Tag Archives: સારવાર

સાર-વાર…… સ્વપ્ન – કથા » ગોદડીયો ચોરો

 ગોદડીયો ચોરો…સાર-વાર…… વાર્તા કથન 
========================================
મિત્રો  વાર્તા કથનનો આ મારો પ્રથમ પ્રયાસ છે 
આપના સૂચનો જરૂર જણાવજો. ફરી બીજો એપિસોડ લખું કે નહિ….
આપના સુચનોની અપેક્ષા સહ…….
=======================================
દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ધમાચકડીનું વાતાવરણ હતું .
સિક્યુરીટીવાળા બધાને જડબેસલાક ચેક કરી રહ્યા હતા.એરપોર્ટ મેનેજર
અને બીજો સ્ટાફ વ્યવસ્થિત ગોઠવણીમાં પડ્યો હતો. સામાન્ય રીતેઆવું
ના બનતું હોઈ અન્ય મુસાફરો અચંબામાં પડી ગયા હતા . શું  થઇ રહ્યું છે
તેમને સમજાતું જ નહોતું.
એક ભૂરી પાઘડીવાળા કાકા હારતોરા લઈને કોઈને આવકારવા તૈયાર હતા .
સાથે ઘણા ધોળા  ઝભ્ભામાં સુસજ્જ જાતજાતનાં અને ભાતભાતનાં સૂત્રોનાં 
પાટિયાંઅને રંગબેરંગી બુફે લઇ ઉભા હતા. ઘણા એકબીજાને કેમ કાપવા અને 
નીચા દેખાડવા  તે માટે ગ્રુપ મિટીગમાં ચર્ચાના ચકડોળે ચઢ્યા હતા.
આ બધાની વચ્ચેએક બાબો લેંઘો  અને ઝબ્ભો પહેરી તેની ઉમરના છોકરડાઓ
સાથે મરક મરક મરકી રહી બધાને ઝીણવટથી નિહાળતો હતો.
પેલા પાઘડીવાળા કાકાનું નામ મનમાં ખુરશીનો  મોહ એવું કૈક હતું. સાથમાં 
દિગી દેગડા,કોપિલ કાગડો,પા-લોટ,માનિસ મવાલી,ભેદી ભરમ્મ, બિકા હોનારન,
દપ દહીંક્ષિત,, સોંઘ્વી,જન -સવાલ ,બોધ વગરની સહાય ,મુખરાજી,ખુરશી-રદ,
ક્ષીંડે,વાહ-લાશ રાવ,ખીસના , ખોયલી, એમ ઘણા ચહેરા હતા.
એવામાં વિમાનની ઘરેરાટી સંભળાઈ ને જાહેરાત થઇ  ઇટાલીયન્સ એરલાઈન
આઈ.ટી ૦૪૨૦ લેન્ડથવા જઈરહી છે.બસ પછી તો આ ખબુચિયા દેકારો બોલાવી
જે બોલાવવા મંડી પડ્યા. પ્રવાસીઓકહે અલ્યા ખમો ખમો કોઈ હજુ બહાર આવ્યું
નથી ને શાનો દેકારોમચાવો છો ?. અલ્યા ઓગસ્ટમાંદીવેલ પીધા જેવા મોઢા દેખાતાં
હતાંને આજે શું ખોળ ખાધો છે ? કોણ આવવાનું છે તે આ બધા ફૂલો ને પાટિયાં લઈને
ઝૂમો છો.? 
અલ્યા તમને ખબર છે ખરી કે દિલ્હી બ્લાસ્ટમાં કે આપતિ વેળા જનતાને સહાનુભુતિ
બતાવવા પાટિયા કે બીજીસામગ્રી લઈનેઆટલા બધા ડફોળો ભેગા થઈને ગયા છે ખરા?
કોઈક વાર તો માનવ બનીને માનવતા માટે વિચારો!
એટલામાં નવા યોરકથી પીયેરમાં ઇટાલી  મુલાકાત લઇ સીલ્વીનીયા સાંધી બહાર આવ્યા.
બસ આ કુદકા મારતા લસણીયા ફટાફટ ફૂટવા માંડ્યા. બસ જયકારો, બુકે અને હારમાળા
સાથે સાષ્ટાંગ પ્રણામનું તુત ચાલવા લાગ્યું.બધા પૂછવા લાગ્યા મેડમ  તબિયત કેવી છે ?
મેડમ  સારવાર કેવી રહી ? હવે કેવું લાગે છે?
આ ટાણે ટી.આર.પી વધારવાના શોખીન ચેનલોવાળા હાજર હતા……
આજ તક …………આજે ટકે તો ઠીક…
સહારા સમય…… જેનો  સમય  સારો નથી  તે
ટીવી-૯ ……….. …ટીવી જોઈ  નહાઈ નાખવાનું
હેડ  લાઈન-………. માથાની લાઈન   ખસેડી દે તે
  
