ગોદડીયો ચોરો…પોપટ ખાતો થયો.

ગોદડીયો ચોરો…પોપટ ખાતો થયો.


======================================================

 

મિત્રો અગાઉ “પોપટીયો પરધાન થયો ” ને “પોપટ પાટનગરમાં’એમ બે હપ્તા રજુ થયેલા .

ચાલુ સમયના પ્રવાહોને આવરી લેવા પોપટને આરામ અપાયેલ હવે પોપટ કથા આગળ…

===========================================================


ગોદડીયો ચોરો જામ્યો છે. કનું કચોલું કેહે અલ્યા ગોદડીયા તું પેલા પોપટના પરાક્રમો ભૂલી

ગયો લાગે છે ચાલ બહુ વખત વીત્યો હવે એને આગળ વધાર .

કોદાળો કહે હા બરોબર છે ચાલ હવે આગળની કથા માંડ.

મેં કહ્યું પોપટ અને મેનાને પાટનગરમાં બરોબર ગોઠી ગયું હતું . દારૂનો ધંધો પણ પાછલા

બારણેથી બરાબરનો જામ્યો હતો. હવે પોપટ બે પાંદડે થઇ ઘટાદાર વૃક્ષ બની ગયો હતો.

એક દિવસ પોપટ સચિવાલયમાં ગયો હતો મેના બહેન નવરા હતાં એટલે મંત્રી મંડલ સંકુલમાં

આવેલા બંગલાઓના રોડ પર લતા મારવા નીકળ્યા હતાં .

ફરતા ફરતા એક મંત્રીશ્રીના પત્ની બંગલાની ભાર ગોઠવેલા હીચકા પર બેસી પણ ચાવતાં અને

હળવેથી હિચોળા લેતા હતાં.

જોકે ઘેર કોઈ દિવસ હિચકો જોયો જ નાં હોય અને ચચુકા શેકીને ચાવતાં હોય પણ પરધાન પત્ની

બન્યા પછી પાન અને હિચકાના શોખમાં આપોઆપ જાતને ઢાળી દેતા હોય છે.

ઘણાને પરધાન શપથ વિધિનું આમન્ત્રણ મળે કે તુરંત જ એમની પત્નીઓ માયાવતીની જેમ વાળ

કટ કરવી ફેસિયલ અને મેકપ કરાવી લેતી હોય છે.

એમને જોઇને મેનાબહેને જે માતાજી કહ્યું એટલે પેલા બહેને જય શ્રી કૃષ્ણનો જવાબ આપી કહ્યું

આવો ત્યારે જરાક ગપાટાં મારીએ . મેના બેન તો ઉમળકાભેર બંગલામાં ધસી ગયાં.

પેલા બહેને તેમના પટાવાળાને મેના બહેનને ઠંડુ પાણી આપવા કહ્યું .

મેના બહેને અત્યંત ઠંડુ પાણી પીને પેલા બહેનને સવાલ કર્યો.

બુન તમે રોજ કેટલે બડફ (બરફ) મંગાવો સો ?

પેલા બહેન કહે આ બરફનું પાણી નથી આતો ફ્રીઝમાં ઠંડુ કરેલું પાણી છે.

મેના કહે શું કયું ? ફરી બ્લોલો ને જરા એ માશી કયું સે ?

પેલા બહેન કહે ફ્રીઝ મેનાબેન ફ્રીઝ …ફ્રીઝ…ફ્રીઝ

મેના ફરીઝ ફરીઝ ફરીઝ ફરીઝ ફરીઝ એમ ગોખતાં ઘેર ગયાં ને પોપટને ફોન કર્યો

તમે સુ (શું) ધાન (ધ્યાન) રાખો સો (છો) મોતા પરધાન થઇ જ્યા (ગયા) ઘરનું ધોન (ધ્યાન) રાખો.

પોપટ તો હાફળા ફાફળા દોડતા ઘેર આવી ગયાં કેમકે ઘરની રાષ્ટ્રપત્ની નો ફોન આવે ત્યારે

ભલ ભલા પરધાનોનાં ધોતિયા ઢીલા થઇ જતાં હોય છે.

મેના કહે આપને ઘેર ફરીઝ …બડ્ફીયું…ફરીઝ…બદફીયું કેમ નથી તમે પરધાન સો કે હું સો ?

પોપટે પીએ ને કહ્યું ભૈલા આપને ગેર બડ્ફીયું કેમ નથી તપાસ કરો હું પરધાન છે હૂ હમજોસો મને ?

પહેલા તો પીએને બડ્ફીયું શું એ સમજ ના પડી પાન મેને ઠંડા પાણીની વાત કરી તી હમજ પડી

કે આતો ફ્રીઝની વાત છે

બાધકામ શાખામાં જાણ કરી . બાંધકામ શાખાના અધિકારીઓ દોડતા આવ્યા ને કહ્યું ફ્રીઝ ફાળવેલ છે.

બંગલામાં તપાસ કરી તો ફ્રીઝમાં મેનાએ ચણીયા પોલકાં સાડીઓ પોપટના ઝબ્બા ને ધોતિયા

ગડીબંધ વાળીને મુક્યા હતાં !!!!!!!!!!!

પોપટ હવે તો બેફામ ખાતો થઇ ગયેલ . એતો દારૂના હપ્તા. રોડના હપ્તા. રીક્ષા કારો દરેક પાસેથી

હપ્તા ઉઘરાવી રોકડ નાણું જમા કરાવવા માંડ્યું .

ક્યાંક આખા રોડ ખાઈ જાય, ક્યાંક નાના મોટાં પુલ ખાઈ જાય જાય ક્યાંક તળાવો પણ ખાઈ જાય .

ક્યારે બાળકોને પીરસવાનું ભોજન તો ક્યારેક વિદ્યાર્થીઓના પુસ્તકો કપડા ખાઈને તગડો થવા માંડ્યો.

ખુલ્લે આમ દારૂનો વેપાર કરાવે અને દારૂ વેચે એટલે મોટાં ઉદ્યોગપતિઓ અને પત્રકારો તેમજ મોટાં

નબીરાઓ સાથે અંગત સંપર્કમાં આવી ગયેલ પોપટનું નામ મોટું બની ગયેલું છે.

હવે તો પોપટ ઉદ્યોગપતિઓ સાથે હવામાં ઉડવા લાગ્યો હેલીકોપ્ટરમાં ફરવા લાગ્યો

ઘેર આવીને મેનાને કહે આ ઊડણીયું (હેલીકોપ્ટર )માં બેહવાની મઝો પડે સે (છે )

હવે તો વિચારું સુ કે એક ઊડણીયું વહાવી લેવું સે ગોમમાં (ગામ) ને હમાજ (સમાજ) માં વટ પડે .

હમણાં અમદાવાદમાં શ્રીમંત નબીરાઓની પાર્ટીમાં આ પોપટનો દારૂ વપરાયેલ હતો .

 

હાટકો-

સચિન તેંદુલકરની રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્તિ કરવામાં આવી !!!!!!!!!!!!!!!!!

સંભાળજે સચિન જરા સાચવીને રહેજે ? આ બધા જાડી ખાલ ધરાવતી જાતિના છે

મારા વા’લા એવો ગુગલી બોલ નાખે છે કે ભલભલા રમવામાં ને કેચ કરવામાં ગોથાં ખાય છે

==============================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s