Tag Archives: સ્વપ્ન …ગોદડીયાજી…હાજિર…હો..કથા..ચોરો..ગોદડિયો

ગોદડિયો ચોરો…ગોદડિયાજી હાજિર હો….

ગોદડિયો ચોરો…ગોદડિયાજી હાજિર હો….

=====================================================

ગોદડીયો ચોરો

 

ગોદડિયાભાઇના વાવટા ચારેકોર ફરક ફરક ફરકતા ફરી રહ્યા હતા.

 એના વાવટાની હવામાં જે કોઇ હડફટે ચડતા એનાં છોડાં કાઢી નાખી

 બરાબરના ભીંસમાં લેતા હતા.

“ભારતના રાજકીય નેતાઓ સાથે અમેરિકા ને બીજા દેશોના નેતાઓને

એણે ઝપટમાં લીધા હતા. પણ પેલી કહેવત છે ને કે પાશેરને માથે કોઇ

શેર મલી જાય એમ કેટલાક ભાજપ પ્રેમીઓ તો કેટલા કોંગ્રેસ પ્રેમીઓ

તો કેટલાક વિદેશ પ્રેમી બ્લોગ ગાદીપતિઓએ ભારે હોહા મચાવી મુકી

ને ગોદડિયાજીને રુબરુ હાજર થઇ ખુલાસો કરવા માટે બ્લોગ પંચાયત

 બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું.”

( જેમ ગ્રામ પંચાયત ખામ પંચાયત દેશમાં ભરાય છે ને પંચાત કરે છે)

 “આખરે અમદાવાદમાં સાહિત્ય પ્રેમી અને સાહિત્યકારોને અદકેરો આવકારો

 આપનાર એવા અકબરભાઇની “હોટેલ સફર ઇન”માં પંચાયત બોલાવી. “

 આદરણીય શ્રી વલીભાઇ મુસાના પ્રમુખસ્થાને આદરણીય વડિલ શ્રી આત્તાજી

 આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન આદરણીય વડિલ શ્રીજુગલકિશોરજી

 વ્યાસ અને આદરણીય વડિલ શ્રી પી.કે.દાવડા એમ પંચ નીમવામાં આવ્યું.”

 ગોદડિયાજી હાજીર હો “ના પ્રચંડ નાદ સાથે પંચની બેઠક શરુ થઇ ને મેલી ઘેલી

 ફાટેલી તુટેલી ગંધાતી ગોદડી સાથે ઝુમતા ઝુમતા ગોદડિયાજી હાજર થયા.”

ભગો ભણેશરી નામક હુરતી બ્લોગર કહે ” ગોદરિયા અવે તારુ આવી જ બઈનું.

ટારા મનઠી ટુ  ટારી જાટને બૌ ઓસીયાર હમજતો ઉતો.સાલા બુઢ્ઢીના બરદીયા,

ટારામાં બે પૈહાની  બી બુઢી ઓટેને, ટો ગમે ટેમ લાવારા ની જ કરટે.

અવે આ બઢા વિડ્વાન સાહિટ્યકાર ટારી પટ્ટર ફારી નાખ્ખે. આજે ટો ટારી ચડ્ડિ

પિલ્લાઈ જ જવાની. આખ્ખી ડુનિયામાં મેં આજ હુઢીમાં ટારા જેવા ડફોર ને નઠિ

જોઈલો. આ કમિટીમાં ટો બઢા હારા હારા માનસો છે પન મારા જેવા હુરતી ઓટેને

ટો હુરતી ગાલઠી જ ક્વેસચનની મશીનગન મારટે. ચડ્દીમાં પી પી જ નઈ પન

છી છી હૌ ઠઈ જટે.સાલો નસીબદાર છે કે બઢા એકડમ ટોપ લેવલ ના માનસો છે.

સાલા ટુ બ ગૈલા હૈ. હવે બઢાને લાંબો ઠઈને  પગે લાગી સોરી કૈ દેજે. કડાચ ટને જવા ડે.”

મેહોણા બાજુના એક ગોમથી આયેલા એક ગગનજી પટેલ બ્લોગર ગાજી ઉઠ્યા.

” ગોમના દીયોરો,  તમારું જ હોન્ક્યે રાખસો ક  મારું યે હોભળશો.”

મારો બેટો આ બે ઓનીનો ગોદડીયો ફાટી ન સાપરે ચડ્યો સ એ ન નેચ ઉતારવાનો સ

એ ન કોઈની એ હાડા બાળી નથ . બધાની ફિલમ ઉતાર સ તો એની ય ફિલમ

ઉતારો તો દિયોર ઠેકાણ આવશ .બ્લોગર ભઈઓની આ પંચાત ભરાણી સ એમાં

બરાબર એની ખબર લઈ લેવાની સઅન એની ઓખાત ચેટલી સ એનું ભોંન કરાવવાનું

સ એવું મારું મોનવું  સ.ચ્યમ બરાબર સ ન  કે પસ …….

