અને અસ્ત્ર શસ્ત્ર ને વાહન પૂજા થઈ.

 

પ્રભુ શરદોત્સવના રાસ  રમવા ને દીપાવલીમાં ભક્તો પુકારે તો લક્ષ્મીજી સાથે રહેવું પડે

એટલે પોતાના સ્વર્ગ ધામે સંચર્યા. ભદો ભૂત પણ સોમનાથ દાદાના ચરણ સ્પર્શ કરી પરત
 આવ્યો હતો.


નવાબી નગરી ખંભાતમાં ગરબાની રમઝટ પૂરી થઇ ગઈ હતી. વાળંદવાડામાં ખાડાવાળી


ખોડિયારનું  એક અનેરું મહત્વ છે. આસો સુદ પડવાના દિવસે ખાડામાંથી  મા ખોડિયારનું

ઉથાપન કરવામાં આવે છે .પડવાથી પુનમ સુધી ગરબાની રમઝટ જામે અને આસો વદ

પડવાને દિવસે વાજતે ગાજતે માને  પોઢાડી દેવામાં આવે છે ત્યાં શરદના ગરબા પુરા
 
થયા હતા.
ગોદડીયા ચોરામાં હું ગોદડીયો, શાંતિ ધ્રુતરાષ્ટ્ર, નારણ શંખ , કનું કચોલું, કોદાળો એમ
 
ચોરો જામ્યો હતો.  હમ પાંચ ……..

ત્યાં  અઠા  બઠાની જોડી આવી પહોચી . અબુલાલ  ઠાકોરલાલ  અને બળવંત ઠાકોરલાલ .

આમ તો  બન્ને સગા ભાઈ નથી પણ ભાઈબંધી એવી કે રોજ બે ચાર કલાક ના મળે તો
એમનો ગરાસ લુટાઈ જાય .
બન્ને ચાર ફૂટિયા. ધોતિયું કાછડી વાળી  હોય એમ પહેરે. ઉપર ઓપન શર્ટ પહેરે. માટે ટોપી
 
તો હોય જ .પગમાં મોજડી જેવા ચંપલ ને હાથમાં છત્રી પણ હાથના કાંડે ભેરવી  હોય.
 શિયાળો ઉનાળો કે ચોમાસું હોય પણ બારેમાસ આજ વસ્ત્ર પરિધાનમાં આ જોડી જોવા મળે.
 
 બસ ચાલ ચાલ કરવાનું ને વાતોના વડાં.
ઘણા એમને અઠા બઠાની જોડી કહેતા પણ અમે એમને પેલું  ૧૯૬૯ પહેલાનું કોંગ્રેસનું
નિશાન બે બળદની જોડી  કહેતા . એ દિવસમાં આખા શહેરના ત્રણ ચાર ચક્કર લગાવતા .
 જો આ બે ને ખેતરમાં હળે (સાંતી) એ જોડવામાં આવે તો સાજ સુધીમાં બે થી ત્રણ વીઘાં

ખેતર ખેડી નાખે એટલું રોજ ચાલતા. અમે એમને ચોરામાં સામેલ કર્યા તો કહે અલ્યા
આપણે ગોદડીએ  ચોરે ગરબા કરીએ તો કેવી મઝા પડી જાય હાલ શહેરમાં ક્યાંય ગરબા
 નથી એટલે વસ્તી પણ સારી થશે અને રંગ રહી જશે. 


ધ્રુતરાષ્ટ્રએ ફરમાન જારી કર્યું કાલે રાસ ગરબા . કાલે  મારે ઘેર દૂધ પૌઆની રમઝટ છે
બધા પધારજો  ત્યાંથી ગોદડીયા ચોરે જઈશું.
 
બીજે દિવસે અમે ઘેરથી  કુટુંબ સાથે ધ્રુતરાષ્ટ્રને ઘેર ગયા. બધો  નારી સમૂહ મહારાણી ગાંધારી
દેવીના નેતૃત્વમાં જામી  ગયો હતો. અમે દાંડિયાની માંગણી કરી તો ઘરના બૈરાં કહે હવે તમે
 બધા છો જ દાંડિયા જેવા રણકતા ને ખખડતા તો પછી દાંડિયાની શી જરૂર છે. જાવ આ વેલણ

લઇ જાવ. સાંજે  અમે બધા તો ગોદડીયે   ચોરે આવી ગયા.

ભદો પરત આવ્યો પણ પ્રભુએ સોમરસ આપ્યો એવું બહાનું બતાવી ચાર પાંચ દેશીની પોટલીઓ
લાવ્યો.ધ્રુતરાષ્ટ્ર, કોદાળો અને બે બળદની જોડીએ વહેલા આવીને પેલો સોમરસવાળો પોગ્રામ 

પતાવી ટાઈટ થયેલા.

 

ત્યાં એક ભાઈએ ઢોલની અને બે ત્રણ કાંસી જોડીની  વ્યવસ્થા કરી દીધી હતી ને ગરબો જામ્યો.

