ગોદડિયો ચોરો.. ભાષણીયો ભગો !!!!

ગોદડિયો ચોરો.. ભાષણીયો ભગો  !!!!

============================================================

ગોદડીયો ચોરો

ગોદડીયો ચોરો જામ્યો છે. ઉનાળાની સિઝન સાથે ચુંટણીના ચકરાવાના

રથ ફરી રહ્યા છે. હું નારણ શંખ ધૃતરાષ્ટ્ર ગોરધન ગઠો અઠો બઠો બેઠા હતાં

કોદાળા ને કનુ કચોલું ઉગ્ર ચર્ચા કરતા પ્રવેશ્યા .

કોદાળો કહે “અલ્યા આજે રાતે ભુતડીયા ચકલે ઝંડ પલિત આમલીયા ચોકમાં

ભગા ભાષણીયાની જાહેર સભા છે .”

ગોરધન ગઠો કહે અલ્યા ભગો ભાષણીયો કોણ છે ?

કચોલું કહે “ભગાજી કોઇ પણ વિષય પર ભાષણ ઠોકી દે છે . એક વખત એમનાં

પત્ની ભુરીબેનનાથી કઢીમાં મરચું વધારે પડી ગયું તો એમણે કઢીના સ્વાદનું

સુરસુરિયું તેના ગુણધર્મો હોજરીનો હલવાટ ઠેકડાનો થનગણાટ વિશે લાંબુલચ

ભાષણ ઠપકારી દીધું. ત્યારથી બધા એમને ભગો ભાષણીયો કહે છે.”

રાતે અમે બધા જમી પરવારી ભુતડીયા ચકલે પહોંચ્યા તો એક ખખડધજ

મંચ ઉપર એક કનૈયાલાલ જેવી વાંકી ટોપી કેડિયા ધોતિયા પર પહેરીને એક

 ડોસાજી બેઠેલા સાથે કેટલાક વડિલ ડોસા ને ડોશીયો બેઠી હતી.

સભા સ્થળે અસામાન્ય કહેવાય તેવી ભીડ એકઠી થઇ એટલે ભગો ભાષણીયો

ધોતિયું ફફડાવતો ઉભો થયો ને નારા સાથે લલકાર્યું. એ સાથે લોકોએ લેંઘા

ઝબ્ભા સાડીયોમાં સંતાડી રાખેલાં ચિન્હો સાથે જયકારો ગાજવા લાગ્યો.

“ભૈયો ને બોનો (ભાઇયો ને બહેનો) હૌ (સહુ) એકી હાદે (અવાજે) મારી

હાથે (સાથે) જોરથી બોલજો ને આપડું (આપણું) નિશોન (નિશાન) ઉચું

કરીને લે’રાવજો  (લહેરાવજો)”

“ભારત માતાકી જૈ.. સાવરણા મહરાજની જૈ..ઝાડુ ભગવોનની જૈ…….

બલુમ (બ્લુમ) દેવની જૈ…જૈ…જૈ…જૈ.”

ભૈયો ને બોનો ટમે (તમે) બાજરી હાજરી કોદરી હોજરી  એવા ચેટલાય

(કેટલાય) હબ્દો (શબ્દો) હોંભર્યા (સાંભળ્યા) હશે પણ અવે (હવે)

એક નવો જરી હબ્દ આયો સે (છે) એ છે કેજરી ..શબદ નવો આયો છે .”

આ કે’ જરી (કહે જરી) પ્રોડેક્ટ ગયા સાવન (શ્રાવણ) મહિનાથી બજારમાં

આયો સે (છે).

ભૈયો ને બોનો અવે (હવે) તમને આ કે’જરીના જુદ જુદા પ્રોડેક્ટ હમજાવું.

(૧)” કે’જરી ચુરણ- આ ચુરણ ખાવાથી પેટમાંથી બધોય ગેસ છુસ કરતો

વસુટી (વછુટી) જાય છે ને મળત્યાગ સાફ આવે છે .હાઇઠ (સાઇઠ) વરહથી

(વર્ષ) કોંગ્રેસને કચોરી ને તેતરીહ (તેત્રીસ)વરહથી ભાજપને ભજિયાં ખૈ (ખાઇ)

જામી ગયેલા જુના મળને એણે સાફ એવું કરી નાખ્યું કે વિજય (વિજય ગોયેલ)

ન વિજય પોમ્યા (પામ્યા) કે હરસવરધન (હર્ષવર્ધન)નો હર્ષ ના વધ્યો ને શિલા

બિચારી શિલા (પથ્થર)(શિલા દિક્ષિત) બનીને રહી ગઇ.”

નોધ-આ ચુરણની બોટલ સાથે મળ સાફ કરવા ઝાડુ મફત આપવામાં આવે છે.