બાબો અને બેબી એક બાજુ ઉભા રહી મનમાં ને મનમાં હસતા હતા.
જોયું મારા બેટા ખુરશી માટે શું શું કરે છે ?
એટલામાં મેડમે ધડાકો કર્યો  અલ્યા સારવાર કેવી ને વાત કેવી ?
 હું તો વેકેશન માણવા ને પિયેર જવા ગઈ હતીત્યાં બેઠી હું તમો બધા શું
કરો છો ને પ્રશ્નો કેવા ઉકેલો છો તે રોજ ટી.વી પર જોતી હતી.
હવે મેં સાર મેળવી લીધો છે ને વાર કરવા આવી છું સમજ્યા ?
..આનું નામ જ…….સાર– વાર
===================================================
આ દિલ્હી ઇન્દિરા ગાંઘી ઇન્ટર નેશનલ એરપોર્ટનો એપિસોડ કાલ્પનિક છે. કોઈએ બંધ બેસતી
પાઘડી પહેરવી નહિ.જોકે બધા જ પક્ષોમાં આવું છે ફરી કોઈક વાર……
==================================================
સ્વપ્ન જેસરવાકર

પરાર્થે સમર્પણ

Like this:

6 bloggers like this.
 • રૂપેન પટેલ
 • • » નટખટ સોહમ રાવલ « •
 • preeti
 • અશોક મોઢવાડીયા
 • chandravadan
 • ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

This entry was posted on September 11, 2011 at 5:22 pm and is filed under સ્વપ્ન – કથા. Tagged: . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

16 Responses to “સાર-વાર…… સ્વપ્ન – કથા”

 1. September 11, 2011 at 8:39 pm આદરણીય ગોવિદકાકા વાર્તા કથનનો પ્રથમ પ્રયાસ ધારદાર અને જોરદાર છે . વધુ પ્રયાસો કરતા રહેજો જેથી અમને અવનવું માણવા મળે .

 2. September 11, 2011 at 10:17 pm શ્રીગોવિંદભાઈ
  રાજકીય વિશ્લેષણની વ્યંગભરી વાર્તા છે. વાત સત્યને છૂતી હોય તો પણ લેખમાં
  વિવેક મર્યાદા સાથે વ્યંગ એ એક અલગ ગરિમાએ લેખકને પહૉંચાડે છે.આપ આ પાસાને પણ
  ધ્યાનમાં નવા લેખ સમયે રાખશો … જોકે લેખકને મર્યાદામાં બાંધવા માટે નહીં પણ
  ગુણવત્તાનું પાસું વધે માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • September 11, 2011 at 10:40 pm આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
   આપના મહત્વના સૂચનને મનમાં ભરી દીધું છે.
   બસ આપનો આવો પ્રેમ છલકતો સંદેશ મારા માટે એક નવીન દિશા સમ છે.
   આપનો ખુબ આભાર.

 3. chandravadan said

  September 12, 2011 at 8:03 pm એટલામાં મેડમે ધડાકો કર્યો અલ્યા સારવાર કેવી ને વાત કેવી ?

  હું તો વેકેશન માણવા ને પિયેર જવા ગઈ હતીત્યાં બેઠી હું તમો બધા શું

  કરો છો ને પ્રશ્નો કેવા ઉકેલો છો તે રોજ ટી.વી પર જોતી હતી.

  હવે મેં સાર મેળવી લીધો છે ને વાર કરવા આવી છું સમજ્યા ?

  ..આનું નામ જ…….સાર– વાર
  Govindbhai… Varta as a post…..& telling the Facts of Present Indian Political condition is very nicely told !
  A change in the Post !
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on my Blog again !

 4. September 13, 2011 at 12:48 am :-) :-) :-)

 5. has said

  September 13, 2011 at 9:39 pm શ્રી ગોવિંદભાઈ,

  વાહ ભાઈ વાહ મઝો મઝો આવી ગયો

  શું સાર– વાર નો અર્થ કર્યો છે. સુદર કટાક્ષ કર્યો છે.

 6. September 14, 2011 at 12:01 am :) વચ્ચે વચ્ચે સારો એવો કટક્ષ કર્યો છે કાકા…ખુબ સરસ…

 7. September 14, 2011 at 10:25 am શ્રીમાન. ગોવિંદભાઈ

  ખુબ જ સરસ

  સુંદર કટાક્ષવાળુ બેટીંગ આપ કરો છો.

 8. JAY said

  September 17, 2011 at 1:30 pm શ્રી ગોવિંદભાઈ,

  લ્યો કરો વાત સારી સારવાર કરવો છો? પેલો પ્રવાસી એ કહ્યું તે કટાક્ષ ગમ્યો.

  આપતી વેળા સહાનુભુતિ માટે આટલા બધા કેમ દોડતા નથી?