ગોદડિયો ચોરો… ગધેડાં શરીફ હોય તો પણ લાતંમલાત કરે જ.!!!!!!
=======================================================================
નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે પણ મેઘરાજાએ ખેલૈયાના ઉમંગમાં તરંગોનું વાતાવરણ
સર્જિકલ સ્ટ્રાઇક જેવો ઘાટ ઘડયો છે.ગરબે ઘુમવા થનગનતા એવા યુવાનો ને યુવતીયો
પકિસ્તાનની જેમ હેબતાઇ ગયા છે.
ગોદડિયા ચોરે ઘણા લાંબા સમય બાદ એટલે કે વિધાનસભાના સત્ર જેટલો સમય મતલબ કે
છ માસના અંતરાલ પછી બેઠક મલી છે.
અમારા વરિષ્ઠ સાથી ” નારણ શંખ “ની વસમી વિદાય પછી ચોરાના પાત્રો જેમ તેમ મન
મજબુત કરી લોક લાગણીના પ્રશ્નોને વાચા આપવાનુ શરુ કરેલ છે.
ચોરામાં હું , ધૃતરાષ્ટ્ર ,ગોરધન ગઠો , કનુ કચોલું , અઠો , બઠો , વરસાદીયા ગરબાની ચર્ચા કરતા
હતાં ત્યાં રણછોડ રોકડી , ગબજી ગોદો , મથુર મોરલી પ્રવેશ્યા ને બોલ્યા અલ્યા હજુ સુધી
કોદાળો આવ્યો નથી
“એટલામાંજ હિન્દી સંસ્કૃત અંગરેજી ઉર્દૂ ગુજરાતી એમ મિશ્રિત ભાષી કોદાળેશ્વરજી ભદા ભુત
કરશન કંકોડી ને ફતાજી ફાટેલી સાથે વાજતે પધાર્યા.”
કનુ કચોલું કહે “અલ્યા કોદાળા તું તો ચોરામાં નવા નમુનાઓ લાવતો જ જાય છે.”
ગોરધન ગઠો કહે ” અલ્યા કોદાળા આ સર્જિકલ સ્ટ્રાઇક એ વળી કૌતુક શું છે .?”
કોદાળો કહે “જો સુન બરધર (બ્રધર) એની (કોઇ પણ) બૈરી હેઝ નો નોરમલ ડિલિવરી ધેન
ડાગતર (ડોક્ટર )કરિંગ સજિકલ ઓપરેશન એન્ડ બેબી જન્માવીંગ વૈસે વે નવાઝ રાહિલ ઓર
હાફિઝ સૈડ(સઇદ) ઓર ઉસકે ચમચેકો પેટમેં ઓર પેન્ટમેં ટુ મચ દુખીંગ એન્ડ જાજરું નો જાવીંગ
સો અવર લશ્કર જવાન મોદીસે પુછીંગ સરહદ પાર સે બહોત નોઇઝ (અવાજ) આવીંગ તો આપ
ઇજાદત દેઇંગ તો હમ સર્જિકલ કરકે ઉસકા ઝાડા છુડાવીંગ. “
કનુ કચોલું કહે તો મોદીજીએ પરવાનગી આપી એમ જ ને !
કોદળો કહે ” મોદીજીને પરવાનગી આપીંગ ઓર અવર આર્મીને રાત કે ટવેલ્વ (બાર) બજેકે બાદ
સર્જિકલ વાઢકાપ કરીંગ ઓર વે સબકે ઝાડે છુડાવીંગ ઓર ફોરટી ફિફટી (૪૦-૫૦) કો સુલાવીંગ
ને આવાજ બંધ કરવીંગ .
“ યુ નો ..અવર જવાનકો સલામ…વંદે માતરમ..”
ફતાજી ફાટેલી કહે ” જો ભૈ સમાજમાં નિયમ છે કે તમે કોઇનું ગમે તેટલું સારું કરો સારું ઇચ્છો પણ
સામેનો નાલાયક હોય તો એ તમને ઘોંચ પરોણો કરીને તમને હેરાન કર્યા જ કરે .”
