ગોદડીયો ચોરો …કેડીના કિનારે પરિક્રમા ….૨
===============================================================================================================
વનરાજ અમને માલવેલાના પડાવ સુધી દોરી ગયા . અમે વનરાજનો ખુબ જ અંતરથી આભાર માન્યો.
આવા સમયમાં માનવ માનવને દુખ દે ત્યાં આ હિંસક ગણાતા વનરાજાએ અમોને અતિ ઉતમ પ્રતિભાવ
આપી છેક ત્રીજી રાત્રીના પડાવે દોરી ગયા એજ અમારું અહોભાગ્ય હતું.
અમે ગિરનારના અતિ ગાઢ જંગલ વિસ્તારનું કુદરતી સોંદર્ય માણતા હતા.ગિરનારની તળેટીની વાતો કરતા.
ગોદડીયા ચોરાના મિત્રોને મેં કહ્યું ભાઈ મને અહી ” મનોજ ખંડેરિયા” ની
પંક્તિઓ યાદ આવે છે.
“તળેટી વિષે એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે”
અને વધુમાં કહું તો……………..
“પરિક્રમા તો હરદમ ચાલ્યા કરે છે
આ બ્લોગ જગત ગાજ્યા કરે છે “
રાત્રીના પડાવમાં બધા એકરૂપ થઇ ભજનોની મોજ માણતા હતા. કેટલાક આરામ સાથે ચર્ચામાં હતા.
ત્યાં“વલીભાઈમુસા” (http://musawilliam.wordpress.com) દ્વારા હાસ્યનાફુવારા છલકાવતી કવિતાઓ
સાંભળી બધાનો થાક વિસરાઈ જતો હતો.
“હિમાંશુના કાવ્યો” માં (http://himanshupatel555.wordpress.com)આદરણીય હિમાંશુભાઈ
જગતભરના ખ્યાતનામ લેખકોના કાવ્યોનો અનુવાદ કરીને પીરસતા હતા .
તો વળી શ્રી વિવેક ભાઈ “આપનું ઉમરેઠ “ (http://aapnuumreth.org/)માં ઉમરેઠ શહેરની જૂની
વાતો સાથે પ્રભુ દ્વારકાથી ડાકોર આવતા જે લીમડાની ડાળ પકડી ઉભેલા તે મીઠી થઇ ગયેલી એ
મહિમા સમજાવતા હતા.
શ્રી મુર્તુઝા પટેલ “ નાઇલના કિનારે “ (http://nilenekinarethi.wordpress.com)ઉભારહી નેટ પર વેપાર
અને દુનિયાની સાત અજાયબી બતાવતા હતા.
ત્યાં શ્રી વિજયભાઈ શાહ “સહિયારું સર્જન”માં (http://gadyasarjan.wordpress.com)ગુજરાતી બ્લોગ
જગતના૯૦૦ થી વધુ બ્લોગની યાદી પીરસતા હતા.
તપન પટેલ શિક્ષક છે તે “ગુજરાતી એસ.એમ એસ “ (http://gujaratisms.wordpress.com)
અને સુવિચારો સમજાવતો હતો.
“પ્રદીપની કલમે “(http://prasdipkumar.wordpress.com) વિરપુરનો જોગી જલાબાપાના
અત્યંત મધુરભજનો રેલાતા હતા.
“અધ્યારુ નું જગત “ અને ”અક્ષર નાદ”માં (http://adhyaru.wordpress.com) કેટલાક જુના લેખો
પ્રગટ થતા હતા.
શ્રી પ્રજ્ઞાબહેન તેમના ”શબ્દોનું સર્જન ” (http://shabdonusarjan.wordpress.com)ના સહયોગે
તેમના પોતાનાં અને શ્રી પ્રેમલતા મજમુદાર ,શ્રી પ્રેમલતાબહેન મહેતા અને હેમંત ઉપાધ્ધ્યાયના ગીતોનો
ગમતો ગુલાલ ઉડાડતા હતા.
બીજે દિવસે સવારે પરિક્રમા વાજતે ગાજતે ધૂન ભજન અને હરહર મહાદેવ નાદસાથે આગળ વધી.
” સુપનાળા”આવી પહોચી ત્યાંથી “નળ પાણીની ઘોડી “ આવે છે.
અહી ભલ ભલા મુછાળા મર્દોના પગનું પાણી મપાય જાય છે.
