Tag Archives: સ્વપ્ન..એટેક..હાર..હાર્ટ..કથા..ચોરો..ગોદડિયો

ગોદડિયો ચોરો…હારનો હાર્ટ એટેક..

ગોદડિયો ચોરો…હારનો હાર્ટ એટેક..
==================================================
ગોદડીયો ચોરો
હમણાં ભારતીય લોક્સભાના ઉમેદવારોનાં ચુંટણી પરિણામોની જાહેરાત
થઇ.ઘણી પાર્ટીના ઉમેદવારો  જીત્યા ને હાર્યા પણ ખરા.
” ભારતીય કોશ પાર્ટી  “ના તમામ ઉમેદવારો ચુંટણી ગંગાના પ્રવાહમાં
ડીપોઝીટ સહિત વહી ગયા ને સતા સ્વયંવરમાંથી ઘર ભેગા થઇ ગયા.
ભારતીય કોશ પાર્ટીની સ્થાપના ” કોદરભાઇ શનાભાઇ “ કરેલી ને
એમની પાર્ટીનું નિશાન “કોશ “ રાખેલું .
(કોશ શબ્દ આદરણીય વડિલ શ્રી હિંમતલાલ જોશી (આતાજી)એ કોમેન્ટમાં
વાપરેલો એમના આભાર સહhttp://aataawaani.wordpress.com/)
“કોશ એટલે ખાડો ખોદવાનું લોખંડનું હથિયાર.” “નિશાન કેરા ગુણધર્મ
અનુસાર કોશ પર્ટીના સભ્યોએ દેશની મિલકત ખોદી ઘર ભેગી કરેલી.”
એ પાર્ટીના સભ્ય કાનજીભાઇ ગરબડભાઇ ડાબરા ઉર્ફે “કાગડા” લોકસભા
ખાઉધર સીટ પરથી લડેલા ને નામોશીભરી હાર પામેલા.
કાગડાજીને ગણતરીના વખતમાં હદય રોગનો હુમલો થયેલો.” હારની વ્યથા
ને હુમલાની કથા બે ભેગાં થયાં એટલે કાગડાભાઇ નર્કેશ્વરનાં દ્વાર દેખાયાં.”
હવે યમરાજ એમનો જીવ લેવા આવ્યા તો કાગડાજી કહે “જાવ પહેલાં મારા
હાઇકમાન્ડની મંજુરી લઇ આવો . જાવ પહેલાં સ્પીકરની મંજુરી લઇ આવો.”
યમરાજ કહે “અલ્યા ગોદા અમારે કોઇની મંજુરી ના લેવાની હોય તમે જેના
માટે મજુરી કરો છો એ હાઇકમાન્ડ પણ વખતે તમને હડસેલી મુકે છે.”
એમ વદી યમરાજ તો જીવ લઇને યમલોક સીધાવી ગયા.
હવે સગા સબંધી ને એમના કાર્યકરોએ સ્મશાન વિધિની કાર્યવાહી આરંભી.
“કાગડાભાઇનો નશ્વર દેહ વારંવાર બેઠો થઇ ને કહે હેલિકોપ્ટરમાં મને સ્મશાન
લઇ જવો ને સ્મશાનમાં મંડપ બંધાવી મારી જાહેર સભા યોજવા પ્રબંધ કરો.”
“કાગડાભાઇનાં ઘરવાળી તો રડતી છાતી કુટતી જાય ને છાજિયાં લેતી જાય.”
“એં..એં ઉ..ઉ ગયા ને મારો રસ્તો…ઉ..ઉ.. એં..એં..સાફ કરતા ગયા.
પેલા…એં..એં..ઉ..ઉં કોશ..કે’તા..તા.. ઉં..ઉં કાગડાજી ..ઉં..ઉં ડુસકું ભરતાં
માને..તો..ઉં..ઉંં..ઓ..ઓ.. તમને ટકિટ (ટિકિટ)…..ઉં..ઉં…દઉં.”
“મારો…ઉં..ઉં..એં..એં રોયો ચેદાડાનો …ઉં..ઉં મરતો…એં..એં.. નોતો..ઉં ઉં
નોતો…ડુસકું..એં..એં…ઉં…ઉં..ને મોંચો…મેલતો …ઉં..ઉં..ડુસકું..લેતાં જાય.”