કોદાળો કહે ” યસ ફાટેલી યુ સચ્ચા હે..યુ નો . જબ હમ બીગ બરધર હોકે યે છોટેકો (પાકિસ્તાન)
લવ કિયા. જો આસ્ક ( માગ્યું) ગીવ હીમ.મની, વોટર , ખાસ દેશકા દરજ્જા ફીર ભી વો ગધ્ધા
હમકો ઉંગલી કરતા હૈ. “
ધૃતરાષ્ટ્ર કહે અમારા દેશના નાગરિકો અને અમારા લશ્કરના જવાનો પર હુમલા કરે. ગોળી
મારે.બોંબ ફેંકે એવું નાલાયકો કરે છે.
કોદળો કહે ” ભૈ ડોન્કીકો (ગધેડા) ગમે તેટલું સારું ખવડાવો .ધેન (પછી) વો સાલા લાતમલાત તો
કરેગા ઓર હોંચી હોંચી તો કરેગા હી કરેગા.વોહી ગધ્ધા ઓર ગધ્ધી એસે નાપાક ઇરાદેવાલે
ઓર ગધ્ધે પેદા કરીંગ .”
બઠો કહે “સિંધુંના પાણીથી નવડાવ્યા. બસો રેલ્વે ચલાવી. વેપાર વણજ કર્યો. ખાસ મૈત્રી સબંધો
બાંધ્યા પણ ના સુધર્યા તે ના જ સુધર્યા.”
કોદળો કહે ” ડોન્કી (ગધેડો) ગમે તેટલો શરીફ હો પણ લાતંમલાત કરવાનું અને વર્લડમેં
(દુનિયામાં) ભોંકવાનું તો ભુલેગા નહિ. મેં કહુંગા પાકિસ્તાનકા નામ ગધ્ધાસ્તાન યા ગધ્ધીસ્તાન
હોના ચાહિયે. જો હાફિઝ સઇદ સલાઉદીન, તૈયુબ (ઐયુબખાન) જિયા, બુઠ્ઠો (ભુટો)ડુશરફ
(મુશરફ) ટકલાઝ (નવાઝ) ફલાફલ (બિલાવલ) ખંજવાળી(ઝરદારી) ખરતાજ ( સરતાજ અઝીજ-
માથાના વાળ ખરી ગયા છે) જેસે ભોંકતે ઓર લાતંલાત કરતે ગધે પેદા કરતે હૈ.”
રણ્છોડ રોકડી કહે ” આપણા દેશમાંય કેટલાંક ગધેડાં ગધ્ધીસ્તાનના કલાકારોની તરફેણ કરે
છે..કેવા નપાવટ ને દેશદ્રોહી લોકો છે. ગોદડિયા.”
મેં કહ્યું ” આ મહેશ ભટ્ટના બાપા નાનુભાઇ ભટ્ટનો લાહોરમાં સ્ટુડિયો હતો એટલે સ્વાભાવિક
એનામાં લાહોરી લોહી હોય એ ગમે તેમ બબડે છે.”
” મહેશ ભટ્ટ== જો દિલિપ-દેવ-રાજ-મનોજ-પ્રાણ એવા કેટલાક કલાકારો અખંડ ભારત સમયે
પાકિસ્તાનમાં જન્મેલા પણ ભાગલા પછી ક્યારેય તેઓએ ગધ્ધીસ્તાન (પાકિસ્તાન)ની તરફેણ
કરતું નિવેદન ક્યારેય કર્યું નથી.”
” પેલો કરણ જોહર દેખાવે ને અવાજમાં બચક બાયલો જ છે .”
“ડાહરુખ (શારુખ) એનામાં પાયલી ઓછી છે . ગધ્ધીસ્તાનમાં એના હગલાંને રુપિયા આલવા
ગઇ હતી અહીં શહીદોને પૈસા તો ઠીક સહનુભિતિના બે બોલ ય બોલ્યો નથી.
કમાય છે ભારતમાં.”
“છેલ્લે પેલો સલીમખાનનો વંઠેલ લખોટો આ દેશનું ખાઇ પીને વકર્યો છે એટલું બાકી એય
છકડીયો છે.( છક્કો ) હાળો બુધ્ધિનો બારદાન.”
ગાંઠિયો=
( મા ભારતીની રક્ષા કાજે શહીદી વહોરનાર જવાનોને કરોડો -અબજો સલામ.)
“તુમ સે હી ઇસ વતનકી જાન હૈ
તુમ સે હી ઇસ વતનકા ઇમાન હૈ
જહાં તુમ સે હીફુલ ખીલતેં હૈ દોસ્તો
ઉસી સર જમીંકા નામ હિન્દુસ્તાન હૈ.”
=================================================================
સ્વપ્ન જેસરવાકર