Tag Archives: સ્વપ્ન..વટહુકમ..કટહુકમ…ઓબામા…મનમોહન..

ગોદડિયો ચોરો…વટહુકમ ને કટહુકમ.

ગોદડિયો ચોરો…વટહુકમ ને કટહુકમ.

=======================================

ગોદડીયો ચોરો

મંગલમયી મા નવદુર્ગાના પાવન પ્રસંગો રુપી શુભ

નવરાત્રિના દિવસો વાજતે ગાજતે ઉજવાઇ રહ્યા છે.

અબાલ વૃધ્ધ સાથે યુવાધન પણ ઢોલના ધબકારે હૈયાના

ઉમળકે રંગબેરંગી પોશાક્માં ગરબે ઘુમી થનગની રહ્યું છે.

નવાબી નગરી ખંભાતની શેરી મહોલ્લામાં માતાજીના

અવનવાં રુપોની થયેલી સ્થાપના ઝાકમઝોળ રોશની એ

દૈદિપ્યમાન રુપે સોહી રહી છે.

ખુબી ખંભાતની એ છે કે તમે પચ્ચીસ ડગલાં માંડો તો મંદિર

દેવાલય શિવાલય મસ્જીદ કે જૈન મંદિર અવશ્ય નજરે અચુક

પડે જ ને પડે જ . એવી ધર્મ ભાવનાવાળી પ્રજા છે.

નારણ શંખ ધૃતરાષ્ટ્ર ગોરધન ગઠો ગાદલા તલાવે ગોદડી

પાથરી બેઠા હતા ત્યાં જ કોદાળો કનુ કચોલું અઠો બઠો સાથે

પેલા કાકાઓ કે જેઓ ગોદડિયા ચોરાના કાયમી આમંત્રિતો

બની ગયેલા તે  “જ્ય આદ્યા શક્તિ મા  “ ગાતા પ્રવેશ્યા.

ધૃતરાષ્ટ્ર કહે “ઓ આરતીની અલબેલી દીવીયો તમને ખબર છે

કે આ આરતીનું પ્રથમ ગાન ક્યાં થયું ને કોણે ક્યાં લખી હતી.?”

પેલા બધા એક સાથે કહે ” ના રે ધૃતરાષ્ટ્રજી નારે ના..ના.ના”

નારણ શંખ કહે “સુરતના શ્રી શિવાનંદ સ્વામીએ ખંભાતના

ચોકસીની પોળમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના પાટોત્સવ

સમયે ત્યાં લખી હતી. પ્રથમ વાર એનું ગાન ત્યાં જ થયું હતું .”

તેવામાં હું બગાસાં ખાતો ધીમે ધીમે ચોરામાં પ્રવેશ્યો.

કોદાળો  અલ્યા ગોદડિયા કેમ કાલે મોડા સુધી ગરબા ગાયા.?

મેં કહ્યું ભાઇ ગરબા પછી ઘેર ગયો તો નિંદરમાં સપનાંના

સોગઠાંનાં એવાં ગુંચળાંઓ વળગ્યાં કે એવું નવતર જાણ્યું !

નારણ શંખ કહે હવે ચક્લાં ચુંથ્યા વિના જે હોય તે કહી દે.

મેં કહ્યું જુઓ “ઘાસચારામાં લાલુજી ફસ ગયા બેચારા ને સિરસા

જેલ સરસા થઇ ગયા. રશીદ મસુદ વજુદ વગરના થઇ ગયા.”

હવે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને નષ્ટ કરવા બધાય ભેગા

મળીને વટહુકમના વટાણા વેરવા તૈયાર થઇ ગયેલા પણ

રાષ્ટ્રપતિજીએ  નારાજી પ્રગટ કરેલી એટલે ગાડું અટકેલું .

જેમના માથે સુપ્રિમ કોર્ટના ચુકાદાની અસરનાં ઓટલા

ચણાવાના હતા એવા નફ્ફ્ટ નેતાઓ લાખેણા લલ્લુને

મલવા તો કેટલાક લાલુ શું કરે છે એ જોવા જાણવા ને

હવે આ માટે શુ કરવુ એ વિચારવા માટે સિરસા જેલમા

જમીન સરસા થઇને પહોંચ્યા.