હે ગરબો જામ્યો રે ગોદડીયાને દ્વારે 

ભાઈ ગોદડીયાને દ્વારે ગાદલા તલાવે ……..ગરબો
ગોટાવાળી  ખડકીથી રોકડિયા આવતા
ખનખનીયા પાડેથી આવે લસણીયા રે…….ગરબો
 
ગુંદરીયા  ખડકીથી ધાબાવાળા આવતા
છોલણીયા શેરીવાળા નારખાં છોલતા રે…..ગરબો
 
વાયના પાડેથી  બાજરીયા આવતા
જીરાખાઉં ખડકીથી માલપાણી આવતા રે….ગરબો
પાધરિયામાંથી તો પાદેલાજી પધારતા 
ગંઠોડા શેરીએથી દાળભાતિયા આવતા રે…ગરબો
ઢોકળકુઈથી ભાઈ  ચઈડ જ ચાલતા
 
દેવની પોળમાં તો દાનવો જ વસતા રે…. ગરબો

મોંઘવારી  માતાનો ગરબો જ ગવાતો
 
ભષ્ટાચાર દેવતા તો ભરખી  જાતો રે…….ગરબો
દૂધ  છે દોહ્યલું ને પૌઆ પોચા પડતા
 
દુધ પૌઆ ભાઈ  અદ્રશ્ય થઈ ગયા રે……ગરબો
તેલમાં પડ્યો  તડકો ને માનવી કડકો

મોંઘવારીએ મેલ્યો છે  કેવો ભડકો રે……….ગરબો 
  
લોકપાલનાં લાખેણાં ગાણાં જ ગવાતાં
સરકારનો તો સનેડો ભાઈ જામતો રે ……ગરબો
મનમોહનની મોરલીયો જ વાગતી

પ્રણવનો પાવો ને ચીદમ્બરની ચકલી રે…..ગરબો


લોકાયુક્તનાં લહેરીયાં ચર્ચાએ ચડતાં
કોર્ટ કચેરીમાં દલીલો  દાખવતા રે ………ગરબો
સદભાવનાના ચારેકોર સુસવાટા વાગતા
રથયાત્રાનાં વાગે છે ભાઈ નગારાં રે…….ગરબો
 ગોદડીયા ચોરાનાં  પાત્રો ગરબે ઘૂમતાં
રાસ ને રંગલો જામ્યો છે ઠેરે ઠેર રે …..ગરબો

 

ત્યાંજ પેલા બે બળદ અઠા બઠા ધ્રુતરાષ્ટ્ર  અને કોદાળા ભાઈને માતા ચડી હોય તેમ

લવારા કરી ને ગાળાગાળી  કરવા લાગ્યા જનતાનું જોર હતું. ગૃહિણીઓ ઘણી ગરબા


 જોવા આવી હતી. અપ શબ્દો સાંભળી તે ભાગવા લાગી તે જોઈ ત્યાં બે  જમાદાર
હતા  તે ડંડો પછાડતા આવી ગયા . મેં પૂછ્યું ભાઈ આપ કોણ ? નામ શું છે.?
બસ રુવાબમાં બધાને બે ચાર  ડંડાનો પ્રસાદ પધરાવીને પીરસી  દીધો.
હવે ગરબા પછી આરતી અને પ્રસાદ તો હોય જ એટલે ડંડા પ્રસાદ  મળ્યો
પોલીસ એવી જગ્યાએ ડંડા મારે છે કે કહેવાય નહિ અને સહેવાય નહિ..
બેસાય પણ નહિ અને સુવાય પણ નહિ.
એટલામાં તો બંને જમાદાર બોલવા લાગ્યા.
એક  કહે આઈ એમ “રેડભાઈ” એટલે કે લાલભાઈ . હું રેડ પાડવા પાવરધો છું
બીજો કહે હું  ”એફ. આઈ. આર” છું. એટલે કે    “ફસ્ટ ઇન્કમ રીકવર”

 

માય નેમ ઇઝા  ફુલાભાઈ ઈશ્વરભાઈ રુમઝૂમવાળા છે. હમને જો નોકરી કે વાસ્તે દિયા હે

ઉસકો પેલે રીકવર કરનેકા હે.
.
બોલો તુમને બબાલ કયું કિયા . એ લોગોને શરાબ પિયા હે તો પીતે વખત હમકુ બોલના
 
ચાહીએ ને થોડા  હમકુ દેતે તો બાંટકર પીતે. વૈસે બી પુલિસ જનતા કાં  મીતર હે. તો હમકુ
ભી પીનેકા ખાનેકા મોકા મિલના ચાહીએ. ચલો સબ મિલાકર દશ હાજર નિકાલો તો કેસ
નહિ બનેગા. હમકો ભી ઉપર તક દેના પડતા હે . સબ બાંટકર ખાતે છે .
કનું કચોલું કહે પણ મોટા  સાહેબ તો કહે છે ખાતો નથી ને ખાવા દેતો નથી 

એફ. આઈ આર કહે ગલત જો નહિ ખાતા  તો દશ સાલસે જિન્દા કેસે હે ?

 

વો તો કહને કા………..ભાષણ ભરડનેકા …….સબ  ખુરશીકી  ગોલમાલ હે  !!!!!!!!!!!!!!!!!!!!!

હાટકો=
ધ્રુતરાષ્ટ્ર સિનેમા જોઇને આવ્યો એટલે કચોલાએ પૂછ્યું અલ્યા હિરોઈનમાં કોણ છે?
 
                ધ્રુતરાષ્ટ્ર કહે હેમામાલીનીને રાખી છે.

                 સાંભળી મહારાણી ગાંધારી બોલ્યા જોયું હજુ તો હેમામાલિનીને રાખી છે…..
               નહિ સુધરે આ અંધજન………..હા….હા….હા..
.
( નોધ==આ પાદેલાવાળાની પચાસ જેટલી શાળો ( કાપડ વણવાની ) ચાલતી હતી.
આ ચઈડ વાળા નિર્લોન કંપનીના  ભાગીદાર છે . દાળભાતીયા પણ વેપારી છે
ખંભાતમાં આ બધી અટકો છે ઘણી શેરીના નામ પણ ગરબામાં સમાવ્યા છે.)
===============================================================
સ્વપ્ન જેસરવાકર