દર વર્ષે શારીરિક અશક્ત હોય એવા બેચાર જણ તો ઢળી પડે છે. જોકે હવે મેડીકલ સારવાર જેવી
સુવિધાઓ ખાસ પ્રમાણમાં રખાય છે અને યાત્રિકોની ખાસ કાળજી લેવાયછે.
આ ઘોડી ઉતરતા જ ” નાગ બાપાના સ્થાનક” પાસે રહીને “બોરદેવી” પહોંચાય છે .
અહી ત્રીજી રાત્રીનો પડાવ નાખી ભક્તિમાં લીન થાય છે અને થાક ઉતારે છે.
અહી સરસ મજાની નદી સાથે મંદિર અને કુદરતી સોંદર્ય આભલા ભર્યું લાગે છે.
અહીંથી ગરવો ગીરનાર સોહામણો લાગે છે કુદરતની છુટા હાથે વેરાયેલી અલોકિક શોભા માણ્યા કરવાનું
જ લાગે. એવી કુદરતની અકળ લીલા છે.
ગિરનારની ટોચેથી સોળે કળાએ ખીલેલો પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર જેવો આદરણીય ડો. શ્રી ચન્દ્ર વદન ભાઈનો
“ચંદ્ર પુકાર” (http://chandrapukar.wordpress.com) ખુબ સુંદર અવાજ સાથે વાર્તા કાવ્ય અને વધામણીના
સંદેશ પીરસતો હતો.
એની સાથે ગિરનારની ટોચેથી ટમટમતા તારલા જેવો અને હરદમ ઝબૂકતો આદરણીય શ્રી રમેશભાઈનો
“આકાશદીપ”(http://nabhakashdeep.wordpress.com) ઝળહળતો હતો અને વતન, દેશ ,દુનિયા અને
લોક લાગણીનો પડઘો પાડતો હતો.
“મન માનસ અને માનવી ” (http://prvinash.wordpress.com) માં શ્રી પ્રવિણા બહેનની
વિચાર ધારા પ્રગટ થાય છે.
“મારો બગીચો ” (http://marobagicho.wordpress.com) માં અનુભવો અને વિચારોનું
હરિયાળું સરનામું વંચાતું હતું.
આવા રમણીય પ્રદેશમાં નદીના કિનારે આદરણીય સરયુબહેનની કલમે વહેતી સાહિત્ય કેરી”ગંગોત્રી”
(http://saryu.wordpress.com) માંથી આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારધારાનું ઉદભવસ્થાનની
પવિત્રતા સાહિત્ય ભાષામાં વહેતી હતી.
આદરણીય વડીલ શ્રી “પ્રહલાદ પ્રજાપતિ” (http://praheladprajapati.wordpress.com) એમની
મસ્ત કલમ અને મસ્તીભરી વિચારસરણી દ્વારા જનતાની વેદનાને વાચા આપતા હતા.
પેટલાદથી આવેલા શ્રી રઝીયાબેન મિર્ઝા (http://shvas.wordpress.com) ના“ શ્વાસ ”માં
શ્વાસે શ્વાસે અવનવી રચનાઓ રેલાતી હતી.
અમેરિકાના સાન હોઝેથી પણ ઠેઠ ગિરનારની ટોચે બેઠેલા અને પરિક્રમ્મામાં ઝૂમતા હરેકના
હદયમાં ગાજતો અને રણકતો રહેતો એવો શ્રી જયશ્રીબહેન ભક્તાનો “ટહુકો “ (http://tahuko.com)
મનભાવન ગીતો અને એવોજ મનમોહક જાણીતા ગાયકોનો અવાજ સાંભળીબધા પદયાત્રીઓનો
થાક હવામાં વરાળ થઇ ઉડી જઈ તાજગી ફેલાવતો હતો.
બીજા દિવસે પૂર્ણિમાના દિને સવારમાં નીકળી “ખોડીયાર ઘોડી” કહેવાતી નાની ટેકરી પસાર કરી
“હર હર મહાદેવ “ના ગગન ભેદી અવાજથી ગાજતી પરિક્રમા ”ભવનાથ “આવી પહોચી અને
વાજતે ગાજતે નીકળેલી યાત્રા પરિપૂર્ણ થઇ .
આમ ચાર રાત્રી અને પાંચ દિવસ ચાલતી લગભગ ૩૬ કિલોમીટરની ગિરનારની પરિક્રમા
પૂર્ણ કરી યાત્રિકો ગીરનાર પરિક્રમાનો અનેરો આનંદ અનુભવી અનુભવો વાગોળતા હતા.
જીવનમાં આવી અજોડ પરિક્રમા કર્યાનો સંતોષ અનુભવતા હતા.
સમગ્ર ભારત જયારે ૧૫ ઓગસ્ટના રોજ મુક્તિનો સાગરમાં હિલોળા લઇ રહ્યું હતું.
ત્યારે જુનાગઢ ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું. નવાબ બાબીને કેદ કરી ભૂતો
સમગ્ર વહીવટ ચલાવતા હતા . તેમને જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવું હતું.
ત્યાં સરદારશ્રીની સલાહ અનુસાર આરઝી હકુમતનાં આગેવાનો શામળદાસ ગાંધી અને
રતુભાઈ અદાણી જેવા અનેક સૈનિકોએ મોરચો સાંભળ્યો . આખરે નવમી નવેમ્બર ૧૯૪૭
ના રોજ સરદાર પટેલની જંગી સભામાં જાહેરાત થઇ કે જુનાગઢ ભારતમાં ભળી આઝાદ
થયું છે ત્યારે હરેકના દિલમાં દિવાળીના દીવડા ઝબુકતા અને મુક્ત ભારતમાં ભળ્યું એ
આનંદનો મહાસાગર ઉમટ્યો હતો. એ આજે પણ દર વર્ષની ૯ નવેમ્બરે હર જુનાગઢવાસીના
હૈયામાં ઉભરતો દેખાય છે.
આ ભૂતો કેવા કમનસીબ કે પાકિસ્તાન નાસી ગયો. કુટુંબ પાયમાલ થયું. અંતે ફાસી મળી.
અલ્યા અહી રહ્યો હોત તો રાજકારણમાં આગળ વધી બે પાંદડે થયો હોત. અલ્યા સ્વીસ બેંકમાં
ખાતું હોત. અને મોત અલ્યા અમે અમારી પર હુમલો કરનાર, સંસદ પર હુમલો કરનાર કે
વડા પ્રધાનને મારી નાખનારને ખવડાવી તાજા માજા રાખીએ છીએ. કોર્ટના કહેવા છતાય ફાંસી
આપતા નથી. તો તને ફાંસી કોણ આપત. જરા જૂનાગઢની પ્રજાનું મંતવ્ય જાણી હખાણો રહ્યો હોત તો !
અલ્યા અહી હોત તો સારો જમાઈ મળત. આવો ઝરદારી જેવો ઝંડ તો ના મળત.!
અલ્યા ખાઈ પી ને લહેર કરત.!
જોગાનું જોગ નવમી નવેમ્બર હોવાથી બધાય બહાઉદીન કોલેજમાં રોપાયેલ વિજય સ્તંભને
પગે લાગી ધન્ય બની ગયા.
ટહુકો= કોણ કહે છે ભૂતો ભાગતાં નથી ?
જયારે કોઈ અસરદાર સરદાર મળે છે ત્યારે ભલ ભલાં ભૂતો ભાગે છે કે પાછુ વળી જોતા પણ નથી.
(જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ ભૂતો પાકિસ્તાન ભાગ્યા)
================================================================================================
સ્વપ્ન જેસરવાકર
વડીલને વિનંતી કે મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું – “મારો બગીચો” કે જેનું સરનામું પહેલાં http://marobagicho.wordpress.com હતું, હવે તે બગીચો ઘણાં વર્ષોથી https://www.marobagicho.com તરીકે છે તો અહી લીંક અપડેટ કરી દેશો જી. અને ક્યારેક અમારા હરિયાળા આંગણે પણ આવજો..
LikeLike
સુંદર અભિવ્યક્તી
LikeLike
આદરણીય વડિલ બહેન શ્રી પ્રગ્નાજુ બહેન
ગોદડિયા ચોરાના નવ સર્જન ટાણૅ આપ જેવા વડીલ બહેન દ્દ્વાર કુમકુમ પગલે
વહાલ્ના વધામણા કરી શુભ સન્દેશના પુષ્પો વેર્યા છે તે જ આશિર્વાદ જરુર ફળ્શે.
આપ્ના શુભેછા સન્દેશ બ્દ્લ ખુબ આભર
LikeLike