Tag Archives: સ્વપ્ન..એન્ટ્રીયાં..નરેન્દ્ર..મારી..ઝુમઝુમા..ઓબામા..યુનો..ડોલર..પાઉન્ડ..યુરો

ગોદડિયો ચોરો…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ..

 

ગોદડિયો ચોરો…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ..

=============================================================

ગોદડીયો ચોરો

ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાની ચર્ચા જામી છે. ચોરાના ચમકીલા

ચહેરા જેવા કે ગોદડિયો, નારણ શંખ, ધૃતરાષ્ટ્ર , કનુ કચોલું , ગોરધન ગઠો ,

અઠો , બઠો , ભદો ભુત , કોદાળો ,  શકુનિ  ભેગા મલી નરેન્દ્રભાઇ  મોદીજીની

અમેરિકા યાત્રાની સઘન ચર્ચાનાં પડિકાં બાંધી રહ્યા હતા . “અમારી મશહુર ફેંકાફેંક

ચેનલને મોદીજીની અમેરિકા યાત્રાનું કવરેજ કરવાનું આમંત્રણ મળ્યું હતું.”

padharo.jpg modi -obama

કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા આ વખતે તું બીજા કોઇક્ને જવાનો ચાન્સ આપજે.

શકુનિ કહે ” ગોરધન ગઠો સારું ગાય છે ને કોદાળો સર્વ ભાષીય નિષ્ણાત છે તો

આપણી ચેનલ તરફથી ગોરધન ગઠાજી ને કમાલના કોદાળાને અમેરિકા મોકલીએ.”

એટલામાં ચતુર ચોટલી ગફુર ગબાજી ને રણછોડ રોકડી હડુડુ કરતા પ્રવેશ્યાને કહે

” અલ્યા ગોદડિયા જો અમારાં હગાંવાલાં (સગાંવહાલાં) અમેરિકા રહે છે તો તું

નરેન્દ્રભાઇને કહી થેપલાં ઢોકળાં પુરી અથાણાં લૈ (લઇ) જવાનું કહેજે.”

મેં કહ્યું કાકા આ બધું ના લઇ જવાય. બલુનમાં બગડી જાય.

ગફુર ગબાજી કહે ” અલ્યા અમને બરધ્યા (બળદિયા) હમજે છ (સમજે છે) અલ્યા

એ તો આપડું (આપણું) એર અન્ડ્યા (ઇન્ડિયા)નું આખું બલુન લૈ જવાના છે જો એ રહ્યા

પરધોન મંતરી (પ્રધાનમંત્રી) એટલે એમનું શેકિંગ (ચેકિંગ) ના થાય ને એમનું ખસ્તમ

(કસ્ટમ) પણ ના થાય ને બલુનમાં ટાઢી (ઠંડી) હવા હોય એટલે ના બગડે  અને

આપડે એમને ખોબા ભરી મત આલ્યા છે ગુજરાતીનું કોમ (કામ) ગુજરાતી કરે ને.”

રણછોડ રોકડી કહે ” અલ્યા ખસખસ ખાસ લઇ જવાનું કહેજે. જો પેલો નવાઝ શરીફ

સામેથી મલવા આવે તો એને બતાવી કહેવાય ” અબે ઓ આઘો ખસ..ખસ..ખસ.”

બીજા દિવસે ગોરધન ગઠો ને કોદાળોજી સુટ બુટ ચડાવી બલુનમાં અમેરિકા ગયા.

ન્યુયોર્ક જઇ મેડિસન સ્ક્વેરનું નિરિક્ષણ કરી લોકોના ઉત્સાહને જાણવા પ્રયત્ન કર્યો.

મેડિસન સ્ક્વેરમાં ગુજરાતીઓ હર્ષના હિલ્લોળે ઉછળી ગરબે ઘુમતા હતા.

આ દ્રશ્ય જોઇને ” કમાલના કોદાળાનો બુધ્ધિનો સ્ક્રુ ઉછળ્યો તે ગોરધન ગઠાને કહેવા

લાગ્યો કે હું કેમેરા ઘુમાવું છું તું  તારે એક મજાનું ગીત ગાઇ બધાને ઝુમાવી દે.”

ગોરધન ગઠાએ લાંબો આ..આ..આ..આ..લા..લા.રે..રે ગ..ગ.ગુજ્જુ..કરી રાગ છેડ્યો.

” નરેન્દ્રને મારી એન્ટ્રીયાં…હેય રે…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ.”

” અમેરિકામેં બજી ઘંટીયાં…હેય..રે અમેરિકામાં બજી ઘંટીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ.”

