Tag Archives: સ્વપ્ન..કથા..ગોદડિયો..કુંભ..કુંડળી..ચોરો

ગોદડિયો ચોરો…કુંભ કુંડળી…હાસ્ય..કટાક્ષ…

 
ગોદડિયો ચોરો…કુંભ કુંડળી…હાસ્ય..કટાક્ષ…
======================================
સવારમાં જાગી નહાઇ ધોઇ પરવારી ચા પાણી કરવા બેઠો હતો ત્યાં
જ ગબ્બડ ગપોટીની પધરામણી થઇ.
કેમ છે ગોદડિયાજી ? શું ચાલે છે ? કામ કાજ કેમનું ચાલે છે ? બસ
એકલા એકલા જ ચા નાસ્તો ઝાપટો છો અમારા જેવાનો કલાસ જ નૈ.
મેં કહ્યું કોઇ આને ચા નાસ્તો કરાવો . અલ્યા આને કાંઇક ધરાવો.
ગબ્બડ કહે “ચા તો નૈ ( નહિ)પન (પણ )હરધર (હળદર) મેંઠા ( મીઠું)
વારું દુધ ચાલશે.”
પછી તો ” તૈણ (ત્રણ ) કરશ્યા ( કળશ)દુધ પચીસ પરોંઠા ને કિલો ચવાણુ
ઝાપટી ગયો.  પાડું ધરાય એમ ધરાઇ ગયા પછી એ ભાંભર્યો “( બોલ્યો).
” જો ઘરનોં બારી બાયણાં ( બારણાં ) બંધ કરી દે ને આખા ઘરમાં લેમડાનો
(લીમડા) ધુમાડો કરી દે માંછો ( માખી ) ને મછરાં ( મચ્છર) ના હોંભરે
( સાંભળે) એવી રીતે વાત કરવાની છે.”
જો હાંભળ નરેનદરભાઇ જોડે આપણે દાયરેકટ ( ડાયરેકટ) લાઇન છે.
મારે કાલે હોંજે (સંજે) હંદેહો  ( સંદેશો) આયો કે રાતે તઇણ ( ત્રણ )
વાગે મારે એમના બંગલે જવાનું હતું
મેં કહ્યું અલ્યા રાતે ત્રણ વાગે કેમ તને બંગલે બોલાવ્યો હતો.
ગબ્બ્ડ કહે” દા’ડે બૌ ( બહુ ) હલચલ હોય ને ખોનગી (ખાનગી) કોમ
( કામ) પણ ગુપત (ગુપ્ત) રેવું જોઇએ ને?”
વાત એમ છે કે” આ વંદા (વડા) પરધોન (પ્રધાન)ની વાત નેકરી
(નીકળી) છે ને આ હાધુ (સાધુ) હંન્તો ( સંતો) એ તરાવ (ઠરાવ)
કર્યો છે તો અલ્હાબાદ જવું કે ચમ ( કેમ) ને જોતિષો ( જ્યોતિષી)
શુ કે’ સે એની સર્ચા (ચર્ચા) કરવા મને રાતે બોલયો તો.”
મેં કહ્યુ ચર્ચા તો તારી સાથે કરવાની હતી તે કરી મારુ શું કામ છે ?
ગપોડી કહે જો આ બધો વાતો ખોનગી રાખવાની સે. આતો મેં જોણ્યું
(જાણ્યું) કે તારે ” પેલા હસ્તા (હાસ્ય) દરબારવાળા ભેમણો (બ્રાહ્મણ)
ગાજેનદર ટ્ર્ણવેડી (રાજેન્દ્ર ત્રિવેદી) હુળેશ જોણી ( સુરેશ જાની)
પેલા હુરટી પવીન હાસટરી (સુરતી પ્રવિણ શાસ્ત્રી ) ને સેલ્લે (છેલ્લે)
બોણૂં વરહના બાબા હડમતલાલ હોંશી ( હિંમતલાલ જોશી – આતા)
હારે (સાથે) હારા (સારા) હબંધો (સબંધો) છે એટલે તારે એમના પાંહે
પરશન કુડરી (પ્રશ્નકુંડલી) કઢાઇ (કઢાવી) હનધુય હંભાળી લેવાનું છે.”
આ બધાય અમરિકામોં (અમેરિકામાં) રહે છે એટલે અંઇ ભારતમોં કોઇને
ગંધ ના આવે. ” કોંગ્રેસવાલા કાલબલિયાં કરે છે ને આપણા ઘરનાય
ભાજપવાળાય મારા બેટા આ વાત તળાય છે ત્યારના કડછા ફેરવે છે .”
કે’વાય સે કે ” ઇવડા ઇ ચાર ભેંમણોએ બે બુશને ખુશ કરી એમની ઠુશ
કાઢેલી.કલીન્ટનને મોનિકાના સેટલમેન્ટના રસ્ટા ( રસ્તા) ઇવડા ઇએ
દેખાડેલો પછી ડોબામા જેવા ઓબામાને ખોબામાં મત મલે એવો રસ્ટૉ 
કારેલો (કાઢેલો)
કુંડરીઓ ( કુંડલી) ને એમના જનમાકક્ષર ઇવડા તૈણ બોમણોએ જોયેલા
નેપેલો “લહણીયાનો (લુસીયાના) ગવન્ડર (ગવર્નર) ધોબી ઝંડવાળો
( બોબી જિંદાલ) થયો સે ઇવડા ઇ ની પરશન કુંઢરી (પ્રશ્ન કુંડળી ) પન
ઇવડા ચાર ભેમણોએ કારી આપેલી એટલે  મેં નરેનદરભૈને સલાહ કરી કે
આપણે એ ચાર ભેમણોને પુસીએ ( પુછીએ)”
 હવે હોંભરી લે હું હું ( શું શું )પુછવાનું છે.
કુંભમેળામાં અલ્હાબાદ જવું કે નહિ. કઇ કઇ જગાએ જવુ ને ના જાવું
બધીય પારતીયો (પાર્ટીઓ)ને મનાવવા કૈ જગાએ મિટીંગ ભરવી.
જો એવી જગાયે જવુ પડે તો ચેવી (કેવી) રીતે કયારે જવું ?
જો ભૈ “આ બાવા બાટક્યા છે ને પાછા બાવા ક્યારે બગડે એ કે’વાય નહિ”
મેં કહ્યુ જુઓ ગબ્બડ ગપોટી અત્યારે અહીં દિવસ છે એટલે ત્યાં રાત હશે.
ગપોટી કહે ” રાત હોય કે દા’ડો નરેનદરભૈનુ કોમ હોય તો ઓબામાએ
પણ ઉઠવું પડે ને ઇલેરીબોને (હિલેરી ) હાલવું પડે એવો એમનો વટ છે “.
મેં કહ્યું હું આ બધાને વિગતવાર મેઇલ કરી દઇશ ને મેઇલ કરી દીધો.
અમેરિકામા સવાર થયું ને ચા પાણીથી પરવારી ચારેય બ્રહ્મ મિત્રોએ
મેઇલ વાંચી એક બીજાને ફોન કર્યો ને કોન્ફરન્સ કોલથી ચકડોળે ચઢ્યા.
જેમ કંસારમાં ઘીની દદુડી પડેને ઘી રેલાઇ આમતેમ દોડે તેમ ટેલીફોન
દ્વારા ચર્ચાના સુરો લહેરવા લાગ્યા.
મુળ મોંકાણ ત્યાં થઇ કે આમાં ત્રણ અમદાવાદી ને એક સુરતીલાલા.
ત્રણ અમદાવાદીમા એક ડોકટર એક ઇલેકટ્રીકલ એન્જિનીયર ને એક તો
પોલિસ ખાતામાં નોકરી કરી ચુકેલા.
ડોકટર ગાજેનદર ટ્ર્ણવેદી કહે જુઓ ભાઇ નરેન્દ્રભાઇ કુંભમેળામાં અલ્હાબાદ
જાય તો વાંધો નહી પણ ભારે ભીડ અને ગંદુ પાણી ઉડ્તી રેતી આ બધું
જોતાં આરોગ્યની દ્રષ્ટીએ એમણે ના જવું જોઇએ .
જો કે આ ગાજેનદર ટ્ર્ણવેડી વાઢ્કાપના પાવરધા એટ્લે કુંડ્ળીમા આંકડા
કાપી એક બીજા સાથે જોડે. એક ને ચાર જોડી ૧૪ બનાવે એવો હુંશિયાર.
હુળેશ જોણી કહે ” ભાઇ તારામાં દાગતર ને  શાસ્તર બેય ભર્યાં  ખરાં ”
ને એટલે તને તો આડોગ્ય (આરોગ્ય) જ દેખાય ને ?
જો ત્યાં લાઇટની કેવી વ્યવસ્થા છે એની તપાસ કરવી જોઇએ એ તો
ગુજરાતની પર્તિભા  (પ્રતિભા) છે.
હડમતલાલ હોંશી કહે  એક ડૉકટર ને બીજો એન્જીનિયર ને ગુજરાતી
પ્રતિભા પરિચયવાળો એટલે અ એમનું જ ઝુડ્યે રાખે. અલ્યા વચારો
જ્યાં કરોડો માણસો ભેગા થૈ ગરબા ગાતા હોય ત્યા સલામતી માટેની
ચિંતા કરવાની કે નહિ. હું પોલિસ ખાતામાં રહી ચુક્યો છું એટલે મને
બધીય ખબર હોય.
ત્યાં ” હુરટી પ્રવિન સાસટરી બોલ્યા હું નૈ કેટો ટો કે ઇવડા ટૈણ
અમડાવાડી(અમદાવાદી) મે અકલ ( અક્ક્લ) પાહેર (પાશેર)
ની નૈ ( નહિ)  મલે  ને દહહેર (દશ શેર)નુ હોચે ( સોચે) હે.”
” અલ્યા આપડે (આપણે) રયા ( રહ્યા) ઇંડુ  ( હિન્દુ) ને નરેનદર
ભૈ પન ઇંડૂ અલ્યા આપરાથી (આપણા) અલ્લાબાદ (અલ્હાબાદ)
નૈ જવાય.”
હડમતલાલ વદ્યા ” મારો બેટો આ હુરતી હોપારો જબરો કે’વાય હોં કે “
હુળેશ જોણી કહે અલ્યા શાસ્ત્રી તારી વાત સો ટ્કાની સાચી હોં…
” પેલા કમળવાળા લાલજી  ઉર્ફે રેડ કૄષ્ણ (લાલ કૄષ્ણ) પરદેશમાં પેલા
જેણાબાવાની મઢીએ ફુલોની ચાદર ચડાવી આયા ત્યાર પછી પ્રમુખપદ
ખોયું ને વડા પરધોનના દાવા પોકળ થૈ ગયા “
” જોને હવે હરિદ્વાર જવાની ઉંમરે હસ્તિનાપુર જવાની ઇચ્છા રાખે છે.”
ત્યાં ગાજેનદરભૈ કહે એમણે “અલ્લા-બાદ જ નહી પણ ફરુકાબાદ નિઝામાબાદ
ગાજિયાબાદ ઓરંગાબાદ ફિરોજાબાદ એ બધા બાદની બાદબાકી કરવી
જોઇએ.”
હડમતલાલ વડિલ ને અનુભવી  હતા એ કહે મારી પ્રશ્ન કુંડલીમા એમ દેખાય
છે કે એમના આ ” મંગલ કાર્યમાં મંગળની વક્ર દ્રષ્ટિ આડખીલીરુપ બને છે.”
હજુ ચુંટણીની વાર છે તો કાંઇક વ્યવસ્થા કરીને મંગળ પર આંટો મારી આવે
ને કોઇ બામણને સાથે લઇ જાય ને ત્યાં જ શાંતિ પાઠ કરાવી દે તો ખુબ સારું
હુળેશ જોણી કહે “આતા તમે ગરહો (ગ્રહો)નાં સ્થાન જોયા વના ઝુડે રાખો છો.
મેં ઓંકડા ખોંનામાં મેલી જોયા તો હાથે શનિ ય નડે છે. પણ મંગળ પર જવા
યાન જોઇએ.” કોંગ્રેસવાળા એ મોદી માટે વ્યવસ્થા ના કરે એની મોંકાણ છે.
ગાજનદર ટ્રણવેડી કહે મેં ટીપણામાં બરાબર આંકડા માંડી ગણતરી કરી તો
લાગે છે કે યાનની વ્યવસ્થા જરુર થઇ શકે.
બધાય બામણોએ એકી સાથે રાગ આલાપ્યો. એ કેવી રીતે
” ઓમ સમજાવો સ્વાહા !”
ટ્રણવેડીજી કહે ” આ નરેનદરભૈનો ઉદયયોગ છે ને એમને પેલા  ગુજરાતના
ઉદયયોગવાળા પતિઓ સાથે સારુ  લેણૂં છે એટલે ઉદયયોગપતિઓ
(ઉધોગપતિ) કોઇ દેશ પાસેથી યાન ભાડે લાવી એમને મંગળયાત્રા કરાવી
મંગલ લાભનો સુવર્ણ અવસર પોતે પણ પ્રાપ્ત કરી શકે.”
પરવીન સાસ્ટ્રી કે’ અલ્યા એ ખરું પેલા ” ગૌ – ઉત્તમ (ગૌતમ અદાણી )
કેશભાઇ (રોકડા) મુકેશ અંબાણી , નિલભાઇ ( નીલ એટલે જીરો)
અનિલ અંબાણી  એ બધા ખરચ કરી શકે.”
(નામ ગૌતમનો અર્થ થાય ગૌ- ઉત્તમ પણ ગાયોના ચરા એ જ ચરી ખાય છે )
હુળેશ જોણી કહે પણ મોદીજી છ સાત મહિના મંગળની સફરે જાય તો
ગુજરાત ને દેશમાં શુન્યાવકાશ સર્જાય ને એમની ગેરહાજરીમાં ખુરશી માટે
યાદવાસ્થળી ઉભી થાય.
હડમતલાક કે’ અલ્યા હોંભરો મારા ગણિતમા એવો ઇસાબ ( હિસાબ)બેસે છે
કે એનો ઉપાય છે ચુંટણી વેળા એમણે પેલી થ્રિડી સિસ્ટમનો ઉપયોગ કરી
એક સાથે ૨૬ જગાએ દેખાતા ને ભાષણ ઠોકતા હતા એ સિસ્ટમનો ઉપયોગ
કરી ૧૦- ૧૫ ભાષણો જુદા જુદા ડ્રેસ ને પાઘડીયોમાં રેકોર્ડ કરી લેવાનાં ને
સમયાન્તરે રિલે કરવાં જેથી મોદી અહી લાગે.
હુરટી પરવીન સાસ્ટરી કે ” અલ્યા ટીપણાનાં ટ્પોરિયા હો (સો)વાટ
(વાત)ની એક વાટ કઉ આ કશુંય એમને નૈ ( નહિ) નડતુ એક જ વસટુ
( વસ્તુ) નડે હહરીનાને !!!”
“અલ્લાબાદ જવું કે નંઇ પન હડખ ટુ હીન્ડુસ્તાન ઇમ હસ્ટીનાપુર જવાનુ
હહરીનાને!
જો “એને ડિલ્લી ( દિલ્હી) જવું  જ હોય ટો ( તો) ઇણે એક વસટુ સોડવી (છોડવી)
પડે.”
બધાય મોં ફાડીને એકી સાથે બોલી ઉઠે છે શું છોડવું પડે લ્યા શાસ્ત્રી જલ્દી ભસ ને ?
હુરટી લાલો એમ કંઇ ગાજ્યો જાય ખરો મારો વા’લો ટીપણામાં જોતો જાય ને
વેઢા ગણી બબડતો જાય.
શનિ…મંગલ…ઓમ ..ઓમ..ઓમ…ભોમ…ભોમ…શુકર ..શુકર..ડુકર..ડૂકર
સોમ..સોમ…બુધાય..બુધાય..ભુતાય…ભુતાય..હોમાય…હોમાય…હોમાય
રાહવાય..ગુરુવાય..ગુરુવાય..કેતવાય…. કેતવાય ..કુકર..સિટી..બજવાય
સમજાય..કંઇ સમજાય..અહમદાવાદ…મહમદાવાદ…છોડાય..છોડાય..
પારતી ( પાર્ટી= પક્ષ )… મિટિંગ…ભરાવી..મનાલી…મનાલી…મનાલી
(હિમાચલ પ્રદેશનું શહેર= મનાલી..એટલે કે’વાય સબ પાર્ટી મનાલી )
બઢી પાર્ટી ને મનાલી બોલાવવા કે’વા ચાલે પારટી મનાલી..પારટી મનાલી
” ટમારે એને જનાવવું પડે કે પોયરા તારે ડિલ્લી જવું હોય ટો એક સોડવું પડે…”
” એ પોયરાને કશુંય નૈ નડે ઇને “અહમડાવાડ” નડે.”અહમ.ડા..વાડ”..નડે. “
અહમદાવાદ…..” અહમ-દા-વાદ “….અહમ-દા-વાદ ….અહમ-દા-વાદ
( અહમનો વાદ છોડવો પડે…..અહમ…દા..વાદ…અહમ…દા..વાદ )
( જેમ હાઇવે પર બોર્ડ હોય છે– રાજુ દા ધાબા= રાજુ ની હોટલ)
( પંજાબ દા પુતર= પંજાબ નો પુતર એવુ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!)
એમ  ” અહમ- દા- વાદ == અહમનો વાદ )
 
હાટકો=
” નમો નમો સબ કોઇ કહે એને નમે સહુ કોઇ
   એ કોઇને ન નમે જો નમે તો ગમે સહુ કોઇ “
 
============================================
સ્વપ્ન જેસરવાકર