Tag Archives: સ્વપ્ન…કોરોના..કવરેજ..ચોરો..દેવલોક..બ્રમાંડ

ગોદડિયો ચોરો…કોરોનાનું મહાકવરેજ..

ગોદડિયો ચોરો…કોરોનાનું મહાકવરેજ..
=======================================================

ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાની ચર્ચા જામી છે. દેશ વિદેશની સરકારોના
કામકાજ સાથે કોરોના કેરા કકળાટનાં ગીતોની રમઝટ જામી ને સહુ વિખરાયા.
ઘેર જઇ ઘરવાળીના મહેણાં ટોણાં સાથે ભોજન પતાવી ટીવી જોઇ નિદ્રાધીન થયો.
હજુ માંડ એકાદ કલાક ઉંઘ્યો હોઇશ ત્યાં તંબુરા કોમ્યુનિકેશન લાઇનથી ફોન રણક્યો.
સામે છેડે દેવાધિ દેવ શ્રી નારદ મુનીજી બોલતા હતા. ગોવિંદ ગોદડિયો બોલે છે.
મેં કહ્યું હા દેવર્ષિ હું ગોદડિયાજી બોલું છું.
 પ્રુથ્વીલોક પર કોરોના આક્રમણ થયું .જીવન જરુરિયાતની ચીજો માટે ઝઘડા થાય
છે.
“નેતાઓ  મોંઘા સાબુથીહાથ ધુએ છે. ને રેડિયો ટીવી ભાષણો નેસુચનો આપી બસ
સુચનો આપી બસ મોજથી રાજનીતિ ચલાવે છે. સમાચાર સંસ્થાઓ મરણના અને દર્દીન
આંકડા આપી અને ફાલતું ચર્ચા કરી “ધીતેલપી” (ટીઆરપી)વધારે છે.
બધાય બાવાઓ -બાવીઓ-મોલવી- મુલ્લીઓ ફાઘરો-બાધરીઓ ગુફામાં પુરાઇ ગયા છે.
આપણને બે જણ લડે નહિ ત્યાં સુધી ખોરાક ના પચે એટલે મેં લક્ષ્મીજીને કહ્યું આ તમારા
(પૈસા)માટે આખા જગતમાં વસ્તુના કાળાબજાર થાય ને ગરીબને કાંઇ હાથ ના આવે.
મેં કહ્યું મા આપના ડોનને કહો કે દેવ દાનવ સભા બોલાવી વૈદો અને ધનવતરિ મહારાજ
આ મહામારી વિશે ચર્ચા કરી ઉપાય બતાવે કોઇ ઐષધ તૈયાર કરાવી ધરતીલોક મોકલે.
મા લક્ષ્મીજીએ બે દિવસ ભોજન ના પીરસ્યું એટલે બ્રહ્માંડલોક્ના ડોન વિષ્ણુદાદાએ
ભુખથી ધુંવાંપુઆં થઇને સમસ્ત દેવગણની સભા બોલાવી છે એનું તારે લાઇવ કવરેજ
કરવાનું છે.” માટે કેમેરા અને રિપોર્ટર સાથે તૈયાર રહે.

તમારે ત્યાં “ગાજતક – ખ્વાબ્કી ખદાલત -લોક ગબલીબ – જે જે ન્યુઝના ઉતરતી કક્ષાના

જે અહંકરો (એંકરો) જેવા કોઇને પ્રશ્ન પુછે ને સામો માણસ જવાબ આપે તે પહેલાં માઇક

લઇ બીજે દોડે ને પોતે જ વચ્ચે બોલ્યા કરે એવા દોઢડોહ્યા નહી પણ સાઢા અઢારડાહ્યા

રિપોટરોમાંથી કોઇને પણ લાવતો નહિ.”અહીં આવવા વાહનની વ્યવસ્થા કરું છું. સાથે

એક એનાઉંસર લાવજે.

બસ પછી તો હું ગોદડિયો તથા કેમેરામેન ગોરધન ગઠો અંગ્રેજી હિંદી ગુજરાતી બિહારી

બધું સાથે ભરડીને સંસ્કૃતમાં પણ તાલ મિલાવે એવા ઇંટર્નેશનલ એનાઉંસર કોદાળાને

સાથે લીધો.

થોડી વારમાં પુષ્પક બલુન આવ્યું તેમાં સવાર થઇને અમે અવકાશમાં ઉડવા લાગ્યા.

કોદાળો વારંવાર રિંગટોન દબાવી અપ્સરાઓને બોલાવી કહેતો “ઓમ ગીવન્તુમ

સોમરસાય મમ. હેય રંભાજી ગીવન્તુમ મમ પ્રસાદાય.ગીવન્તુ મમ જલાયમ.”

