Tag Archives: સ્વપ્ન..શાસ્તર..ચુંટણી..માસ્તર..કથા..ચોરો..ગોદડિયો.

ગોદડિયો ચોરો…માસ્તરોનુ ચુંટણી શાસ્તર

ગોદડિયો ચોરો…માસ્તરોનુ ચુંટણી શાસ્તર
==================================================
ગોદડીયો ચોરો
સુતરફેણી ને હલવાસન જેવી મિઠાઇ માટે ગુજરાતમાં પ્રખ્યાત એવા
ખંભાત શહેરના ગાદલા તલાવ કાંઠે ગુજરાતી શાળાના માસ્તરોનું જંગી
સંમેલન ભરાયું હતું.
“છઠ્ઠું પગાર પંચ મોઘવારી ભથ્થું સારવાર ભથ્થું જેવી અસંખ્ય માગણીઓ
સરકાર ધ્યાને લેતી નહોતી પરિણામે  સંમેલનમાં હાજર રહેલ શિક્ષકગણ
આક્રોશ સાથે સરકાર સાથે લડી લેવાના મુડમાં શાળામાં જેમ બાળકો ઉપર
ગુસ્સો કાઢે તેમ ઉચ્ચારણો કરતા નજરે પડતા હતા.”
મોહનલાલ કહે ” જોને આપણો નાણા મંત્રી ડફોળ છે.અક્કલ વગરનો છે.”
ધનજીલાલ કહે ” ડફોળ નહી લ્યા ગધેડો છે. એને સરવાળાનું ભાન નથી.”
કંચનલાલ કહે ” આપણો શિક્ષણ મંત્રી તો લ્યા ચાર ચોપડી જ ભણેલો છે.”
કમળાશંકર કહે ” આપણા જેવા કોક માસ્તર પાસે ભણ્યા હશે ત્યારે નાગા
પુંગા ફરતા હશે મારી ધમકાવી ને શિખવાડ્યું હશે .”
વાસુદેવ કહે ” ભાઇઓ એ સાંબેલા જેવાને આપણે ભુંગળ જેવો બનાવ્યો
ને હવે ચુંટાયા પછી એ ભુંગળો ભાષણો ગજવે છે પણ આપણું સાંભળતા
જ નથી. મારા વા’લા સાંબેલા જેવા જ બની ગયા છે.”
(ભુંગળને વગાડીયે તો અવાજ આવે પણ સાંબેલા વગાડી ના શકાય)
નરભેરામ કહે “પણ હવે આમનો કાન આમળવા શું કરવું.”
“રાજકારણના રસિયા એવા ગોદડિયા માસ્તર કહે ચુંટણી લડવી જોઇએ.”
નારણ શંખ કહે ” આપણે ઉમેદવારો ઉભા રાખી એસેમબ્લીમાં જવું .”
જટાશંકર કહે ” ઓ અંગ્રેજીના ઉકરડા આપણે ગુજરાતી નિશાળના માસ્તરો.
આપણે બધાજ વિષયો ભણાવવાના ને ગુજરાતી નિશાળમાં અંગ્રેજી ના હોય
એને એસેમ્બ્લી નહિ પણ ” કાયદા મંદિર “ કહેવાય.”.
“ત્યાં તો હોંકારા પડકારા થવા લાગ્યા ચુંટણી લડો ઉમેદવારી કરો સરઘસો
કાઢો સભાઓ ભરો સુત્રો લખો વાલીઓને સમજાવો જનતાને જગાડો.”
બસ પછી તો ઉમેદવારોની યાદી તૈયાર કરી ચકાસણી કરવા માંડી.
“ચંદુલાલ ચકલાશંકર કહે ભાઇ કોરા કાગળ પેન્સીલો રબર લાલ ભુરી પેનો
લાવી આંકણી (ફુટપટ્ટી માપનો ગોળ ડંડો) વડે નમુના પત્રકો બનાવો.”
ગોરધન ગઠ્ઠો, કનુ કચોલું ,લલ્લુ લખોટી , ડાહ્યો ડસ્ટર એમ ખાનાં દોરીને
પત્રકો આંકવા લાગ્યા.”
“(૧)અટક (૨) નામ (૩) પિતાનું નામ (૪) સરનામું (૫) ઉંમર (વર્ષ-માસ)
