Tag Archives: સીડી

ગોદડીયો ચોરો……..સીડીનું કમઠાણ

 

ગોદડીયો ચોરો……..સીડીનું કમઠાણ

 


========================================================================
શિયાળાની ઋતુ જામી હતી ઠંડીની શરૂઆત થઇ રહી હતી. જોકે વાતાવરણ દ્વી ઋતુ બની ગયું હતું.
સવિતાનારાયણ વહેલા વિદાય લઇ રહ્યા હોવાથી અંધારું પણ વહેલું થઇ જતું હતું.  જોકે રવિ ઉર્ફે
ભાસ્કર મહારાજને બીજા દેશોમાં એપોઇન્ટમેન્ટ સાચવવાની હોવાથી જલ્દી વિદાય લઇ રહ્યા હતા.
અમે ગોદડીયા ચોરાના મિત્રો નોકરી પરથી સીધા જ ચોરાના મથકે પહોચી જતા હતા.
હું ગોદડીયો,  ધ્રુતરાષ્ટ્ર,  નારણ શંખ, અઠો , બઠ્ઠો ભેગા મળી ગાદલા તળાવ કિનારે બેઠા હતા.
બધા ચર્ચાના ચકડોળે ચઢી દેશ વિદેશના વાયરામાં ઝૂમી રહ્યા હતા ને ચાની ચૂસકી લેતા હતા.
એટલામાં કનું કચોલું અને કોદાળો ઝૂમતા ઝૂમતા આવી પહોંચ્યા.
ક્ચોલું કહે અલ્યા તમે બધાએ સાભળ્યું ને ટીવીમા જોયું કે નહિ પેલા વાયદા બજારના વેપારી એવા
શરદ પવારને કોઈક સરદારજીએ   ધમધમાવીને સટાક કરતો લાફો ઝીકી દીધો . મને લાગે છે કે હવે
જે ગાલવો  ફૂલેલો હતો તે સરખો થઇ ગયો હશે ચાલો વગર પૈસે ઓપરેશન થઇ ગયું.
મેં કહ્યું અલ્યા સરદારજીના સારથીને સરદારજીએ સટાકો સમ સમાવ્યો .
એટલામાં કોદાળાના  મોબાઈલ ફોન પર કોઈનો ફોન આવ્યો .  મારા વા’લાએ રીંગટોન પણ જબરો મુકાવેલો.
“પ્યાર હુઆ ઈકરાર હુઆ પ્યારસે કયું ડરતા હે દિલ” કોદાળો ફોન ઉપાડી કહ્યું હલું કોણ બોલો છે ?
સામેથી જવાબ આવ્યો કેમ ઈકરાર થયો કે પછી સીડી મોકલી આપું પેલી !
કોદાળાજીએ  ફોન કાપી નાખ્યો ને મો કટાણું કરીને બોલ્યો આજકાલ આ સીડીઓ માઝા મુકે છે ?.
જુઓને હમણાં ભવરીદેવીની સીડી અને બીજી એક સીડી રાજસ્થાનમાં રમખાણ મચાવી રહી છે.  કોંગ્રેસ અને
ભાજપવાળા બન્નેના ધોતિયાં ઢીલા થઇ ગયાં છે. શાખ બચાવવા હવાતિયા મારે છે .
નારણ શંખ કહે થોડા દિવસ પહેલા પ્રશાંત ભૂષણની સીડી આવી હતી .
ધ્રુતરાષ્ટ્ર કહે હવે તો બાવાઓની સીડીઓ પણ મંદિરમાંથી  નીકળી બજારમાં ચકડોળે ચઢે છે.
મેં કહ્યું ભાઈ આ સીડી જયારે બજારમાં આવી તો તેનાં પહેલા મીણની રેકોડ આવતી પછી કેસેટો આવતી
જોવાની અને સાંભળવાની એના ભાવનો ભડકો કરી ભોયમાં ભંડારી દીધી છે.
સીડી જોવાય સંભળાય ને વગાડાય. અરે સીડી કોમ્પ્યુટરમાં પણ કામ આવે. સીડી દ્વારા પ્રેઝન્ટેશન થાય.
મેં કહ્યું ભાઈ આ સીડી ઘણીવાર જૂની થઇ જાય ઘસાઈ જાય તેના ઉપર સ્કેચ પડી જાય તો જયારે વગાડીએ
ત્યારે ઘણા શબ્દો સંભળાય પણ નહિ વચ્ચે આઆઅ …..ર્ર્ર્રર્ર્ર  ….ઊઊઉ….લાલલા……ઈઈઈઈ જેવું સંભળાય.
કેટલીય સીડીઓ જથ્થાબંધ ભેગી થાય ત્યારે જો ઉપર કઈક લખેલું ના હોય તો શોધવામાં મુશીબત પડે.
કેટલીક વખત નકામી સીડી માળિયા ઉપર મૂકી દેવામાં આવે અને ભૂલે ચુકે જો માળીયેથી  નીચે પડે તો પાછી
ઉછળી ઉછળીને કહે કે હું હજી છું મને જુઓ મને વગાડો મને સાંભળો હું હજી લાઈનમાં છું.
ભલ ભલા ને  મનમાં થાય કે હા ભાઈ તું છું પણ જયારે હતી ત્યારે સીધી ચાલી નહિ કોઈને સાંભળ્યા  નથી.
કોઈનું માન્યું નથી . બહુ સમજાવ્યું કે ચકલી ફૂલેકે ના ચડાવીશ નહીતો ઘસાઈ જઈશ. સ્ક્રેચ પડી જશે પણ

અમ જેવાનુંકોણ સાભળે…………….હવે કર્યા ભોગવ ને માળીયે પડી રહે.
ઘણીવાર નામ પણ કેવી ગમ્મત સર્જે છે . અર્થના અનર્થો પણ થઇ જાય છે.
અમારા એક મિત્ર છે નામ છે ચંદુભાઈ ડાહ્યાભાઈ ….. એટલે અંગ્રેજીમાં ટૂંકું નામ સી.ડી.
હવે ઘણા અળવીતરા  એમના ઘર આગળ બોલે કે લખી આવે ….જુઓ કેવી ગમ્મત.
સીડી ભાડે મળશે………સીડી વેચવાની છે…..સીડી ઘસાઈ ગઈ છે….સીડીમાં સ્કેચ પડ્યા હોઈ સસ્તામાં કાઢવાની છે.
સીડીનો બીજો અર્થ નિસરણી થાય…..આ સીડી ઉપર ચઢવા કામ લાગે તો નીચે ઉતરવા પણ કામ લાગે
હવે સીડીનું એક પગથિયું ભાગી જાય તો નકામી થઇ જાય પણ વાંકીચુકી થઈને પણ હાજરી તો પુરાવે.
સીડીથી ઉપર ચડાય પણ જો કોઈ ઉપર ચડ્યો હોય એને નીચે ખેચી લેવાય. અથવા કોઈને ઉપરથી નીચે પડાય…..

આમેય હવે સીડીઓ નકામી થી હોઈ માળીયે મૂકી દેવાની જરૂર છે . નક્કામી વચ્ચે અટવાય અને ફફડતી બંધ થાય.

સીડી એક દેશી રમત પણ છે અને સર્પ સીડીની રમતથી તો આપ વાકેફ હશો જ ! ઠેઠ ઉપર પહોચ્યા પછી પછી

ધમ કરતી  ને પછી નીચે લાવી દે ! હવે આ સીડીને ધરબી દ્યો…… ભાઈ ધરબી દ્યો…….ભાઈ ધરબી દ્યો !!!!!!!!

હાટકો-     સીડી, બીડી, ને  કીડી સર્વનાશ નોતરે છે માટે ચેતજો !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

==================================================================================

સ્વપ્ન જેસરવાકર