Tag Archives: સ્વપ્ન…બહુ..મત..કોંગ્રેસ..કથા..રાહુલ..સોનિયા..ચોરો..ગોદડિયો

ગોદડિયો ચોરો…કોંગ્રેસકો બહુ-મત દો .!!!!!!!!!!!!

ગોદડિયો ચોરો…કોંગ્રેસકો બહુ-મત દો .!!!!!!!!!!!!
===================================================

ગોદડીયો ચોરો

રાજધાની દિલ્હીમાં ઝરમર ઝરમર વરસાદનાં અમી છાંટણાં વરસી રહ્યાં છે.
માનવ સમુદાય પોતાની રોજ બરોજની કામગીરીમાં વ્યસ્ત બની ગયો છે
એવામાં એક બંગલામાં અનન્ય વાતચીતનો અનેરો સંવાદ જામી રહ્યો છે
          “નામની આગળ આવે દશકો જેનો ભારી હતો ભપકો
          ” છે જનતા માટેનો રસ્તો પણ જનતા માટે નથી સસ્તો “
ના સમજણ પડી આ ઉખાણાની તો લ્યો જવાબ ” ૧૦ જનપથ “
એક ઇસ્ત્રી વગરના લઘરવધર લેંઘા ઝભ્ભામાં ચોત્રીસ વરસનો બાબલો દોડતો
ઘરમાં પ્રવેશે ને કહે છે ” મમ્મી મમ્મી મને કકડીને જોરદાર ભુખ લાગી છે.”
મમ્મી કહે “હાય મા’લા બબુકલાને ભુખ લાગી છે તો હું ઇટાલીના પિઝા બનાવું.”
બાબલો કહે “મમ્મી ઇ-ટાલીનું નામ ના દેશો ઇ-તાલીએ તો આપણને દે-તાલી
કરતાં કરતાં હાથતાલી દઇ ગયાં. ને સતા સુંદરી હાથમાંથી વહી ગયાં.”
મમ્મી કહે બેટા એવું તો ચાલ્યા કરે સત્તા તો આવતી જતી રહે.