એ ટોળકીમાં મુલાયમ માયાવતી જયલલિતા કનિમોઝી રાજા

કલમાડી લાલજી અમિત  બાબુભાઇ પરસોતમ વરુણ  નાગર

મદરેણા પ્રકાશ જયસ્વાલ બેની કટિયાર જેવા ધુરંધરો હતા.

લાલુ કહે “ધત..ફત.હ્ત.યે સબ નિતિશવાકા કિયા ધરા હૈ.

ઓર ઇસકી સંગતમેં યે સોનિયાજી બછરા આ ગયા હૈ “

બેની “અબ સબ બાતોંકા કાદવ મીટાકર સોચો ક્યા કરના હૈ.”

લાલુજી “ધત સાલા હમકુ કાદવ કેહતા નિકાલો ઇસકો યહાં સે”

અમિત  ” સોચો કીસે બુલાયેં તો વીટો લગાકે યે કાયદા ફેંક દે “

બાબુ કહે ” ભૈયા વીટોકા પાવર કીસકે પાસ હૈ યે પહેલે સોચો “

મુલાયમ “અગર નવાઝ શરીફકો યહાં બુલાયે તો કૈસા રહેગા”

માયાવતી ” દેખા સોચનેમેં ભી મુસ્લિમ વોટકી ચિંતા હૈ.અગર

શરીફ આયેગા તો ગદ્દી મિલનેકે બાદ વાપસ નહિ જાયેગા”

પરસોતમ“હમ કઇ દિનોકે લિયે રશિયાકે પુતિનકો બુલાયે તો”.

રાજાવો રાસ્પુતિનકો ભેજેગા તો આશા જેસા તમાશા હોગા.”

કનિમોઝી કહે ” શ્રીલંકાકે રાજપક્ષેકો બુલાયે તો કૈસા રહેગા.”

લાલુજી કહે “દેખા તમિલ વોટકી ચિંતા. જો લંકાકા રાવણ

આયા તો સબ ખા જાયેગા ફીર હમ સબ રાવણકા ક્યા હોગા. .”

મદરેણા કહે ” દેખો સબસે અચ્છા જાપાન ઓર કોરિયાકે

પ્રધાનમંત્રીકો બુલા લો વો બોલેગા તો ના તો પ્રજા સમજેગી

ના તો કોર્ટ સમજેગી ઓર અપના કામ બન જાયેગા.”

મુલાયમ કહે “વો બોલેગા હમ નહી સમજ પાયેંગે ઉસકા ક્યા.”

લાલુજી કહે ” સહી બાત   પરજા મુલાયમ બોલતા હૈ વો નહી

સમજ શકતી હૈ તો વો બુચિયોંકી બાત કહાં સમજેગી.”

લાલજી  “ઓબામાકો વિટો લગાનેકી સતા હૈ ઉસે બુલાયે તો?”

લાલુજી “યે બાત સહી હૈ . દેખા અડવાનીમેં અભી ભી અક્કલ હૈ.

ફોગટમેં ભી યે ભજપાવાલે ઉનકી બાત નહીં સુનતે હૈ.”

પ્રતિનિધિ મંડળ દરખાસ્ત લઇને મનમોહનજી પાસે ગયું.

મનમોહન કહે “અબ ચુનાવકા કઇ માસ બાકી હૈ ઉસકે પહેલે

આપ મુઝે ગદ્દીસે ઉઠાવોગે યે આપને તય કર લિયા હૈ ક્યા.?”

એટલામાં અમેરિકાના પ્રમુખ ઓબામાજીનો ફોન રણકે છે.

