Tag Archives: સ્વપ્ન..ફડાકાસિંગ..અ-મિત..કશ…વર્ધન..ગોટલી..કથા..લગન..ગીત..ગોદડિયો..

ગોદડિયો ચોરો… ફડાકાસિંગના ક્લાસ= જય-પરાજયનાં લગન

ગોદડિયો ચોરો… ફડાકાસિંગના ક્લાસ= જય-પરાજયનાં લગન.


===================================================

ગોદડીયો ચોરો
દિલ્હીના આમ આદમીને સ્પર્શતા પ્રશ્નોને નજર સમક્ષ રાખી કેજરીવાલ અને

તેમનાકાર્યકરોએ ચુંટણીમાં કોગ્રેસ અને ભાજપને ધોબીપછાડ આપી ધમાકેદાર

જીત હાંસલકરી તે ચર્ચાનો વંટોળ સમગ્ર ભારતમાં ઉઠ્યો છે તેની લહેર ગોદડિયા

ચોરામાં ચાલી.

ગોરધન ગઠો, અઠો, બઠો, નારણ શંખ , ધૃતરાષ્ટ્ર, ભદો ભુત, શકુનિ, કોદળો

કનુ કચોલું એમ બધી ગોદડિયા મંડલી ચુંટણીના ચમકારા લબકારા ને કેટલીક

પાર્ટીના મુંઝારાનેચર્ચતી હતી. ક્નુ કચોલું કહે અલ્યા ગોદડિયા ચુંટણી ચમકારા

પુરાણ સંભળાવ .

મેં કહ્યું ચાલો એક દિલ્હી દરબાર ને અમદાવાદ એમ બેય જગાના જલસા કરાવું.

દિલ્હીના અશોકારોડ પર  કાર્યાલયમાં  આઠ દશ નેતાઓ ઉતરેલી કઢી

જેવાડાચાએ ગભરાયેલા મુંઝાયેલા ચેહરે સરદારને શું જવાબ દેવો એની

મુંઝવણમાં હતા.?

બે ત્રણ કલાકની રાહ જોવડાવી  ગુસ્સામાં પગ પછાડતા એમના સરદાર

ફડાકાસિંગપધારે છે. બધાય હવાઇ ગયેલા ફટાકડા જેમ અવાજ કરી એમનો

જયજયકાર કરે છે.

ફડાકાસિંગ કહે ” અલ્યા ગોટલી તને ફીડબેક લેવાનું કહેલું પણ તારી કિટલી કેમ

જરાય ગરમ થઇ જ નહિ.?”

“ગોટલી ગેં ફેં ફેં કરતાં કહે કાયરકર્તાઓએ બરાબર તાપણું કર્યું નહિ ને મોસમે

પણ મિજાજ બદલ્યો એટલે મારી કિટલી ગરમ ના થઇ ને આપની ચાય પે ચર્ચા

ઠંડી પડી ગઇ.”

ફડકાસિંગ કહે ” અલ્યા કશવર્ધન  કશમાં વર્ધન નહિ પણ ગળતર કેમનું થયું ?”.

કશવર્ધન કહે ” બાપુ હું તો ક્યારનોય વર્ધન કરતો હતો પણ આ વખતે કિરણ સામે

ઝાડુનાં એવાંપીંછાં ઝળક્યાં કે એને ધરતી પર પ્રકટવાનો ચાન્સ જ ના મલ્યો. “

ફડાકાસિંગ કહે ” અલ્યા અ-મિત ( જુનું કોઇ મિત નહિ) તું તો ભારેખમ ભીંત જ છે .

બે ચારજગાએ ઝળક્યો એમાં તું બહુ ફડક્યો. જોકે તારી જરુર છે એટલે જ તને દિલ્હી

રાખ્યો છે.બાકી અમદાવાદમાં ઘાસલેટિયા રીક્ષાઓના ધુમાડામાં રહે તો જ તને

ભાન થાય. હારા ઢગાની જેમએક જ લેંઘો ને ઝબ્ભો પહેર્યા કરે છે. મારી જેમ જુદી

જુદી વેશભુષાઓ અજમાય. “

અ-મિત  “હાજી સાહેબ …અરે ભુલ્યો તમે હજ કરી નથી એટલે તમને હાજી ના

કહેવાય. હાં તો બોલો નારાજી સાહેબ તમે ક્યારેય ભાજપની કેસરી ટોપી પહેરી છે

ખરી ? ક્યારેય કાર્યકરો જેવોસામાન્ય ખેસ પહેર્યો છે ખરો ? બસ આપ બધાયથી

ડાકસિંગ કહે “બસ બસ હવે બહુ બોલ બોલ ના કર નહિતર જેટલા પ્રમુખો કે

નેતાઓને પાછળ ધકેલી મુક્યા છે એમાં તારોય વારો આવી જશે. માટે વધુ પડતું

દોઢ ડહાપણ ના કર. “

અ-મિત કહે લ્યો ત્યારે હું અમદાવાદ જાઉં  . મારે ત્યાં દિકરાની લગ્નવિધિ બાકી છે.

અમદાવાદમાં અ-મિતજીના પુત્ર જયકુમારના લગ્ન ચાલી રહ્યાં છે .

“અમદાવાદ વાજતે ગાજતે લગ્નવિધિ ચાલી રહી છે. ઉદ્યોગપતિઓ, ગુજરાત

સરકારના મંત્રીઓ,ભારત સરકારના મંત્રીઓ ,રાષ્ટ્રીય નેતાઓ , વિરોધ પક્ષના

નેતાઓ કાર્યકરો સાથે સગાંવહાલાંનજરો નીચી રાખીને અ-મિતને મળી રહ્યા છે.

કેટલાક તો લગ્નના આર્શિર્વાદ ને હારનું આશ્વાસન બંન્ને સાથે આપી રહ્યા હતા ને

ઠાવકું મોઢું પુછી રહ્યા હતા ખરું થયુ અમિતજી. હોય ચાલ્યા કરે.!”

લગ્ન સાથે રાજકીય ચર્ચામાં મશગુલ લોકોના કાનમાં લગ્નગીતના સુર રેલાયા.

“દિલ્લીમાં જીતવાની નોતી છત ત્યારે શાને પકડી હઠ..મારા નવલા વેવાઇ.”

“કેજરીવાલ છે ભગોડા ત્યારે ભોજનમાં પીરસ્યા પકોડા...મારા નવલા વેવાઇ.”

“જ્યારે ના ઝળક્યું કિરણ ત્યારે શાને નાખ્યું દાળમાં સુરણ...મારા નવલા વેવાઇ.”

“સતાને રોકવા આવ્યું ઝાડુ ત્યારે નસીબ પડી ગયું આડું…મારા નવલા વેવાઇ.”

“પંદર લાખની બની કહેવત ત્યારે પ્રજાએ  ફેરવ્યું કરવત…મારા નવલા વેવાઇ.”

“દિકરા  જય ચઢ્યું પૈણ ત્યારે દિલ્હીએ બેઠકો આપી તૈણ…મારા નવલા વેવાઇ.”

“ખોવાઇ ગયો હતો વિકાસ ત્યારે દિલ્હીમાં થયો છે રકાસ…મારા નવલા વેવાઇ.”

“જોરશોરથી લાગી સરકાર ત્યારે જનતાએ ના કરી દરકાર…મારા નવલા વેવાઇ.”

“ખોવાયાં છે શાઝિયા નુપુર બીન્ની ના ઉપજે એમની ચવન્ની..મારા નવલા વેવાઇ.”

“જ્યારે પરણાવ્યો દિકરો જય ત્યારે જ મલ્યો છે પરાજય…મારા નવલા વેવાઇ.”

ચાંલ્લો ભેટ લેનારા મોટો ઝમકદાર ચોપડો ઇને બેઠા હતા ત્યાં લાબી લાઇનમાં

બધા ચર્ચા કરતા ઉભા હતા . “કેમ શું વિચાર્યું ? કેટલાનો ચાંલ્લો લખાવવો છે.?”

બે ત્રણ જણા એક સાથે બોલી ઉઠ્યા ” અલ્યા તૈણ (ત્રણ) રુપયા.”

” કોઇએ પુછ્યું કેમ તૈણ રુપિયા ?”

એક કાકા કહે ” ભૈ એમની હેશિયત તૈણ ની જ છે. જોયું નથી દલ્લીએ (દિલ્હી)એ

એમની કિંમત તૈણની જ કરી. અલ્યા જ્યાં એમની સરકાર હોય આખું તંત્ર હોય

અલ્યાપરધોનો (પ્રધાનો) હોંસદો (સાંસદો) બીજા રાજ્યોના મુરખ મંત્રીઓ હોય

હજારો લાખોકાયર્કર્તાઓ હોય તોય એમને તો જનતા તૈણ આલે.”

અને આમેય એ તૈણ જણા જ આખા દેશનો વહિવટ ઠોકે છે ને !!!!!!!!!!!!

” અમિત-મોદી-ભાગવત”

ગાંઠિયો=

“હોય ઢગા બાપલિયા હોય કમલ મુરજાઇ ગયું એમાં ઢીલો ઢભ શેનો થયો.”?

” ભૈલા મુરજાયું એ તો ઠીક પણ ઝાડુના ગોદા મારી  પાંખડિયો ય તોડી નાખી.”

========================================================

સ્વપ્ન જેસરવાકર