ગોદડિયો ચોરો…વિઠલ વંઠ્યો…

ગોદડિયો ચોરો…વિઠલ વંઠ્યો… 

===========================================
cropped-11.jpg
ગોદડિયે ચોરે ભડાકાની તોપો ફોડનારાની મિટિંગ જામી ગઇ છે.
 ગગન ગોળા ઓકતી ગરમીના મિશ્ર વાતાવરણમાં માંદગીના દેકારાનો
કલબલાટજામ્યો છે.
ચોરાની બેઠક્ની બાજુમાં મદારીનો ખેલ જામ્યો છે. મદારી માંકડાને
ગુલાંટો મરાવી નાચ નચાવી રહ્યો છે. લોકોનું ટોળું ને બાળકો હસીને
તાલીઓના ગડગડાટ કરે છે .
“બંસલની બંસરીમાથી ભ્રષ્ટાચારના ભણકારે હજુય કાનમાં રેલ્વેના એન્જિનની
સિસોટીયો સમમમ  સમમમ કરતી વાગે છે “
ખેલ જોતાં જોતાં લોકો ” કર્ણાટકમાં ભાજપનાં ભજિયાં ઠંડા થઇ હવાઇ ગયાં
ને યેદુરપ્પા નામની ચટણીએ છુસ કરતો ગેસ વછોડ્યો ને વાતાવરણ આખું
પંજાની પકડમાં આવ્યુ એવો ચર્ચાનો ચાક્ળો સુમસુમ કરતા ફેરવતા હતા.”
ત્યાં જ લવજીકાકા લીંબોળી ધોધમાર લીંબોળીનો વરસાદ વરસતો
હોય એમ ધોતિયું ફફડાવતા ફરક્યા ને કહે …..
“અલ્યા કોઇએ વિઠલને જોયો છે બે દા’ડાથી ફરક્યો નથી”
કોદાળો કહે ” ઓ લેંબોળીકાકા એતો તમે પંઢરપુર હેંડો તો મલે “
લીંબોળી  કે” હાળા ડફોળ જાતનો કોદાળો તે કોદળો જ રયો “
હું અમારા કટંબી (કુટુંબી) રવજી રેંગડી (રીંગણી)ના વિઠલ વંઠેલની
વાત કરું છું
આમ તો વિઠ્લ ભારે નાસ્તિક . એ કશાયમાં માને જ નહિ “એ હોમ હવન
ટીલાં ટપકાં ભભુત ભગવાન માતા મહાદેવ એમ કશાયમાં માને નહિ.”
વરહો વિત્યાં ને કોઇ સાધુ માત્મા ( મહાત્મા) મલ્યા હશે કે એ તો
રામ ભગવાનમાં માનવા લાગ્યો .” બસ એનો એક જ નારો જય શ્રી રામ”
વરહ વિત્યુ ના વિત્યુ ને અચાનક એ શંકર ભક્ત બની ગયો બસ એક જ ધુન
” જય શિવ શંકર ખટ્ટા લગે સબ કંકર …..ઓમ જય શંકર દેવા..ઓમ “
આમ વરહેક ચાલ્યુ હશે ને પાછ કોઇ માત્મા મલ્યા હશે કે પાછો એ તો
માતાજીનો પરમ ભક્ત બની ગયો ને ગરબા  ગાવા લાગ્યો
“ચલો બુલાવા આયા હે માતાને બુલાયા હે . જય માતાજી ..જય માતાજી.”
આમ દહ ( દશ) બાર વરહ મન ભરીને માતાજીના ગુણલા ગાયા હશે.
આ વરહેમહા મૈના ( મહિના)ની વસંત પંચમી પછી પાછો જોર જોરથી
જય શ્રી રામના નારા લગાવવા  માંડ્યો છે.”
આમ આ વિઠ્લ વારે ઘડીએ ભગવાન બદલે છે ને પાછો બધાય પાહે એ જ
જાપ જપાવે છે.બાકી આ વિઠલ બુલેટ ને બંધુક બેય રાખે છે ને મારો  હાળો પાછો રામ જપે છે.
પેલાં એ માતમા ગોંધીના ( મહાત્મા ગાંધી)ગોમમાંથી (ગામ)  ગો- રાજી (ધોરાજી)
કરવા હેંડ્યો ( ચાલ્યો )ને પાછો માતમા ગોંધીને ગોમ પોચી ( પહોંચી)ગયો સે (છે)”

