ગોદડિયો ચોરો…ચુંટણીનો ચકરાવો – ૧

ગોદડિયો ચોરો…ચુંટણીનો ચકરાવો – ૧


==================================================


ગોદડિયો ચોરામાં ચર્ચા જામી છે. પાત્રો પોતાની વાત ને વ્યથા વરાળમાં ઢાળે છે.


કેજરીવાલ કકળે છે ને ભાજપ ભડકે છે .વાઢેરા ગોટાળાની ગોખલીમાં ભરાયા છે.


ખુર્શીદ બાબુની ખુરશી સંકટમાં આવી છે . એમ ભારતમાં ભાગદોડ જામી છે.


ગુજરાતમાં ચુંટણી માતાનું આગમન થઇ ગયું હોઈ સર્વે પક્ષો એમને વધાવવા


“વચનો રૂપી કંકુ ને વાયદા રૂપી ચોખા “ લઈને પોંખવા સજ્જ ધજ્જ થઈ ગયા છે.


ઉમેદવાર રૂપી મુરતિયા પક્ષની ઓફિસે પોતાના બહુગુણી બાયોડેટા મોકલવા


અધીરા થઇ રહ્યા છે . પોત પોતાના વ્હાલા નેતાઓને ભલામણ કરવા કહે છે.


કોંગ્રેસના  ઉમેદવારો  ” શંકર શક્તિ અર્જુન એન્ડ કંપની “ નાં ચક્કર લગાવે છે .


જયારે ભાજપ તરફી ઉમેદવારો ” નમો નમો “ જાપ જપતા યાત્રામાં પોતે કેટલો


માથાં રૂપી પ્રસાદ ધરાવ્યો છે એના આંકડા મોકલાવી રહ્યા છે.


ત્યાં જ અઠા બઠ્ઠાની જોડી પ્રવેશે છે સાથે કોદાળાજી ડોલતા ડોલતા પ્રવેશે છે .


કોદાળાજી કહે આ ચુંટણીઓ કંઈ ચુંટણી કહેવાય . ક્યાં પહેલા જેવી મઝા છે.


મેં કહ્યું  હા શું જમાનો હતો. એ લોકસભા ને વિધાનસભાની ચુંટણીઓ સાથે આવે.


એય  “૪૫ દિવસથી ૬૦ દિવસનો પ્રચારનો ગાળો હોય .”


લોકસભાનું બેલેટ પત્ર ગુલાબી હોય ને વિધાનસભાનું બેલેટ પત્ર સફેદ હોય.


જાત જાતના સુત્રો વહેતા થાય. ટાબરિયાં પણ શેરી ગામમાં સરઘસ કાઢે .


ગામના જે તે પક્ષના ટેકેદાર ટાબરિયાં ને ચોકલેટ ગોળીઓ કે ચવાણું ખવડાવે.


કનું કચોલું કહે ” અલ્યા ગોદડિયા શેનાં સુત્રો ?” “કેવા સુત્રો “


લોક લાગણીને માન આપે લોકોના દિલ સોસરવા ઉતરી જાય છતાંય કોઈની

લાગણી ના ઘવાય તેવા સુત્રોનો એ આદર્શ જમાનો હતો.


” લાલવા કે ખલવા જેવા કે અન્ય અપમાનજનક શબ્દોને ક્યાય સ્થાન નહોતું.”

મેં કહ્યું  આઝાદી બાદ ૧૯૫૨ ની પ્રથમ ચુંટણી થઇ તે સમયે કોંગ્રેસ સામે ગણ્યા


ગાંઠ્યા નહીવત જેવા પક્ષો મેદાનમાં હતા.


” કોંગ્રેસ નું ચુંટણી ચિન્હ  “બે બળદ ની જોડી “ હતું.


” અત્યારનો ભાજપ તે સમયે જનસંઘ હતો અને તેનું નિશાન  ” દીવો “ હતું.”


જયારે ૧૯૬૦ -૬૧ માં રાજાજી અને ભાઈકાકા તેમજ ઘણાખરા રાજવીઓએ મળી


” સ્વતંત્ર પક્ષની “ રચના કરી . તેનું નિશાન  ” તારો “  હતું.


રાજાજી એટલે આઝાદ ભારતના ૧૯૫૦ થી ૧૯૫૨ સુધીના પ્રથમ હિદી ગવર્નર જનરલ


તે સમય દરમ્યાન રાષ્ટ્રપતિ નહોતા હોતા.