.ટ્રીગ..ટ્રીગ.ટ્રિંગ….ટરરરરર…..ટ્રિંગ…

“હલો આઇ એમ ઓબામા સ્પીકીંગ.હાઉ આર યુ મેન મોવનજી ”

મનમોહનજી “આઇ એમ ફાઇન ઓર નોટ ફાઇન. માય કંટ્રી

પોલિટીશિયન હેઝ વટહુકમ વેરી સિરીયસ પ્રોબ્લેમ”

ઓબામા “ધેર વટહુકમ પ્રોબલેમ હીયર કટહુકમ પ્રોબલેમ.”

” હીયર રિપ્બ્લીકનવાલે આડે ફાટિંગ બખેડા શરુ કરીંગ એન્ડ

બજેટ નોત પાસિંગ.ધે અડીંગ ફોર કટહુકમ.”

“બજેટ ઈઝ કટ ડાઉન ધેન ઓલ અમેરિકા ઇઝ શટડાઉન”

” લિસન યુ આર અર્થ શાસ્ત્રી એન્ડ યુ હેવ એક્સ્પિરીયન્સ ફોર

વર્લ્ડ બેંક પ્લિઝ ગીવ મી સમ ઍડવાઇઝ ટેક મી ધીસ

સિચ્યુએશન ઇન કોઠી ટુ આઉટ કાઢીંગ.”

મન મોહન  હલો ઓબામાજી આઇ સમ ડીસ્કસ વીથ પાર્ટનર

એન્ડ આઇ વીલ કોલ બેક ટુ યુ. ઓકે

ઓબામા” ઓકે યુ ટોક ઢોતી (ધોતી) હિદમ્બરમ (ચિદંબરમ)

એન્ડ ઓલ અધર એન્ડ પ્લીઝ ફાઇન્ડ સમ સોલ્યુસન.”

 મનમોહનજીએ સાથીયો સાથે ચર્ચા આરંભી .

મુલાયમ લાલજી જયલલિતા કહે” એસા કરો મનમોહનજી

ઓબામાજીસે કહો તુમ પાંચ પ્રધાન લેકે ઇધર આ જાઓ

ઓર આપ સબ પાર્ટીકે  દશ  લોગોકો લેકર ઉધર ચલે જાઓ.”

એસે આપ “વહાં કટડાઉન પ્રોબલેમ સોલ કરના ઓર ઓબામા

યહાં વીટો લગાકર સુપ્રિમ કોરટકા ઓર્ડ્રર ખતમ કર દેંગેં.”

મનમોહનજીએ અમેરિકા ઓબામાને ફોન લગાવી કહ્યું કે……

“મિસ્ટ્ર્રર પ્રેસિડેન્ટ  ઓન્લી ફોન ગીવ એડવાઇઝ નો પ્રોબ્લેમ

સોલ્વ્ઝ ઇફ યુ ટેક સમ મિનીસ્ટ્રર એન્ડ કમ હીયર એન્ડ  સોલવ

માય વટહુકમ પ્રોબલેમ એન્ડ આઇ કમ ધેર વીથ સમ મિનિસ્ટ્ર્રર

એન્ડ સોલ્વ્ઝ યોર કટહુકમ પ્રોબલેમ.”

ઓબામા સેઝ “ફાઇન ફાઇન . યુ ગીવ ધ ગ્રેટ આઇડિયા ફોર

અમેરિકા ઇન ટ્ફ સિચ્યુએશન.”

યુ આર ગુડ પર્શન . યુ આર ગુડ ફ્રેન્ડ્ઝ અસ.

સેત સારી ઓકાલ . ધો ભોલે વો નેહાલ.”

(સત સરી અકાલ જો બોલે વો નેહાલ)

હવે જ્યારે વડાપ્રધાન મનમોહનસિંહ અમેરિકાના વાઈટ

હાઉસમાં ને પ્રેસિડેન્ટ ઓબામા ભારતના ૭ રેસકોર્સમાં પધારે છે

ત્યારે કેવા કેવા છબરડા સર્જાય છે તે માટે વાંચો.

               ” ગોદડિયા ચોરો “

 

ગાંઠિયો

“હમેં તો લુંટ લિયા હૈ સબી અપનેવાલોંને

સતાકે દલાલોંને કાલે કાલે કોટવાલોંને “

=================================================

સ્વપ્ન જેસરવાકર