પેલા મથુરિયા અન ચતુરીયા ન કર્યું તું એવું  કુલડીમાં જ ગોળ ભાંગવાના સો !

મેતો માર નૈ ન ભણાવ એ નૈઇ એવું નો કરતા બાપલા “

આટલું બોલી ન આ મેહોણીયા બ્લોગર હેઠ બેસી જ્યા અન તૈણ  ગલાસ પોણી પી જ્યા.

” કાઠિયાવાડથી આવેલા કરવતસંગ બાપુ કહે, “આ ઘેલહાગરીનો ગોદડીયો,

બ્લૉગમાં કેમણોથો ઘરી ગ્યો ! મોંએથી માંખ્યુ ઉડ્ત્યુ નથ ને હાલ્યો છે બ્લૉગ લખવા !

ઈવડા ઈને તો કાંઈ કામધંધો નથ તી ઘસડે રાખે છે. આંય અમારે વાંચીવાંચીને

મગજનું દહીં થૈ જાય છે ! ઈને  ક્યોકે માપમાં રે, નીકર મારી ડગરી હટીને તો

ઈની ગોદડીના ગાભા કાઢી નાખીહ !!!”

 ચરોતરનો એક બ્લોગર ચુની ચરોતરી કહે ” આ ગોદદિયાએ તો અમારા ચરોતરની

 આબરુની બોન પૈણી નોખી હારો વનેરુ જેની હોય એની પાછર પડી જાય  ને એની

 પત્તર ખોંડી નાખ સે.  એની બુધિ (બુધ્ધિ) તો જુઓ મારા ભૈ (ભાઇ)નો હારો (સાળો) કેતો

 ફરે સે કે મોંણહ (માણસ) જ્લ્મે (જન્મે) તારે હો (સો) ગાડાં (બળદગાડું) આબરુ લૈ જલ્મે

 સે એમાંથી દહ (દશ) ગાડાં આબરુ જતી રૈ (રહી) તોય નેવ (નેવું) ગાડાં આબરુ તો રૈ ને “

જુગલકિશોરજી કહે “અલ્યા ગોદડિયા બોલ આ બધી ફરિયાદમાં તારે શું કેવું છે.?”

ગોદડિયો કહે “ભૈસાબ (ભાઇ સાહેબ)જેવું જેને ફાવે એવું લખે ને પોતાના વચ્યારો (વિચારો)

રજુ કરે . મને આ રાજકારણીયોના વચનો ને વિચારો હાચા (સાચા) લાગતા નથી એટલે

એમને ધોકાથી ધબકાવું છું ને જનતાનો વસવાસ (વિશ્વાસ) રજુ કરું છું. વાંક ગનો માફ કરો.”

 “ઓ વલીભાઇ બનો મારા વાલી આ ગોદડિયો કહે લ્યો મારો હાથ ઝાલી

   ઓ પ્રજ્ઞાબહેન આપ સાહિત્ય નામી આ ગોદડિયો આપ આદેશ લેશે પામી

  ઓ આતાજી આપ છો હિમ્મતલાલ જોશી ગોદડિયાએ વાત કાને જ ખોશી

  ઓ જુગલકિશોરજી આપ વ્યાસ આ ગોદડિયાને શિખામણ આપજો ખાસ

  ઓ પુરષોતમજી આપ તો દાવડા આ ગોદડિયાજી કેરાં તારજો જ નાવડાં”

બધાએ મલીને ફરિયાદી બ્લોગરોને કહ્યું ભાઇ જે લેખક પોતાના વિચારો લેખ કે કાવ્યમાં

રજુ કરે તેમાં હાસ્ય કટાક્ષ ને ગાંઠિયા રજુ કરે એમાં બધાને શું વાંધો હોઇ શકે ?

આખરે મુરબ્બી વલીભાઇ મુસા બોલ્યા” અરે ઓ  જેસરવાકર  કાનસરવાકર ને સાંભળ “

“મારી ધોંણ ધારી બોલીમું  કઉ,તો ભઈલા ગોદડિયા, તમારે બારે મઈના શરદી હળેખમના કારણ

નાક બંધાયેલં ર સ એટલ તમને ગંધ્યની ખબર ન પડે, પણ બીજોના બલ્લે ‘હમજો તો હારું સે,

નવી ગોદડી ન્યારી સે. “

 

ગાંઠિયો=

મુજે સાંપોને નહિ નેતાઓને કાટા હૈ


કાશ યે ગોટાલા ઓર ખાયકીકા જહર ઉતર જાયે ઓર,

 

સચ્ચે વચનબધ્ધ બન જાયે તો ફીર કટાક્ષ ન લીખું

=============================================================

સ્વપ્ન જેસરવાકર