Tag Archives: સ્વપ્ન..વચનો..ભતરીજો…ચેલો..કથા..ગોદડિયો.

ગોદડિયો ચોરો…વચનો..ચેલો.. ભતરીજો

ગોદડિયો ચોરો…વચનો..ચેલો.. ભતરીજો
==================================================
ગોદડીયો ચોરો
ખમીરવંતી ખંભાતના ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે .
શ્રાધનાં ભારે ભોજન ઝાપટી ચર્ચાનું ચકડોળ ઘમ્મર ઘમ ઘુમતું
શહેર રાજ્ય અને દેશ – દેશાવરની વાતોનાં વલોણાં ઘુમાવી
મસાલારુપી વાતોનું માખણ કાઢતું હતું.
ત્યાં જ કોદાળા ને કચોલાની આગેવાની હેઠળકંકુબા જીવીબા
હમજુબા નાનીબા ગંગાબા ચેહરબા ગોદાવરીબા કાશીબા મુરીબા
ઝમકોરબાઓનું ટોળું હાંબેલાં (સાંબલાં )સાથે યુધ્ધ મેદાનામાં જઇ
રહ્યાં હોય તેમ પ્રવેશ્યું ને છીંકણીના સડાકા લેવા હેઠું બેઠું.”
એમની પાછળ ગોરધન ગઠાની રાહબરી નીચે ધોતિયાધારી એવા
કાકાઓ વાઘજી વાઘ હરમાન હડકાયો ચતુર ચોટલી ગબજી ગોદો
રણછો રોકડી અમરત શકુની હરજી હોકલી સાથે કેટલાક યુવાનો ને 
યુવતીઓ સાથે પ્રવેશ્યાં.
આ બધાને ગવારા ટાવરે પોલિસ ચોકીએ બેઠેલા જમાદાર
જંગલસંગે જોયેલા એટલે એ બીજા બે જમાદાર નાગજી નાગોડ
ઝુલ્ફી ઝોંપડીને લઇ ગાદલા તલાવ હાંફળા ફાંફળા દોડતા
પહોંચેલા.
ત્યાં જ નારણ શંખ મમરા સેવ ને ગાંઠિયા લઇને આવ્યો બધાંય
નાસ્તાની મઝા માણતા સસ્તાં વચનો ભતરીજા ગુરુ ચેલા ને ઇન્દી
(હિન્દી)ની વાતોનાં ભજિયાં ઉતારતાં ચટપટી વાતોએ વળગ્યાં.
કંકુડી કે’ (કહે) “ ઝમકુડી ગયે ફેર (ગયા વખતે) પેલા
વસનો(વચનો) જંદા (ઝંડા) ફરકાવતી) એનું રોમાયણ (રામાયણ)
કે’ (કહે).”
ઝમકુએ છેંકણી (છીંકણી)નો લોંબો (લાંબો) હડૈકવો(સડકવો) માર્યો .
 “અલી બુનો (બહેનો)  કમરવારાઓ (કમળવાળા-ભાજપ) એ પેલી
રોમ (રામ) જાતરા (યાત્રા)કાડેલી (કાઢેલી)ને કે’તાતા (કહેતા હતા)
કે અમે અયોધામોં (અયોધ્યામાં) રોમનું મોટું દેરુ (મંદિર) બંધાઇશું
પણ ના બનાયું ને ચેદાડાના વાયદા જ કરે સે (છે)”
કાશીબા કે’ “ઓવે મારા ભૈ (ભાઇ)ના હારોંએ (સાળા)ના બનાયું.”
ઝમકુબા કે“રોમ (રામ) વસન (વચન) પારતા (પાળતા) અતા
એના બાપાના વસને એ વનમોંય (વનમાંય) ગયેલાભુચ્યા
(ભુખ્યા) ને તરહ્યા(તરશ્યા)રખડેલા. બોન એના કરતાં આ કમર
(કમળ)વારા જો કશન (કૃષ્ણ)ને ભજે તો બવ હારુ ચમકે (કેમકે)
એ કોઇ દિ’ વસન પારતા જ ન’તા(નહોતા) જો ગીતામા ક્યુ (કહ્યું)
કે’ ઉ (હું) આઇશ (આવીશ) પન (પણ)હજુ હુધી (સુધી)નથી આયા.
કે ચ્યારે (ક્યારે) આયેશ (આવીશ) એનો ફોડ પારતા (પાડતા)નથી”
ગોદાવરીબા કે’ “ઓવે (હોવે) જોને પેલા અરજણ (અર્જુન)ને એવો
તોચડાયો (ચઢાવ્યો) કે એના ગરુ (ગુરુ) ધોણાચાર (દ્વ્રોણાચાર્ય)ને ય
મરાઇ (મરાવી) નોંખ્યો (નાખ્યો)”
ચેહરબા કે’ ” ઓવે જોને જુધમોં (યુધ્ધમાં) અથિયાર (હથિયાર) નૈ
(નહિ) ઉપાડું એવું કઇ (કહી) રથનું પનડ્યું (પૈડું) લૈ (લઇ) ભિસમ
(ભિષ્મ)ને મારવા દોડેલો.”
