Tag Archives: સ્વપ્ન..લાલ્યો..પૈણું..ચેદાડા..કરતોતો..છોરો…કથા

ગોદડિયો ચોરો…ચેદાડાનો પૈણુ પૈણુ કરતોતો

ગોદડિયો ચોરો…ચેદાડાનો પૈણુ પૈણુ કરતોતો
===============================================
cropped-11.jpg
ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે. ઠેર ઠેર દુંદાળા ગજાનન ગણૅશની
પુજા અર્ચનાનાં ઢોલ નગારાં વાગી રહ્યાં હતાં . ભાવિક ભક્તો ને બાલ ગોપાલ
મંડળના હોંકારા પડકારા સંભળાતા હતાં ત્યાં જ વાતાવરણે પલટો ખાધો ને
ધોળા ઝભ્ભા ને કેસરિયા ખેસવાળા ફટાકડા ફોડી આનંદ ઉત્સવની હોળીનો
કેસરિયો ગુલાલ ઉડાડી જોરશોરથી ગાજવા લાગ્યા.
મેં પુછ્યું અલ્યા કોદાળા આ બધી શાની ધમાલ છે. કેમ આ બધા નાચે છે ?
કોદાળો કહે એ તો ” મોહને ભાગવતનો ઉપદેશ આપ્યો કે રાજના નાથે જેમ
ભાગવત કથાના શ્ર્લોક હોય તેમ જ કથાનું વાચન કરવું. બીજા કોઇ ગુરુનાં
પુસ્તકો વાંચવા નહિ ને નરેન્દ્ર મહિમાનું સતત અધ્યન કરવું એ આદેશ જેવું
જ થયું એના આનંદમા આ બધા ખબુચિયા નાચે છે ને ગાય છે “
એમની પાછળ મહિલાઓ ને યુવતીઓ સાથે ડોસીઓનું ટોળું ગરબા ને હિંચ
લેતું રમણે ચડ્યું હતું ને ગાતું હતું.જોકે મહિલાઓ યુવતીઓ બેચાર આંટા દઇને
થાકી ગઇ હતી પણ ડોશીયો ખરી ઝમઝમાટ વળગી હતી.
 
“છોરો ચેદાડાનું પૈણું પૈણું કરતોતો
 
પેલો લાલ્યો તો એને લટકાવતોતો….છોરો ….
 
એ તો વની વનીનાં ઝભલાં પે’રતોતો
 
એ વની વનીની પાઘડીયો પે’રતોતો…છોરો..
 
