ગોદડિયો ચોરો….ઓ મોડી સાયેબ આ હરજીની ટાલ ટાઇટ કરાવોને …???
======================================================================
ખંતીલા ખંભાતના ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે. શરદ પુનમ કેરા રાસોત્સવની
રમઝટ ગલીએ ગલીએ જામી છે. શાળાનાં ભુલકાં ને માસ્તરો તો અર્ધ વાર્ષિક કસોટીની
એરણે ચઢ્યા છે. દિવાળીએ તો બારણે ટકોરા મારવાની શરુઆત કરી છે એટલે વેપારી
આલમ નફા નુકશાનનું સરવૈયું કાઢી રહ્યા છે.
હું નારણ શંખ , ધૃતરાષ્ટ્ર, ભદો ભુત, અઠો, બઠો, કોદાળો, શકુનિ, ગોરધન ગઠો બેઠા બેઠા
નાનાલાલ મગનલાલના ચવાણાના ચટાકા ને ચાની ચુસકી લેતા હતા.
કનુ કચોલા સાથે “બૈરી બાખડીંગ “ (પત્ની–પિડિત) સંગઠનના સંયોજકો પશા પોટલી,
કરશન કોચલી, ગનુ ગંઠોડી, , હરજી હોકલી ને મોહન માટલી પ્રવેશ્યા.
મોહન કે‘ ” જો ભૈ મારે હવારથી (સવારથી) હોંજ (સાંજ) હુધી (સુધી) મારી ડોહલી
(ડોશી)ના ડફાકા એવા ચાલે કે મારે ને ડોહીને હોબામા (ઓબામા) ને પેલા ફુટીન (પુટીન)
જેમ ઓંછો (આંખો) વડે (વઢે). બધાય દિવારીએ (દિવાળી) ફટાકા ફોરે (ફોડે) પન (પણ)
અમે રોજ ધરાકા –ભરાકા (ધડાકા -ભડાકા) કરીએ છીએ. હું તો રોજ મોંટલું (માટલું) ભરીને
પીવ (પીવું) છું. એટલે બધાય મોહન મોંટલી કે‘ છે.”
ધની ધોકણ , સમજુ શાનપટ્ટી , ગંગુ ઘાંચણ , રમલી રખડેલ અને સાથે “ભાયડા તતડાવ”
(પતિ –પિડીત ) સંગઠન સંયોજક જમના ઝોંપડી પ્રવેશ્યાં.
ગંગુ ઘાંચણ કે‘ જોયું મારા ભૈ (ભાઇ)ના હગલા ગોધરિયાના (ગોદાડિયા) સોરામાં (ચોરા)
ગોમ (ગામ) ગપાટા કરવા ચોંટ્યા છે.
હરજી હોકલી કે‘ ” અવે મારી જમના ઝોંપડી ઓલા (પેલા ) ઢેબરીલાલ (કેજરીવાલ) જેમ ચ્યોં
ગ્યા’ તા (ક્યાં ગયા હતા) ચ્યમ જ્યા’ તા (કેમ ગયા હતા) એના ફુવારા (પુરાવા) ઉરાડશે . એનાં
ગરામોં (ગળામાં) ભગવોને (ભગવાને) ઓલા ઢિગવિજય (દિગ્વિજય) ની જેમ આવુત
ગોહિંગ (આઉટગોઇંગ) જિભડો (જીભ) મેલ્યો છે . એના મોંડામોં (મોંઢામાં) અન્ડર ખમિંગ
(ઇન કમિંગ) નું સોતરું (છોતરું) ભગવોને સોટાડયું (ચોંટાડ્યું ) નથી.”
જમના ઝોંપડી કે’ ” અલ્યા ડોહાનું ભૈડવા (ભરડવા)નું સાલું (ચાલુ) થાય પછી એની લુલી
(જીભ) જ્યોં ત્યોં (જ્યાં ત્યાં) લફસી (લપસી) જાય સે (છે)”
ગંગુ ઘાંચણ કે‘ ” ભૈ ખોદારા (કોદાળા) એમ કર પેલા દલ્લી વારા (દિલ્હી) ભૈ ને કાગર લખ.”
હવે કોદાળો તો પલિતો ચોંપવામાં બહુ ઉતાવળો એટલે કહે બોલો ઘાંચણ કાચી (કાકી)
એમને શું લખવું સે (છે) જરા મોંડી (માંડી- વિગતવાર ) વાત કરો.
રમલી રખડેલ કે’ હું ને બીજી ડોશીઓ બોલે એમ તું આ પોનિયામાં (કાગળમાં) લખતો જા.
હવે વાંચો ગોદડીયા ચોરે ચમકેલી ડોશીઓએ લખાવેલ પત્ર.
” મારા વા’લા ઇરાબોન (હિરાબેન)ના હરખીલા ઇરા (હિરા) નરિયા ભૈ (નરેન્દ્રભાઇ). તોં
(ત્યાં) દલ્લીમોં (દિલ્હીમાં) ફાઇ (ફાવી) ગયું હસે (હશે) . અંદાવાદ (અમદાવાદ) જેવી લાય
(ગરમી) પરે (પડે ) સે કે નઇ (નહિ) . લોકો કે તે કે તોં તાડ (ટાઢ-ઠંડી) બવ ( બહુ) પડતી હસે.
પેલો હિમાલો (હિમાલય) પા’ડ (પહાડ-પર્વત) પોંહે (પાસે) સે એતલે (એટ્લે) તાડ વાતી
અસે પણ જો અમે બધી ડોસીઓ નવરી સીયે (છીએ) તો તારા હાતર (માટે) ગોદરી (ગોદડી)
સીવીને આ ગોદરિયા ભૈ હાથે ( સાથે) મોકલીશું.”
સમજુ શાનપટ્ટી કે’ ” ભૈ નરિયા તાં (ત્યાં) દલ્લી (દિલ્હી) મોં ગોંઠિયા (ગાંઠિયા) સવાણું
(ચવાણું) ફાફરા (ફાફડા) જલ્બી (જલેબી) દાર (દાળ) છિચડી (ખિચડી) એવું બધું મલે સે
કે નૈ (નહિ)”
જમના ઝોંપડી કે’ ” ભૈ તેં પેલા નખ્ખોદીયા પડોશીયોને બવ (બહુ) હારી (સારી) પેઠે હિધા
(સિધા) કરયા (કર્યા) ને ઝગત (જગત) આખાને હમજાયું (સમજાવ્યું) કે ભૈ ઇરાબોન
(હિરા્બેન) નો ઇરો (હિરો) નરિન્દર (નરેન્દ્ર ) એ મ કોંઇ (કંઇ) ગોંજો (ગાંજ્યો) જાય એવી
ભેની (ભીની) પોચી ધુર (ધુળ-માટી) નો નથી.”
” ભૈ મારા વા’લાનાં ચોયણાં (ચોરણા-પાયજામા) ભેનાં (ભીનાં) ભદ કરી નોછ્યાં (નાખ્યાં)
છે. ભૈ તેં જબરી એ હરામડા હરિફ (શરીફ)ની હરજી -ટાલ -તાઇત (ટાઇટ) કરી નોંખી સે.
(નાખી છે).”
બધી ડોશીઓ ” ખમા ખમા મારા ગુજરાતના ઇરાબાના ઇરા .(હિરાબાના હિરા).”
ત્યાં જ કંકુ કડવી ધમધમતાં ઝપાટા ભેર વંટોળિયાની જેમ પ્રવેશ્યાં ને બોલ્યાં.
“અલ્યા ખોદારા એ નરિયાને મારય જે શિ રોમ (જય શ્રી રામ ) લખજે ને કહેજે કે આ
જમના ઝોંપડીના હરજી પાસર (પાછળ) આપરા (આપડા) લગશ ર (લશ્કર)ના સોંકરાં
મોકલીને આ હરજી ડોહા (હરજી ડોસા) ને હરજી- તાલ (ટાલ) પારી (પાડી ) તાઇત (ટાઇટ)
કરી નોંખે (નાખે) ભૈ નો હારો (સાળો) રોજ જમના ને પોર (પોળ)ની દોસીયો (ડોશીયો)ને
પજવે સે (છે) તો જેમ પેલા બાજુ વારા (પાકિસ્તાન- સમજવું) ભૈ ની તાલ કરી ઇમ ઇવડા ઇ
હરજીની તાલ (ટાલ) ત્તાઇત (ટાઇટ) કરી નોંખજે ….. બાપલા..”””””
“”હરવે (સર્વે) દોહીઓ (ડોશીઓ) ના જે શી કશન…….જે શી કરશન…..””
ગાંઠિયો=
(દેશની રક્ષા માટે સદાય તત્પર એવા લશ્કરના જવાનો ને સલામ)
“ધોમધખતા તાપમાં કડકડતી ઠંડીમાં કે ધોધમાર વરસાદમાં
હિન્દુસ્તાન માટે મરી ફિટવાની તમન્નાઓ રાખી છે યાદમાં
બારે માસ ને ચોવીસ કલાક ગુજારીએ સરહદો કેરા સાદમાં
બસ જોમ મળે અમોને જનતાના વંદે માતરમ કેરા નાદમાં “
=========================================================
સ્વપ્ન જેસરવાકર