ગોદડીયો ચોરો… કેડીના કિનારે પરિક્રમા.૧

ગોદડીયો ચોરો……..  કેડીના કિનારે પરિક્રમા…..૧ 

 

 

===================================================================================

ગોદડીયા ચોરાના મિત્રોને ગામમાં ગોઠી ગયું  હતું . ગામની તાજી  હવા પાણી શુદ્ધ દૂધ ઘી અને તાજાં શાકભાજીના 

ચસકે ચઢી ગયાં હતાં. મારા વા’લા બધા હડીઓ કાઢતા હતાં.  .ગામમાં મંદિર મહાદેવના આંટા મારતા હતા.

કોદાળો કહે અલ્યા ગોદડીયા આ બધું તાજું આપણા શહેરમાં મળે તેવી વ્યવસ્થા કર.

કનું કચોલું કહે અલ્યા ગોદડીયા જૂનાગઢની લીલી પરિક્રમ્માની તું વાત કરતો હતો .તે શું વિચાર્યું.?

ધ્રુતરાષ્ટ્ર કહે એમાં વિચારવાનું શું કાલે બધાયે જુનાગઢ જવા નીકળી જવાનું છે.

મેં મહારાણી ગાંધારી દેવીને મારો નિર્ણય જણાવી દીધો છે.

મેં કહ્યું અલ્યા રાજાધિરાજ જુનાગઢના પરિક્રમાના રસ્તામાં આવતા સ્થળોએ ગુજરાતી બ્લોગ જગતના

જુદા જુદા સ્ટોલનો જમાવડો જામશે. અરે જોજોને રંગના ચટકા નહિ કુંડા ઉમટશે .!!!

નારણ શંખ કહે અલ્યા ગોદડીયા આં ગુજરાતી બ્લોગ જગત  એ વળી શું છે.?

મેં કહ્યું મિત્રો ધ્યાનથી સાંભળો જુદા જુદા લેખકો કવિઓ ગઝલકારો વિગેરેએ ગુજરાતી ભાષાનો પ્રસાર

પ્રચાર વધે અને પોતાના વિચારો અને કળા અન્ય સુધી પહોચે અને તેને પરિણામે આપણી ગુજરાતી ભાષા

દેશ વિદેશમાં વિકસે એટલા માટે લગભગ ૯૮૦ જેટલાબ્લોગ બનાવ્યા છે.

ત્યાં અઠો બઠો કહે અલ્યા ગરવી ગુજરતી ભાષાને આપ બધા ગજવો છો . પેલા ત્રણ ઠાકરે સમયાન્તરે ઉતર

 ભાષીઓ અને ગુજરાતી પર વાર કરે છે. મારા વા’લાઓ વાર તહેવાર ઉજવવા ગુજરાતીઓ પાસેથીપૈસા ઉઘરાવી

જાય છે ને પાછા બડાશો મારતા કહે છે………………….કે… ……..મુંબઈ તો મરાઠી માનુષનું  જ !

મેં કહ્યું એટલે જ ગુજરાતી ભાષાને એટલી સધ્ધર બનાવવી છે કે આં અળવીતરા સમજી જાય.

  

“અમારા  ગુજરાતી બ્લોગ જગતને ના શકે કોઈ રોકી

  અમે બધાએ સાથે મળી શેષનાગને માથે ખીલી ઠોકી

  કદી ના ફાવશે અળવીતરા કે ગુજરાતી ભાષા દ્વેષી

  અમ કલમે છે ગજાનન અને મા સરસ્વતીની  ચોકી “

 

બીજા દિવસે બધા કાર ભાડે કરીને બિસ્તરા બાંધી હડેડાટ ઉપડ્યા તારાપુર બગોદરા ચોટીલા રાજકોટ ગોંડલ

 અને વીરપુર જલાબાપાના દર્શન કરી જુનાગઢ પહોંચ્યા.

જટાળા જોગી જુનાગઢના આંગણે મેતા નરસૈયાનાં ભજનો ગાતા ધન્ય બની ગયા .

હવે ઉતારાની વ્યવસ્થા કરવાની જવાબદારી મારે માથે હતી . મેં મારા વાંચનયાત્રાના બ્લોગ મિત્ર આદરણીય

શ્રી અશોકભાઈ મોઢવાડીયાને ફોન કરી કોઈ ધર્મશાળાની વ્યવસ્થાકરવા કહ્યું તો તેઓ કહે ભાઈ અમારા આંગણે

આ ગોદડીયા ચોરાની મિત્ર મંડળી પધારી હોય ને ઉતારો બીજે શોધો તો અમારી કાઠીયાવાડની  મહેમાનગતિ લાજે

સર્વે હંધાયે  અમારે ત્યાં રોકાવાનું છે.

