Tag Archives: સ્વપ્ન..ગિલ્બર્ટ..ભારત..ગધેડો..ગધ્ધાલાત…હોંચી..કથા..ચોરો..ગોદડિયો

ગોદડિયો ચોરો…અને ગિલ્બર્ટ ગોટે ચઢ્યો …

ગોદડિયો ચોરો…અને ગિલ્બર્ટ  ગોટે ચઢ્યો  ..
===============================================
“ગોદડિયા ચોરા” ના વાચક મિત્રોને સન ૨૦૧૫ના શુભાભિનંદન
ગોદડિયાજીના વિચારો સપનાંને સહન કરી ભરપુર પ્રેમ આપી આપે
શુભ કામના સંદેશા વહાવ્યા છે તે બદલ ખુબ જ આભાર..વંદન..નમસ્કાર.
====================================================

ગોદડીયો ચોરો

૨૦૧૫ના વરહમાં ભારત ભ્રમણે જવા માટે ભારતીય સ્નેહીજનોએ પ્રેમથી
આમંત્રણ દીધું એ વાંચી ગિલ્બર્ટના જ્ઞાતિજનોએ ભેગા મળી આનંદ વિભોર
બની આવકાર્યું .ગિલ્બર્ટના બાપદાદાઓએ પણ પડોશી દેશ કેનેડા કે મેકસિકો
દેશની મુલાકાતે જવાનું મલશે એવું સ્વપ્નેય વિચાર્યું નહોતું .
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ગિલ્બર્ટ અમેરિકા બહારના
એક લોકશાહી દેશનો મહેમાન બનવાનું પ્રથમ વ્યક્તિગત સન્માન મેળવવા
ભાગ્યશાળી બની રહ્યો હતો.
બધાય જ્ઞાતિજનોએ  ગિલ્બર્ટનું  બહુમાન કરવા વોશિંગ્ટન ડી.સીમાં એક પાર્કમાં
એકઠા થવા આખાય અમેરિકામાં ” કંકુ છાંટી કંકોતરી મોકલો રે “ એ રસમ મુજબ
ઇન્વીટેશન મોકલી આપ્યું હતું.
બસ બધાયએ ગટ્ટાર સાહેબની આગેવાની નીચે એક મંડળ રચી કંકોતરીઓ મોકલી.
“મિસ્ટ્રર એન્ડ મીસીસ “
“માય હની ગિલ્બર્ટ ટુ ગીવ એ હગ , કોન્ગ્રેચ્યુલેશન એન્ડ હેપી જર્ની પાર્ટી.
એવરી બડી કમિંગ એન્ડ જોઇન પાર્ટી શાર્પ નાઈટ ટેન ઓકલોક ઓન
૩૧ ફસ્ટ ડીસેમ્બર ન્યુ યર ઇવ એટ Georgetown Waterfront Park
3000 K St NW .Washington, DC 20007
…….. યોર લીડર મિસ્ટર ગીલ્બર્ટર્સ લવલી હની …ગિલ્બર્ટાણી “
૩૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ગિલ્બર્ટના સ્નેહીજનો વડિલો મિત્રો બધાય વાજતે
ગાજતે ગિલ્બર્ટને વધાવવા વોશિંગ્ટન ડી.સીમાં સજી ધજીને આવી પહોંચ્યા.

DONKEY

” વડિલોના વડીલ સર્વે જ્ઞાતિજનોના વડા ઉર્ફે પંચના પંડા આલ્બર્ટ અકોણા
ઉભા થયા તો એમના સન્માનમાં સદા ગુંજતો હોંચી હોંચીનો ગધ્ધારાગ બધાયે
સમુહમાં આલાપી આખા અમેરિકાની રાજધાનીમાં અનેરો ગુંજારવ કર્યો.”
કેમ ભૈલા શાણા વાચકો ગિલ્બર્ટને ઓળખી ગયા હશો . બરાબર ને ?
“લ્યો ત્યારે કહી જ દઉં ગિલ્બર્ટ ઓબાજીના પક્ષનું અનેરું નિશાન ગધેડો છે.”

