Tag Archives: સ્વપ્ન..ભગો..ભાષણીયો..કથા..ચોરો..ગોદડિયો

ગોદડિયો ચોરો.. ભાષણીયો ભગો !!!!

ગોદડિયો ચોરો.. ભાષણીયો ભગો  !!!!

============================================================

ગોદડીયો ચોરો

ગોદડીયો ચોરો જામ્યો છે. ઉનાળાની સિઝન સાથે ચુંટણીના ચકરાવાના

રથ ફરી રહ્યા છે. હું નારણ શંખ ધૃતરાષ્ટ્ર ગોરધન ગઠો અઠો બઠો બેઠા હતાં

કોદાળા ને કનુ કચોલું ઉગ્ર ચર્ચા કરતા પ્રવેશ્યા .

કોદાળો કહે “અલ્યા આજે રાતે ભુતડીયા ચકલે ઝંડ પલિત આમલીયા ચોકમાં

ભગા ભાષણીયાની જાહેર સભા છે .”

ગોરધન ગઠો કહે અલ્યા ભગો ભાષણીયો કોણ છે ?

કચોલું કહે “ભગાજી કોઇ પણ વિષય પર ભાષણ ઠોકી દે છે . એક વખત એમનાં

પત્ની ભુરીબેનનાથી કઢીમાં મરચું વધારે પડી ગયું તો એમણે કઢીના સ્વાદનું

સુરસુરિયું તેના ગુણધર્મો હોજરીનો હલવાટ ઠેકડાનો થનગણાટ વિશે લાંબુલચ

ભાષણ ઠપકારી દીધું. ત્યારથી બધા એમને ભગો ભાષણીયો કહે છે.”

રાતે અમે બધા જમી પરવારી ભુતડીયા ચકલે પહોંચ્યા તો એક ખખડધજ

મંચ ઉપર એક કનૈયાલાલ જેવી વાંકી ટોપી કેડિયા ધોતિયા પર પહેરીને એક

 ડોસાજી બેઠેલા સાથે કેટલાક વડિલ ડોસા ને ડોશીયો બેઠી હતી.

સભા સ્થળે અસામાન્ય કહેવાય તેવી ભીડ એકઠી થઇ એટલે ભગો ભાષણીયો

ધોતિયું ફફડાવતો ઉભો થયો ને નારા સાથે લલકાર્યું. એ સાથે લોકોએ લેંઘા

ઝબ્ભા સાડીયોમાં સંતાડી રાખેલાં ચિન્હો સાથે જયકારો ગાજવા લાગ્યો.

“ભૈયો ને બોનો (ભાઇયો ને બહેનો) હૌ (સહુ) એકી હાદે (અવાજે) મારી

હાથે (સાથે) જોરથી બોલજો ને આપડું (આપણું) નિશોન (નિશાન) ઉચું

કરીને લે’રાવજો  (લહેરાવજો)”

“ભારત માતાકી જૈ.. સાવરણા મહરાજની જૈ..ઝાડુ ભગવોનની જૈ…….

બલુમ (બ્લુમ) દેવની જૈ…જૈ…જૈ…જૈ.”

ભૈયો ને બોનો ટમે (તમે) બાજરી હાજરી કોદરી હોજરી  એવા ચેટલાય

(કેટલાય) હબ્દો (શબ્દો) હોંભર્યા (સાંભળ્યા) હશે પણ અવે (હવે)

એક નવો જરી હબ્દ આયો સે (છે) એ છે કેજરી ..શબદ નવો આયો છે .”

આ કે’ જરી (કહે જરી) પ્રોડેક્ટ ગયા સાવન (શ્રાવણ) મહિનાથી બજારમાં

આયો સે (છે).

ભૈયો ને બોનો અવે (હવે) તમને આ કે’જરીના જુદ જુદા પ્રોડેક્ટ હમજાવું.