શ્રી અશોકભાઈ  અમને એમના ઘરે લઇ ગયા અને જીવનભર ના ભૂલાય તેવી અલભ્ય મહેમાનગતિના દર્શન કરાવ્યાં.

બીજા દિવસે અડીચડી વાવ, નવઘણ કુવો,રાણકદેવીનો મહેલ, નરસિહ મહેતાનો ચોરો, ખાપરા કોડિયાનીગુફાઓ વિગેરે

અને જુનાગઢ શહેરની સફર અશોકભાઈએ  પ્રેમથી કરાવી . અમે તેમના જેવા મિત્ર પામી ધન્ય બની ગયા.

બીજા દિવસે અમો સહુ યાત્રાળુઓ સાથે “ભવનાથ “પહોચી ગયા. પ્રથમ રાત્રીનો  રાતવાસો કરી વહેલી સવારના પોલીસ

ખાતા તરફથી હવામાં બે ગોળીબાર કરી હર હર મહાદેવના બુલંદ ગગનભેદી નાદથી પરિક્રમ્માની શરૂઆત“રૂપાયતન “

પાસેના ગેટથી જંગલમાં પ્રવેશતાની સાથે જ થઇ.. હર હર મહાદેવ અનેભક્તિ ગીતો ગાતા યાત્રીઓ મસ્તીમાં ઝૂમતા હતા .

અત્યાર સુધી ઘણી યાત્રાઓ આપે જોઈ હશે.. જેમ કે જન ચેતના યાત્રા, રામ રથયાત્રા પણ એક અનોખી “વાંચન યાત્રા” “( http://vanchanyatra.wordpress.com )પરિક્રમ્મામાં જોડાઈ હતી. એ યાત્રા સહાયવૃતિ, પ્રતિભાવો અને હાસ્ય ડાયરા

સાથે  ચાલતી  હતી.. એમની સાથે  એમના અંગત  મિત્ર  એવા ” શકીલ મુનશી “ (http://shakilmunshi.wordpress.com

વિવિધ ફોટોગ્રાફી અને ગિરનારની ભવ્યતાના  દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરી મિત્રાચારી માણતા હતા.

“ફન એન ગ્યાન” (http://funngyan.com) માં જુદી જુદી મહત્વની જાણકારી અને નવોદિત બ્લોગરોને ઉપયોગી જેમ કે

બ્લોગ નિયમો., કોપી પેસ્ટ ,  લીંક   એવી અનોખી માહિતી પીરસાતી હતી.

“લાલઢોરી” અને “ઇટાવાની ઘોડી”એ ટાંટીયામાં કેટલા ગાંઠીયા સમાયા છે તેની પરીક્ષા થાય છે.

અમારી સાથે એક કપલ હતું. ભાઈનું નામ ગરબડદાસ હતું એ ટેકરી ચડતા ટાંટીયાનાં ગાંઠીયા ઢીલા પડી ગયા હોઈ એમ

વારંવાર ગબડતા જતા હતા. તેમનાં પત્ની જડીબેન કહે હું વળી તમને ક્યાં  જડી !

બસ આ શિયાળામાં તમને ખાતર પાણી જેવા પોષ્ટિક ખોરાકની જરૂર છે.એટલે કે જરા વસાણું જરા વઘારે ઝાપટો તો એ ખાતર

પાણીની અસર શરીર પર થાય. જો જરા વધરે જોરથી પવન આવે તો તમે ઉડીને આકાશમાં ગોટે ચડી જાવ. અને તમને શોધવા

મારે બીજા બે વર્ષ ભટકવું પડે સમજ્યા.?

ગરબડદાસ કહે ઓ જડી તું કયાં મને મળી ? ને મળી તો મળી પણ વારેવારે નડી ! 

હું તો પતિ છું કે વનસ્પતિ ?  કે મારે ખાતર પાણીની જરૂર પડે.

“અમદાવાદ કુઈ”  અને ” મહાકાલ  વડલો “ વટાવીને યાત્રા ” જીણા બાવાની મઢી” એ પહોચી બીજી રાત્રીના  પડાવની તૈયારીમાં

સહુ કોઈ પડ્યા હતા. ઘણા પોતાનું ભોજન જાતે રાંધતાં તો કોઈ ગરવા ગુજરાતની સેવાભાવી સંસ્થા દ્વારા પીરસતા પ્રસાદનો

મહિમા માણતા હતા.