રાજાજી એટલે ” રાજ ગોપાલાચારી “  . રાજાજી એ ટુકું નામ હતું .


રાજાજી ગાંધીજીના વેવાઈ હતા.


સ્વતંત્ર પક્ષનો નારો હતો ” મુક્ત ધર્મ મુક્ત ખેતી ને મુક્ત વેપાર “


અરે ખાસ તો ૧૯૬૨ માં જયારે ઈંગ્લેડનાં મહારાણી ભારત આવી જયપુરની મુલાકાતે


જવાનાં હતા ત્યારે જ ” મહારાણી ગાયત્રીદેવી એ સ્વતંત્ર પક્ષમાં પ્રવેશ મેળવેલો તે


સમયે વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અવાચક બની ગયા હતા.”


પંડિત જવાહરલાલ નહેરુ સામે ઉતર પ્રદેશના ફૂલપુર મત વિસ્તારમાંથી કાયમ ચુંટણી


લડતા ડો. રામ મનોહર લોહિયા હારી જતા પણ પંડિતજી કહેતા “લોહીયાજી આપ રાજ્યસભામાં


જરૂર આવજો જેથી અમને ટોકી શકે  રોકી શકે અને સાચો રાહ બતાવી શકે.”


એક પેટા ચુંટણીમાં લોહીયાજી જીતીને લોકસભામાં પહોચ્યા ત્યારે પંડિતજી હસતા હસતા બોલ્યા


” લોહીયાજી આખરે આપ આવી પહોચ્યા ખરા . આપનું સ્વાગત છે કેટલા મતે જીત્યા “


” લોહીયાજી હસતા હસતા બોલ્યા પંડિતજી યહાં આપકે જો ચમચે બેઠે  હે ઉસસે દશ ગુને વોટસે


જીતકર આયા હું .  અબ મઝા આયેગા “. આવી નિખાલસ મીઠ્ઠી મજાક પણ થતી.


ગુજરાતમાં ૧૯૬૨ માં જયારે ચુંટણી જામી ત્યારે ઘણા સુત્રો વહેતા થયેલા .


જેમ કે ” બે બળદની જોડી તારા એ તોડી “ ” એક ધક્કા ઓર દો કોંગ્રેસકો ફેક દો “


૧૯૬૨ ની લડાઈ જયારે આપણે ચીન સામે હારી ગયેલા અને તેમાં કૃષ્ષ્ણ મેનન જે


સામ્યવાદી વિચારસરણી ધરાવતા હતા તે જયારે ચુંટણીમાં ઉભા રહેલા ત્યારે


” સાયકલ પંચર હોની જ પહિયે મેનન  ચી તંગડી ઉડની જ ચાહિયે “ જેવા સુત્રો આવેલા.


૧૯૬૭ની ચુંટણીમાં ગુજરાતને  દેશમાં કોંગ્રેસને સ્વતંત્ર પક્ષએ આંખે અંધારા લાવેલાં.


ગુજરાત વિધાનસભામાં ભાઈકાકાએ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈને કહેલું મને ૨૪ કલાક


મુખ્ય મંત્રીનો ચાર્જ સોપો એ ૨૪ કલાકમાં હું નર્મદા બંધ બાંધી દઈશ.


જોકે ભાઈકાકામાં  એ સામર્થ્ય  હતું અને તે કરી બતાવત .


ભાઈકાકાને  ( ભાઈલાલભાઈ ધ્યાભાઇ પટેલ ) વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કાળે તેમને


અને ભીખાકાકાને લીમડાની છાંયમાં ખાટલા  પર બેસી નિહાળવા એક જીવનનો અલભ્ય


લ્હાવો હતો એમ કહેવાતું.


એચ . એમ પટેલ ( હરુભાઈ મુળજીભાઈ )ને રૂબરૂ મળેલો છું. ભાઈકાકા તો એન્જીનીયર હતા .


અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના એન્જીનીયર રહી ચુક્યા છે .


“કાંકરિયા તળાવ અને બીજી એવી અનેક યોજના એમની અમદાવાદને  દેન  છે.”


તેમના વતન સોજીત્રામાં આઝાદી કાળથી ગટર યોજના કાર્યરત છે.