” જુનિયર બુશને લી છુટીયાં..હેય..રે..રીપબ્લિકન સબ દોડિયાં..હેય રે.ઝુમઝુમા ઝુમ.”

” યાદ આઇ પુરાની બાતિયાં..હેય..રે..મહેસુસ હુઇ  શરમિંદિયાં..હેય.રે.ઝુમઝુમા ઝુમ.”

” હિલેરીબેન તો હિલોળીયાં…હેય..રે..ક્લિન્ટનજી પેહરે કેડિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”

” ઓબાજી ખાયેંગે અડદિયાં..હેય..રે..મિશેલજી માંગેગી મઠિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”

” પંજાબીઓને કી ભાંગડીયાં હેય..રે..ગુજરાતીને ગરબે તાલિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”

બે દિવસ નરેન્દ્રભાઇનો કાર્યક્રમ અમેરિકાના શહેરોમાં જોરદાર રીતે ચાલ્યો.

પછી યુનો મહાસભામાં દેશ વિદેશના નેતાઓએ પોતાના વિચારો રજુ કર્યા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હિન્દીમાં છટાદાર ભાષણ કર્યું ને દુનિયાના

નેતાઓને જડબાતોડ જવાબ આપ્યો જેને કોદળાજીએ લગ્ન ગીતના મજેદાર શબ્દોમાં

લખ્યું જેને ગોરધન ગઠાએ સરસ રાગબધ્ધ રીતે ગાયું તો લ્યો માણો ગીત !!!!!!!!

(રાગઃ-” ઘરમાં નોતી ખાંડ ત્યારે શીદને તેડીતી જાન..મારા નવલા વેવાઇ .”)

” ખજાનામાં ખુટ્યા હતા ડોલર, ત્યારે શીદને કર્યાં ઉંચા કોલર..ઓ ઓબામાભાઇ.”

” યુરોએ લબડાવ્યા હતા પાઉંન્ડ, ત્યારે શેનો મોટો થાય સાઉન્ડ..ઓ કેમરુનભાઇ.”

” તુટ્યાં  રાજ્યો ને તુટ્યા રુબલ, ત્યારે શાને ઘેર નંખાવ્યા કેબલ..ઓ પુતિનભાઇ.”

” રોકો ભારતમાં ટેકનોલોજી ને યેન,તમને પહેરાવીશું સોનેરી ચેન..ઓ શિંજોભાઇ.”

” વસ્તુઓમાં કમાઓ યુઆન, અડપલાં કરશો તો ઠેકાણે લાવીશુ શાન..ઓ જિંગપિંગભાઇ.”

” પશ્ચિમ રાષ્ટ્રોમાં ચાલે છે યુરો,  એમાંય સહયોગી ભારત શુરવીરો..ઓ યુરોપિયનભાઇ.”

” ઘસાઇ ગયો  પાકિસ્તાની રુપિયો, એમાંય ચાલે આતંક્વાદીનો કિમિયો..ઓ શરીફભાઇ.”

” ઉપર નીચે થયા કરે છે ટાકા, ઉપકાર ભુલ્યો તો લઇ લઇશું ઢાકા ...ઓ હસીનાબેગમ.”

” કરન્સીમાં રાખ્યા છે ફ્રાન્ક , દુનિયાના બે નંબરી સંઘરે સ્વિસ બેંક..ઓ બુઆલ્ટરભાઇ.”

” ગુજરાતીએ કમાવી આપ્યા શિલિંગ, રાખજો નાગરિક રક્ષા કેરુ ફિલિંગ..ઓ કેન્યાટા.”

” તેલ વેચી કમાયા છો રિયાલ,ઓઇલમાં ભારતનો રાખજો ખ્યાલ..ઓ અલી ખમેનલ્લા.”

” છેલ્લે નરેન્દ્રભાઇએ ભારતનો રુપિયો બધાને બતાવી ને કહ્યું !!!!!!!!!!!!!!!!!!!!”

” જુઓ આ છે અમારા રુપિયા એની જાત જાતની ખુબિયાં. “

” મહાત્માજીની તસ્વીર સાથે વિશ્વ શાંતિ કામના .”

” બીજાને સહાય રુપ બની કરીએ સમર્પણ ભાવના.”

” જાતિ ધર્મ ભાષા છતાં દિલમાં એકતાની ખેવના.”

” વિશ્વ ઐક્યતા સરજી કરીશું ત્રિરંગા કેરી નામના .”

ગાંઠિયો=

“હે પાઉન્ડ પોક મુકાવે ને રિયાલ તો કદી રખડાવે

  ડોલર કોઇ દિ ડુબાડે પણ રુપિયો જ ૠણ ચુકાવે .”

==================================================================

સ્વપ્ન જેસરવાકર