અમરત શકુની કહે ” એ દાદાને છોકરા પોંહે (પાસે))મરાઇ(મરાવી)
ભાલોડા પર છો (છ)મૈના (મહિના) હુવડાઇ (સુવડાવી) રાખેલો ને
પાછો અસતોતો (હસતોતો)”
રણછોડ રોકડી કે “અલી ઝમકુ તું પેલા સેલા (ચેલા) વિશે કેતી’તી ને.”
ઝમકુબા કે’ ” જો ડોહા (ડોશા) બધાય સેલા ગરુ (ગુરુ)ઓને
સેતર’તા(છેતરતા) હોય છે. આ સેલો (ચેલો)નું ઉંધુ લખો તો
“લોચે” થાય એમ બધા ચેલા “લોચેબાજ” જ હોય છે વખત
આયે મઢી ઝુંપડી દર દાગીના ખુરશી ખુશી બધુંય છીનવી લે છે.”
હમજુબા કે‘ “ચેલાઓની ચટપટી બવ (બહુ) અટપટી હોય છેગુરુની
ગોદડી ને ઘરવખરી સાથે ઘરવારીય લઇને જતા રહેતા હોય છે.”
નારણ શંખ કહે ” હોવે અત્યારે ગુરુ પાસેથી શીખેલી ચાવી લઇને
ચેલાઓ ગુરુને દ્વ્રોણાચાર્યની જેમ ચપટી વગાડતાં વધેરી નાખે છે..”
“!!!!! જાયે તો જાયે કહાં.”???
મુરીબા કે” મેલ પુરો (પુળો) એ સેલાઓના ચુલામાં ને પેલા
ભતરીજાની વાતોનાં ભૈડકાં (ભૈડકું= ભોજનનો એક વાનગી)
જલ્દી ભરડવા માંડ”
કાશીબા કે “જો બોન (બહેન) આ ભતરીજો એટલે કાકાનો દિકરો
મામાનો દિકરો કે પછી ફોઇનો દિકરો ભાઇનો દિકરો ને ગુરુનો ચેલો
આ બધા ભતરીજા જ કહેવાય.”
ઝમકુ કે’  “બોનો ઉ (હું) ભતરીજાની વાત કરું છું એ ભતરીજો જુદો
જ છે.કૈઇક જવું હોય હારો (સારો) કે માઠો પરસંગ (પ્રસંગ) હોય કે
પસી(પછી) સારી જગા મલવાની હોય તા’રે (ત્યારે) તૈણ (ત્રણ)
જાતના ભય નડે.”
ગબજી ગોદો કે‘  એ ચેમનું (કેમનું) હારું (સાલું) હમજાયું (સમજાયું) નૈ
ઝમકુબા કે’ “હોંભરો મારી બોનો (બહેનો) જા’રે (જ્યારે ) હારું કોમ
(કામ) લઇને બેહીએ (બેસીયે) તા’એ પે’લો (પહેલો)વિરોધીયોનો
ભય હોય પસી (પછી) તો આપણાં હગાંવા’લાં (સગાંવહાલાં) કે
પક્ષનો ભય હોય ને સેલ્લે (છેલ્લે) ઘરનાંજ ગાટકી (ઘાતકી) થાય
એમ તરીજો (ત્રીજો) ભય આપડાં (આપણાં)અંગતનો હોય.”
હરજી હોકલી કે’  હાચી (સાચી)વાત કૈ (કહી)  લાખ ટકાનીવાત.
“આ જુઓને આ હરદ (શરદ)પવારને એનો ભતરીજો અજીત પવાર
બાલ ઠાકરેને એનો ભતરીજો રાજ ઠાકરે મેનકા ગોંધી (ગાંધી) ને એનો
ભતરીજો રાહુલ ગોંધી ને રાહુલની મા હોનિયા (સોનિયા) ગોધીને
એનો ભતરીજો વરુણ ગોંધી દીનુ સોલંકીનો ભતરીજો શિવો એમ
હંધાય ભતરીજા ગરહો (ગ્રહો)ની જેમ નડ્યા જ કરે છે ને .”
“ હમજી (સમજી)લેજો કે’ ભતરીજો નહિ પણ “ભયત્રીજો ” જ કહેવાય.”
આ બધી ચર્ચાને સાંભળવા લોકોનું મોટું ટોળું જમા થઇ ગયુ ને
કોલાહલ થયો. એટલે જમાદાર જંગલસંગ ને નાગજી નાગોડ સાથે
ઝુલ્ફી ઝોંપડીએ બધાયને વિખરાઇ જવા ચેતવણી આપી
ઝમકુ કે‘ “મારા રોયા વાતોમાંય હખ (સુખ) પડવા દેતા નથી.
હેંડો (ચાલો) અવે હવે) ઇન્દી (હિન્દી)ના હબૈડકા (સબડકા) ફરી કોક
શકકરવારે ભૈડીશું.”
ગાંઠિયો=
  અસલી દુશ્મનકા ઠીકાના કહાં હૈ
  વહ તો અપને ઘરકે પાસ રહતેં હૈ.”
===========================================
સ્વપ્ન જેસરવાકર