(૧)” કે’જરી ચુરણ- આ ચુરણ ખાવાથી પેટમાંથી બધોય ગેસ છુસ કરતો

વસુટી (વછુટી) જાય છે ને મળત્યાગ સાફ આવે છે .હાઇઠ (સાઇઠ) વરહથી

(વર્ષ) કોંગ્રેસને કચોરી ને તેતરીહ (તેત્રીસ)વરહથી ભાજપને ભજિયાં ખૈ (ખાઇ)

જામી ગયેલા જુના મળને એણે સાફ એવું કરી નાખ્યું કે વિજય (વિજય ગોયેલ)

ન વિજય પોમ્યા (પામ્યા) કે હરસવરધન (હર્ષવર્ધન)નો હર્ષ ના વધ્યો ને શિલા

બિચારી શિલા (પથ્થર)(શિલા દિક્ષિત) બનીને રહી ગઇ.”

નોધ-આ ચુરણની બોટલ સાથે મળ સાફ કરવા ઝાડુ મફત આપવામાં આવે છે.

(૨) કે’જરી આઇ ડ્રોપ = “આ આંખમાં નાખવાનાં ટીપાં છે એનાથી આપ કોણ કોણ

કેટલા પૈસા લઇ ભષ્ટાચાર કરે છે એ વગર ચશ્માંએ જોઇ શક્શો. જેથી આપ પણ

એના પર આક્ષેપ કરી શક્શો.”

(૩) કે’જરી ટેબ્લેટ (ગોળી)= “આ ગોળી લેવાથી પાણી મીઠૂ ને સ્વચ્છ લાગશે આ

ગોળી સાતસો લીટર પાણીને પચાવવાની ક્ષમતા ધરાવે છે.”

(૪) કે’જરી મેગ્નેટ = “આ મેગ્નેટ લાઇટના મીટર પર લગાવવાથી બીલ પચાસ

ટકા જેટલું જ આવે છે.”

(૫) કે’જરી મફલર- ટોપી= ” આ ટોપી માથાની રક્ષા કરે છે ને નવા નવા વિચારોની

પેદાશ અપાવે છે. જ્યારે મફલર શરદીથી રક્ષા કરે છે જો કાંઇક વાગે તો લોહી

અટકાવવા કામ આવે છે.ને કોઇ સ્યાહી છાંટે તો મોં લુછવાના કામમાં આવે છે.”

(૬) કે’જરી આટા- “આ બાજરી કોદરી કરતાં અલગ પ્રકારનો આટો છે એનાથી

વખત સમય ને પ્રસંગને અનુરુપ વાનગીયો બને છે.”

(૭) કે’જરી મોબાઇલ-૪૯= “આ મોબાઇલ સર્વિસ મોટા મકાનોમાં કામ કરતી નથી.

આ મોબાઇલમાં અન લિમિટેડ એસ.એમ સર્વિસ છે .રીંગટોનમાં લોક્પાલ ને બીજાં

ખાયકી કરનારનાં નામ ગાજે છે. ચાર્જિંગ વખતે લાલ લાઇટ થતી નથી. આ

સર્વિસનું નેટવર્ક રોડ અને ફુટપાથ જોરદાર આવે છે.”

“આ પ્રોડૅકટ સાથે વિશ્વાસ (કુમાર વિશ્વાસ) આંસુને તોષખાનામાં જમા કરાવવા

જેવા(આસુતોષ)   યોગનાય ઇન્દ્ર (યોગેન્દ્ર યાદવ) જાફરી ને ગુલ પનાગ છે તો સાથે

શાઝિયા જેવા કજિયાય છે.”

આ કે’જરી પ્રોડેક્ટ હજુ સુધી રાજધાની દિલ્હી સુધી મર્યાદિત હતો પણ હવે તો

આ દેશભરમાં ને પરદેશમાંય પ્રસરી ચુક્યો છે. આ પ્રોડેકટ ૪૯ દિવસ સુધી મફત

ટ્રાયલ માટે મલ્શે જો આપને પસંદ ના આવે તો ૪૯ દિવસ પછી પૈસા પરત કરીશું.

ગાંઠીયો=

રાહુ ને કેતુ તો સહુને નડે છે

આ જીવતાં ભુતો છાતી પર ચડે છે

અમારા ચુંટેલા અમને જ નડે છે

=======================================

સ્વપ્ન જેસરવાકર