 હવે તો કેટલાક ભજનિકો તો ભજનો ગાય છે…

 ઓ વિઠલ વિઠલ વિઠલા કોને કોને પુજેલા

કેશવથી તું દાઝેલો શંકરને તેં પુજેલા

ગાંધીનગરથી તમે તો નાઠેલા રે નાઠેલા

વાસણિયા મહાદેવે તમે રહેલા સંતેલા

પછી ખજુરાહોની રાહે તમે ખંડેલા ખંડેલા

પાચા આવીને રાજપાનાં બ્યુગલ ફુંકેલાં

વળી ચઢી ચાનક કે પંજાને તમે પુંજેલા

બોલી બોલી કમળ કેરી પાંખડી  તોડૅલા

ના મલ્યું મંત્રી પદ એટલે  તમે  રુઠેલા

નાકલીટી તાણીને પાછા કમળે ઘુસેલા

 

ગાંઠિયો-

સત્તા કિસીકી ભી હો જનતા હર વક્ત સતાયી જાતી હે.

==============================

 સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો…વિઠલ વંઠ્યો…

  1. શ્રીમાન. સ્વપ્નજી

    આપે વિઠ્ઠલજી ભગવાન ને યાદ કરી

    સટાકા બોલાવ્યા છે, ભાઈ

    ” પત્થરથી પત્થર ટકરાય તો કંકર ઉત્તપન્ન થાય્

    આ કંકર જે સહી લે તે જ આખરે શંકર કહેવાય.”

    Like

  2. પછી ખજુરાહોની રાહે તમે ખંડેલા ખંડેલા

    પાચા આવીને રાજપાનાં બ્યુગલ ફુંકેલાં

    શંકરસિંહ બાપુએ જે રાજકારણના ખેલ ખેલ્યા હતા એની યાદ તાજી થઇ .

    નરેન્દ્ર મોદીએ છેલ્લા 11 વર્ષથી આવા તકસાધુઓને ચુપ કરી દીધા છે .

    આ માણસ નથી ખાતો કે નથી કોઈને ખાવા દેતો .

    આવો સી .એમ .હાલ ગુજરાતનો સુકાની છે એ આપણાં ભાગ્ય છે .

    ગોવિંદભાઈ તમારા ચોરામાં તમારા ગુજરાતના રાજ કારણના જ્ઞાનનાં દર્શન થાય છે .

    જે આ રાજકારણને જાણે એ જ માણે .

    Like

    1. આદરણીય વડિલશ્રી વિનોદકાકા,

      આ ખજુરાહો કાંડ નજરો નજર જોયું છે. ૧૯૯૫ના ઓકટોબર્ની પહેલી તારિખે હું ગાંધીનગર પહોંચી ગયો હતો.

      એ પંદર દિવસો ગાંધીનગર્માં જ ગુજાર્યા હતા.

      આપના પ્રેમ અને ઉત્સાહ પ્રેરિત શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  3. વિઠ્લ વારે ઘડીએ ભગવાન બદલે છે ને પાછો બધાય પાહે એ જ
    જાપ જપાવે છે.બાકી આ વિઠલ બુલેટ ને બંધુક બેય રાખે છે ને મારો હાળો પાછો રામ જપે છે. મુખમેં રામ બગલમેં છૂરી. સાચી વાત..સરસ રીતે.

    Like

    1. આદરણીય શ્રી પ્રવિણભાઇ.

      બધાય વિઠ્લો આવા જ હોય છે મારા વ’લા પોતાના નામના જાપ બીજા પાસે જ જપાવે છે.

      આપના પ્રેમ અને ઉત્સાહ પ્રેરિત શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  4. શ્રી ગોવિંદભાઈ..રાજકારણની પારખું આંખે ને વ્યંગના મહારથી એકી સાથે ઝળક્યા છે. વાત સો ટકાની અને ગીત તો ભજનમય..જે મારે તે લડે રણમેદાને આતો ચૂટણીના ખેલો.

    સરસ ચોરાની ચર્ચાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment