Tag Archives: સ્વપ્ન..કથા..મંગલ..જંગલ..ચોરો..ગોદડિયો.

ગોદડિયો ચોરો…જંગલમાં દંગલ..

ગોદડિયો ચોરો…જંગલમાં દંગલ..
=========================================
cropped-11.jpg
ગોદડિયો ચોરો જામ્યો છે. પેટા ચુંટણીના ચમકારા ચમકી રહ્યા છે.કોદાળો
કચોલુ શંખ ધૃતરાષ્ટ્ર અઠો બઠો ભુતની જોડી જામી ગઇ છે.
“રાંદડિયાજીનો રામણ દીવો ઝબુક ઝબુક થતો ઝબકી ઉઠ્યો ને હરિભાઇની
હરિ ઇચ્છા બળવાન બની ગઇ . લાલુજીને લાડવાની ટોપલી મળી ગઇ ને
નિતીશકુમારનાં નગારાંનો અવાજ ધીમો પડી ગયો છે . તૃણમુલ કોંગ્રેસનો
સિતારો ડાબેરીઓને દબડાવી રહ્યો છે. મનમોહન દેશ પરદેશ ધુમતા રહી
મધુરી મોરલીના સુર રેલાવતા રહે છે.
આવી બધી ચર્ચાના ચમકારા ચોરે રેલાતા હતા ત્યાં જ પેલા કનુ કચોલાજી
કેરા મિત્ર તિકમ તપેલી ફ્રન્ટિયર મેલની જેમ ધસમસતા પ્રવેશ્યાને કહે લ્યા
આ ચુંટણીયો દર અઠવાડિયે આવતી રહે તો કેવું સારું ?
“અલ્યા ચૌદ દિવસ ચવાણું મલે પંદર દિવસ પીવાનું મલે ને વરહો ( વરસો)
હુધી (સુધી) યાદ ના રહે એવાં વણમાગ્યાં વચનોની વણઝાર મલે .”
ગઠો કહે અલ્યા કચોલા આ ભૈ (ભાઇ)ને તિકમ તપેલી કેમ કહે છે .?
કનુ કચોલું કહે “આ તિકમીયો ગરમી ઠંડી વરસાદથી બચવા માથે તપેલી
પહેરે.ખેતરમાં હળ ચલાવતાં તપેલી પહેરે સાયકલ ગાડું ટ્રેકટર કે સ્કુટર
ચલાવે તોય માથે તપેલી પહેરે એટલે એનું નામ તિકમ તપેલી પડ્યું છે.”
“આ તિકમીયો ચુંટણીનો બહુ રસિયો છે એ ગામમાં મંડળીયો હોય કે પંચાયતો
હો કે  નગરપાલિકા મારો બેટો ગમેતેમ કરી ચુંટણી લાવે લાવે ને લાવે જ !”
મેં કહ્યું તિકમજી હમણાં તો ક્યાંય ચુંટણી દેખા દેતી નથી તો શું કરશો ?
તિકમ કહે તમે “આ તિકમનાં તિકડમ જાણતા લાગતા નથી હમણાં જ મે એક
નવતર પ્રયોગ કર્યો છે .”
મેં પુછ્યું કે ભાઇ તિકમ એવો તે કેવો નવતર વિચારનો વંટોળ ચડાવ્યો છે કે
ચુંટણી આવીને ઉભી રહે.
બસ એવાં તિકમનાં તરકડાં કે ભલ ભલા આ તિકમ તપેલીના તરકટમાં આવી
જાય ને ચુંટણીના ચગડોળે ચઢી જાય ને આ તિકમનું કામ થઇ જાય.
કોદાળો કહે “ઓય તપેલી આ વાતકા ફોડ પાડીંગ કે યોર ગપ્પે હાંકીંગ .”
તિકમ કહે તો હોંભરો (સાંભળો)” મેં પશુ પક્ષી જન જનાવરની સભા ભરીને
એવું કહ્યું કે દુનિયા ભરમાં ચાર પાંચ કે સાત વર્ષે ચુંટણી અચુક થાય જ્યારે
તમારે તો વર્ષૉથી બસ જંગલનો રાજા સિંહ એવું  કહેવાય અલ્યા બસ એને
જ રાજ કરવું છે તમારો કોઇ ચાન્સ જ નહિ બધા ભેગા થઇ ચુંટણી માગો ને
એની તૈયારી કરી કામે લાગો સભાઓ ભરી ઠરાવો કરો રેલીઓ ને સરઘસો
કાઢો ભાષણો કરી સુતેલાઓને જગાડો જરુર પડે હું મદદ કરીશ.”
મેં કહ્યું પછી તમારી વાત પશુ પંખીઓએ સાંભળી કે વાહ વાહ!
તિકમ તપેલી કહે “”બંદાના આઇડિયા ભલ ભલાને વિચારતા કરી દે. સર્વેની
સભા ભરી કહ્યું જુઓ ચુંટણી પંચ બનાવો એક મુખ્ય કમિશ્નર બનાવો બીજા
બે ત્રણ સહાયક કમિશનરો બનાવો.”
નારણ શંખ કહે પછી ચુંટણી પંચ બનાવી કોને કોને સમાવ્યા ?
તિકમ તપેલી કહે બસ પછી તો હોદ્દા લેવા જબરી ધમાલ જામી ઘણા બધાઓ
હોદ્દાની લાલચે આમ તેમ ગૃપ બનાવી ચર્ચાએ ચઢ્યા.
ત્યાં “ચકલી કાબર કબુતરો મારી પાસે આવીને કહે અમે બધાં ભોળાં ને નાનાં
છીએ આ મોટાં જનાવરો સાંઢો પાડાઓ ભેંસો ગધેડાઓ નાગો નોળિયા ને
અમારા કાગડા ગીધો ઘુવડ એ બધાં અમારો ગજ નહિ વાગવા દે ?  એમ
કરો અમારો ચુંટણી પંચમાં સમાવેશ કરી દો.”
તિકમ તપેલી કહે” હે ભોળી ચકલીયો તમે જેમ નિર્દોષ ભાવે ફરો છો ચીં ચીં
કરો છો તેમ ભારતની જનતા ચિં ચીં કરી હક્ક માગતી રહી મત આપે છે.”
“હે શાંતિદુત કબુતરો આપ મુક્ત મને ઉડો છો તેમ ગાયક મિકા ને નેતાઓ
જેમ કે બાબુ કટારા માનવોને ખોટી રીતે પરદેશ મોકલે છે ને એને  પાછુ
આપના નામ પર કબુતરબાજી કહેવાય “
“સરસ્વતી માતાના વાહન એવા મોર તમે ભગવાનના મુકુટની શોભા બન્યા
પણ નેતાઓ તમારો શિકાર કરાવે જ્યારે કવિઓ ને લેખકો તમને પુજે.”
“ચુંટણી પંચમાં રાત્રે પણ નિહાળી શકે એવી ઘુવડ દ્રષ્ટી જોઇએ કાગડા જેવી
ચતુરાઇ જોઇએ અને શિયાળ જેવી લુચ્ચાઇ જોઇએ .”
“દુનિયાભરમાં આવાં ચુંટણી પંચો હોવા છતાં નેતાઓ પાડાની જેમ ભેલાણ કરે
છે. આખલાની જેમ દારુ ને ચવાણાને ઉછાળે છે ને વાંદરાની જેમ એક ડાળથી
બીજા ડાળે કુદકા મારે છે.”
હવે તમારા શુભેચ્છક તરીકે હું ઘુવડને મુખ્ય ચુંટણી કમિશ્નર અને શિયાળ
કાગડાને સહાયક કમિશ્નર નીમું છું તેઓ ચુંટણીની વ્ય્વસ્થા કરશે.
 
જંગલમાં ચુંટણી થૈ કે નહિ કોણ ઉમેદવારો એ બધું જાણવા માટે આપે તો
“ગોદડિયા ચોરે” આવવું પડશે.
 
ગાંઠિયો=
“બુધ્ધિને પણ પ્રેમ થયો છે હું પુછું છું કેમ થયો છે
કહું હું કોઇને કહેશો મા પહેલી નજરે પ્રેમ થયો છે “
========================================
સ્વપ્ન જેસરવાકર