Tag Archives: સ્વપ્ન…ઉભરા..ઉમેદવારી…કથા…ચોરો…ગોદડિયો

ગોદડિયો ચોરો…ઉમેદવારીના ઉભરા…

ગોદડિયો ચોરો…ઉમેદવારીના ઉભરા…

=============================================================================

cropped-11.jpg

ગોદડિયા ચોરાની રંગત જામી . જાત જાતના સમાચારોના ભાત ભાતના ફટાકડા ફુટી રહ્યા છે.

ગયા હપ્તામાં જોયુ તો જંગલમાં દંગલ જામ્યું ને ચુંટણી પંચની રચના થઇ ગઇ એટલે ઘુવડ કાગડો ને શિયાળનું નાંણાંકીય મીટર ફરતું થયું.

મતલબ કે પગાર ભથ્થાં ને વાહનનો બંદોબસ્ત થઇ ગયો.

હવે ઉમેદવારી માટે બધાં પશુ પંખી જન જનાવર તૈયાર થઇ ગયાં

“હવે રાજકારણમાં નિયમ છે કે તમારા ગોડફાધર કે મોટા નેતા ફેવર ના કરે તો તમારો ગજ વાગે નહિ ને ટિકિટ મલે નહિ.”

વાંદરાંઓએ ભેગા થઇ સભા ભરી ને શું કરવું તેની ચર્ચા કરવા લાગ્યાં

એક વૃધ્ધ બુઢિયાએ સલાહ આપી કે આપણું એક પ્રતિનિધિ મંડળ જઇ બાપુને મળીયે

“એમના પ્રિય ત્રણ વાંદરાં આપણા પુર્વજો જ હતા.”

હવે બે ત્રણ બુઢિયા ને બે એક નાનાં વાંદરાં ઉપડ્યાં ગાંધી બાપુ પાસે જઇને જંગલમાં ચુંટણીની વિગતવાર વાત કરી.

બાપુ કહે “અલ્યા મારૂ માનો તો આ ચુંટણી ફુંટણીના ફંદા છોડો ને અત્યારે જેમ એક ડાળથી બીજી ડાળે કુદી આઝાદ મસ્તરામ રહો છો એમાં મજા છે.”

જુઓ “હું પરલોક સીધાવ્યો ત્યારે મારા ત્રણ ડાહ્યા વાંદરા હતા અત્યારે તેના ગ્રામ પંચાયતથી માંડી સંસદ સુધી ત્રીસ હજાર થઇ ગયા છે.”

વાનર પંચ ત્યાંથી પરત ફર્યું ને પોતાના બંધુઓને વાત સમજાવી.

બે એક ઘરડા વાંદરા જે સત્તા લાલચુ હતા એમણે જુવાનિયાને ઉશ્કેર્યા ને કહે

” જો ભાઇ આપણે રામ ભક્ત ખરા પણ રામની જેમ ગાદી બીજાને સોંપી વનવાસ ના વેઠીયે જરુર પડે રામનું નામ ભજવું .”

“આપણે હનુમાનજીનો અવતાર છીયે જો લંકા આપણને ના મળવાની હોય તો હુંપા હુંપ કરીને એને બાળી મુકવાની પણ બીજાના હાથમાં ન જવી જોઇએ.”

એમ વાંદરાઓએ ઉમેદવારી કરવાનું નક્કી કરી દીધું

વાંદરા ઉમેદવારી કરવાના છે એ જાણી “પાડાઓ કહે અમારો ગજ નહીં વાગે પણ યમરાજની ભલામણ કરાવી ઉભા રહીયે નેયમરાજની બીક બતાવી જો

થોડા ચુંટાઇ જઇયે ને સરકાર રચવામાં બહુમતીમાં જો એકાદ બે ખુટે તો અમારો ચરી ખાવામાં નંબર લાગે એટલે એમણે પોઠિયા(બળદો)ને ઉશ્કેર્યા અલ્યા

તમે તો ભોળા શંકરજીનું વાહન અને તમારી કોઇ ગણતરી જ નહિ જાવ શિવ શંભુની ભલામણ ચિઠ્ઠી લઇ ઉપડી જાવ .”