પેલો લાલ્યો એમાં લંગર નાખતોતો
લાલ્યો ભૈઓ બોનોને ચડાવતોતો….છોરો.”
એક બહેને પુછ્યું “માજી તમે ક્યારથી ભાજપના ભવાઇ મંડળમાં જોડાયાં ?”
“આ વાહંતી (હેમામાલિની શોલે)ને તુલહી (સ્મૃતિ ઇરાની -સાસ કભી બહુ થી)
ભાજપમાં ભળ્યાં એ દન (દિવસ) થી. તા’રથી  ઇવડી ઇ ચકલીયો ફટાકડીયો
ફટફટ બોલે સે ને ફિલમ જેવા હંવાદો (સંવાદો) બોલતી લટકા કરે સે (છે)”
તા’રથી એમની દિવાની અમારા જેવી ચેટલીય (કેટલીય)ડોશીયો પણ
કેસરિયા દુપટા લગાવી ભાજપનાં ભજિયાં તરીયે (તળીયે) સિયે (છીએ)
બરાબર કુદીને થાકયાં એટલે “કંકુબા જીવીબા હમજુબા નાનીબા ગંગાબા
ચેહરબા ગોદાવરીબા કાશીબા મુરીબા ઝમકોરબા છીંકણીના સડાકા લેવા હેઠાં બેઠાં.”
મેં કનુ કચોલાને કહ્યું  આ માજીઓ માટે મમરા સેવો ને ગાંઠીયા લઇ આવ.
ગાંઠીયા મમરા સેવો આરોગતાં પુછ્યું “માજીઓ તમે આ લાલજીને ક્યાંથી ઓળખો.”
ઝમકોરબા એમના ટોળાના આગેવાન હતાં ને બધાં માજી ૭૫ થી૮૦ની ઉંમરનાં હતાં.
ઝમકોરબા કહેજો ધોધરીયા (ગોદડિયા) જા’રે (જ્યારે) ગોંધી (ગાંધી)બાપુ
પેલા ધોરિયા( ધોળિયા-અંગ્રેજો) વાંહે (પાછળ)મંડેલા (પડેલા) તા’રે (ત્યારે)
આ લાલજી આસુ કાસુ નાસુ વાસુ હોડનાની ફોડનાની મલકાની એવા ચેટલાય
આ મલકમાં તોંના(ત્યાંના) હિંધ (સિંધ)પોંત(પ્રાંત)માંથી વછેરાની માફક વસુટેલા.”
કંકુબા કે” ઝમકુડી ચિયો ( કયો) લાલજી ને તું ચમની (કેમની)હોર્ખું (ઓળખું).”
અલી કંકુડી “તને હમજ (ખબર) સે (છે) કે નૈ (નહી) આ ચોવી (ચોવીસ) વરહ
(વરસ)પે’લાં (પહેલાં) રોમ (રામ) જાતરા (યાત્રા) હોમનાથથી (સોમનાથ)
અયોધા(અયોધ્યા)કારેલી (કાઢેલી) તા’રે હાત (હાથ) અલાવતો (હલાવતો)
પેલો બોડિયો(ટાલવાળો) ઘૈડો  (ઘરડો) ડોહો (ડોસો) પેલી મોતર (મોટર) પર
બેહેલો (બેસેલો) એ જ આ લાલજી.”
ગોદાવરી બા કહે ” ઇવડા ઇ રોમ (રામ)જાતરાએ નેકરેલા (નિકળેલા) ત્યારે
બુમો પાડતા કે અમે રોમની મોટી દેરી (મંદિર)બનાઇશું પણ જાતરા પછી આ
ચટનીયો(ચુંટણીયો) આવે સે (છે) તે મત ઉગરાઇ (ઉઘરાવી) આપડાં (આપણાં)
બધોંય (બધાય) ને ઇવડા રોમ રોમ (રામ રામ) કરી દે સે (છે) “
મુરીબા કહે ” પાસા ( પાછા) હાત (હાથ) અલાઇ (હલાવી) કે સે (કહેછે)
આવજો અમારૂ કોમ (કામ)પતી જયું (ગયું) ને પાછા બે ઓંગરીયો ( આંગળીયો)
બતાઇ(બતાવી) કે સે ચેવા (કેવા) ઉલુ (ઉલ્લુ) બનાયા (બનાવ્યા) તમને !”
નાનીબા કે’ “એ ડોહો (ડોસો) પચા (પચાસ) વરહે (વરસે) બોડિયો ચમ (કેમ)
થૈ (થઇ)જ્યો (ગયો).”
ચેહરબા કે’ (કહે) “ઇવડો ઇ (એવડો) એ ચાલી (ચાલીસ) વરહનો અતો (હતો)
તારનો (ત્યારનો) મોથે (માથે) તપલી (ટપલી) માર્તો (મારતો) જાય ને બબરે
(બબડે)  કે ઉં (હું) પરધોન (પ્રધાન) મતરી (મંત્રી) ચારે (ક્યારે) બનીહ (બનીસ)
એ મોથે (માથે) તપલી (ટપલી) મારેને દહ (દશ) બાર વારછા (વાળ) તુતી
(ટુટી ) પરે (પડે) એમ કર્તાં (કરતાં) એ લાલ્યો (લાલજી ) બોડિયો થૈ ( થઇ)
જ્યો (ગયો)”
કંકુ ડોશી કે’ “અલી ઝમકુડી અવે મારે ગેર (ઘેર) જવું પદશે (પડશે) ચમકે
(કેમકે)આ ડોહા (ડોસા) ગેર (ઘેર) આયા (આવ્યા) અસે (હશે) ને એ ભુખે
ભેંતે (ભીંતે)ઓંકોડી (વાંકી) લાકડી પસાડતા ( પછાડતા) અસે (હશે) ને
બબરતા ( બબડતા)અસે કે’ આ કંકુડી ચ્યોં (ક્યાં) મરી ગૈ (ગઇ) આ પેટમાં
બલાડાં (ભુખે બિલાડાં )દોરે (દોડે ) સે ને ત્યોં (ત્યાં) ડોશી મંડર (મંડળ)માં
છેંકણી (છિંકણી)ના હડાકા (સડાકા) લેતી ગોમ (ગામ) ને મલક આખાની
વાતોનાં વડાં તરતીયો  (તળતી) અસે. એતલે (એટલે) હું હેંડી (ચાલી )”
ઝમકુ ડોશી કહે “ઓવે મારેય ડોહો ગર (ઘર) મોથે ( માથે) લૈ (લઇ ) ફરતો
અસે એટલે કોક  શકરવારે (શુક્રવારે) ભતરીજો (ભતત્રીજો) સેલો (ચેલો) ને
ઇનદી (હિન્દી) ને વસનો (વચનો)એ વાતોનાં ભજિયાં તરીશું (તળીશું)
એ આવજો રોમ રોમ (રામ રામ) જેસી કશન (જય શ્રી કૃષ્ણ)
ગાંઠીયો-
“ખુરશી ક્યારેક અનહદ ખુશી અપાવે છે
એ જ ખુરશી ક્યારેક નાખુશી જન્માવે છે “
=======================================================
સ્વપ્ન જેસરવાકર