DONKEY IN PARK

“આલ્બર્ટ અકોણાજીએ માઇક હાથમાં લઇ જોરથી ત્રણ વાર હોંચી હોંચી બોલાવ્યું ને
પાછળના બે પગ વડે ટેબલ ખુરશી ગાદલાને લાતો મારી.”
“વહાલપ વર્તાવી ધીરજ ધરી હજારો વર્ષથી મુંગા મોઢે કામ કર્યું છે. વાતે
કહેવતોમાં ગવાયા છો . ભાર ઢસરડી ડફણાં ખાધાં છે. જ્યારે પરિવહન માટે
કોઇ સાધન નહોતું ત્યારે રેલ્વે નાખવા, બંધો બાંધવા, કારખાનાં કે મિલો તેમજ
પાવર સ્ટેશનો બાંધવા તન તોડી કાર્ય કર્યું છે  તેવા સ્નેહીજનોને મારા
ગધ્ધાલાત સાથે આપણે પેટન્ટ  કરાવેલ ધુન હોંચી હોંચી.”
“આપણો ગિલ્બર્ટ બહુ લકી છે કે એને આપણા ભારતના સ્નેહીજનોએ આમંત્રણ
આપ્યું ને મિસ્ટર ઓબામાજીએ એમની યાત્રા સમયે સાથે આવવા કહ્યું એ
આપણી જ્ઞાતિ માટે ખુબ જ પ્રાઉડ લેવા જેવું છે . હવે જે કોઇને ગિલ્બર્ટને
સલાહ સુચનો આપવાં હોય તે વારફરતી આપી શકે છે .”
” અલ્ફોન્સો અડિયલ કહે જો ભૈ મેં હોંભર્યું છે કે ઇન્ડિયામાં ખોરાક બહુ  જ
સ્પાઇસી હોય છે . એટલે રોજ સવારમાં ગિલ્બર્ટજી કુદરતી હાજતે જાવ તો
અમેરિકાની જેમ પેપર ટીસ્યુ વાપરશો તો બળી જશે એટલે ભારતીયોની
જેમ પાણી વાપરી સાફ સફાઇ કરશો. ગિલ્બર્ટાણીજી બરાબર સમજાવી દેજો.”
“મારિયા મિર્ચી કહે જો ભૈલા ગિલ્બર્ટ ત્યોં જાય છે ખરો પણ દિલ્લીમાં પેલાં
મેણકાબોન (મેનકા)ના હડિયે ના ચઢતો . એ પંખી પશુપ્રેમી છે પાછાં એતો
ઓબામાને કહેશે કે પશુઓ પર જુલ્મ કરો છો એમ કહી આખી દુનિયામાં
અમેરિકાની ડેમોક્રેટીક પાર્ટીએ આપણને સન્માન આપ્યું છે એ ઝુંટવાઇ જશે.”
“મેરેલીન મણકો કહે જો ગિલ્બર્ટીયા ભારતમાં જઇ ત્યાંના આપણા સ્નેહીજનો
સાથે બહુ હળીભળી ન જાતો . સમજાતું જ નથી કે એમને જોઇને ભારતના
રાજકીય નેતાઓ ગધ્ધાલાતમ લાત કરે છે કે પછી ત્યાંના ગધેડાઓ નેતાઓનું
અનુકરણ કરીને ભોંકવાનું ને લાતમલાત કરવાનું શીખી ગયાં છે!. જો તું એવા
ચાળા ના  શીખી લાવતો ને ઓબામાજી શીખે તો દશ બાર ગધ્ધાલાત મારજે.”
“જોન ઝફૈડી કહે  તું રહ્યો સીધો સાદો ડેમોક્રેટીકનો કાયદાનું પાલન કરનારો
લોકશાહીનો ડાહ્યો ગધેડો .અલ્યા ગીલ્બર્ટ ત્યાંના બાવાઓ લાફો મારી ,ફળો આપી,
કિસ કરી રોગો મટાડે છે . ત્યાં દર અઠવાડિયે નવો બાવો ફુટી નિકળે છે. તો
તને ત્યાં રાખી શિસ્તબધ્ધ રીતે ગધ્ધાલાત મારી રોગ મટાડવાનો દાવો કરી
ત્યાંની ભોળી ને અંધશ્રધ્ધાળુ જનતાને લુંટવાનો વેપાર ચાલુ ના કરી દે એ
સંભાળજે.!”‘
“એલિઝાબેથ કહે હોંભર્યું છે કે ત્યાં ઘાસની જેમ રાજકિય પક્ષો ફુટી નિકળે છે .
હાલ ત્યાં ૫૦૦ – ૬૦૦ જેટલા પક્ષો છે તો કોઇ અકોણો આલતુ ફાલતુ નવો પક્ષ
બનાવી તને નિશાન માટે રાખી ના લે એનું ખાસ ધ્યાન રાખજે. આ નેતાઓની
ઝપટે ક્યારેય ના ચડાય . એમનાથી ખાસ ચેતતો રહેજે. માય લવલી બેબી.! “
આ બધાયનાં સુચનો સાંભળી ગિલ્બર્ટ  એવો ગોટે ચઢ્યો કે ,,,,,,,,,,
આ નેતાઓનો જાત અનુભવ છે ……પણ..પણ…પણણણ…
આ ટિસ્યુ પેપરનું શું ?આ મેણકા વળી કોણ ? આ બાવાઓનું શું.????????
ગાંઠિયો –
જો ગધેડાનું નિશાન રાખી કોઇ નેતા પક્ષ  બનાવે તો>>>>>>>>>>>
” એમને મન સવારીની સવારી ને સત્તાની સત્તા.
   પક્ષના નામે ડોનેશન ઉઘરાવી ભેગી કરે મત્તા “
=================================================
સ્વપ્ન જેસરવાકર