સોનિયા -રાહુલ-મનમોહન

બાબલો કહે મમ્મી પણ આ દીગ્ગીમામા કપિલ મામા બેની મામા જયસ્વાલ મામા

આ બધાય મામા આપણને બધાય ને મામા બનાવી ગયા.”
મમ્મી કહે ” પણ વા’લા દીકરા તને કેમ એવું લાગે છે કે બધાય મામા બનાવી ગયા.”
બાબલો કહે ” હા મમ્મી આ આપણા કોંગ્રેસવાળા બધાય ભાષણમાં એમ કહેતા હતા
કે “કોગ્રેસકો બહુમત દો–બહુમત દો -બહુમત દો.” હવે સતામાંય બહુમત ના મલ્યો.”
મમ્મી કહે બેટા કોઇ વાત નહિ આપણ ફરી ઉભા થઇ સતા મેળવીશું.
બાબલો કહે ” પેલી  મારી ગર્લ ફ્રેન્ડ એન્જેલિકા છે એ બ્રાઝિલવાળા હવે તો કહેવા લાગ્યા
છે કે બહુ-મત દો એ લોકો કોંગ્રેસને બદલે મને સમજે છે.”
મમ્મી કહે ” બેટા બ્રાઝીલથી નહિ તો બારસલોનાથી કોઇક તને મલી જશે.”
બાબલો કહે  ” મમ્મી પેલા નરેન્દ્રકાકા બ્રા-ઝીલ જઇ આવ્યા હવે તો મારે વાંઢા જ રહેવાનું.”
મમ્મી કહે  અલ્યા આ મિટિંગનો સમય થઇ ગયો પણ કોઇ દેખાતું કેમ નથી.
બાબલો કહે ” મમ્મી ચિદંબરમ ને એન્થોની મામા તો વતનમાં જ ડાન્સ કરવા લાગ્યા છે.”
” લુંગી ડાન્સ લુંગી ડાન્સ હોઇ લે હોઇ લે હોઇ લે એમ ઘુમરડી ફરતા લુંગી ડાન્સ કરે છે.”
મમ્મી કહે ” એ વાત ખરી પણ કપિલજી બેનીજી  દિગ્વિજયજી અભિષેકજી  મનિષજી અને
મધુસુદનજી શંકરજી અર્જુનજી આ બધાય હજુ કેમ દેખાતા નથી.”
બાબલો કહે મમ્મી કપિલ મામા મનિષ મામા ને અભિષેક મામા કાળા કોટ સિવડાવવા
માટે દરજીને માપ આપવા ગયા છે . દરજી ફોનમાં કહેતો હતો કે તેઓ કુદતા કુદતા પેન્ટ
ડાન્સ કરતા હતા .”
” બેની ને દિગ્ગી મામા નવાં ધોતિયાં ખરીદવા ગયા છે ને ધોતિયા ડાન્સના ક્લાસ કરે છે.”
” મધુસુદનજી શંકરજી ને અર્જુનજી ગુજરાતમાં કોનું પત્તું કાપવું એની વેતરણમાં પડ્યા છે. “
 બધાય રાસડા લેતા જાય છે ને માથાં કુંટતા જાય છે ને ગાય છે
” હાય ખુરશી હાય ખુરશી તુઝે શરમ ના આઇ હમકો ઉઠાકે દુસરોંકો બીઠાઇ “
મમ્મી ” હજુ હું ચુંવાલીસ વરસનો ઢાંઢો ફરું છું ને દિગ્ગી મામા ઘોડે ચડવાની વાતો કરે છે.”
મમ્મી “પેલા મનમોહનદાદા કેમ કંઇ બોલતા નથી બસ જરાક જરાક મલકાય છે.”
મમ્મી કહે ” બેટા છેલ્લા દશ વરસથી મેં એમને બોલવા જ ક્યાં દીધા છે એટલે બસ મુંગા જ
રહે છે એમનાં પત્ની મને નહિ બોલવાની ફરિયાદ કરતાં હતાં મેં કહ્યું એ તો દશ વરસની
આદત છે એમ કંઇ બે ચાર મહિનામાં છુંટી ના જાય . ધીમે ધીમે બોલતા થશે.”
મમ્મી કહે ” બેટા તારા જીજાજી કેમ દેખાતા નથી . રિસાયા છે કે શું  ” ?
બાબલો કહે ” મમ્મી તમે ને દીદીએ ખુબ મોટી ભુલ કરી છે” .(ગુસ્સા થીપગ પછાડે છે )
મમ્મી કહે ” કેમ બેટા અમે એવી તે કઇ મોટી ભુલ કરી છે તે ગુસ્સામાં ફરે છે.”
બાબલો કહે ” મમ્મી જુઓ એમનું નામ રોબર્ટ . એટલે જ્યારે ત્યારે રોબ (રોફ) કરે છે
બીજું કે એમની અટક વાઢેરા છે જે વાઢવાની (કાપવા) નિશાની દર્શાવે છે મમ્મી એમણે
હરિયાણા કે બીજે બધે વાઢવાનું કામ કર્યું ને જનતાએ જાણ્યું એટલે જનતાએ આપણને
સત્તામાંથી વાઢવાનું  (દુર કરવાનું) કરી દીધું.”
મમ્મી કહે ” બેટા હવે વાયડો થાં મા ને સંસદમાં છેલ્લી પાટલીયે બેસે છે ને ઝોકાં ખાય છે “
બાબલો કહે મમ્મી એનો જવાબ હું ગાંઠિયામાં આપું છું ચાલશે ને !!!!!!!!!!!!!!!!!!!!!!!
ગાંઠિયો
“સામે કોઇ નથી ને  હું મને મારામાં જ  દેખાઇ રહ્યો છું
 હું તો કાગળ છું કોરો ને  ઠેર ઠેર હું જ વંચાઇ રહ્યો છું “
===========================================================
સ્વપ્ન જેસરવાકર