Tag Archives: સ્વપ્ન..રેલ..ગાડી..રણછોડ..કથા…ચોરો..ગોદડિયો.

ગોદડીયો ચોરો..રણછોડ રેલગાડીમાં

“ગોદડીયો ચોરો”...રણછોડ રેલગાડીમાં
=============================================
ગોદડિયા ચોરેથી આવી જમી પરવારી ટીવીમાં ન્યુઝ જોતો હતો ત્યાં જ
બીવીએ બુમ પાડી સાંભળો છો કે નહિ લ્યો આ તમારા ફોનનો પિહુડો રણકે
છે. જલ્દી ઉભા થાવ હવે.!
મેં જઇને ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો કે  “ગોદડિયા  હું તંબુરા
કોમ્યુનિકેશનથી નારદજી બોલું છું .” બોલ તબિયત પાણી કેવાં છે. ?
મેં કહ્યું  “દરેક વખતે તો દેવર્ષિ આપ મને ચોટલી કોમ્યુનિકેશનથી સંપર્ક
કરો છો.”
“તારી વાત ખરી પણ જ્યારથી પૃથ્વી પર પાપોનાં પોટલાં વધી ગયાં છે
ત્યારથીતો ત્યાંવાવાઝોડાં આવે છે એમાં ચોટલી ગોટે ચડી જાય છે એટલે
ચોટલી કોમ્યુનિકેશન અમુક  સમયે બરાબર કામ કરતું નથી માટે તંબુરા
કોમ્યુનિકેશનનોઉપયોગ કરવો પડે છે.”
જો સાંભળ દેવ દિવાળીનો તહેવાર આવે છે ને પ્રભુ શ્રી કૃષ્ણને એમની
રાજધાની દ્વારિકા અને ગુજરાતની મુલાકાતે આવવું છે તો અમે છત્રપતિ
શિવાજી ટર્મિનલપર મુંબાઇમાં ઉતરવાના છીએ તો તું  મુંબાઇ  આવજે ને
બધી વ્યવસ્થા ગોઠવજે.”
હું કોદળો ભદો ભુત   ભગવાન શ્રી કૃષ્ણ અને દેવર્ષિ નારદજી સાથે
ગુજરાતમેલમાં મુંબાઇથી આવતાં હતા.” ત્યાં રસ્તામાં કેટલાક લોકો ખાડા
ખોદતા તો કેટલાક લોકોખાડા પુરતા જોવા મલ્યા. પ્રભુએ પુછ્યું અલ્યા
કોદાળા આ બધાશું કરે છે.?”
કોદળો કહે “પ્રભુ નેતાઓ મંત્રીઓ ને અધિકારીયો ખોદવામાં ને પુરવામાં જ પૈસા
બનાવે છે. દેશને એવડા ગોટાળાના ઘમ્મર વલોણામાં ફેરવી દેવાના ખાડા કરે.”
ભદો ભુત કહે “પ્રભુ આપના ભરતખંડમાં દુકાળ અકાળ પુર વાવાઝોડાં ધરતીકંપ
એવી કુદરતી આફતો માટે આ બધા પ્રાર્થના જ કરતા હોય છે એ આવે તો જ તોડી
ખાવાનું મલે. અને બેંકોમાં એમનાં ડિપોઝીટોના ટેકરા વધે.”
રેલવેમાં ખારી મિઠ્ઠીને કડક એમ બુમો પાડી કોઇ ખારીસિંગ વેચતા તો કોઇ વળી
વડાપાંઉ તો કોઇ સંતરાં નારંગી વેચતા એમના અવનવા સંગીત ભર્યા સાદે
ગાડીમાં અનોખું વાતાવરણ સર્જાતું હતું.
“કેટલાક મફતિયાઓ પાસેથી ટિકિટ ચેકરો રોક્ડી કરી રુપિયા રળી લેતા હતા.”
પ્રભુ ને નારદજી આ બધી લીલા જોઇને મનોમન મલકી લેતા હતા.ત્યાં જ ચેકરે
નારદજીને કહ્યું “યે ભાઇ તુમ્હારે યે તંબુરેકા અલગ ચાર્જ લગેગા. તુ ઉસે એસે વેસે
ઘુમાતે હો તો દુસરે યાત્રીકોંકો  ટ્રબલ પડતા હેંગા. સમજે લાઓ તંબુરેકા તેરહ
રુપયા ચાર્જ લગેગા.”
એટલામાં ગુજરાતની સરહદમાં ગુજરાત મેલ પ્રવેશ્યો ને વલસાડ સ્ટેશનથી
ગુજરાતના પોલિસના જમાદારો ડબ્બામાં દારુની તપાસના બહાને ચઢી ગયા.
નારદજી કહે અલ્યા કોદાળા આ દારુ એ વળી કયો પદાર્થ છે.?
કોદાળો કહે જેમ “આપ બધા દેવો સ્વર્ગમા સોમરસની મજા માણો છો એમ અહીં
લોકો દારુનીમજા માણે છે. પોલિસ લોકોને વેચતાં પકડે છે .દારુનો જથ્થો પોલિસ
સ્ટેશને લઇ જાય છે નેએ જ દારુની મહેફિલ જમાવે છે.”
