Tag Archives: સ્વપ્ન..પૈણાવણેકા..હૈ..સાયેબકો..ચોરો..કથા..ગોદડિયો.

ગોદડિયો ચોરો…સાયેબકો પૈણાવણેકા હૈ.

ગોદડિયો ચોરો…સાયેબકો પૈણાવણેકા હૈ.

=============================================

ગોદડીયો ચોરો

ગોદડિયા ચોરે ચુંટણીના ચમકારા રુપી ચર્ચાના ચકડોળ ફરી રહ્યા છે.

ગોદડિયાજી નારણ શંખજી કોદાળોજી કચોલાજી ભદા ભુતજી અઠાજી

બઠાજી ગોરધન ગઠાજી દરેક રાજ્યોના સમાચાર સમન્વય કરતા હતા.

ત્યાં જ ગબજી ગોદો આવીંગ ને સંદેશો કહીંગ કે હાલિંગ ને હાંભરીંગ.

અમે ઉતાવળે ચકલે પહોંચ્યા ને  ભગાજીનું સંબોધન સાંભળવા લાગ્યા.

“મેં ભગાજી ભાષણિયાજી ચોરે ચકલે ભાષણ ઠોકિંગ તો ધાન (ધ્યાન)સે

હાંભળીંગ (સાભળીંગ) કલ ટોપેશ્વર મફલરેશ્વર કેજરીલાલેશ્વર ભાયેશ્વર

હમદાવાદેશ્વર (અમદાવાદ) આવેશ્વર ઓર લાઇટેશ્વર બીલેશ્વર પાણીશ્વર

લોક્પાલેશ્વર ભ્રષ્ટાચારેશ્વર પરેશ્વર લાંબાલચેશ્વર ભાષણેશ્વર ઠોકેશ્વર ઓર

અદાણેશ્વર અંબાણેશ્વરકો ભાંડેશ્વર ગુજરાતેશ્વર વિકાસેશ્વરકા ભાંડા ફોડેશ્વર.”

“સબ ભાઇયું બેન્યું  ડોસા ડોસિંગકો હમદાવાદ જાવણેકા નોતરા દેવિંગ.

સબકોઘરસે ડોસાજી વાંકી લાકડીંગ ઓર ડોસીયાં હાબેલાજી (સાંબેલાં)

સાથમેં લેકર ચલીંગ હભામેં (સભામાં) જુસ્સા લાવણેકો (લાવવા માટે)

જબ જબ હુત્રોચાર (સુત્રૉચાર) બોલીંગ તબ લાકડિયાં હાબેલાં લહેરાવીંગ”

બીજા દિવસે તો જાણે જાન જોડી હોય તેમ ખટારા ટ્રેકટ્ર્રર ઉંટગાડી કારો

ને મોટર સાયકલોનો કાફલો અમદાવાદના રસ્તે વાજતે ગાજતે ઉપડ્યો.

અમદાવાદમાં પ્રવેશવાના દરેક નાકા ઉપર જડબેસલાક પોલિસ બંદોબસ્ત

ગોઠવી દેવામાં આવ્યો હતો.

રણછોડ રોકડી કહે અલ્યા કોદાળા આટલી બધી પોલિસ અહિંયા કેમ છે.?

કોદાળો કે’  “જબસે યે મોદી સરકાર સીટીંગ તબસે ઉસકે સામને કોઇ મોરચા

નિકલીંગ તબ યે લોગોંકો ડરાવનેકે લિયે સબ નાકે પે પોલિસ ખડકીગ ઓર

પાનીમારકે ઓર ડંડા મારકે સબકો ભગાવીંગ. યે ઇસકી પોલિસી હેંઇંગ.”

જબરજસ્ત મોરચો ને હકડેઠ્ઠ વાહનો જોઇને પોલિસ ટુકડીના વડા હપતાસિંગે

જમાદાર ઝુલ્ફી ઝોંપડી બાબુ બાંઠિયાને બધાને રોકી દેવા હુકમ કર્યો.

ઝુલ્ફી ઝોંપડીએ કહ્યું “અબે આગે નૈ જાવણેકા ઇધર ઠેરણેકા નૈ તો ડંડેકા હવાદ

ચાખનેકો મિલેગા.”

બધાયે વાહનોમાંથી કેજરી જિંદાબાદના નારા લગાવ્યા ને ઝાડુ બતાવ્યાં

એટલે ઝુલ્ફી વિફર્યો ને કહે …………………….

“કેજર્રી બાજરી  ઇધર નૈ ચલેગા. ના રાઉલકે ના બાબુલ. ના શંકર ના કંકર.

ના મિસ્તરી ન ઇસતરી ઇધર મોઢી હીમોઢી ચલેગા હમજે ઉનકો પૈણાવણેકા”

ઝમકુ બા કે’ “મારા ભૈના હારા ગુજરાતમાં સુ (છું) ગુજરાતમાં નોકરી કરે છ ને

પાચા (પાછા)ઇન્દી (હિન્દી)મેં ભાંભરડતા હૈ તારો સાયેબ અતાર (અત્યાર) હુધી

(સુધી)મારા છ કરોડ ગુજરાતી ભાઇઓને બોનો એમ ભાષણ ઠોકતો અતો અવે

તો એય ઇન્દીમાં ભાષણ ભાંભરડતા હે ઇસકા રોગ તમ સબકુ લગ ગયા હે.”

ઝુલ્ફી કે’ “ખરા કહ્યા સાબ ઇન્દીમેં ભરડતા હૈ તો અમ બી એસા ઠોકતે હે.”

કંકુબા કે “એલા અમકુ રોકા કું હે . ચલ આધા ખસ અમકુ જાને દે.”

બાબુ બાંઠિયો કે’ “સાબકો પૈણાવણેકા હૈ . સાબકે સિવાયક બીજા મુરતિયાકો

ગુજરાતમેં  નૈ પેસને દેનેકા હમજી ડોહીયો (ડોશીયો).”

ગોદવરીબા કે’ “અલ્યા તારા સાયેબે તો ચેટલાય વરસે કયુ કે ઉ તો પૈણેલો

છું તો અવે ફરી ચમનો પૈણાવવો સે.પેલાં તો કે’તોતોકે ઉ પૈણેલો નથી.”

ઝુલ્ફી ઝોંપડી કે’ “હમજો માજી યે ચુનાવ પંચવાલે હમધી (સમધિ)ને ફરમાન

જારી કિયેલા (કરેલું) હે કિ દેહમેંસે (દેશમાંથી) જો મુરતિયા બહો બોતેર જેટલા

બબુચકોંકો જાનમેં લાયેગા ઉઅસકે સાથ ધિલ્લીવાલી ખુરસીકે સાથ પૈણાએંગે.”

જમના બા કે’ ” અલ્યા દેહમેં ચેટલે બધે મુરતિયે તૈયાર હેંગે તો તેરે સાયેબકા

નંબર કેસે લગેગા.”

બાબુ બાંઠિયા બોલિંગ ” સાયેબ બડે પાકે આદમી હેંગે .દો સાલસે ઇસ લિયે તો

કિતનોંકો કાપકે સાઇડ પર ધકેલીંગ. બડે સુરમાઓકો ઝુકાવીંગ ઓર ઇનકા

ફાયદા ઉઠાવીંગ ફીર ઉનકો ફેંકિંગ દેવીંગ.”

કોદાળો કે’ “પોંચ વરહ પેલોં આ તારા સાયેબકા દાદા ગુરુ લાલજીન્ગ મોટે

ઉપાડે પી.એમ.ઇન વેઇટીંગ (પહેલો મુરખો ઇન વેઇટીંગ) બનેલા તેમને 

તો તમારા સાયેબે કાયમી વેઇટીંગ જ  બનાવીંગ દેવિંગ.”

ઝુલ્ફી ઝોંપડી કે’ ” એસા હેન્ગા કિ વો ટેમ ખસા જોર લગાઇંગ સબકુ ફિર ફિરકે

કહીંગ કે જાનમેં આવીંગ બટ સાલે એકસો પંદરા જ જાનમેં આવીંગ ઇસ લિયે

ચુનાવ પંચવાલે  સસરાને ના કહિંગ કે અમ ખુરશી નૈ પરણાવીંગ.”

બધાય એકી અવાજે આગળ વધવા હોંકારા પડકારા કરવા લાગ્યા .

એટલે આગળ ઉભા ઉભા ભગાજી ભાષણિયા જોરથી સુત્રોચાર કરવા લાગ્યા

એમની સાથે ચુંથા ચોટલી લલ્લુ લાપસી અમરત શકુની સુત્રોચાર કરતા હતા.

ત્યાં જ ઝુલ્ફી ઝોંપડી ને બાબુ બાંઠિયાએ પોલિસ ડંડાથી પરસાદ દેવા માંડ્યો.

એમની બુમો સાંભળી “ઝમકુ ગંગા જમના ભગી ને કંકુ ડોશીઓ સાંબેલાં લઇને

ઝુલ્ફી ને બાબુ ફરી વળીને કહે મારા ભૈના હારા રાંડવા મેરે ભાયડેકો મારતા હૈ.

મેરે ભાયડેકો મારિંગ તો મેં મારિંગ તુ કાયકુ ડંડેસે ઝુડીંગ.”

“તેરે પાસ પોલિસકા ડંડા હૈ તો અમારે પાસ ઘરકા હાંબેલા હૈ હમજયા.”

એટલામાં હપતાસિંગ બીડી ફુંકતા આવ્યા ને બંને જણને છોડાવીને કહેવા લાગ્યો

“જો તમકુ જાને દેંગે પર માથાકા આપકો પાંચહો (પાંચસો) રુપયા દેના પડેગા.”

ઝમકુબા કે’ “અલ્યા તારા સાયેબ કેતા હે કે મેં ખાતા નૈ ખાવણે દેતા નૈ. ઓર તુ

લોગોકો લુંટનેકા કામ કરતા હેંગે.તેરે ઘરમેં કિતને મરદ હૈ જો એસા ધંધા કરતા હે.”

હપતાસિંગ કે’ “અમ તૈણ ભૈયુ હેન્ગે.મે હપતાસિંગ પોલિસમેં હપતા લેતા હેંગે

ઓર મેરા બડા ભાય તોડસિંગ એમ.એલ.એ (માલ લઇ આવવો ) હેંગે ઓર મેરા

છોટા ભાયા કાતરસિંગ ખિસ્સા કાતરુ છે. હમ સબકા ધંધા એક હી હૈ. સાયેબ તો

ખાલી બફડત્તા હૈ સબ ખાતેં હૈ સ્કુટીવાલે મોટર કારોંમે ફરતે હેંગે.”

જેવાં ડોસા ડોશીઓ લાકડી ને સાંબેલાં લૈને વછુટ્યાં કે હપતાસિંગ ઝુલ્ફી ઝોંપડી

ને બાબુ બાંઠિયો જીવ લૈને નાઠા.

ગાંઠિયો=

“કૈસી કોનસી સેવા એસી દેશભક્તિ સબકો ફલે

  આયે થે કટોરા લેકર ઓર સુટકેશ ભરકે ચલે.”

==================================================

સ્વપ્ન જેસરવાકર