 (૬)જન્મ તારીખ (૭) ભણતર– (અ) વર્નાક્યુલર ફાઇનલ (બ) મેટ્રીક અથવા
મેટ્રીક નાપાસ (૮) અનુભવ એવાં ખાનાં પાડ્યા ને પત્રકો તૈયાર કર્યાં.”
જનકલાલ ને જમનાશંકરે પત્રકોની ચકાસણી કરી લગભગ ૧૦૦ જેટલાં નામ
અલગ તારવી દરેકને ચુંટણીમાં ઉમેદવારી કરવા સુચનાઓ આપી.
“ઘણા માસ્તરોએ માંદગીની રજાઓ લીધી કેટલાકે કપાત પગારી રજાઓ લીધી.
ચુંટણીના ખર્ચા માટે પોવિડંડ ફંડ કે કેટલાકે ધીરાણ સોસાયટીમાંથી ઉપાડ કર્યો.”
ઉમેદવારી પત્રક ભરીને ચકાસણી થયા પછી ૭૫ જેટલા ઉમેદવારોનાં ફોર્મ
યથાર્થ ઠર્યાં એટલે ચુંટણીના ધમધમાટ શરુ થઇ ગયો.
કમળશંકરે ચુંટણી પંચમાં જઇ નિશાન માટે ચર્ચા કરી બધા માટે એક નિશાન
માગ્યું પણ ચુંટણી પંચે કહ્યું આપનો પક્ષ નોંધાયેલ નથી માટે ન મળી શકે.
“આખરે નિશાનમાં કાળું પાટિયું, ડસ્ટર, ચોક ,ટેબલ ,ખુરશી, નક્કી કર્યાં.”
મોહનલાલ માસ્તરે ઉમેદવારોની સભા ભરી ને સિધાંતોનું સંભાષણ રજુ કર્યું.
“ભાઇઓ આપણે સમાજને જગાડવાનો છે . કોઇની માનહાનિ થાય એવા શબ્દો
આપના સંભાષણમાં ના વપરાવા જોઇએ. દારુ કે નાસ્તા કે બીજી કોઇ વસ્તુની
લાલચ મતદારોને આપવી નહિ. કાયદાઓનું પાલાન કરી લડાઇ લડવી.તો
જાવ હવે કામે લાગી જાવ ને પરિક્ષામાં ઉચ્ચ્તમ ગુણ મેળવી સફળ થાઓ.”
બસ પછી તો વિષય નિપુણતા યોગ્ય માસ્તરોએ કામગીરી સંભાળી લીધી.
ચિત્રકામના નિષ્ણાત માસ્તરોએ ઉમેદવારો માટે કાપડના ઉપર નિશાન સાથે
નામ વિગેરે લખી તૈયાર કર્યા.
સંચાલન નિપુણતાવાળા સભા ક્યાં ને ક્યારે ભરવી એ નક્કી કર્યું.
“ગોદડિયા માસ્તરે સુચન કર્યું કે જે તે વિસ્તારના ઉમેદવારનું નામ અને નિશાન
બાળકોને ૧૦૦ વાર લખી લાવવા લેશન (હોમવર્ક) આપવું .”
જેમ કે..“ગોવિંદરામ  ગોદડિયારામ નિશાન ડસ્ટર એમ દરેક બાળક્ને ૧૦૦ વાર
ઘેરથી લખી લાવવા આપવું એથી એના મા બાપ પુછે કે બેટા લેશનમાં શું લખે છે ?
તો છોકરાઓ જોર શોરથી બોલશે ગોવિંદરામ ગોદડિયારામ નિશાન ડસ્ટર એવું
બોલશે એમ કરતાં મા બાપો ને આજુ બાજુ વાળાને યાદ રહી જશે.”
“શક્ય હોય ત્યાં બાળકોની પ્રભાત ફેરી કાઢી ઉમેદવારનું નામ ને નિશાન બોલાવવું.”
 
ચુંટણી પરિણામો ને કાયદામંદિરની ચર્ચા  આવતા અંકે……
 
ગાંઠિયો=
” માસ્તરો ચઢ્યા મમ્મતે ને ચઢ્યું ચુંટણીનું શુર
   વાચ્યા કરો ગોદડિયો ચોરો ચઢે  હાસ્યનું પુર “
========================================
સ્વપ્ન જેસરવાકર