Tag Archives: સ્વપ્ન..મોદી..મેજિક..અમેરિકા..ઓબામા..કથા..ક્લિન્ટન..૨૦૧૬..ગોદડિયો..ચોરો..

ગોદડિયો ચોરો… મોદી મેજિક ચર્ચા અમેરિકામાં

ગોદડિયો ચોરો... મોદી મેજિક ચર્ચા અમેરિકામાં

==========================================================

ગોદડીયો ચોરો

અમેરિકામાં ભારતીય ચેનલોએ મોદી આગમનને જુદા જુદા રુપ રંગ આપીને

સોળેય કલાએ ખીલવ્યું. અજેય યોધ્ધાની અદામાં મોદીજી સમગ્ર અમેરિકામાં

સંબોધન દ્વારા જન સમુહને મંત્ર મુગ્ધ કરી ભારત પરત ફર્યા.

જોકે ” અમારા ગોદડિયા પ્રોડેકશન સંચાલિત ફેંકાફેંક ચેનલના બહુચર્ચિત એવા

પત્રકારો કોદાળાશંકર અને ગોરધન ગઠાએ અમેરિકાના લોક સમુહના પ્રત્યાધાત

અંગે જાણકારી મેળવવા થોડાક દિવસ રોકાઇ ચિંતન મનન કરવા વિચાર્યું.”

રિપબ્લિકન કોંગ્રેસમેનો અને સેનેટરોએ મિટિંગ કરી હૈયા વરાળ ઠાલવી.

” આપણી જગત જમાદારીનો ધંધો હવે ધીરે ધીરે મોળો પડતો જાય છે જુઓને

આ મોદીએ શપથવિધિમાં સાર્કવાળાને બોલાવ્યા. ભુતાન બ્રાઝિલ નેપાળનો

આંટો દઇ દીધો ને અધુરામાં પુરું ચેં ચું ચું ક્યું વાળા દેશો જાપાન જઇ કરાર કર્યા.

ને એશિયામાં આપણા કાયમી દુશ્મન ચીનના જિંગ પિંગ શિંગને ભારત બોલાવી

ચર્ચા કરી વેપાર વણજ  વધારવા પ્રયત્ન કર્યો.”

બુશ કહે  ” ભાઇ મેં તો પિઝાય ના ખવડાવવા પડે એટલે વિઝાય ના આલ્યા.”

મેક્કેઇન કહે ” હવે એટલીય અક્કલ આપણા ઓબામા ડોબામાં ક્યાં છે . જોને

પેલા મોદીએ ખાલી ગરમ પાણીનો ઘુંટડો ભર્યો એમાં તો એ નરમ થઇ ગયો.”

બોબી જિંદાલ કહે ” મેં ગઇ કાલે ફોન કર્યો તો વાઇટ હાઉસમાંથી જવાબ મલ્યો

કે મોદીએ મઠિયાં ને અડદિયા પાક આપ્યો છે તે મિત્રોને વહેંચવા ઓબામા અને

મિશેલ એર ફોર્સ વન લઇ અમેરિકા ભ્રમણ કરવા રમણે ચડ્યાં છે.”

મેક્ફેડન કહે ” ભાઇ બીજી ચર્ચા કર્યા કરતાં ૨૦૧૬માં જિતવા માટે મોદી પાસે

કયો મંત્ર લેવો ને એનો ઉપયોગ કેમ કરવો એનું કાંઇક વિચારો.? “

લિન્ડસે ગ્રેહામ કહે “રિપબ્લિકન પાર્ટીનો કોઇક નેતાને મોકલી મોદી પાસેથી

જીતવાની કળા જાણી લેવી જોઇએ નહિતર ડેમોક્રેટીકવાળા જઇ શીખી આવશે.”

 

“બીજી બાજુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ ભેગા થઇ રિપબ્લિકનમુક્ત અમેરિકાના

સ્વપ્નોમાં ખોવાઇ જઇ  આજીવન અમેરિકાની સત્તા કબજે કરવા સોનેરી સોંણલાં

જોવા માણવા મોદી મિલાપ માટે ભારત આવવા થનગની રહ્યા હતા.”