(૨) કે’જરી આઇ ડ્રોપ = “આ આંખમાં નાખવાનાં ટીપાં છે એનાથી આપ કોણ કોણ

કેટલા પૈસા લઇ ભષ્ટાચાર કરે છે એ વગર ચશ્માંએ જોઇ શક્શો. જેથી આપ પણ

એના પર આક્ષેપ કરી શક્શો.”

(૩) કે’જરી ટેબ્લેટ (ગોળી)= “આ ગોળી લેવાથી પાણી મીઠૂ ને સ્વચ્છ લાગશે આ

ગોળી સાતસો લીટર પાણીને પચાવવાની ક્ષમતા ધરાવે છે.”

(૪) કે’જરી મેગ્નેટ = “આ મેગ્નેટ લાઇટના મીટર પર લગાવવાથી બીલ પચાસ

ટકા જેટલું જ આવે છે.”

(૫) કે’જરી મફલર- ટોપી= ” આ ટોપી માથાની રક્ષા કરે છે ને નવા નવા વિચારોની

પેદાશ અપાવે છે. જ્યારે મફલર શરદીથી રક્ષા કરે છે જો કાંઇક વાગે તો લોહી

અટકાવવા કામ આવે છે.ને કોઇ સ્યાહી છાંટે તો મોં લુછવાના કામમાં આવે છે.”

(૬) કે’જરી આટા- “આ બાજરી કોદરી કરતાં અલગ પ્રકારનો આટો છે એનાથી

વખત સમય ને પ્રસંગને અનુરુપ વાનગીયો બને છે.”

(૭) કે’જરી મોબાઇલ-૪૯= “આ મોબાઇલ સર્વિસ મોટા મકાનોમાં કામ કરતી નથી.

આ મોબાઇલમાં અન લિમિટેડ એસ.એમ સર્વિસ છે .રીંગટોનમાં લોક્પાલ ને બીજાં

ખાયકી કરનારનાં નામ ગાજે છે. ચાર્જિંગ વખતે લાલ લાઇટ થતી નથી. આ

સર્વિસનું નેટવર્ક રોડ અને ફુટપાથ જોરદાર આવે છે.”

“આ પ્રોડૅકટ સાથે વિશ્વાસ (કુમાર વિશ્વાસ) આંસુને તોષખાનામાં જમા કરાવવા

જેવા(આસુતોષ)   યોગનાય ઇન્દ્ર (યોગેન્દ્ર યાદવ) જાફરી ને ગુલ પનાગ છે તો સાથે

શાઝિયા જેવા કજિયાય છે.”

આ કે’જરી પ્રોડેક્ટ હજુ સુધી રાજધાની દિલ્હી સુધી મર્યાદિત હતો પણ હવે તો

આ દેશભરમાં ને પરદેશમાંય પ્રસરી ચુક્યો છે. આ પ્રોડેકટ ૪૯ દિવસ સુધી મફત

ટ્રાયલ માટે મલ્શે જો આપને પસંદ ના આવે તો ૪૯ દિવસ પછી પૈસા પરત કરીશું.

ગાંઠીયો=

રાહુ ને કેતુ તો સહુને નડે છે

આ જીવતાં ભુતો છાતી પર ચડે છે

અમારા ચુંટેલા અમને જ નડે છે

=======================================

સ્વપ્ન જેસરવાકર

14 thoughts on “ગોદડિયો ચોરો.. ભાષણીયો ભગો !!!!

  1. ચૂંટણીની રંગત સ્વયં દેશમાં ઝીલીને આપ આવ્યા, પછી આ કેજરી બ્રાન્ડ ધ્યાન બહાર કેમ જાય?…જમાવતા રહેજો આવી મજા ચોતરે..શ્રી ગોવિંદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

      દેશમાં ચુંટણી ચમક્નો થોડો રંગ જોયો ને પરત આવી કેજરી બ્રાન્ડ્નો વારો કાઢ્યો

      આપના ભાવ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

      Like

  2. “ભૈયો ને બોનો ટમે (તમે) બાજરી હાજરી કોદરી હોજરી એવા ચેટલાય

    (કેટલાય) હબ્દો (શબ્દો) હોંભર્યા (સાંભળ્યા) હશે પણ અવે (હવે)

    એક નવો જરી હબ્દ આયો સે (છે) એ છે કેજરી ..શબદ નવો આયો છે .”

    આ કે’ જરી (કહે જરી) પ્રોડેક્ટ ગયા સાવન (શ્રાવણ) મહિનાથી બજારમાં આયો સે (છે).

    ગોવિંદભાઈ, આજકાલ આવા ભાષણોની ફેંકાફેંક કરનારા ભગા ગામે ગામ જોવા મળે છે .

    તમારી કેજરી પ્રોડક્ટની વાત ખુબ ગમી .

    આજે દેશ અને પરદેશમાં નમો પ્રોડક્ટની પણ બોલબાલા છે .એક નમો હર કટિંગ સલુન પણ ખુલ્યું છે !