હવે વાત વહેતી થઇ ગઇ એટલે” નાગ અને સાપ શંકરદાદાને કહે આવો વહેરો આંતરો કેમ ? પોઠિયા તમારા તો અમે તમારા નહિં”

“અરે પોઠિયાઓનુ કોઇ નામ લે કે ના લે પણ પેલાં માયાબેન યુપીમાં નાગનાથ ને સાંપનાથ હંમેશ જપે છે.”

એવામાં “ઉંદરો પહોંચ્યા ગણપતિજી પાસે ને ગણેશજીએ ભલામણ ચિઠ્ઠી લખી.”

” મોર પહોંચ્યા કાર્તિકેયજી પાસે ને ભલામણ ચિઠ્ઠી લઇ આવ્યા.”

” હાથીભાઇઓ લક્ષ્મીજી પાસે ભલામણ ચિઠ્ઠી લઇ આવ્યા.”

” ગરુડજી ભગવાન વિષ્ણુજી પાસે ભલામણ ચિઠ્ઠી લાવ્યા.”

 “હંસો બિચારા બ્રહ્માજી પાસે ભલામણ પત્ર લાવ્યા.”

“ઘોડાઓએ રામદેવ પીર પાસે ભલામણ સંદેશ કહેવડાવ્યો.”

બધાયે પોત પોતાના ઉમેદવારો નક્કી કરી નિયત ફોર્મમાં ઉમેદવારી પત્રો

ભરી દીધાં સાથે કેટલી સંપતિ કેટલા કેસ એવી વિગતો ભરી દીધી.

હવે વાંદરાઓમાં કોણ ઉમેદવારી કરે એના વિશે ચર્ચા ચાલી.

એક બુઢિયો કહે ” ઉમેદવારી તો હું જ કરવાનો. તમારે કોઇએ ઉમેદવારી નહિ કરવાની.”

બે ત્રણ ઘરડા બુઢિયા કહે “અલ્યા તારું કામ નહિ હજું તું જુનિયર છે. હજુ તારે ઘણું બધું શિખવાનું છે.”

બીજો બુઢિયો કહે “જો તેં ઘણાને લાફા માર્યા છે. દાંતિયાં કર્યાં છે. ને ઘણાં ટોળાં જોડે તું લડ્યો ઝઘડ્યો છે .”

યુવાન બુઢિયાનું ટોળું કહે અલ્યા એમાં શું થઇ ગયું તમેય બધા જુવાનીના જોરમાં ઘણા બધા જોડે બાખડ્યા હશો.

એક ઘરડો બુઢિયો કહે” જો અલ્યા આપણી સીમમાં ને ગામમાં બધા તને ઓળખે છે પણ બજારમાં કે બીજા ગામોમાં તને કોઇ ઓળખતું નથી એનું શું ?”

યુવાન બુઢિયા ટોળું કહે એ તો અમે બધા જુદા જુદા ટોળામાં વહેંચાઇ જઇશું

બસ પછી તો વાજતે ગાજતે યુવાન બુઢિયાએ ફોર્મ ભરવાનું નક્કી કર્યું.ને આખરે ફોર્મ ભરી દીધું ને પ્રચાર ચાલુ કર્યો.

આખા જંગલમાં બધાય ઉમેદવારો ઢોલ વાજાં ત્રાંસા સાથે પ્રચાર શરુ કર્યો.

બુઢિયા ટોળું ફુલણજી કાગડાની જેમ ઉછળી કુદી નાચગાન કરતું હતું

એવામાં” પેલા ઘરડા બુઢિયાને ખુબ લાગી આવ્યું ને નિષ્ક્રીયતાનો સંદેશ મોક્લી આપ્યો. જેમ તેમ કરીને ઘરડો બુઢિયો માન્યો ત્યાં તો મોંકાણના સમાચાર આવ્યા.”

વાત એવી બની છે કે,” માંકડાં કહે છે કે જો આ બુઢીયો હોય તો અમારે તમારી જોડે છુટાછેડા લેવા છે એટલે બુઢિયા ટોળાના ઘરડા

બુઢિયા વિચાર વંટોળે ચઢ્યા છે..કે……….…..

“હુંપ..યાં..ઉઉ..યાં..હુંપા…હુંપ….ઇ..ઇઇ…એંહ…એંહ…ઉંપ…ઉંપ..”

ગાંઠિયો-

“દંભ દાવપેચ તંત તુક્કા અને જ તુત

ચતુર હોય તો ચેતજો આ રાજકારણનું ભુત “

==================================================================================

સ્વપ્ન જેસરવાકર