એમ કરતા સુરત વડોદરા વટાવી ને આણંદ ગાડી આવી પહોંચી.
ભદો ભુત કહે પ્રભુ જુઓ દુધનગરી આવી. અહીંયાં અમુલ નામે દુધની મોટી ડેરી
આવેલી છે.
નારદજી કહે ” ગોદડિયા અમુલ એટલે જેનું કોઇ મુલ્ય નહિ એવો અર્થ થાય ને ?”
મેં કહ્યું “દેવર્ષિ આપે અમુલનો અર્થ બરાબર કર્યો.અમુલ નામ આ રીતે પડેલું છે.”
Anand Milk Uniyan Limited  (આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ= અમુલ)”
આણંદ રેલ્વે સ્ટેશને અનેરું દ્રશ્ય જોવા મલ્યું .
“ ટોપીવાળાનાં ટોળાં ઉતર્યાં ને પોકારે જય મા સોનિયાજી
  ટોપીવાળાનાં ટોળાં ઉતર્યાં ને પોકારે જય જય રાહુલજી “
બીજી દિશામાંથી મોટે મોટેથી અવાજો આવવા લાગ્યા.
“પાઘડીવાળાનાં પોટલાં ઉતર્યાં જય જય નમો નાથજી
 પાઘડીવાળાનાં પોટલાં ઉતર્યાં જય જય  કમલ નાથજી”
પછી તો સામ સામે હોકારા પડકારા કરતાં ટોળાં એકબીજાની સામે આવી ગયાં.
દેવર્ષિ નારદ કહે “અલ્યા બધી શેની ધમાલ છે આ ટોપી ને પાઘડીવાળા શેના
બુમોપાડે છે.?”
ભદો ભુત કહે “જુઓ દેવર્ષિ તમારે ત્યાં વર્ષોથી ભગવાન વિષ્ણુનું રાજ ચાલે છે ને
બીજા કોઇનોગજ વાગતો નથી ત્યાં આપ જેવા નારાયણ નારાયણ કરી ઇન્દ્ર
જેવાને વિષ્ણુ સામે ચુંટણી લડવા ઉભો કરી દો તો તમારા અને ઇન્દ્રના ટેકેદારો
હોંકારા પડકાર કરે ને એવું જ કાંઇક છે.”
ભગવાન કહે આ ખરું પણ એવડા ટોપી ને પાઘડી જ કેમ પહેરે છે.ને ક્યાં જાય છે ?
મેં કહ્યું “પ્રભુ આ “ટોપીવાળા કોંગ્રેસીયો” છે ને આ “પાઘડીવાળા ભાજપીયા છે .”
મધ્ય પ્રદેશ રાજસ્થાન ને દિલ્હીમાં ચુંટણી છે ત્યાં એ પ્રચાર કરવા જાય છે. ત્યાં
જઇ પંદરેક દિવસ જાનૈયાની મફક લીલાલહેર કરશે ને ફરી પાછા વાડામાં
ઘેટાંની જેમ પુરાઇ જશે ને એમના નેતાઓ પાંચ વરસ રાજ કરશે ફરી પાછા પાંચ
વર્ષેચુંટણી આવશે ત્યારે આવડાની જરુર પડશે.
ભગવાન વદ્યા  પણ “આ ટોપી ને પાઘડી એનો મતલબ શું છે ગોદડિયા.?”
મેં કહ્યું “પ્રભુ આ ટોપી શબ્દ ને ઉંધો લખો તો પીટો શબ્દ થાય “
“હવે આ ટોપીવાળાઓએ સાઇઠ વર્ષ ભારત દેશ પર રાજ્ય કર્યું એમાં પ્રજાને
મોંઘવારી  ભ્રષ્ટાચાર  ગોટાળા એમ બધી બાબતોમાં જનતાને પીટોનો જ નાદ
જગાવ્યો છે.”
જ્યારે આ પાઘડીવાળા પાસે પાંચેક વર્ષ રાજ આવ્યું છે ને હવે ફરી રાજ કરવા
હોંકારા પડકારા કરે છે.
“જો કે મારા વા’લા એવડા ય ઓછા નથી પાઘડી પહેરે છે ખરા ને ભાષણો ભરડે 
પણ જનતા કે કાર્યકરો પાસે “પા- ઘડી”  ( પંદર મિનિટ)  બેઠા નથી કે એમનાં દુખ
દર્દ સાંભળ્યાં જ  નથી. બસ જુદી જુદી પાઘડિયોએ રંગ જમાવવો છે.”
ગાંઠિયો=
“ખરાં  છો તમે ઓ ખુરશીબેન ખરાં છો તમે
 ઘડીમાં રિસાવો ને ઘડીમાં મનાવો…ખરાં છો તમે
 ના અમને બેસાડો છે ના એમને ઉઠાડો છો
 ઘડીમા જ ખસી જાવો ખરાં છો તમે…ઓ ખુરશીબેન ખરાં છો તમે.”
=========================================
સ્વપ્ન જેસરવાકર