રાત્રીના ભજન સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો . “અસર “ના (http://asaryc.wordpress.com)

ઓટલેથી અસરકારક કાર્યક્રમ  રજુ થતો હતો..

ક્યાંક તો ” ભજનામૃત વાણી” (http://bhajanamrutwani.wordpress.com) તરફથી ભજનો વાગતાં હતા.

અમેરિકાથી આવેલા એક વિશાલ વાંચનના અને વિસ્તૃત ચર્ચા દ્વારા સુંદર લેખ ભજન પીરસતા આદરણીય

શ્રી પ્રજ્ઞાજુબહેન તેમના દ્વારા અનેરો“નિરવ  રવેના સહજ ભાવો “ ( http://niravrave.wordpress.com )

યાત્રાળુઓને ભાવથી પીરસતાં હતાં. . 

અમેરિકાના   ”કુરુક્ષેત્ર”થી  ( http://raolji.com) અમેરિકન વાર્તાના વાયરા વાતા હતા. તો બીજા એક મિત્ર 

અમેરિકન ” ફૂલવાડી” માં (http://vishwadeep.wordpress.com)રંગ બેરંગી ફૂલો મંદ મંદ વાતા પવનની  લહેરોમાં પવનની 

મધુર ખુશ્બુ  પ્રસરાવતા હતાં.

મસ્ત મસ્ત પવનના વાતા સુસવાટે “પીયુનીનો પમરાટ “(http://piyuninopamart.wordpress.કોમ) પણ પાંગર્યો હતો.

 ” શિક્ષણ સરોવર” (http://shishansarovar.wordpress.comહમણાં જ અડધા લાખ મુલાકાતીઓથી  ઉભરાયું હતું.

એ પણ શિક્ષણ અને પર્યાવરણના રંગો રેડતું હતું..દુર ગગનમાંથી વચ્ચે  વચ્ચે ક્યાંક ક્યાંક આમ તેમ ” શિક્ષણાકાશ”

( http://shikshnaakash.wordpress.com)  પણ શિક્ષણની વાતો લઈને ડોકિયા કરતુ હતું.

રાત્રીનો મધુરો ડાયરો અને ગીત અને ભજનો માણતા આરામમાં ઉતર્યા.

બીજે દિવસે વહેલી સવારે પરિક્રમ્મા આગળ વધી ” સરકડીયા હનુમાન “ ના દર્શન કરી ધન્ય બની ગયા.

 ” સુરજકુંડ “ જોઈને કુદરતના ખોળે મહાલવાનો મોકો મળ્યો.  આ વિસ્તાર ગિરનારની પાછળનો વિસ્તાર હોઈ 

 ગાઢું જંગલ હતું. આવા જંગલમાં પણ” જ્ઞાનનાં ઝરણાં “ (http://rupen007.wordpress.com)  વહેતા એમાંથી

જગતભરના પ્રાસંગિક પ્રસંગો અને તવારીખો વહેતી  હતી.

આવા જંગલ વિસ્તારમાં ભયંકર અસુરો રહેતા હોય તેવું વર્ણન આવે છે પણ અહીં તો હ્યુસ્ટનથી ગુજરાતી બ્લોગ

જગતના વડલા સમાન વડીલ આદરણીય શ્રી સુરેશ કાકાનો “ગધ્યાસુર “ ( http://gadyasoor.wordpress.com

અને પાંચસો સદી પહેલા થઇ ગયેલાથી માંડી વર્તમાન યુગ સુધીના મહાપુરુષોનાં જીવન ક્રમને વિગતવાર દર્શાવતો

” ગુજરાતી પ્રતિભા પરિચય “ ઉચ્ચ પ્રતિભા દર્શાવતો હતો.(http://sureshbjani.wordpress.com) અનેરી અલભ્ય

માહિતી પીરસતો હતો.

“ઋષિ ચિંતનના સાનિધ્યમાં” (http://rushichintan.com)  મા ગાયત્રીના શ્લોક સંભળાતા. .

જયારે અમેરિકાથી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી સુરેશભાઈ જાની , શ્રી વલીભાઈ મુસા,શ્રી ભરતભાઈ પંડ્યા એમ

મિત્ર મંડળનો “હાસ્ય દરબાર “ ( http://dhavalrajgeera.wordpress.com) પણ યાત્રાળુઓના થાકને વિસરાવી

ખુબ હસાવતો હતો.

તો આદરણીય જુગલકીશોર કાકાનો “ NET  -ગુર્જરી “  (http://jjkishor.wordpress.com) અનેરી માહિતી જોડણી 

અને અલભ્ય માહિતી આપતા હતા. 