    નમોએ અમદાવાદની એક સભામાં કહેલું કે 60 વર્ષ સુધી તમે કોંગ્રેસથી છેતરાયા ,

    હવે અમને એક તક આપો .! સમજ્યાને !

    તમારો ચોરો ઘણા સમય પછી ખરી સિઝનમાં જીવતો થયો એથી ખુબ આનંદ ભયો .। … ..

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

      આપ જેવા વડિલોના આશિર્વાદ થકી ચોરો ફરી પાછો ફાલ્યો ફુલ્યો છે.

      ચુંટણીયા સિઝનમાં આવા ભગા ચોરે ને ચૌટે નવરા ફરતા જ હોય છે

      એમાંનો ગોદડિયો પણ એક નમુનો છે

      આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  3. “લો, હું ફરી ચોરા પર આવીઓ.”

    “ગોદદીઆજી તમે કહેતા હતા કે ભાષણીયો ભગો ભાષણ આપવાનો હતો તે કા છે ?”

    “લે જો પેલો આવતો છે….”

    હું ચોરે ઉભો ને ભગલાને સાંભળવા લાગ્યો….

    સાંભળી જોરથી બોલ્યો>>>>

    “આ તો ભાષણયો ભગો,

    એ તો ભુરીબેનનો ભગો,

    આજે કેજરીવાલ વિષે ભગો કહે,

    સાંભળી, લોકો આમ-આદમી ટોપીઓ ફેંકે,”

    જોરથી હું બોલ્યો અને ગોદદીયાજીએ મને ચેતવણી આપી.

    આ પબલીક ચોરા પર આવું ના થાય !

    મેં કહ્યું ” હવે આવું ના કરીશ, ગોદડીયા ચોરે હું તો જરૂર આવીશ”

    બસ આટલું કહી મેંતો ચોરો છોડ્યો !…

    ,,….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai..Nice Post !
    See you @ Chandrapukar !

    Like

    1. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

      આપ પધારતા જ રહો આપનુ દિલ ખોલીને સ્વાગત છે. તોડા કામને લીધે આપનો

      “ચંદ્રપુકાર” ટહુકો સંભળવા આવી શક્યો નથી તો માફ કરશો.

      લેખને આપે શુભાષિશ આપી વધાવ્યો તે બદલ ખુબ જ આભાર

      Like

  4. himatlal joshi
    To Me
    Today at 11:33 AM

    આ ભગો ભોષનીયો ખરાં ભાષણો ઠાબ્કારે છે .
    “ઘરનાં ભૂત પીપ્re(ળે) ચડે છે
    અને આપણને પોતાને નડે છે . ખરી કહી આજે તો ગોદડીયા ચોરામાં હકડા ઠઠ મનખો જામ્યો છે . આતા બાપુ ક્યે એલાવ આપણે એક પક્ષ બનાવીએ અને એનું નિશાન કોશ રાખીએ અને આ કોષથી ભ્રષ્ટ ચર ખોદીને કાઢી નાખીએ

    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

    1. આદરણીય વડિલ શ્રી આતાજી,

      હવે તો આપના કહ્યા મુજબ કોશનું નિશાન રાખીયે પણ અત્યારે બધાય પક્ષોમાં કોશો જ ઉભરાઇ રહી છે.

      લેખને આપે શુભાષિશ આપી વધાવ્યો તે બદલ ખુબ જ આભાર

      Like

  5. આજે તો એક જ ભાષણિયો ભગો છે, નરેન્દ્ર મોદી. રોજના ચાર ભાષણ ઠોકે છે.
    કેજરીવાલ પ્રોડક્સ તો ફાંકડા છે, બજારમાં ચાલસે.
    લગે રહો ગોદડિયાજી !

    Like

    1. આદરણીય વડિલ શ્રીદાવડા સાહેબ,

      કેજરી લોટનાં પ્રોડૅક્ટ જબરા જ છે લાગે છે ગમે તેવાને તો ઝાડા કરાવશે.

      બરાબર રંગ જામ્યો છે. ભાષ્ણિયો ભગો બહુ બરાડે છે.

      લેખને આપે શુભાષિશ આપી વધાવ્યો તે બદલ ખુબ જ આભાર

      Like

  6. Welcome Back. તમારા વગર બ્લોગ જગતનો ચોરો સૂનો લાગતો હતો. રાજકીય તોફાન તો ગોદડિયા ચોરા પર જ જામે. તમે બધાના કપડા ઉતારી સારી ધોલાઈ કરતા રહો. આપ કુશળ હશો.

    Like

    1. શ્રી પ્રવિણભાઇ

      બસ અમેરિકાની આબોહવામાં પાછો આવી ગયો છું હવે ચોરો સુનો નહિ લાગે.

      બસ હવે કેવી ધોલાઇ થાય છે તે જો જો ને પધારતા રહેશો

      આપના આગમન બદલ ખુબ આભાર

      Like

Leave a reply to P.K.Davda જવાબ રદ કરો