એકવાર તો ઝડપી હવાના ઝોકાથી” બલુનમ ડૉલવામ લાગમ ત્વમ આચકાનામ અપ્સરા

કોદાલાપર ગિરમ. બસ કોદાલાકે શરીરમેં કરંટ્મ લાગમ ઓર અપસરાકા પાલવમ

ખિસમકે ગિરમં.”

વો દેખમ કોદાલાકે બદનમેં શમ્મીકપુરજીકા પુરા આત્મામ સારે બદનમેં ઘુસમ.”
કોદાળાજી ” ઉછલમ કુદમ નાચમ એન્ડ બબડમ ઓર ગાવમ……”
“બદનમ પર પલ્લુ લપેટમ હુવમ ઓ રંભાજી કિધરકો દોડમ
મેરે પાસમ આવમ તો ચેન આવમ કોદાલાજી ખુશમ હોવમ”

મેં કોદળાને દમદાટી આપતાં કહ્યું જો કોદાળા દેવલોક્માં ફરિયાદ થશે પછી કઠોર સજા થશે

કેટલાય કલાકોની મુસાફરી ગગનં ગુમનમ કે બાદઅમે  દેવલોકમાં પહોંચ્યા.

નારદજી સેવકગણો સાથે અમને આવકારી વિશ્રાંત ભુવને દોરી ગયા રસ્તામાં જેમ હમણાં

અમદાવાદ આપણા લાલુ યાદવના ભાઇ ઢોલાન્ડ ઠ્રમ્પ આવેલા રેમને જોવા રસ્તા પર

ભીડ ઉમટેલી એમ બ્રમાંડલોકના રસ્તા પર દેવો દાનવો દેશ વિદેશના ટ્રેકટરો ને ટેમ્પીઓ

(એકટરો- એકટ્રૅસો) દુનિયાભરના બહુ ચર્ચિત વેતા વગરના  પાડા જેવા વકરેલા ઘેટાઓ

(નેતાઓ) અમને જોવા હારબંધ ઉભા હતા. કોઇ લાઇનમાંથી આગળ આવતું નહોતું.

બીજે દિવસે સવારમાં દેવ દાનવ સભામાં હકડેઠેઠ મેદની જામી હતી ને સભા શરુ થઇ.

એનાઉંસર કોદાળાજીએ માઈક હાથમાં લઇ ચાલુ છે કે નહી તે ખાત્રી કરવા સભામાં

બેઠેલા પાકિસ્તાની ભારતીય  અમેરિકન ને ચીનાની ટાલ પર ક્રમવાર ટકોરા માર્યા.

ઇટ્સ ઓકે ચાલુ છે ચાંઉ પાઉં એમ કહી અબ રંભા એન્ડ ગંબા પરફોમિંગ પ્રે વેલકમિંગ

” વેલકમ વેલકમ વેલ કમમ અલ્યા બધા અબ અભી પધારિણિમ.”

“યે વિશના આ મહાદેવા ધીસ ઓલ્ડ પરશન બ્રહ્મા યી રાવના યી રામા

આ કિશના યહ કંશમ ધિસ મંકી ગોડમ માઝા સાંઇમ આ વેકેટ્શ્વરામા”

” ગુજરાતીઓ વાહ વાહ જામો પડી ગયો. ચીનો કહે ચંઉ પાંઉ ક્જુંર્મ છાંઇ ચાંઇ વાંઉ ખ્હાંઉ”

“બિહારી કહે  ગીતવા ભુતવા બહુતવા.લાહોરી માશાલ્લા માશાલ્લા.મરાઠી બગીતલા માઝા”

“ધોળિયો તો બ્રેક ડાંસ કરતો જાય ને હિપ હિપહુર્રે.અવે સમ  નાઇસ વેલ ડન.”

સભામાં ખળભળાટ  થઇ ગયો ને રંભા ગંબા ડાંંસ સ્ટેપ ભુલી જઇ ગબડી પડી.

“દેવાધિદેવ શંકરનો પારો હન્ડ્રેડ પાર ગયો ને હનુમાનને હુકમ કર્યો આ નાચતા કુદતા દરેક્ને

ગદા વડે જરા ગગડાવો ને ચચરાવો કે ગદાપાક કોને કહેવાય ?”

જે દેશીઓ તો ગદાપાકથી માહિતગાર હતા .

ખરી દશા તો પેલા લાહોરી ચીના ને ધોળીયાની થઇ

છેલ્લા કેટલાય વખતથી ઉંઘતા જાગતાં ઉઠતાં બેસતાં હરતાં ફરતાં બબડ્યા કરે છે કએ……

બધાયની હડફટે આવવું સારું પણ હડમોનની (હરમાન્હનુમાન)હડ્ફટે વિચારમાંય ના ચઢવું.

ગાંઠિયો==.

ચાહે સત્તા કિસીકી ભી હો ,

સતાયી તો જનતા જાતી હૈ

=================================================

‘સ્વપ્ન’ જેસરવાકર