“કોશ પાર્ટીના કાર્યકરોએ તપાસ કરી તો હેલીકોપ્ટર તો ભાડે ના મલ્યું એટલે
ઊંટગાડીમાં લાંબી લાંબી કોશો ગોઠવી ચાદરો સાડીયો વડે શણગાર કર્યો ને
ચણિયા (ઘાઘરા)  પોલકાં કબજા (બ્લાઉઝ)વડે ફુલોની ડિઝાઇન બનાવી
ને “અંત્યેષ્ઠી રથ”  બનાવ્યો ને હાથમાં કોશ પકડાવી ઉભા બાંધ્યા.”
કાગડાભાઇનો દીકરો કહે “ભાઇ કોશ પાર્ટીની કોશને જલ્દી કાઢો તો મને બીજી
પાર્ટીમાં વાનર કુદકો લગાવવાનો લાખેણો લહાવો મલે.”
“હવે સ્મશાન યાત્રા ઊંટગાડીમાં નિકળી કાગડાભાઇને ઉભા રાખી બાંધેલા તે બંધ
આચકા વાગવાથી ઢીલા થઇ ગયેલા એટલે માથું ને હાથમાં પકડાવેલી કોશ
આમતેમ હાલવા લાગે એ પોકારાતાં સુત્રો સાથે તાલમેલ ધરાવે ત્યારે સ્મશાન
યાત્રામાં જોડાયેલ જનતા પણ હસવું ના રોકી શકી.”
કાર્યકરો તો જુસ્સામાં આવીને જુદાં જુદાં સુત્રો બોલાવે બોલાવે કે ,,,,,,,,,,
” કાગડાભાઇ અમર રહો . ત્યારે એમનું ડોકુ ના ના કહે “
“હમારા નેતા કેસા હો ત્યારે  કોશ પકડેલો હાથ ઉંચો નીચો થાય.”
વિરોધી પક્ષના કાર્યકરો ને જનતા પણ સુત્રોમાં ઉમેરો કરે કે,,,,,
“દેશની મિલકત કોણે ખોદી-ખાધી તો ડોકુ ને હાથ બંન્ને ઉચા થઇ કહે મેં..મેં.”
આમ કરતાં સ્મશાન ગૃહે એમના શબને ચિતા પર સુવાડવામાં આવ્યું ને એમના
કપુતરના હાથે મુખાગ્નિ આપવામાં આવ્યો .
“સગાવહાલાં ને કાર્યકરો સાથે વિરોધી પાર્ટીના કાર્યકરો સાથે જનતા પણ લાકડાં
સંકોરવા બહાને લાકડા વડે ગોદા મારતા જાય ને મનમાં ભાંડતા જાય.”
સગાં વહાલાં કહે ” મુવો મરતો ગયો પણ અમારું કશું કરતો ના ગયો.”
પક્ષના કાર્યકરો કહે ” હારી કોશ સતા પર હતી ત્યારે સામુંય જોતી નહોતી.”
જનતા કહે ” મુઓ પૈસા લીધા વગર કામ જ નો’તો કરતો.”
છેલ્લે કોશ પાર્ટીના પ્રમુખ કે’ ” પાર્ટીના નામે ચુંટાયો ને જમવામાં જગલો ને
કામ કરનાર કોશના કાર્યકરો . હારું થયું વહેલો પતી ગયો.”
“કોશ “એવું ઉપનામ ઘણા વ્યક્તિઓને મળે છે .ઘણા કહે છે જવા દોને હારી કોશ છે “
“કોઇક નાં ભજિયાં તોડે ને એની જ બીડી પીવે ને પાછો કહે બે ચાર બીડી આપજે
ને બસો ગ્રામ ભજિયાં બંઘાવી દે તો ઘેર લેતો જાઉં.”
“વગર નોતરે જમવાનું ને ઉપરથી મઠ્ઠો ને બે શાક ખોળૅ એને કોશ કહેવાય.”
 
હાટકો =
” સારો માણસ શોધવા જઇએ તો થાકી જઇએ
પણ માણસમાં સારું શોધવા જઇએ તો ફાવી જઇએ “
=====================================

સ્વપ્ન જેસરવાકર