જંગલ વિસ્તારમાં અમારા ચોરાના મિત્રો ભૂલા પડ્યા ને ગાઢ  જંગલમાં નીકળી ગયા. તો બે સાવજ સામા મળ્યા .

અમે વનરાજને પ્રણામ કર્યા. અઠા બઠાની જોડી વનરાજને જોઈ  ડરવા લાગી .અને આઘીપાછી થવા લાગી.

તો ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા ખરા વખતે જ તમારું ધોતિયું કેમ ઢીલું થઇ જાય છે ?  ? વનરાજ આપણને કાંઈ નહિ કરે ?

વનરાજો કહે અલ્યા ગોદડીયા અમારે તમારી સાથે થોડીક ચર્ચા કરવી છે.. ડરશો નહિ. અમે તમને ઉતારા સુધી

મૂકી જઈશું.વનરાજ કહે આ તમારી માનવ જાત અજબ છે ! એમના નામો પણ અજબ છે ! ઉપનામો પણ અજબ છે!

મેં કહ્યું વનરાજ આમ આપને શાથી લાગે છે ? આપે એવું તો શું અવલોકન કર્યું છે ?

વનરાજ કહે જુઓ નામ ગોતમ રાખે છે ! ગોતમનો અર્થ થાય છે કે  ગો- ઉતમ છે મતલબ કે  ગાય સર્વે પ્રાણીઓમાં ઉતમ છે !

હવે આ ગોતમ નામ ધરાવતો માણસ જ  ગાયોના ચરા ને ચરા મફતમાં ચરી જાય છે બોલો આ કેવું કહેવાય.

આ ધીરુભાઈ અંબાણીએ પોતાની મિલકતને પુત્રોના  નામ પ્રમાણે જ વહેચી છે .

મુકેશ ને મુ – કેશ અને અનીલ ને  અ- નીલ કરી એકને કેશ અને બીજાને નીલ આપ્યું.!

મોટો દીકરો – રોકડીયા અને  નાનો દીકરો-  ખાલી .

હવે આ ખાલી રોકડીયા પાસે પૈસા માંગે છે અને મોટાને આપવા નથી એટલે બન્ને લડે છે.

વનરાજ કહે અલ્યા ગોદડીયા સાભળ્યું છે કે તું  અમેરિકા રહ્યો છું. તો તને પર્યાવરણ અને જંગલોનો ખ્યાલ જરૂર હશે.?

મેં કહ્યું ત્યાં જંગલ  ખાતાના  માણસો એક ઝાડ કાપે તો બે નવા રોપીને ઉછેરવાં ફરજીયાત છે નહી તો સજા થાય.

વનરાજ કહે સાભળ્યું કેવો કડક કાયદો. અહી તો પ્રધાનો,  જંગલ  ખાતું , અન્ય નેતાઓ અને મામલતદાર , કલેકટરની

મિલી ભગતથી જંગલો ખલાસ થઇ રહ્યા છે . નવા ઝાડ રોપવાના બાર અને બતાવે બાવીસસો અને પાછા એના પૈસા

ભેગા મળી વહેંચી ખાવાના.

એમના કરતા અમે પ્રાણીઓ અને પશુઓ વનરાજીને ગમેતેમ બગડતા નથી .  પર્યાવરણનું ખુબ જ ધ્યાન રાખીએ છીએ.

જોજો આ પરિક્રમામાં  કેટલાય ઝાડનો ખોડો કાઢી નાખશે અને રસ્તા અને સફાઈના બહાને ઝાડો વેચાઈ જશે.

વનરાજજીએ આપેલા વચન પ્રમાણે અમને બીજા દિવસના ઉતારા માટેનાં સ્થળ સુધી દોરી ગયા.  અમને જોઇને બીજા ભાવિક

ભક્તો આનંદમાં આવી હર હર ભોલેનાથનાં ઉદગારોથી ગગન ગાજી ઉઠ્યું .

 

હવે આગળની  ”કેડીના કિનારે પરિક્રમા”  બીજા હપ્તામાં રજુ કરીશું.

  

હાટકો –   બારડોલીમાં ખેડૂતોની જમીન બચાવવા  લડત આપનાર વલ્લભભાઈ પટેલ ” સરદાર ” કહેવાયા.

               હાલ ખેડૂતોની જમીન ઝુંટવી  ઉદ્યોગોને પધરાવનાર ઘણા  ” સરદાર “  બનવા પ્રયત્ન કરે છે.

================================================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s