” હિલ્લોળા લેતાં હિલેરીબેન ને કુદકા મારતા ક્લિન્ટનભાઇ મોદી મુલાકાત સમયે

થયેલી વાતચીતની ચર્ચાની ચોરાફળી વણતાં ડેમોક્રેટીક ભવન આવી પહોંચ્યાં.”

ડેમોક્રેટ ભવનમાં સેનેટરો કોંગ્રેસમેનો અન્ય કાર્યકરો મુકત મને ચર્ચાની રાઇડો પર

 ધુબાકા મારી ચકડોળે ચઢ્યાં હતાં. ત્યાં ઓબામા મિશેલ મલકતાં આવી પહોંચ્યાં.

મિશેલ કહે ” ઓ ડોબામા જેવા ઓબામા જરા શીખો મોદીને મલ્યા તો ઉપવાસ કેમ

થાય તે જરા શીખો.? “

જોન કેરી કહે  “આપણે અમેરિકનો આખો દા’ડો ગાયની માફક ચાવ્યા જ કરીએ છીએ

ને પાછા માણસને “હાય ગાય “ કહીએ છીએ.”

હિલેરીબેન કહે   ૨૦૧૬ માટે આપ સર્વે મને પ્રમુખપદની ઉમેદવાર જાહેર કરો.

” મેરા નામ હૈ હિલેરી મેં હું ચુલબુલી ભલેરી

સેનેટર બનકે અબ મેં આઇ હું પ્રમુખ બનને.

ઓ ઓબામાજી અબ તો ગાદી છોડો

મિશેલજીકો લેકે ડી.સી સે મુખ મોડો…મેં આઇ હું પ્રમુખ બનને.

મેંને મોદીજીસે બાત કર લી મિઠ્ઠી 

જીતનેકી ચાવિયાંકી બનાઇ ચિઠ્ઠી…મેં આઇ હું પ્રમુખ બનને.

ગાન પુરું થયુ એટલે બધાયે વાહ વાહ કરી તાલિયોથી હિલેરીને વધાવી.

ક્લિન્ટન કહે ” મેં મોદીજી સાથે જિતવાના નુસકા શીખી લીધા છે હું જ્યારે

પ્રમુખ હતો ત્યારે મોદીજી મળી ગયા હોત તો આજ દિન સુધી આપણી સત્તા હોત.”

“પ્રથમ તો સતામાં આવતાં વેંત ભવિષ્યમાં નડે એવાનો સફાયો કરી નાખવો.”

”  હિલેરીના પ્રચાર માટે એ પોતે દિલ્હીથી ભારતીયોને સંબોધન કરવાના છે .”

” હિલેરીના સપોર્ટમાં બસંતી , તુલસી ,  ઠોકો તાલી ફ્રેમ નાઇન કેન્ડલ બુધ્ધુજી

નડવાણીજી , કોરલી કલોહર, અયોધ્યા રેડ (રામલાલ) ખમીશકાઢ ખાન અને

વિદેશ પ્રવાસના શોખીન મેયરો ધારસભ્યો ને સંસદ સભ્યોને મોકલવાના છે.”

હવે આજથી પત્રકારો ને ટીવી દેશ ભરમાં હિલેરી ગુણગાન મહિમાનાં વાજાં

વગાડવા દેમોક્રેટીક પાર્ટીના ખર્ચે મોકલી દો. ૨૦૧૬ની સાલ આપણી છે.

ગાંઠિયો=

બીજી ઓકટોબરે ગાંધી જયંતિએ મોદીજીએ સાફ સફાઇ દિન રાખ્યો .

નેતાઓ પ્રધાનો ઝાડુ લઇ સફાઇ કરતા હતા. કેટલાકને ઝાડુ પકડતાંય  ના ફાવ્યુ.

એના કરતાં મોદીજી અમેરિકાથી પરત ફરતાં મિ. ક્લિન્ટનને સાથે લઇ ગયા હોત તો !!!!

ક્લિન – ટન  (ટન = ૧૦૦ કિલો ) ટનના હિસાબે ક્લિન કાર્યક્રમ યોજાત.

===============================================================

સ્વપ્ન જેસરવાકર