જયારે સક્કર બરાજ બંધ જે હાલ પાકિસ્તાનમાં છે તેનું નિર્માણ ભાઈકાકા એ કરેલ છે . તેમની


સાથે એચ. એમ પટેલ પણ હતા.


એક મઝાની પણ રસપ્રદ વાત એચ. એમ પટેલથી સમગ્ર ભારતમાં જાણીતા બનેલા મહાનુભાવ


ધંધુકાથી લોકસભાની ચુંટણી હારી ગયેલા.


વાત એમ બનેલી કે પોસ્ટર અને પડદા તેમ જ ભીંતો  પર ” હરુભાઈ મુળજીભાઈ પટેલ ” લખેલું.


કોંગ્રેસ પ્રજાને સમજાવતી  કે આ એચ એમ પટેલ નહિ પણ હરૂભાઇ એ જુદી વ્યક્તિ છે.


૧૯૬૦ માં ગુજરાતની સ્થાપના પછી ૧૯૬૨ની ગુજરાતની પ્રથમ ચુંટણીમાં રંગ અનેરો જામેલો.


બાબુભાઈ જશભાઈ પટેલ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં પ્રધાન હતા . તે સમયે નડિયાદ અને બીજે


તોફાનોમાં ગોળીબાર થયેલા અને નવ લોહિયા શહીદ થયેલા.


બાબુભાઈ જશભાઈ પટેલ ૧૯૬૨ માં ખંભાત મતવિસ્તારમાંથી કોંગ્રેસની ચુંટણી લડેલા .


તે સમયે નડિયાદથી યુવાનો મોટી સંખ્યામાં ખંભાત વિસ્તારમાં પ્રચાર માટે ઉમટી પડેલા.


તેઓ એક જ સૂત્ર પોકારતા ” ખોટો રૂપિયો ખોવાયો છે ને ખંભાતમાં આવ્યો છે “


જોકે આ કોઈ પક્ષ તરફથી નહિ પણ યુવા આક્રોશ હતો.


જયારે ૧૯૮૪ માં એચ એમ પટેલ સાહેબને મળવાનું થયેલું ત્યારે સ્વાભાવિક આવી વાતો દરમ્યાન


સક્કર બરાજ બંધમાં કેટલી માટી, રેતી, ઇંટો અને સિમેન્ટ વપરાયા  વિગેરેની રસપ્રદ વાતો કરેલી.


૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચુંટણીમાં સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડી હતા ત્યારે


છેલ્લી ઘડીએ ઇન્દિરાજીએ ડો. વી. વી. ગીરી ( વરાહગીરી વેક્ટગીરી )ને ઉભા રાખી આત્માના


અવાજને અનુસરી મત આપવા કહેલું. એમાંથી કોંગ્રેસના  બે ભાગ પડી ગયેલા.


સંસ્થા કોંગ્રેસ અને ઇન્દિરા કોન્ગ્રેસ  ( કોંગ્રેસ આઈ )


“સંસ્થા કોંગ્રેસ નું નિશાન રેંટીયો કાંતતી સ્ત્રી હતું જયારે ઇન્દિરા કોંગ્રેસનું નિશાન ગાય વાછરડું”


૧૯૭૧ માં જયારે લોકસભાની ચુંટણી આવી ત્યારે કોંગ્રેસ આઈ તરફથી સૂત્ર વહેતું થયેલું


” ઈન્દિરાજી આઈ હે નઈ રોશની લાયી હે “


તે સમયે સંજય ગાંધી રાજકારણમાં રસ લેતા એટલે લોકો ગમ્મતમાં સંજય ગાંધીને


” ગાયનું વાછરડું “


જોકે તે સમયમાં એટલેકે લગભગ ૧૯૮૦ સુધીના સમય ચક્રમાં વ્યક્તિગત આક્ષેપો અને નિમ્ન


કક્ષાના આક્ષેપોનું પ્રમાણ નહીવત હતું.

 

 

હાટકો=  આ ભવ્ય ભારતના મહાન નેતાઓ માટે  આમ જ કહેવાય


” તુમસે હી ઇસ વતનકી જાન હેં 


તુમસે હી ઇસ વતનકા  ઈમાન હેં


જહાં તુમસે  હી ફૂલ ખીલતે હેં દોસ્તો

ઉસી સર જમીંકા નામ હિન્દુસ્તાન હેં “


==============================================


સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s